Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Gujaratische Übersetzung * - Übersetzungen

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Mu’minûn   Vers:

અલ્ મુઅમિનૂન

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ
૧. નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.
Arabische Interpretationen von dem heiligen Quran:
الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ
૨. જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ
૩. જેઓ બકવાસ વાતોથી દૂર રહે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ
૪. જેઓ ઝકાત આપતા રહે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ
૫. જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ
૬. પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ
૭. જો આ સિવાય બીજો કોઈ તરીકો અપનાવશે તો આવા લોકો જ હદ વટાવી દેનાર છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ
૮. જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ
૯. જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ
૧૦. આ જ લોકો વારસદાર છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
૧૧. જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ
૧૨. નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟
૧૩. પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ
૧૪. પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ
૧૫. ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟
૧૬. પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟
૧૭. અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી ગાફિલ નથી.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِی الْاَرْضِ ۖۗ— وَاِنَّا عَلٰی ذَهَابٍ بِهٖ لَقٰدِرُوْنَ ۟ۚ
૧૮. અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ ۘ— لَكُمْ فِیْهَا فَوَاكِهُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
૧૯. તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેના દ્વારા તમને ઘણા પ્રકારના ફાળો મળે છ, તમે તેમાંથી જ ખાઓ છો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَیْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْاٰكِلِیْنَ ۟
૨૦. અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ— نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
૨૧. તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને (દૂધ) પીવડાવીએ છીએ અને તેમાં બીજા ઘણા ફાયદાઓ તમારા માટે છે, તેમાંથી કેટલાંકને તમે ખાઓ પણ છો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟۠
૨૨. અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟
૨૩. નિ:શંક અમે નૂહને તેમની કોમ તરફ પયગંબર બનાવી મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, શું તમે (તેનાથી) ડરતા નથી?
Arabische Interpretationen von dem heiligen Quran:
فَقَالَ الْمَلَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یُرِیْدُ اَنْ یَّتَفَضَّلَ عَلَیْكُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً ۖۚ— مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآىِٕنَا الْاَوَّلِیْنَ ۟ۚۖ
૨૪. તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, જે તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને ઉતારતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰی حِیْنٍ ۟
૨૫. એ તો એક એવો વ્યક્તિ છે, જેને પાગલપણું છે, એટલા માટે થોડોક સમય હજુ રાહ જુઓ.(કદાચ તે ઠીક થઇ જાય.)
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
૨૬. નૂહએ દુઆ કરી, હે મારા પાલનહાર! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاَوْحَیْنَاۤ اِلَیْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَوَحْیِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— فَاسْلُكْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ مِنْهُمْ ۚ— وَلَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ— اِنَّهُمْ مُّغْرَقُوْنَ ۟
૨૭. તો અમે તેમની તરફ વહી કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, પછી જ્યારે (અઝાબ માટે) અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ (નર અને માદા) ને લઈ લો અને પોતાના ઘરવાળાઓને પણ આ હોડીમાં બેસાડી દો, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા નક્કી ગઇ છે, ખબરદાર જે લોકોએ જુલમ કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاِذَا اسْتَوَیْتَ اَنْتَ وَمَنْ مَّعَكَ عَلَی الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ نَجّٰىنَا مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૨૮. જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને જાલિમ લોકોથી છૂટકારો આપ્યો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَقُلْ رَّبِّ اَنْزِلْنِیْ مُنْزَلًا مُّبٰرَكًا وَّاَنْتَ خَیْرُ الْمُنْزِلِیْنَ ۟
૨૯. અને (આ પણ) કહેજો કે હે મારા પાલનહાર! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ وَّاِنْ كُنَّا لَمُبْتَلِیْنَ ۟
૩૦. ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟ۚ
૩૧. ત્યાર પછી અમે એક બીજી કૌમનું સર્જન કર્યું.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاَرْسَلْنَا فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ اَنِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟۠
૩૨. પછી તે લોકો માંથી પયગંબર મોકલ્યા, (જેણે તેમને કહ્યું) હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તમે કેમ ડરતા નથી?
