Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Surah: Al-Anbiyā’   Ayah:

અલ્ અન્બિયા

اِقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِیْ غَفْلَةٍ مُّعْرِضُوْنَ ۟ۚ
૧) લોકોના હિસાબનો સમય નજીક આવી ગયો છે, તો પણ તેઓ ગાફેલ બની મોઢું ફેરવી રહ્યા છે.
Arabic explanations of the Qur’an:
مَا یَاْتِیْهِمْ مِّنْ ذِكْرٍ مِّنْ رَّبِّهِمْ مُّحْدَثٍ اِلَّا اسْتَمَعُوْهُ وَهُمْ یَلْعَبُوْنَ ۟ۙ
૨) જ્યારે પણ તેમની પાસે તેમના પાલનહાર તરફથી કોઈ નવી શિખામણ આવે છે, તો તેને સાંભળી લે છે, પરંતુ રમત ગમતમાં જ પડ્યા હોય છે, (તેમાં વિચાર નથી કરતા).
Arabic explanations of the Qur’an:
لَاهِیَةً قُلُوْبُهُمْ ؕ— وَاَسَرُّوا النَّجْوَی ۖۗ— الَّذِیْنَ ظَلَمُوْا ۖۗ— هَلْ هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۚ— اَفَتَاْتُوْنَ السِّحْرَ وَاَنْتُمْ تُبْصِرُوْنَ ۟
૩) તેમના દિલ તો બેદરકાર વાતોમાં પડેલા છે અને તે જાલિમ લોકો ધીમે ધીમે સલાહ સૂચન કરે છે, કે શું આ વ્યક્તિ તો તમારા જેવો જ માનવી નથી? તો પણ નારી આખે જોતા જાદુમા કેમ સપડાયેલા છો ?
Arabic explanations of the Qur’an:
قٰلَ رَبِّیْ یَعْلَمُ الْقَوْلَ فِی السَّمَآءِ وَالْاَرْضِ ؗ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
૪) પયગંબરે કહ્યું, આકાશ અને ધરતીમાં જે કઈ પણ વાત થઇ રહી હોય તેને મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, કારણકે તે ખૂબ જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
Arabic explanations of the Qur’an:
بَلْ قَالُوْۤا اَضْغَاثُ اَحْلَامٍ بَلِ افْتَرٰىهُ بَلْ هُوَ شَاعِرٌ ۖۚ— فَلْیَاْتِنَا بِاٰیَةٍ كَمَاۤ اُرْسِلَ الْاَوَّلُوْنَ ۟
૫) એટલું જ નહીં પરંતુ તેઓ કહે છે કે આ કુરઆન, વિખેરાયેલા સપનાનો સંગ્રહ છે, પરંતુ તેણે પોતે ઘડી કાઢ્યું છે, પરંતુ આ તો કવિ છે. નહીં તો તે અમારી સામે કોઈ એવી નિશાની લાવી બતાવે, જેવું કે આગળના પયગંબરોને (નિશાનીઓ) લઇને મોકલવામાં આવ્યા હતાં.
Arabic explanations of the Qur’an:
مَاۤ اٰمَنَتْ قَبْلَهُمْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا ۚ— اَفَهُمْ یُؤْمِنُوْنَ ۟
૬) જો કે તે લોકોથી પહેલા જેટલી વસ્તીઓને અમે નષ્ટ કરી, સૌ ઈમાન નહતી લાવી, તો શું હવે આ લોકો ઈમાન લાવશે?
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ فَسْـَٔلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
૭) અને (હે નબી !) તમારા પહેલા પણ જેટલા પયગંબરો અમે મોકલ્યા, તે સૌ પુરુષ હતાં, જેમની તરફ અમે વહી કરતા હતાં, બસ ! તમે કિતાબવાળાને પૂછી લો જો તમે પોતે ન જાણતા હોય.
Arabic explanations of the Qur’an:
وَمَا جَعَلْنٰهُمْ جَسَدًا لَّا یَاْكُلُوْنَ الطَّعَامَ وَمَا كَانُوْا خٰلِدِیْنَ ۟
૮) અમે તે (પયગબરોના) શરીર એવા નહતાં બનાવ્યા કે તે ખોરાક ન લે અને ન તો તેઓ હંમેશા રહેવાવાળા હતાં.
