Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə * - Tərcumənin mündəricatı

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Mənaların tərcüməsi Surə: əl-Beyyinə   Ayə:

અલ્ બય્યિનહ

لَمْ یَكُنِ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِیْنَ مُنْفَكِّیْنَ حَتّٰی تَاْتِیَهُمُ الْبَیِّنَةُ ۟ۙ
૧) અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જેઓ કાફિર હતા, તેઓ (પોતાના કુફ્રથી) ત્યાં સુધી અળગા નહિ રહે, જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય.
Ərəbcə təfsirlər:
رَسُوْلٌ مِّنَ اللّٰهِ یَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۟ۙ
૨) (અર્થાત) અલ્લાહ તરફથી એક રસૂલ, જે તેઓને પવિત્ર સહિફા પઢીને સંભળાવે છે.
Ərəbcə təfsirlər:
فِیْهَا كُتُبٌ قَیِّمَةٌ ۟ؕ
૩) જેમાં સાચા અને ઠોસ આદેશો છે.
Ərəbcə təfsirlər:
وَمَا تَفَرَّقَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنَةُ ۟ؕ
૪) અહલે કિતાબ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા પછી જ (વિવાદમાં પડી) જુદા જુદા થઇ ગયા.
Ərəbcə təfsirlər:
وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِیَعْبُدُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ۙ۬— حُنَفَآءَ وَیُقِیْمُوا الصَّلٰوةَ وَیُؤْتُوا الزَّكٰوةَ وَذٰلِكَ دِیْنُ الْقَیِّمَةِ ۟ؕ
૫) અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહે. આ જ સાચો દીન છે.
Ərəbcə təfsirlər:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِیْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ؕ— اُولٰٓىِٕكَ هُمْ شَرُّ الْبَرِیَّةِ ۟ؕ
૬) અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું , તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.
Ərəbcə təfsirlər:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ۙ— اُولٰٓىِٕكَ هُمْ خَیْرُ الْبَرِیَّةِ ۟ؕ
૭) જે લોકો ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, આ જ લોકો શ્રેષ્ઠ સર્જન છે.
Ərəbcə təfsirlər:
جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— رَضِیَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ— ذٰلِكَ لِمَنْ خَشِیَ رَبَّهٗ ۟۠
૮) તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશા-હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમનાથી ખુશ થયો અને તેઓ અલ્લાહથી ખુશ થયા. આ બધું તેના માટે છે, જે પોતાના પાલનહારથી ડરતો રહ્યો.
Ərəbcə təfsirlər:
 
Mənaların tərcüməsi Surə: əl-Beyyinə
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Tərcumənin mündəricatı

Qurani Kərimin qocrat dilinə mənaca tərcüməsi. Tərcüməçi: "İslam araşdırmaları və təlimi" mərkəzinin rəhbəri Rabila əl-Umri. Nadiyat Qocrat. Nəşir: "əl-Bir" müəssisəsi. Mombay- 2017- ci il çapı

Bağlamaq