Arabische Interpretationen von dem heiligen Quran:
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِهِ الَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِلِقَآءِ الْاٰخِرَةِ وَاَتْرَفْنٰهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۙ— مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یَاْكُلُ مِمَّا تَاْكُلُوْنَ مِنْهُ وَیَشْرَبُ مِمَّا تَشْرَبُوْنَ ۟ۙ
૩૩. અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખિરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ એક મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તે પીવે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَىِٕنْ اَطَعْتُمْ بَشَرًا مِّثْلَكُمْ ۙ— اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟ۙ
૩૪. જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગશો, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બની જશો.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَیَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَّعِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ ۟
૩૫. શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો.
Arabische Interpretationen von dem heiligen Quran:
هَیْهَاتَ هَیْهَاتَ لِمَا تُوْعَدُوْنَ ۟
૩૬. આ વાત તો સમજની બહાર છે, જેનું તમને વચન આપવામાં આવે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا نَمُوْتُ وَنَحْیَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ ۟
૩૭. (જીવન) તો ફક્ત દુનિયાનું જ જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને આપણે પાછા જીવિત કરવામાં નહીં આવીએ.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنْ هُوَ اِلَّا رَجُلُ ١فْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا وَّمَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِیْنَ ۟
૩૮. આ તો બસ! એકએવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો ક્યારેય આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
૩૯. તે પયગંબરે દુઆ કરી કે હે પાલનહાર! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ عَمَّا قَلِیْلٍ لَّیُصْبِحُنَّ نٰدِمِیْنَ ۟ۚ
૪૦. અલ્લાહએ જવાબ આપ્યો કે આ લોકો થોડાક સમય પછી આ (પોતાના કર્મો) પર પસ્તાવો કરશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ بِالْحَقِّ فَجَعَلْنٰهُمْ غُثَآءً ۚ— فَبُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૪૧. છેવટે નિર્ણય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ! જાલિમ લોકો માટે દૂરી છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِیْنَ ۟ؕ
૪૨. ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું.
Arabische Interpretationen von dem heiligen Quran:
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟ؕ
૪૩. ન તો કોઈ કોમ પોતાના સમય પહેલા ખત્મ થઈ અને ન તો પોતાના સમય પછી રોકાઈ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ؕ— كُلَّ مَا جَآءَ اُمَّةً رَّسُوْلُهَا كَذَّبُوْهُ فَاَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَّجَعَلْنٰهُمْ اَحَادِیْثَ ۚ— فَبُعْدًا لِّقَوْمٍ لَّا یُؤْمِنُوْنَ ۟
૪૪. પછી અમે એક-પછી એક પયગંબરોને મોકલતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવતા તો તેઓ તેમને જુઠલાવ્તા હતા, તો અમે એક કોમ પછી એક કોમને નષ્ટ કરતા રહ્યા, અહી સુધી કે તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા.
Arabische Interpretationen von dem heiligen Quran:
ثُمَّ اَرْسَلْنَا مُوْسٰی وَاَخَاهُ هٰرُوْنَ ۙ۬— بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
૪૫. પછી અમે મૂસા અને તેમના ભાઇ હારૂનને મુઅજિઝહ અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا عَالِیْنَ ۟ۚ
૪૬. ફિરઔન અને તેના લશ્કરો તરફ. બસ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَقَالُوْۤا اَنُؤْمِنُ لِبَشَرَیْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عٰبِدُوْنَ ۟ۚ
૪૭. કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા જ બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ? જ્યારે કે તેમની આપણી ગુલામ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَكَذَّبُوْهُمَا فَكَانُوْا مِنَ الْمُهْلَكِیْنَ ۟
૪૮. બસ! તે લોકોએ તે બન્નેને પણ જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલા લોકો માંથી થઇ ગયા.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
૪૯. અમે મૂસાને કિતાબ (એટલા માટે) પણ આપી હતી, કે તેમના લોકો સત્ય માર્ગ પર આવી જાય.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَجَعَلْنَا ابْنَ مَرْیَمَ وَاُمَّهٗۤ اٰیَةً وَّاٰوَیْنٰهُمَاۤ اِلٰی رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَّمَعِیْنٍ ۟۠
૫૦. અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું.