Arabic explanations of the Qur’an:
ثُمَّ صَدَقْنٰهُمُ الْوَعْدَ فَاَنْجَیْنٰهُمْ وَمَنْ نَّشَآءُ وَاَهْلَكْنَا الْمُسْرِفِیْنَ ۟
૯) પછી અમે તેમની સાથે કરેલા બધા વચનોને પૂરા કર્યા, તેમને અને જે જે લોકોને અમે ઇચ્છ્યું તે સૌને બચાવી લીધા, અને હદ વટાવી જનારને નષ્ટ કરી દીધા.
Arabic explanations of the Qur’an:
لَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكُمْ كِتٰبًا فِیْهِ ذِكْرُكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟۠
૧૦) (લોકો) અમે તમારી તરફ એવી કિતાબ ઉતારી છે, જેમાં તમારા માટે શિખામણ છે, શું તો પણ તમે સમજતા નથી ?
Arabic explanations of the Qur’an:
وَكَمْ قَصَمْنَا مِنْ قَرْیَةٍ كَانَتْ ظَالِمَةً وَّاَنْشَاْنَا بَعْدَهَا قَوْمًا اٰخَرِیْنَ ۟
૧૧) એવી ઘણી વસ્તીઓ છે, જેમના રહેવાસી લોકો જાલિમ હતા, અમે તેમને નાબૂદ કરી દીધી, અને તેમના પછી બીજા લોકો પેદા કરી દીધા.
Arabic explanations of the Qur’an:
فَلَمَّاۤ اَحَسُّوْا بَاْسَنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَرْكُضُوْنَ ۟ؕ
૧૨) જ્યારે તે લોકો અમારા અઝાબથી ચેતી ગયા તો ત્યાંથી ભાગવા લાગ્યા.
Arabic explanations of the Qur’an:
لَا تَرْكُضُوْا وَارْجِعُوْۤا اِلٰی مَاۤ اُتْرِفْتُمْ فِیْهِ وَمَسٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْـَٔلُوْنَ ۟
૧૩) (અમે કહ્યું) ભાગદોડ ન કરો અને પોતાના ઘરો અને તે ખુશહાલી તરફ પાચા ફરો, જેનાથી તમે મજા કરી રહ્યા હતા, કદાચ તમને (સાચી પરિસ્થિતિ વિશે) પૂછવામાં આવે.
Arabic explanations of the Qur’an:
قَالُوْا یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
૧૪) કહેવા લાગ્યા અફસોસ ! અમારી ખરાબી ! નિ:શંક અમે જ જાલિમ હતાં.
Arabic explanations of the Qur’an:
فَمَا زَالَتْ تِّلْكَ دَعْوٰىهُمْ حَتّٰی جَعَلْنٰهُمْ حَصِیْدًا خٰمِدِیْنَ ۟
૧૫) તેઓ આ પ્રમાણે જ વાત કરતા રહ્યા અહી સુધી કે અમે ઉખાડેલી ખેતીની જેમ બનાવી દીધા, અને તેઓ હોલવાઇ ગયેલી આગ જેવા બની ગયા.
Arabic explanations of the Qur’an:
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا لٰعِبِیْنَ ۟
૧૬) અને અમે આકાશ, ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓને રમત-ગમત માટે નથી બનાવી.
Arabic explanations of the Qur’an:
لَوْ اَرَدْنَاۤ اَنْ نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنٰهُ مِنْ لَّدُنَّاۤ ۖۗ— اِنْ كُنَّا فٰعِلِیْنَ ۟
૧૭) જો અમારો ધ્યેય રમત કરવાનો જ હોત, અને જો અમે ઈચ્છતા તો અમારી પાસે જ એવું કરી લેતા.
Arabic explanations of the Qur’an:
بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَی الْبَاطِلِ فَیَدْمَغُهٗ فَاِذَا هُوَ زَاهِقٌ ؕ— وَلَكُمُ الْوَیْلُ مِمَّا تَصِفُوْنَ ۟
૧૮) પરંતુ અમે સત્યને જુઠ પર ફેકી દઇએ છીએ, બસ ! સત્ય જુઠનુ માથું તોડી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઇ જાય છે, તમે જે વાતો ઘડો છો તે તમારા માટે નષ્ટતાનું કારણ છે.
