Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Surah: Al-Insān   Ayah:

અલ્ ઇન્સાન

هَلْ اَتٰی عَلَی الْاِنْسَانِ حِیْنٌ مِّنَ الدَّهْرِ لَمْ یَكُنْ شَیْـًٔا مَّذْكُوْرًا ۟
૧) શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.
Arabic explanations of the Qur’an:
اِنَّا خَلَقْنَا الْاِنْسَانَ مِنْ نُّطْفَةٍ اَمْشَاجٍ ۖۗ— نَّبْتَلِیْهِ فَجَعَلْنٰهُ سَمِیْعًا بَصِیْرًا ۟ۚ
૨) નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.
Arabic explanations of the Qur’an:
اِنَّا هَدَیْنٰهُ السَّبِیْلَ اِمَّا شَاكِرًا وَّاِمَّا كَفُوْرًا ۟
૩) અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ની.
Arabic explanations of the Qur’an:
اِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ سَلٰسِلَاۡ وَاَغْلٰلًا وَّسَعِیْرًا ۟
૪) નિ:શંક અમે કાફીરો માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.
Arabic explanations of the Qur’an:
اِنَّ الْاَبْرَارَ یَشْرَبُوْنَ مِنْ كَاْسٍ كَانَ مِزَاجُهَا كَافُوْرًا ۟ۚ
૫) નિ:શંક સદાચારી લોકો શરાબના તે જામ પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું હશે.
Arabic explanations of the Qur’an:
عَیْنًا یَّشْرَبُ بِهَا عِبَادُ اللّٰهِ یُفَجِّرُوْنَهَا تَفْجِیْرًا ۟
૬) જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ જ્યાં ઈચ્છશે , ત્યાં કાઢી લઇ જશે.
Arabic explanations of the Qur’an:
یُوْفُوْنَ بِالنَّذْرِ وَیَخَافُوْنَ یَوْمًا كَانَ شَرُّهٗ مُسْتَطِیْرًا ۟
૭) આ તે લોકો હશે, જેઓ પોતાની નઝર પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે, જેની આપત્તિ ચારેય બાજુ ફેલાયેલી હશે.
Arabic explanations of the Qur’an:
وَیُطْعِمُوْنَ الطَّعَامَ عَلٰی حُبِّهٖ مِسْكِیْنًا وَّیَتِیْمًا وَّاَسِیْرًا ۟
૮) અને પોતે ખાવાની મનેચ્છા હોવા છતાં તેઓ લાચાર, અનાથ અને કેદીઓને ખવડાવી દે છે.
Arabic explanations of the Qur’an:
اِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللّٰهِ لَا نُرِیْدُ مِنْكُمْ جَزَآءً وَّلَا شُكُوْرًا ۟
૯) અમે તેમને કહે છે કે અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ. અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ.
Arabic explanations of the Qur’an:
اِنَّا نَخَافُ مِنْ رَّبِّنَا یَوْمًا عَبُوْسًا قَمْطَرِیْرًا ۟
૧૦) નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ડર રાખીએ છીએ, જે દિવસે ચહેરા અત્યંત નાખુશ હશે.
Arabic explanations of the Qur’an:
فَوَقٰىهُمُ اللّٰهُ شَرَّ ذٰلِكَ الْیَوْمِ وَلَقّٰىهُمْ نَضْرَةً وَّسُرُوْرًا ۟ۚ
૧૧) બસ ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લેશે અને તેમને તાજગી અને ખુશી પહોંચાડશે.
Arabic explanations of the Qur’an:
وَجَزٰىهُمْ بِمَا صَبَرُوْا جَنَّةً وَّحَرِیْرًا ۟ۙ
૧૨) અને તેમને તેમના સબરના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપશે.
Arabic explanations of the Qur’an:
مُّتَّكِـِٕیْنَ فِیْهَا عَلَی الْاَرَآىِٕكِ ۚ— لَا یَرَوْنَ فِیْهَا شَمْسًا وَّلَا زَمْهَرِیْرًا ۟ۚ
૧૩) તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં તડકો જોશે ન તો ઠંડીની ઉગ્રતા.
Arabic explanations of the Qur’an:
وَدَانِیَةً عَلَیْهِمْ ظِلٰلُهَا وَذُلِّلَتْ قُطُوْفُهَا تَذْلِیْلًا ۟
૧૪) તે જન્નતોમાં વ્રુક્ષોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.
Arabic explanations of the Qur’an:
وَیُطَافُ عَلَیْهِمْ بِاٰنِیَةٍ مِّنْ فِضَّةٍ وَّاَكْوَابٍ كَانَتْ قَوَارِیْرَ ۟ۙ
૧૫) અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામના પ્યાલા ફેરવવામાં આવશે, જે કાચના હશે.
Arabic explanations of the Qur’an:
قَوَارِیْرَ مِنْ فِضَّةٍ قَدَّرُوْهَا تَقْدِیْرًا ۟
૧૬) કાચ પણ એવા, જે ચાંદીના હશે અને તેને એક ખાસ પદ્ધતિથી બનાવ્યા હશે.
Arabic explanations of the Qur’an:
وَیُسْقَوْنَ فِیْهَا كَاْسًا كَانَ مِزَاجُهَا زَنْجَبِیْلًا ۟ۚ
૧૭) અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે, જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) હશે.
Arabic explanations of the Qur’an:
عَیْنًا فِیْهَا تُسَمّٰی سَلْسَبِیْلًا ۟
૧૮) આ જન્નતમાં એક ઝરણું હશે, જેનું નામ સલસબીલ છે.
Arabic explanations of the Qur’an:
وَیَطُوْفُ عَلَیْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَ ۚ— اِذَا رَاَیْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنْثُوْرًا ۟
૧૯) અને તેમની એવા માટે એવા બાળકો ફરતા હશે, જેં હંમેશા બાળકો જ રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.
Arabic explanations of the Qur’an:
وَاِذَا رَاَیْتَ ثَمَّ رَاَیْتَ نَعِیْمًا وَّمُلْكًا كَبِیْرًا ۟
૨૦) તમે જ્યાં પણ નજર દોડાવશો, નેઅમતો જ નેઅમતો જોશો અને મહાન સત્તાને જોશો.
Arabic explanations of the Qur’an:
عٰلِیَهُمْ ثِیَابُ سُنْدُسٍ خُضْرٌ وَّاِسْتَبْرَقٌ ؗ— وَّحُلُّوْۤا اَسَاوِرَ مِنْ فِضَّةٍ ۚ— وَسَقٰىهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُوْرًا ۟
૨૧) તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.
Arabic explanations of the Qur’an:
اِنَّ هٰذَا كَانَ لَكُمْ جَزَآءً وَّكَانَ سَعْیُكُمْ مَّشْكُوْرًا ۟۠
૨૨) (કહેવામાં આવશે) કે આ છે, તમારા કાર્યોનો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.
Arabic explanations of the Qur’an:
اِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَیْكَ الْقُرْاٰنَ تَنْزِیْلًا ۟ۚ
૨૩) (હે નબી) અમે જ આ કુરઆન તમારા પર થોડું થોડું કરીને ઉતાર્યું છે.
Arabic explanations of the Qur’an:
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ اٰثِمًا اَوْ كَفُوْرًا ۟ۚ
૨૪) એટલા માટે તમે પોતાના પાલનહારના આદેશ પ્રમાણે સબર કરો અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ન માનશો.
Arabic explanations of the Qur’an:
وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَّاَصِیْلًا ۟ۖۚ
૨૫) અને સવાર-સાંજ પોતાના પાલનહારનું નામ યાદ કરતા રહો.
Arabic explanations of the Qur’an:
وَمِنَ الَّیْلِ فَاسْجُدْ لَهٗ وَسَبِّحْهُ لَیْلًا طَوِیْلًا ۟
૨૬) અને રાતના સમયે પણ તેની સામે સિજદા કરો અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ કરતાં રહો.
Arabic explanations of the Qur’an:
اِنَّ هٰۤؤُلَآءِ یُحِبُّوْنَ الْعَاجِلَةَ وَیَذَرُوْنَ وَرَآءَهُمْ یَوْمًا ثَقِیْلًا ۟
૨૭) નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને તેમની આગળ એક ભારે દિવસને છોડી દે છે.
Arabic explanations of the Qur’an:
نَحْنُ خَلَقْنٰهُمْ وَشَدَدْنَاۤ اَسْرَهُمْ ۚ— وَاِذَا شِئْنَا بَدَّلْنَاۤ اَمْثَالَهُمْ تَبْدِیْلًا ۟
૨૮) અમે જ તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લઈ આવીશું.
Arabic explanations of the Qur’an:
اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟
૨૯) ખરેખર આ (કુરઆન) તો એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.
Arabic explanations of the Qur’an:
وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟
૩૦) અને તમે તેની જ ઈચ્છા કરી શકો છો, જે અલ્લાહ ઈચ્છતો હોય, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.
Arabic explanations of the Qur’an:
یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمِیْنَ اَعَدَّ لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟۠
૩૧) જેને ઇચ્છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે . અને જાલિમ લોકો માટે તેણે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Surah: Al-Insān
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Translations’ Index

Translation of the Quran meanings into Gujarati by Rabila Al-Umry, published by Birr Institution - Mumbai 2017.

close