Arabische Interpretationen von dem heiligen Quran:
یٰۤاَیُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّیِّبٰتِ وَاعْمَلُوْا صَالِحًا ؕ— اِنِّیْ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟ؕ
૫૧. હે પયગંબરો! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّاَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ ۟
૫૨. નિ:શંક તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે, અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ! તમે મારાથી ડરતા રહો.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ زُبُرًا ؕ— كُلُّ حِزْبٍۭ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ ۟
૫૩. પછી લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ, જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَذَرْهُمْ فِیْ غَمْرَتِهِمْ حَتّٰی حِیْنٍ ۟
૫૪. બસ! (હે પયગંબર) તમે તેમને ગફલત માટે થોડોક સમય આપી દો.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَیَحْسَبُوْنَ اَنَّمَا نُمِدُّهُمْ بِهٖ مِنْ مَّالٍ وَّبَنِیْنَ ۟ۙ
૫૫. શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમના ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે).
Arabische Interpretationen von dem heiligen Quran:
نُسَارِعُ لَهُمْ فِی الْخَیْرٰتِ ؕ— بَلْ لَّا یَشْعُرُوْنَ ۟
૫૬. તો અમે તેઓને ભલાઈ આપવામાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી,
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّ الَّذِیْنَ هُمْ مِّنْ خَشْیَةِ رَبِّهِمْ مُّشْفِقُوْنَ ۟ۙ
૫૭. (ભલાઈ પામનાર) તે લોકો છે, જેઓ પોતાના પાલનહારના ભયથી ડરે છે,
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ بِاٰیٰتِ رَبِّهِمْ یُؤْمِنُوْنَ ۟ۙ
૫૮. અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે,
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ هُمْ بِرَبِّهِمْ لَا یُشْرِكُوْنَ ۟ۙ
૫૯. અને તેઓ પોતાના પાલનહાર સાથે કોઈને શરીક (ભાગીદાર) નથી બનાવતા.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَالَّذِیْنَ یُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّقُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰی رَبِّهِمْ رٰجِعُوْنَ ۟ۙ
૬૦. અને તે લોકો (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, અને જે કંઇ પણ તેઓ ખર્ચ કરે છે, તે સમયે તેમના હૃદય કાંપતા હોય છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે,
Arabische Interpretationen von dem heiligen Quran:
اُولٰٓىِٕكَ یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَهُمْ لَهَا سٰبِقُوْنَ ۟
૬૧. આ જ તે લોકો છે, જેઓ નેકીના કામોમાં ઉતાવળ તેમજ એક બીજાથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરતા રહે છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا وَلَدَیْنَا كِتٰبٌ یَّنْطِقُ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
૬૨. અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એક એવી કિતાબ છે, જે સત્ય વાત કરે છે અને તેમના પર સહેજ પણ જુલમ કરવામાં નહીં આવે.
Arabische Interpretationen von dem heiligen Quran:
بَلْ قُلُوْبُهُمْ فِیْ غَمْرَةٍ مِّنْ هٰذَا وَلَهُمْ اَعْمَالٌ مِّنْ دُوْنِ ذٰلِكَ هُمْ لَهَا عٰمِلُوْنَ ۟
૬૩. પરંતુ તેમના હૃદય આ વિશે ગાફેલ છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા (ખરાબ) કાર્યો છે, જેમને તેઓ કરી રહ્યા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
حَتّٰۤی اِذَاۤ اَخَذْنَا مُتْرَفِیْهِمْ بِالْعَذَابِ اِذَا هُمْ یَجْـَٔرُوْنَ ۟ؕ
૬૪. ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને અઝાબમાં પકડી લઈશું, તો તે સમયે તેઓ ચીસો પાડી ફરિયાદ કરવા લાગશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
لَا تَجْـَٔرُوا الْیَوْمَ ۫— اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ ۟
૬૫. (અમે કહીશું) આજે ચીસો ન પાડશો, ખરેખર આજે અમારા તરફથી તમારી મદદ કરવામાં નહીં આવે.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَدْ كَانَتْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ عَلٰۤی اَعْقَابِكُمْ تَنْكِصُوْنَ ۟ۙ
૬૬. જ્યારે મારી આયતો તમારી સમક્ષ પઢવામાં આવતી તો તમે પોતાની એડીઓ પર ઊંધા ભાગતા હતાં.