Arabic explanations of the Qur’an:
وَلَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَنْ عِنْدَهٗ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَلَا یَسْتَحْسِرُوْنَ ۟ۚ
૧૯) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે અલ્લાહનું જ છે અને જેઓ (ફરિશ્તાઓ) તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે.
Arabic explanations of the Qur’an:
یُسَبِّحُوْنَ الَّیْلَ وَالنَّهَارَ لَا یَفْتُرُوْنَ ۟
૨૦) તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા.
Arabic explanations of the Qur’an:
اَمِ اتَّخَذُوْۤا اٰلِهَةً مِّنَ الْاَرْضِ هُمْ یُنْشِرُوْنَ ۟
૨૧) શું તે લોકોએ ધરતી પર એવા ઇલાહ બનાવી રાખ્યા છે, જે તેમને (અલ્લાહના અઝાબથી નાબૂદ થઇ ગયા પછી) જીવિત કરી ઉઠાવશે?
Arabic explanations of the Qur’an:
لَوْ كَانَ فِیْهِمَاۤ اٰلِهَةٌ اِلَّا اللّٰهُ لَفَسَدَتَا ۚ— فَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ ۟
૨૨) જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ ઇલાહ હોત તો આ આકાશ અને ધરતીની વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ જાત, બસ ! જે કઈ આં લોકો વાતો કરી રહ્યા છે, તેનાથી અલ્લાહ પાક છે, જે અર્શનો માલિક છે.
Arabic explanations of the Qur’an:
لَا یُسْـَٔلُ عَمَّا یَفْعَلُ وَهُمْ یُسْـَٔلُوْنَ ۟
૨૩) તે પોતાના કાર્યો માટે જવાબદાર નથી અને બધા જ (તેની સામે) જવાબદાર છે.
Arabic explanations of the Qur’an:
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ ۚ— هٰذَا ذِكْرُ مَنْ مَّعِیَ وَذِكْرُ مَنْ قَبْلِیْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۙ— الْحَقَّ فَهُمْ مُّعْرِضُوْنَ ۟
૨૪) શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજા ઇલાહ બનાવી રાખ્યા છે? તમે તેમને કહીદો કે આ વિશે કોઈ દલીલ લાવો, આ ઝિકર (કુરઆન) તે લોકો માટે નસીહત છે, જે મારી સાથે છે, અને આ ઝિકર (તોરાત, ઇન્જીલ વગેરે.) તે લોકો માટે પણ નસીહત છે, જે લોકો મારા કરતા પેહલા હતા, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને જાણતા જ નથી, અને તેનાથી મોઢું ફેરવી રહ્યા છે.
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِیْۤ اِلَیْهِ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدُوْنِ ۟
૨૫) તમારા કરતા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા, તેની તરફ આ જ વહી કરવામાં આવતી કે મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ ! તમે સૌ મારી જ બંદગી કરો.
Arabic explanations of the Qur’an:
وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ— بَلْ عِبَادٌ مُّكْرَمُوْنَ ۟ۙ
૨૬) (મુશરિક લોકો) કહે છે કે રહમાનને સંતાન છે, (ખોટું છે) અલ્લાહ આવી વાતોથી પવિત્ર છે, પરંતુ તે બધા તેના પ્રતિષ્ઠિત બંદાઓ છે.
Arabic explanations of the Qur’an:
لَا یَسْبِقُوْنَهٗ بِالْقَوْلِ وَهُمْ بِاَمْرِهٖ یَعْمَلُوْنَ ۟
૨૭) કોઈ વાતમાં અલ્લાહની અવજ્ઞા નથી કરતા, પરંતુ તેના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરે છે.
Arabic explanations of the Qur’an:
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا یَشْفَعُوْنَ ۙ— اِلَّا لِمَنِ ارْتَضٰی وَهُمْ مِّنْ خَشْیَتِهٖ مُشْفِقُوْنَ ۟
૨૮) તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, અને તે લોકો તેમના માટે જ શિફારીશ (ભલામણ) કરી શકે છે, જેના માટે અલ્લાહ રાજી છે, અને તે લોકો પોતે હંમેશા તેનાથી ડરતા રહે છે.
