Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə * - Tərcumənin mündəricatı

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Mənaların tərcüməsi Surə: Sad   Ayə:

સૉદ

صٓ وَالْقُرْاٰنِ ذِی الذِّكْرِ ۟ؕ
૧) સૉ-દ્, [1] કુરઆનની કસમ, જે સંપૂર્ણ શિખામણ છે.
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Ərəbcə təfsirlər:
بَلِ الَّذِیْنَ كَفَرُوْا فِیْ عِزَّةٍ وَّشِقَاقٍ ۟
૨) જો કે આ કાફિર લોકો જ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે.
Ərəbcə təfsirlər:
كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِیْنَ مَنَاصٍ ۟
૩) અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, (અઝાબના સમયે) તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો.
Ərəbcə təfsirlər:
وَعَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ ؗ— وَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا سٰحِرٌ كَذَّابٌ ۟ۖۚ
૪) અને કાફિરો એ વાત પર આશ્વર્ય કરે છે કે તેમના માંથી જ એક ડરાવનાર તેમની પાસે આવ્યો છે અને તેઓકહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે.
Ərəbcə təfsirlər:
اَجَعَلَ الْاٰلِهَةَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ عُجَابٌ ۟
૫) તેણે સૌ ઇલાહને એક જ ઇલાહ બનાવી દીધા. ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે.
Ərəbcə təfsirlər:
وَانْطَلَقَ الْمَلَاُ مِنْهُمْ اَنِ امْشُوْا وَاصْبِرُوْا عَلٰۤی اٰلِهَتِكُمْ ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ یُّرَادُ ۟ۚ
૬) તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના ઇલાહ પર અડગ રહો. નિ:શંક આ વાત તો કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે.
Ərəbcə təfsirlər:
مَا سَمِعْنَا بِهٰذَا فِی الْمِلَّةِ الْاٰخِرَةِ ۖۚ— اِنْ هٰذَاۤ اِلَّا اخْتِلَاقٌ ۟ۖۚ
૭) અમે તો આવી વાત પહેલાના સમયમાં નથી સાંભળી, બસ ! આતો ઘડી કાઢેલી વાતો છે.
Ərəbcə təfsirlər:
ءَاُنْزِلَ عَلَیْهِ الذِّكْرُ مِنْ بَیْنِنَا ؕ— بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْ ذِكْرِیْ ۚ— بَلْ لَّمَّا یَذُوْقُوْا عَذَابِ ۟ؕ
૮) શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી ઉતારવામાં આવી ? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો અઝાબ ચાખ્યો જ નથી.
Ərəbcə təfsirlər:
اَمْ عِنْدَهُمْ خَزَآىِٕنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِیْزِ الْوَهَّابِ ۟ۚ
૯) અથવા શું તેમની પાસે તમારા પાલનહારની કૃપાના ખજાના છે, જે દરેક પર પ્રભુત્વશાળી અને સૌને આપનાર છે.
Ərəbcə təfsirlər:
اَمْ لَهُمْ مُّلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۫— فَلْیَرْتَقُوْا فِی الْاَسْبَابِ ۟
૧૦) અથવા શું આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓના માલિક છે? (જો વાત એવી હોય) તો તે લોકો દોરડું બાંધી ઉપર ચઢી જાય.
Ərəbcə təfsirlər:
جُنْدٌ مَّا هُنَالِكَ مَهْزُوْمٌ مِّنَ الْاَحْزَابِ ۟
૧૧) (તેમની સત્યતા એ છે કે ) આ મોટા મોટા લશ્કરો સામે એક નાનકડું લશ્કર છે, જે અહિયા જ હારી જશે.
Ərəbcə təfsirlər:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِ ۟ۙ
૧૨) તેમના પહેલા નૂહ, આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા.
Ərəbcə təfsirlər:
وَثَمُوْدُ وَقَوْمُ لُوْطٍ وَّاَصْحٰبُ لْـَٔیْكَةِ ؕ— اُولٰٓىِٕكَ الْاَحْزَابُ ۟
૧૩) અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, (જુઠલાવી ચુક્યા છે) ખરેખર આ મોટા લશ્કરો હતા.