Arabische Interpretationen von dem heiligen Quran:
مُسْتَكْبِرِیْنَ ۖۚۗ— بِهٖ سٰمِرًا تَهْجُرُوْنَ ۟
૬૭. મારી આયતોને ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં,
Arabische Interpretationen von dem heiligen Quran:
اَفَلَمْ یَدَّبَّرُوا الْقَوْلَ اَمْ جَآءَهُمْ مَّا لَمْ یَاْتِ اٰبَآءَهُمُ الْاَوَّلِیْنَ ۟ؗ
૬૮. શું તે લોકોએ આ વાત વિશે ના વિચાર્યું? અથવા તેમની પાસે કોઈ એવી વાત આવી છે, જે તેમના પૂર્વજો પાસે નહતી આવતી.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ لَمْ یَعْرِفُوْا رَسُوْلَهُمْ فَهُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟ؗ
૬૯. અથવા તે લોકોએ પોતાના પયગંબરને ઓળખ્યા જ નહિ, એટલા માટે તેઓ ઇન્કાર કરી રહ્યા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ یَقُوْلُوْنَ بِهٖ جِنَّةٌ ؕ— بَلْ جَآءَهُمْ بِالْحَقِّ وَاَكْثَرُهُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟
૭૦. અથવા આ લોકો એમ કહે છે કે તેને પાગલપણું છે? પરંતુ તે તો તેમના માટે સત્ય વાત લઈને આવ્યો છે, હાં! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને પસંદ નથી કરતા.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَوِ اتَّبَعَ الْحَقُّ اَهْوَآءَهُمْ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَالْاَرْضُ وَمَنْ فِیْهِنَّ ؕ— بَلْ اَتَیْنٰهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُّعْرِضُوْنَ ۟ؕ
૭૧. જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાત, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ (કુરઆન) પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَیْرٌ ۖۗ— وَّهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟
૭૨. શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
૭૩. નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ عَنِ الصِّرَاطِ لَنٰكِبُوْنَ ۟
૭૪. નિ:શંક જે લોકો આખિરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَوْ رَحِمْنٰهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِّنْ ضُرٍّ لَّلَجُّوْا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
૭૫. અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَلَقَدْ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوْا لِرَبِّهِمْ وَمَا یَتَضَرَّعُوْنَ ۟
૭૬. અને અમે તે લોકો પર અઝાબ આવ્યો, તો પણ તેઓ પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી.
Arabische Interpretationen von dem heiligen Quran:
حَتّٰۤی اِذَا فَتَحْنَا عَلَیْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِیْدٍ اِذَا هُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۟۠
૭૭. અહી સુધી કે અમે તેમના માટે સખત અઝાબનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَهُوَ الَّذِیْۤ اَنْشَاَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْـِٕدَةَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟
૭૮. તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, (જેથી તમે સાંભળો, જુઓ અને વિચાર કરો) પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَهُوَ الَّذِیْ ذَرَاَكُمْ فِی الْاَرْضِ وَاِلَیْهِ تُحْشَرُوْنَ ۟
૭૯. અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَهُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ وَلَهُ اخْتِلَافُ الَّیْلِ وَالنَّهَارِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
૮૦. અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી?
Arabische Interpretationen von dem heiligen Quran:
بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ ۟
૮૧. પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟
૮૨. કહે છે કે જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા બની જઇશું, તો પણ અમને ફરીવાર ઉઠાવવામાં આવશે?
