Check out the new design

Kur'an-ı Kerim meal tercümesi - Güceratça Tercüme - Rabile el-Umari * - Mealler fihristi

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Anlam tercümesi Sure: Sûratu'l-Bakarah   Ayet:
وَلَنْ تَرْضٰی عَنْكَ الْیَهُوْدُ وَلَا النَّصٰرٰی حَتّٰی تَتَّبِعَ مِلَّتَهُمْ ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِیْ جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟ؔ
૧૨૦. અને યહુદી તેમજ નસ્રાનીઓ તમારાથી ક્યારેય રાજી નહી થાય, જ્યાં સુધી કે તમે તેઓના દીનનું અનુસરણ ન કરવા લાગો, તમે તેમને કહી દો કે હિદાયત તો તે જ છે, જે અલ્લાહએ આપી છે અને જો તમે પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાંય તેઓની મનેચ્છાઓનું અનુસરણ કરશો, તો તમને અલ્લાહથી બચાવવા માટે કોઈ દોસ્ત અથવા મદદ કરનાર નહીં હોય.
Arapça tefsirler:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یُؤْمِنُوْنَ بِهٖ ؕ— وَمَنْ یَّكْفُرْ بِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
૧૨૧. જે લોકોને અમે કિતાબ આપી છે અને તેઓ તે કિતાબને તેના હક મુજબ તિલાવત કરે છે, તો (ખરેખર) આ લોકો જ ઈમાન ધરાવે છે, અને જે લોકો આ કિતાબનો ઇન્કાર કરે છે, ખરેખર આવા લોકો જ નુકસાન ઉઠાવનાર છે.
Arapça tefsirler:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
૧૨૨. હે બની ઇસ્રાઇલ! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમને આપી, અને મેં તો તમને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી હતી.
Arapça tefsirler:
وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟
૧૨૩. તે દિવસથી ડરો, જે દિવસે કોઇ કોઇને કંઇ પણ ફાયદો નહી પહોંચાડી શકે, તે દિવસે ન તો તેમની પાસેથી કોઇ મુક્તિદંડ કબુલ કરવામાં આવશે, ન તો કોઈની ભલામણ તેમને ફાયદો પહોંચાડશે, અને ન તો તેઓની મદદ કરવામાં આવશે.
Arapça tefsirler:
وَاِذِ ابْتَلٰۤی اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ؕ— قَالَ اِنِّیْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ؕ— قَالَ وَمِنْ ذُرِّیَّتِیْ ؕ— قَالَ لَا یَنَالُ عَهْدِی الظّٰلِمِیْنَ ۟
૧૨૪. અને જ્યારે ઇબ્રાહીમને તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી તો તેઓ દરેક કસોટીમાં ખરા ઉતર્યા, અલ્લાહએ કહ્યું કે હું તમને લોકોનો ઇમામ બનાવીશ, ઈબ્રાહીમે પૂછ્યું, (શું મારી સંતાનને) પણ આ વચન આપવામાં આવી રહ્યું છે? અલ્લાહ તઆલાએ કહ્યું, અત્યાચારી લોકો માટે મારું વચન નથી.
Arapça tefsirler:
وَاِذْ جَعَلْنَا الْبَیْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًا ؕ— وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّی ؕ— وَعَهِدْنَاۤ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ اَنْ طَهِّرَا بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْعٰكِفِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
૧૨૫. (તે સમયને યાદ કરો) જ્યારે અમે બૈયતુલ્લાહ (કઅબા શરીફ) ને લોકો માટે એવી જગ્યા બનાવી દીધી, જેની તરફ (ઈબાદત) માટે જાય અને સંપૂર્ણ શાંતિની જગ્યા બનાવી, અને તમે ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો, અને અમે ઇબ્રાહીમ તેમજ ઇસ્માઇલ પાસેથી વચન લીધું કે તમે મારા ઘરને તવાફ કરવાવાળા અને એઅતેકાફ કરવાવાળા અને રૂકુઅ-સિજદો કરવાવાળાઓ માટે પાક-સાફ રાખો.
Arapça tefsirler:
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْیَوْمِ الْاَخِرِ ؕ— قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِیْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰی عَذَابِ النَّارِ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
૧૨૬. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ અને અહીંયાના રહેવાસીઓ, જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન ધરાવનારા હોય, તું તેમને ફળોની રોજી આપ. અલ્લાહ તઆલાએ કહ્યું, જે કોઈ કૂફર કરશે તો હું તેમને પણ થોડોક ફાયદો આપીશ, પછી તેઓને આગના અઝાબ તરફ લાચાર કરી દઇશ, અને તે તદ્દન ખરાબ ઠેકાણું છે.
Arapça tefsirler:
 
Anlam tercümesi Sure: Sûratu'l-Bakarah
Surelerin fihristi Sayfa numarası
 
Kur'an-ı Kerim meal tercümesi - Güceratça Tercüme - Rabile el-Umari - Mealler fihristi

Rabia el-Umri tarafından tercüme edilmiştir. Rowad Tercüme Merkezi gözetiminde geliştirilmiştir.

Kapat