Ərəbcə təfsirlər:
اِنْ كُلٌّ اِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ۟۠
૧૪) તે સૌએ પયગંબરોને જુઠલાવ્યા, તો તેમના પર મારો આઝાબ નક્કી થઇ ગયો.
Ərəbcə təfsirlər:
وَمَا یَنْظُرُ هٰۤؤُلَآءِ اِلَّا صَیْحَةً وَّاحِدَةً مَّا لَهَا مِنْ فَوَاقٍ ۟
૧૫) તે લોકો બસ ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે.
Ərəbcə təfsirlər:
وَقَالُوْا رَبَّنَا عَجِّلْ لَّنَا قِطَّنَا قَبْلَ یَوْمِ الْحِسَابِ ۟
૧૬) અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર ! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે.
Ərəbcə təfsirlər:
اِصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاذْكُرْ عَبْدَنَا دَاوٗدَ ذَا الْاَیْدِ ۚ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
૧૭) (હે પયગંબર) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા અને તે (અને અમારી તરફ) ખૂબ રજૂ થનારા હતા.
Ərəbcə təfsirlər:
اِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهٗ یُسَبِّحْنَ بِالْعَشِیِّ وَالْاِشْرَاقِ ۟ۙ
૧૮) અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેઓ સવાર-સાંજ તેમની સાથે અલ્લાહની તસ્બીહ કરતા હતા.
Ərəbcə təfsirlər:
وَالطَّیْرَ مَحْشُوْرَةً ؕ— كُلٌّ لَّهٗۤ اَوَّابٌ ۟
૧૯) અને પક્ષીઓ પણ ભેગા થઇ, દરેક તેમની સાથે મળી, અલ્લાહની તસ્બીહ કરતા હતા
Ərəbcə təfsirlər:
وَشَدَدْنَا مُلْكَهٗ وَاٰتَیْنٰهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ ۟
૨૦) અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી.
Ərəbcə təfsirlər:
وَهَلْ اَتٰىكَ نَبَؤُا الْخَصْمِ ۘ— اِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ ۟ۙ
૨૧) અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી ? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા.
Ərəbcə təfsirlər:
اِذْ دَخَلُوْا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنْهُمْ قَالُوْا لَا تَخَفْ ۚ— خَصْمٰنِ بَغٰی بَعْضُنَا عَلٰی بَعْضٍ فَاحْكُمْ بَیْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ۟
૨૨) જ્યારે તેઓ દાઊદ પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો.
Ərəbcə təfsirlər:
اِنَّ هٰذَاۤ اَخِیْ ۫— لَهٗ تِسْعٌ وَّتِسْعُوْنَ نَعْجَةً وَّلِیَ نَعْجَةٌ وَّاحِدَةٌ ۫— فَقَالَ اَكْفِلْنِیْهَا وَعَزَّنِیْ فِی الْخِطَابِ ۟
૨૩) (સાંભળો) ! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે.
Ərəbcə təfsirlər:
قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ اِلٰی نِعَاجِهٖ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ الْخُلَطَآءِ لَیَبْغِیْ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَقَلِیْلٌ مَّا هُمْ ؕ— وَظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰهُ فَاسْتَغْفَرَ رَبَّهٗ وَخَرَّ رَاكِعًا وَّاَنَابَ ۟
૨૪) તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર કર્યો છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ સમજી ગયા કે (આ મુકદ્દમાં વડે) અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી.
Ərəbcə təfsirlər:
فَغَفَرْنَا لَهٗ ذٰلِكَ ؕ— وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟
૨૫) બસ ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે.
Ərəbcə təfsirlər:
یٰدَاوٗدُ اِنَّا جَعَلْنٰكَ خَلِیْفَةً فِی الْاَرْضِ فَاحْكُمْ بَیْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوٰی فَیُضِلَّكَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— اِنَّ الَّذِیْنَ یَضِلُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌۢ بِمَا نَسُوْا یَوْمَ الْحِسَابِ ۟۠
૨૬) હે દાઊદ ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો આ વાત તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત અઝાબ છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે.
Ərəbcə təfsirlər:
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا بَاطِلًا ؕ— ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ ۟ؕ
૨૭) અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો કાફિરોનું છે, અને આવા કાફિરો માટે આગની ખરાબી છે.