Arabische Interpretationen von dem heiligen Quran:
لَقَدْ وُعِدْنَا نَحْنُ وَاٰبَآؤُنَا هٰذَا مِنْ قَبْلُ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
૮૩. અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ لِّمَنِ الْاَرْضُ وَمَنْ فِیْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૮૪. (હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે? જણાવો જો તમે જાણતા હોય?
Arabische Interpretationen von dem heiligen Quran:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ ۟
૮૫. તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۟
૮૬. પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે?
Arabische Interpretationen von dem heiligen Quran:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَتَّقُوْنَ ۟
૮૭. તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી?
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ مَنْ بِیَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَیْءٍ وَّهُوَ یُجِیْرُ وَلَا یُجَارُ عَلَیْهِ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૮૮. સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો?
Arabische Interpretationen von dem heiligen Quran:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ فَاَنّٰی تُسْحَرُوْنَ ۟
૮૯. આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે?
Arabische Interpretationen von dem heiligen Quran:
بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
૯૦. ના (આ નવલકથા નથી) અમે તેમની સમક્ષ સાચી વાત પહોચાડી છે,અને આ લોકો ખરેખર જૂઠા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰی بَعْضٍ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَ ۟ۙ
૯૧. ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ ઇલાહ છે, જો એવી વાત હોત તો દરેક ઇલાહ પોતાના સર્જનને લઇને અલગ થઇ જાત અને દરેક એકબીજા પર ચઢી બેસતા, અલ્લાહ તે વાતોથી પાક છે, જે આ લોકો બયાન કરી રહ્યા છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟۠
૯૨. તે છૂપી અને જાહેર વાતોને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે ઉચ્ચ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَ ۟ۙ
૯૩. (હે પયગંર)! તમે આ દુઆ કરો કે હે મારા પાલનહાર! જે અઝાબની ધમકી તે લોકોને આપવામાં આવી રહી છે, જો તે મારી હાજરીમાં આવી જાય,
Arabische Interpretationen von dem heiligen Quran:
رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૯૪. તો હે મારા પાલનહાર! તું મને તે જાલિમ જૂથમાં શામેલ ન કરીશ.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاِنَّا عَلٰۤی اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ ۟
૯૫. અને જે અઝાબની ધમકી તેમને આપવામાં આવે રહી છે, તે અઝાબ તમને બતાવવા પર સપૂર્ણ સક્ષમ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ— نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ ۟
૯૬. તમે તેમના જવાબ આપતા એવી વાત કહો, જે ખૂબ જ સારી હોય, જે કઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِ ۟ۙ
૯૭. અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ ۟
૯૮. હે પાલનહાર! અને એ વાતથી પણ હું તારી પાસે શરણ માગું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય.
Arabische Interpretationen von dem heiligen Quran:
حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِ ۟ۙ
૯૯. (આ લોકો પોતાના કામમાં લાગેલા રહેશે) ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચશે, તો કહેશે છે ક હે મારા પાલનહાર! મને (દુનિયામાં) પાછો મોકલી દે.
Arabische Interpretationen von dem heiligen Quran:
لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ— اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآىِٕلُهَا ؕ— وَمِنْ وَّرَآىِٕهِمْ بَرْزَخٌ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
૧૦૦. જે દુનિયાનેને હું છોડીને આવ્યો ત્યાં જઈ નેક અમલ કરું, (અલ્લાહ તઆલા કહેશે) આવું ક્યારેય નહીં થઈ શકે, આ તો ફક્ત એક વાત જ છે, જે આ લોકો કહી રહ્યા છે, અને આ (મૃતકો) દરમિયાન ફરીવાર જીવિત થવા સુધી એક આડ હશે,
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَىِٕذٍ وَّلَا یَتَسَآءَلُوْنَ ۟
૧૦૧. પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે, તે દિવસે તેમની વચ્ચે કોઈ સંબંધ નહીં રહે, અને ન તો તે લોકો એકબીજાના હાલચાલ પૂછશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
૧૦૨. તે દિવસે જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ
૧૦૩. અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ જ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમમાં રહેશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِیْهَا كٰلِحُوْنَ ۟
૧૦૪. જહન્નમની આગ તેમના ચહેરાને ભષ્મ કરી દેશે,અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ ۟
૧૦૫. (તેમને કહેવામાં આવશે) શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી? તો પણ તમે તેને જુઠલાવતા હતાં.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالُوْا رَبَّنَا غَلَبَتْ عَلَیْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّیْنَ ۟
૧૦૬. તેઓ કહેશે કે હે પાલનહાર! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે જ ગુમરાહ હતાં.