Arabic explanations of the Qur’an:
وَمَنْ یَّقُلْ مِنْهُمْ اِنِّیْۤ اِلٰهٌ مِّنْ دُوْنِهٖ فَذٰلِكَ نَجْزِیْهِ جَهَنَّمَ ؕ— كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟۠
૨૯) અને તેમના માંથી જે વ્યક્તિ આમ કહે કે, અલ્લાહ સિવાય બીજો ઇલાહ હોવો જોઈએ, તેને અમે જહન્નમની સજા આપીશું, અને અમે જાલિમ લોકોને આવી જ સજા આપીએ છીએ.
Arabic explanations of the Qur’an:
اَوَلَمْ یَرَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّ السَّمٰوٰتِ وَالْاَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنٰهُمَا ؕ— وَجَعَلْنَا مِنَ الْمَآءِ كُلَّ شَیْءٍ حَیٍّ ؕ— اَفَلَا یُؤْمِنُوْنَ ۟
૩૦) શું કાફિરોએ એ વાત પર ધ્યાન ન આપ્યું આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા,અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા.
Arabic explanations of the Qur’an:
وَجَعَلْنَا فِی الْاَرْضِ رَوَاسِیَ اَنْ تَمِیْدَ بِهِمْ وَجَعَلْنَا فِیْهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
૩૧) અને અમે ધરતી પર પર્વત બનાવી દીધા, જેથી તે ઝમીન તેમને લઈ હરકત ન કરી શકે, અને અમે તેમાં પહોળા માર્ગ બનાવી દીધા, જેથી તે માર્ગદર્શન મેળવી શકે.
Arabic explanations of the Qur’an:
وَجَعَلْنَا السَّمَآءَ سَقْفًا مَّحْفُوْظًا ۖۚ— وَّهُمْ عَنْ اٰیٰتِهَا مُعْرِضُوْنَ ۟
૩૨) અને આકાશને સુરક્ષિત છત બનાવ્યું, તો પણ આ લોકો તેની કુદરતની નિશાનીઓ પર ધ્યાન જ નથી ધરતા.
Arabic explanations of the Qur’an:
وَهُوَ الَّذِیْ خَلَقَ الَّیْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ فِیْ فَلَكٍ یَّسْبَحُوْنَ ۟
૩૩) તે જ અલ્લાહ છે, જેણે રાત અને દિવસનું તથા સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યું, તે દરેક પોતાના ક્ષેત્રમાં ફરી રહ્યા છે.
Arabic explanations of the Qur’an:
وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّنْ قَبْلِكَ الْخُلْدَ ؕ— اَفَاۡىِٕنْ مِّتَّ فَهُمُ الْخٰلِدُوْنَ ۟
૩૪) (હે નબી !) તમારાથી પહેલા કોઈ પણ મનુષ્યને અમે હંમેશાનું (જીવન) નથી આપ્યું, જો તમે મૃત્યુ પામ્યા તો શું તેઓ હંમેશા માટે રહેશે ?
Arabic explanations of the Qur’an:
كُلُّ نَفْسٍ ذَآىِٕقَةُ الْمَوْتِ ؕ— وَنَبْلُوْكُمْ بِالشَّرِّ وَالْخَیْرِ فِتْنَةً ؕ— وَاِلَیْنَا تُرْجَعُوْنَ ۟
૩૫) દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે, અને અમે સારી અને ખરાબ (બન્ને પરિસ્થિતિ)માં તમારી કસોટી કરતા રહીએ છીએ, છેવટે તમારે અમારી તરફ જ પાછા ફરવાનું છે.