Ərəbcə təfsirlər:
اَمْ نَجْعَلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِیْنَ فِی الْاَرْضِ ؗ— اَمْ نَجْعَلُ الْمُتَّقِیْنَ كَالْفُجَّارِ ۟
૨૮) શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને ગુમરાહ લોકો જેવા કરી દઇશું ?
Ərəbcə təfsirlər:
كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ مُبٰرَكٌ لِّیَدَّبَّرُوْۤا اٰیٰتِهٖ وَلِیَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ ۟
૨૯) આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે.
Ərəbcə təfsirlər:
وَوَهَبْنَا لِدَاوٗدَ سُلَیْمٰنَ ؕ— نِعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟ؕ
૩૦) અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને (પોતાના પાલનહાર તરફ) ખૂબ જ ઝૂકવાવાળા હતા.
Ərəbcə təfsirlər:
اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۟ۙ
૩૧) જ્યારે તેમની પાસે સાંજના સમયે શ્રેષ્ઠ પ્રજાતિના ઘોડા લાવવામાં આવ્યા,
Ərəbcə təfsirlər:
فَقَالَ اِنِّیْۤ اَحْبَبْتُ حُبَّ الْخَیْرِ عَنْ ذِكْرِ رَبِّیْ ۚ— حَتّٰی تَوَارَتْ بِالْحِجَابِ ۟۫
૩૨) તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો,
Ərəbcə təfsirlər:
رُدُّوْهَا عَلَیَّ ؕ— فَطَفِقَ مَسْحًا بِالسُّوْقِ وَالْاَعْنَاقِ ۟
૩૩) (તેઓએ આદેશ આપ્યો કે ) તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી તેઓ તેમની પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા,
Ərəbcə təfsirlər:
وَلَقَدْ فَتَنَّا سُلَیْمٰنَ وَاَلْقَیْنَا عَلٰی كُرْسِیِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ ۟
૩૪) અને અમે સુલૈમાન ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા .
Ərəbcə təfsirlər:
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَهَبْ لِیْ مُلْكًا لَّا یَنْۢبَغِیْ لِاَحَدٍ مِّنْ بَعْدِیْ ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟
૩૫) કહ્યું કે હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે.
Ərəbcə təfsirlər:
فَسَخَّرْنَا لَهُ الرِّیْحَ تَجْرِیْ بِاَمْرِهٖ رُخَآءً حَیْثُ اَصَابَ ۟ۙ
૩૬) બસ ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી.
Ərəbcə təfsirlər:
وَالشَّیٰطِیْنَ كُلَّ بَنَّآءٍ وَّغَوَّاصٍ ۟ۙ
૩૭) અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારા અને ડુબકી લગાવનારા હતા.
Ərəbcə təfsirlər:
وَّاٰخَرِیْنَ مُقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ ۟
૩૮) અને બીજા જિન્નાતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા.
Ərəbcə təfsirlər:
هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَیْرِ حِسَابٍ ۟
૩૯) (અમને તેમને કહ્યું) આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી.
Ərəbcə təfsirlər:
وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟۠
૪૦) તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે.
Ərəbcə təfsirlər:
وَاذْكُرْ عَبْدَنَاۤ اَیُّوْبَ ۘ— اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الشَّیْطٰنُ بِنُصْبٍ وَّعَذَابٍ ۟ؕ
૪૧)અને અમારા બંદા ઐયૂબનું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે.
Ərəbcə təfsirlər:
اُرْكُضْ بِرِجْلِكَ ۚ— هٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌ وَّشَرَابٌ ۟
૪૨) (અમે તેમને કહ્યું) પોતાનો પગ (જમીન પર) માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે.
Ərəbcə təfsirlər:
وَوَهَبْنَا لَهٗۤ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
૪૩) અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે.
Ərəbcə təfsirlər:
وَخُذْ بِیَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِّهٖ وَلَا تَحْنَثْ ؕ— اِنَّا وَجَدْنٰهُ صَابِرًا ؕ— نِّعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
૪૪) અને (અમે તેમને કહ્યું) કે પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને કસમ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા.