Arabische Interpretationen von dem heiligen Quran:
رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْهَا فَاِنْ عُدْنَا فَاِنَّا ظٰلِمُوْنَ ۟
૧૦૭. હે અમારા પાલનહાર! અમને આ આગથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે જ જાલિમ હશું.
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالَ اخْسَـُٔوْا فِیْهَا وَلَا تُكَلِّمُوْنِ ۟
૧૦૮. અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنَّهٗ كَانَ فَرِیْقٌ مِّنْ عِبَادِیْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟ۚۖ
૧૦૯. (વાત એવી છે) કે જ્યારે મારા બંદાઓ માંથી કેટલાક એવું કહેતા કે હે અમારા પાલનહાર! અમને માફ કરી દે, અને અમારા પર રહમ કર, કારણકે તું જ સૌથી શ્રેષ્ઠ દયાળુ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِیًّا حَتّٰۤی اَنْسَوْكُمْ ذِكْرِیْ وَكُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ ۟
૧૧૦. (પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે મજાક ઉડાવતા રહ્યા.
Arabische Interpretationen von dem heiligen Quran:
اِنِّیْ جَزَیْتُهُمُ الْیَوْمَ بِمَا صَبَرُوْۤا ۙ— اَنَّهُمْ هُمُ الْفَآىِٕزُوْنَ ۟
૧૧૧. આજે મેં તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે અને તે જ સફળ થનાર લોકો હશે.
Arabische Interpretationen von dem heiligen Quran:
قٰلَ كَمْ لَبِثْتُمْ فِی الْاَرْضِ عَدَدَ سِنِیْنَ ۟
૧૧૨. અલ્લાહ તઆલા પૂછશે કે જણાવો તમે કેટલા વર્ષ જમીન પર રહ્યા?
Arabische Interpretationen von dem heiligen Quran:
قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ فَسْـَٔلِ الْعَآدِّیْنَ ۟
૧૧૩. તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, અને આ વાત તો ગણતરી કરનારાઓને પણ પૂછી લો.
Arabische Interpretationen von dem heiligen Quran:
قٰلَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِیْلًا لَّوْ اَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૧૧૪. અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ! કે આ વાત તમે આ પહેલા પણ જાણતા હોત.
Arabische Interpretationen von dem heiligen Quran:
اَفَحَسِبْتُمْ اَنَّمَا خَلَقْنٰكُمْ عَبَثًا وَّاَنَّكُمْ اِلَیْنَا لَا تُرْجَعُوْنَ ۟
૧૧૫. શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન બેકાર જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા નહીં આવો?
Arabische Interpretationen von dem heiligen Quran:
فَتَعٰلَی اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— رَبُّ الْعَرْشِ الْكَرِیْمِ ۟
૧૧૬. અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَمَنْ یَّدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۙ— لَا بُرْهَانَ لَهٗ بِهٖ ۙ— فَاِنَّمَا حِسَابُهٗ عِنْدَ رَبِّهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ ۟
૧૧૭. જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા ઇલાહને પોકારશે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, આવા કાફિર ક્યારેય સફળ નહીં થાય.
Arabische Interpretationen von dem heiligen Quran:
وَقُلْ رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟۠
૧૧૮. અને તમે અલ્લાહથી દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે.
Arabische Interpretationen von dem heiligen Quran:
 
Übersetzung der Bedeutungen Surah / Kapitel: Al-Mu’minûn
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Gujaratische Übersetzung - Übersetzungen

Übersetzung der Quran-Bedeutung in Gujarati Sprache von Rabila Al-Umary , veröffentlicht von Birr Institut in Mumbai in 2017

Schließen