Arabic explanations of the Qur’an:
وَاِذَا رَاٰكَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ— اَهٰذَا الَّذِیْ یَذْكُرُ اٰلِهَتَكُمْ ۚ— وَهُمْ بِذِكْرِ الرَّحْمٰنِ هُمْ كٰفِرُوْنَ ۟
૩૬) અને કાફિરો જ્યારે તમારી સામે જુએ છે, તો તમારી મશ્કરી કરે છે, (અને કહે છે) કે શું આ જ તે વ્યક્તિ છે, જે તમારા પૂજ્યોનું વર્ણન કરતો રહે છે? અને તે પોતે જ રહમાનની યાદના ઇન્કાર કરનારા છે.
Arabic explanations of the Qur’an:
خُلِقَ الْاِنْسَانُ مِنْ عَجَلٍ ؕ— سَاُورِیْكُمْ اٰیٰتِیْ فَلَا تَسْتَعْجِلُوْنِ ۟
૩૭) માનવી ઉતાવળું સર્જન છે, હું નજીક માંજ તમને મારી નિશાનીઓ બતાવી દઈશ, તમે મારી સામે ઉતાવળ ન કરો.
Arabic explanations of the Qur’an:
وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
૩૮) તેઓ (મુસલમાનોને) કહે છે કે જો તમે સાચા છો તો જણાવો કે આ વચન (અઝાબ)ક્યારે પૂરું થશે ?
Arabic explanations of the Qur’an:
لَوْ یَعْلَمُ الَّذِیْنَ كَفَرُوْا حِیْنَ لَا یَكُفُّوْنَ عَنْ وُّجُوْهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُوْرِهِمْ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟
૩૯) કાશ, આ કાફિરો તે સમય વિશે જાણતા હોત, જ્યારે તે પોતાના ચહેરાને અને પોતાની પીઠને આગથી બચાવી નહિ શકે, અને ન તો ક્યાંકથી તેમની મદદ કરવામાં આવશે.
Arabic explanations of the Qur’an:
بَلْ تَاْتِیْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا یَسْتَطِیْعُوْنَ رَدَّهَا وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟
૪૦) (હાં-હાં) વચનનો સમય (અઝાબ) તેમની પાસે અચાનક આવી પહોંચશે અને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન તો તેમને થોડીક પણ મહેતલ આપવામાં આવશે.
Arabic explanations of the Qur’an:
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِیْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠
૪૧) (હે પયગંબર ) ! તમારા પહેલા પયગંબરોની મજાક કરવામાં આવી છે, બસ ! મશકરી કરનારને તે વસ્તુએ ઘેરાવમાં લઇ લીધી જેની તેઓ મશકરી કરતા હતાં.
Arabic explanations of the Qur’an:
قُلْ مَنْ یَّكْلَؤُكُمْ بِالَّیْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمٰنِ ؕ— بَلْ هُمْ عَنْ ذِكْرِ رَبِّهِمْ مُّعْرِضُوْنَ ۟
૪૨) તમે તેમને સવાલ કરો કે કોણ છે જે રાત અને દિવસમાં રહમાનના (અઝાબથી) તમારી હિફાજત કરે છે? વાત એવી છે કે આ લોકો પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લે છે.
Arabic explanations of the Qur’an:
اَمْ لَهُمْ اٰلِهَةٌ تَمْنَعُهُمْ مِّنْ دُوْنِنَا ؕ— لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَ اَنْفُسِهِمْ وَلَا هُمْ مِّنَّا یُصْحَبُوْنَ ۟
૪૩) શું અમારા સિવાય તેમના બીજા મઅબૂદ છે, જે તેઓને મુસીબતથી બચાવી શકે? તે પોતે પોતાની મદદ નથી કરી શકતા, અને ન તો અમારી વિરુદ્ધ કોઈ તેમની સાથે ઉભો રહી શકે છે.
Arabic explanations of the Qur’an:
بَلْ مَتَّعْنَا هٰۤؤُلَآءِ وَاٰبَآءَهُمْ حَتّٰی طَالَ عَلَیْهِمُ الْعُمُرُ ؕ— اَفَلَا یَرَوْنَ اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ— اَفَهُمُ الْغٰلِبُوْنَ ۟
૪૪) પરંતુ અમે તે લોકોને અને તેમના પૂર્વજોને જીવન જીવવા માટે ખૂબ સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની ઉંમરનો સમય પસાર થઇ ગયો, શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પાસેથી ઘટાડી રહ્યા છે, હવે શું તે લોકો જ પ્રભુત્વશાળી છે ?