Ərəbcə təfsirlər:
وَاذْكُرْ عِبٰدَنَاۤ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ اُولِی الْاَیْدِیْ وَالْاَبْصَارِ ۟
૪૫) અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ ખૂબ અમલ કરનાર અને બુદ્ધિશાળી હતા.
Ərəbcə təfsirlər:
اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَی الدَّارِ ۟ۚ
૪૬) અમે તેમને એક ખાસ વાતના કારણે નિકટતા આપી હતી, તે આખિરતની યાદ હતી.
Ərəbcə təfsirlər:
وَاِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَیْنَ الْاَخْیَارِ ۟ؕ
૪૭) આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા.
Ərəbcə təfsirlər:
وَاذْكُرْ اِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَذَا الْكِفْلِ ؕ— وَكُلٌّ مِّنَ الْاَخْیَارِ ۟ؕ
૪૮) ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લનું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા.
Ərəbcə təfsirlər:
هٰذَا ذِكْرٌ ؕ— وَاِنَّ لِلْمُتَّقِیْنَ لَحُسْنَ مَاٰبٍ ۟ۙ
૪૯) આ તો તેમનું વર્ણન છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે.
Ərəbcə təfsirlər:
جَنّٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْاَبْوَابُ ۟ۚ
૫૦) (એટલે) કે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા હશે.
Ərəbcə təfsirlər:
مُتَّكِـِٕیْنَ فِیْهَا یَدْعُوْنَ فِیْهَا بِفَاكِهَةٍ كَثِیْرَةٍ وَّشَرَابٍ ۟
૫૧) જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે.
Ərəbcə təfsirlər:
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ اَتْرَابٌ ۟
૫૨) અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે.
Ərəbcə təfsirlər:
هٰذَا مَا تُوْعَدُوْنَ لِیَوْمِ الْحِسَابِ ۟
૫૩) આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું.
Ərəbcə təfsirlər:
اِنَّ هٰذَا لَرِزْقُنَا مَا لَهٗ مِنْ نَّفَادٍ ۟ۚۖ
૫૪) નિ:શંક આ અમારી રોજી છે, જે ક્યારેય સમાપ્ત નહિ થાય.
Ərəbcə təfsirlər:
هٰذَا ؕ— وَاِنَّ لِلطّٰغِیْنَ لَشَرَّ مَاٰبٍ ۟ۙ
૫૫) આ તો (ડરવાવાળાઓનું) બદલો થયો, હવે વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે.
Ərəbcə təfsirlər:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمِهَادُ ۟
૫૬) જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે ?
Ərəbcə təfsirlər:
هٰذَا ۙ— فَلْیَذُوْقُوْهُ حَمِیْمٌ وَّغَسَّاقٌ ۟ۙ
૫૭) આ છે તેમનું પરિણામ, હવે ! તે સ્વાદ ચાખે, ગરમ પાણીનો અને પરૂંનો,
Ərəbcə təfsirlər:
وَّاٰخَرُ مِنْ شَكْلِهٖۤ اَزْوَاجٌ ۟ؕ
૫૮) તે સિવાય બીજા અલગ-અલગ પ્રકારનો અઝાબ
Ərəbcə təfsirlər:
هٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۚ— لَا مَرْحَبًا بِهِمْ ؕ— اِنَّهُمْ صَالُوا النَّارِ ۟
૫૯) (જુઓ) આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે,
Ərəbcə təfsirlər:
قَالُوْا بَلْ اَنْتُمْ ۫— لَا مَرْحَبًا بِكُمْ ؕ— اَنْتُمْ قَدَّمْتُمُوْهُ لَنَا ۚ— فَبِئْسَ الْقَرَارُ ۟
૬૦) તેઓ કહેશે કે તમે જ છો , જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે.
Ərəbcə təfsirlər:
قَالُوْا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِی النَّارِ ۟
૬૧) તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે.
Ərəbcə təfsirlər:
وَقَالُوْا مَا لَنَا لَا نَرٰی رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِ ۟ؕ
૬૨) અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા.
Ərəbcə təfsirlər:
اَتَّخَذْنٰهُمْ سِخْرِیًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ ۟
૬૩) શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે ?
