Check out the new design

Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari * - Tərcumənin mündəricatı

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Mənaların tərcüməsi Surə: əl-İsra   Ayə:
وَمَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ— وَمَنْ یُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ اَوْلِیَآءَ مِنْ دُوْنِهٖ ؕ— وَنَحْشُرُهُمْ یَوْمَ الْقِیٰمَةِ عَلٰی وُجُوْهِهِمْ عُمْیًا وَّبُكْمًا وَّصُمًّا ؕ— مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— كُلَّمَا خَبَتْ زِدْنٰهُمْ سَعِیْرًا ۟
૯૭. અલ્લાહ જેને હિદાયત આપે તો તે જ હિદાયત મેળવી શકે છે અને જેને તે માર્ગથી ગુમરાહ કરી દે, તો આવા લોકો માટે તમે અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર બીજા કોઈને નહીં જુઓ, અમે આવા લોકોને કયામતના દિવસે ઊંધા મોઢે આંધળા મૂંગા અને બહેરા કરી ઉઠાવીશું, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું.
Ərəbcə təfsirlər:
ذٰلِكَ جَزَآؤُهُمْ بِاَنَّهُمْ كَفَرُوْا بِاٰیٰتِنَا وَقَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّرُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِیْدًا ۟
૯૮. આ તેમની સજા હશે, કારણકે તે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, અને કહ્યું કે શું અમે જ્યારે હાડકા અને કણ કણ થઇ જઇશું, પછી અમારું સર્જન નવી રીતે કરવામાં આવશે?
Ərəbcə təfsirlər:
اَوَلَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ قَادِرٌ عَلٰۤی اَنْ یَّخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ اَجَلًا لَّا رَیْبَ فِیْهِ ؕ— فَاَبَی الظّٰلِمُوْنَ اِلَّا كُفُوْرًا ۟
૯૯. શું તે લોકોએ તે વાત વિશે વિચાર ન કર્યો કે જે અલ્લાહએ આકાશો અને ધરતીનું સર્જન કર્યું છે તે તેમના જેવાનું સર્જન કરવા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે. તેણે જ તેમના માટે એક એવો સમય નક્કી કરી રાખ્યો છે જેમાં કોઇ શંકા નથી, પરંતુ જાલિમ લોકો ઇન્કાર જ કરતા રહે છે.
Ərəbcə təfsirlər:
قُلْ لَّوْ اَنْتُمْ تَمْلِكُوْنَ خَزَآىِٕنَ رَحْمَةِ رَبِّیْۤ اِذًا لَّاَمْسَكْتُمْ خَشْیَةَ الْاِنْفَاقِ ؕ— وَكَانَ الْاِنْسَانُ قَتُوْرًا ۟۠
૧૦૦. તમે તેમને કહી દો કે જો કદાચ તમે મારા પાલનહારના ખજાનાના માલિક હોત, તો તમે તે સમયે પણ ખર્ચ થઇ જવાના ભયથી તેને પોતાની પાસે જ રોકી રાખતા અને માનવી તંગ દીલનો છે.
Ərəbcə təfsirlər:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسٰی تِسْعَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ فَسْـَٔلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ اِذْ جَآءَهُمْ فَقَالَ لَهٗ فِرْعَوْنُ اِنِّیْ لَاَظُنُّكَ یٰمُوْسٰی مَسْحُوْرًا ۟
૧૦૧. અમે મૂસાને નવ સ્પષ્ટ નિશાનીઓ આપી હતી, તમે પોતે જ બની ઇસ્રાઇલને પૂછી લો કે જ્યારે મૂસા તેમની પાસે પહોંચ્યા તો ફિરઔને કહ્યું કે, હે મૂસા! મારા મત મુજબ તો તારા પર જાદુ કરવામાં આવ્યું છે.
Ərəbcə təfsirlər:
قَالَ لَقَدْ عَلِمْتَ مَاۤ اَنْزَلَ هٰۤؤُلَآءِ اِلَّا رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ بَصَآىِٕرَ ۚ— وَاِنِّیْ لَاَظُنُّكَ یٰفِرْعَوْنُ مَثْبُوْرًا ۟
૧૦૨. મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ.
Ərəbcə təfsirlər:
فَاَرَادَ اَنْ یَّسْتَفِزَّهُمْ مِّنَ الْاَرْضِ فَاَغْرَقْنٰهُ وَمَنْ مَّعَهٗ جَمِیْعًا ۟ۙ
૧૦૩. ફિરઔને પાકો ઇરાદો કરી લીધો કે તે બની ઈસ્રાઈલને ધરતી માંથી ઉખાડી દે, છેવટે અમે ફિરઔનને અને તેના સાથીઓને જ ડુબાડી દીધા.
Ərəbcə təfsirlər:
وَّقُلْنَا مِنْ بَعْدِهٖ لِبَنِیْۤ اِسْرَآءِیْلَ اسْكُنُوا الْاَرْضَ فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ جِئْنَا بِكُمْ لَفِیْفًا ۟ؕ
૧૦૪. ત્યાર પછી અમે બની ઇસ્રાઇલના કહી દીધું કે આ ધરતી પર તમે રહો, હાં જ્યારે આખિરતનું વચન આવશે તો અમે તમને સૌને ભેગા કરીને લઇ આવીશું.
Ərəbcə təfsirlər:
 
Mənaların tərcüməsi Surə: əl-İsra
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari - Tərcumənin mündəricatı

Onu Rabila əl-Umri tərcümə etmişdir. "Ruvvad" tərcümə mərkəzinin rəhbərliyi altında inkişaf etdirilmişdir.

Bağlamaq