Ərəbcə təfsirlər:
اِنَّ ذٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ اَهْلِ النَّارِ ۟۠
૬૪) આ વાત સાચી છે કે જહન્નમી લોકો અંદરો-અંદર આવી રીતે ઝઘડતા હશે.
Ərəbcə təfsirlər:
قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ۖۗ— وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ۚ
૬૫) (હે પયગંબર) કહી દો ! કે, હું તો ફક્ત ડરાવનાર છું, અલ્લાહ સિવાય તમારો કોઈ ઇલાહ નથી.
Ərəbcə təfsirlər:
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الْعَزِیْزُ الْغَفَّارُ ۟
૬૬) જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે.
Ərəbcə təfsirlər:
قُلْ هُوَ نَبَؤٌا عَظِیْمٌ ۟ۙ
૬૭) તમે તેમને કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે,
Ərəbcə təfsirlər:
اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ ۟
૬૮) જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો,
Ərəbcə təfsirlər:
مَا كَانَ لِیَ مِنْ عِلْمٍ بِالْمَلَاِ الْاَعْلٰۤی اِذْ یَخْتَصِمُوْنَ ۟
૬૯) મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા.
Ərəbcə təfsirlər:
اِنْ یُّوْحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
૭૦) મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે ડરાવનાર છું.
Ərəbcə təfsirlər:
اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ طِیْنٍ ۟
૭૧) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું,
Ərəbcə təfsirlər:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
૭૨) તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની (પેદા કરેલી) રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો,
Ərəbcə təfsirlər:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
૭૩) તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો,
Ərəbcə təfsirlər:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
૭૪) પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે કાફિરો માંથી બની ગયો.
Ərəbcə təfsirlər:
قَالَ یٰۤاِبْلِیْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِیَدَیَّ ؕ— اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِیْنَ ۟
૭૫) (અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે ?
Ərəbcə təfsirlər:
قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ؕ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
૭૬) તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે,
Ərəbcə təfsirlər:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙۖ
૭૭) આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે,
Ərəbcə təfsirlər:
وَّاِنَّ عَلَیْكَ لَعْنَتِیْۤ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
૭૮) અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે.
Ərəbcə təfsirlər:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
૭૯) કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ.
Ərəbcə təfsirlər:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
૮૦) (અલ્લાહ તઆલાએ) કહ્યું, સારુ તને મહેતલ આપવામાં આવે છે.
Ərəbcə təfsirlər:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
૮૧) નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી,
Ərəbcə təfsirlər:
قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
૮૨) કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને ગુમરાહ કરીશ,
Ərəbcə təfsirlər:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
૮૩) તારા તે બંદાઓ સિવાય, જેમને તે વિશિષ્ટ કરી લીધા.
Ərəbcə təfsirlər:
قَالَ فَالْحَقُّ ؗ— وَالْحَقَّ اَقُوْلُ ۟ۚ
૮૪) કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું,
Ərəbcə təfsirlər:
لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ اَجْمَعِیْنَ ۟
૮૫) કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ
Ərəbcə təfsirlər:
قُلْ مَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ وَّمَاۤ اَنَا مِنَ الْمُتَكَلِّفِیْنَ ۟
૮૬) તમે તેમનેકહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું.
Ərəbcə təfsirlər:
اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۟
૮૭) આ કુરઆન તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે.
Ərəbcə təfsirlər:
وَلَتَعْلَمُنَّ نَبَاَهٗ بَعْدَ حِیْنٍ ۟۠
૮૮) થોડાક જ સમય પછી તમને (પોતે જ) આ વાત (નીસત્યતા) ખબર પડી જશે.
Ərəbcə təfsirlər:
 
Mənaların tərcüməsi Surə: Sad
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Tərcumənin mündəricatı

Qurani Kərimin qocrat dilinə mənaca tərcüməsi. Tərcüməçi: "İslam araşdırmaları və təlimi" mərkəzinin rəhbəri Rabila əl-Umri. Nadiyat Qocrat. Nəşir: "əl-Bir" müəssisəsi. Mombay- 2017- ci il çapı

Bağlamaq