Arabic explanations of the Qur’an:
قُلْ اِنَّمَاۤ اُنْذِرُكُمْ بِالْوَحْیِ ۖؗ— وَلَا یَسْمَعُ الصُّمُّ الدُّعَآءَ اِذَا مَا یُنْذَرُوْنَ ۟
૪૫) તમે તેમને કહી દો કે હું તો તમને અલ્લાહની વહી દ્વારા સચેત કરી રહ્યો છું પરંતુ જેમને પોકારવામાં આવી રહ્યા છે, જો તે બહેરા હોય તો તો પોકાર સાંભળી શકતા નથી.
Arabic explanations of the Qur’an:
وَلَىِٕنْ مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَیَقُوْلُنَّ یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
૪૬) અને જો તે લોકો પર તમારા પાલનહાર તરફથી કોઈ અઝાબની ઝપટ પણ આવી પહોંચે તો, પોકારી ઉઠશે કે, હાય ! અમારી ખરાબી, નિ:શંક અમે જ જાલિમ હતાં.
Arabic explanations of the Qur’an:
وَنَضَعُ الْمَوَازِیْنَ الْقِسْطَ لِیَوْمِ الْقِیٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَیْـًٔا ؕ— وَاِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ اَتَیْنَا بِهَا ؕ— وَكَفٰی بِنَا حٰسِبِیْنَ ۟
૪૭) અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ ઝુલ્મ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسٰی وَهٰرُوْنَ الْفُرْقَانَ وَضِیَآءً وَّذِكْرًا لِّلْمُتَّقِیْنَ ۟ۙ
૪૮) અને ખરેખર અમે મૂસા અને હારૂનને જે કિતાબ આપી હતી, તે (સત્ય અને અસત્ય વચ્ચે) ફેંસલો કરનારી, પ્રકાશિત અને ડરવાવાળાઓ માટે શિખામણ હતી.
Arabic explanations of the Qur’an:
الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَیْبِ وَهُمْ مِّنَ السَّاعَةِ مُشْفِقُوْنَ ۟
૪૯) જે લોકો પોતાના પાલનહારથી વિણ દેખે ડરે છે અને કયમાતના દિવસથી ડરે છે.
Arabic explanations of the Qur’an:
وَهٰذَا ذِكْرٌ مُّبٰرَكٌ اَنْزَلْنٰهُ ؕ— اَفَاَنْتُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟۠
૫૦) અને આ (કુરઆન) પણ આ પ્રમાણે જ શિખામણ અને બરકતવાળું છે, જેને અમે ઉતાર્યું છે, શું તો પણ તમે આ કુરઆનનો ઇન્કાર કરો છો ?
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اٰتَیْنَاۤ اِبْرٰهِیْمَ رُشْدَهٗ مِنْ قَبْلُ وَكُنَّا بِهٖ عٰلِمِیْنَ ۟ۚ
૫૧) અને અમે ઇબ્રાહીમને આ પહેલા સમજણ આપી હતી અને અમે તેની સ્થિતિ સારી રીતે જાણતા હતાં.
Arabic explanations of the Qur’an:
اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَا هٰذِهِ التَّمَاثِیْلُ الَّتِیْۤ اَنْتُمْ لَهَا عٰكِفُوْنَ ۟
૫૨) જ્યારે કે તેણે તેના પિતા અને પોતાની કોમને કહ્યું કે આ મૂર્તિઓ શું છે , જેમના તમે સંતો બની બેઠા છો ?
Arabic explanations of the Qur’an:
قَالُوْا وَجَدْنَاۤ اٰبَآءَنَا لَهَا عٰبِدِیْنَ ۟
૫૩) તેઓ કહેવા લાગ્યા કે અમે અમારા પૂર્વજોને આમની બંદગી કરતા જોયા.
Arabic explanations of the Qur’an:
قَالَ لَقَدْ كُنْتُمْ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
૫૪) ઇબ્રાહીમે કહ્યું, પછી તો તમે અને તમારા પૂર્વજો, સૌ ખુલ્લી ગુમરાહીમાં છો.
Arabic explanations of the Qur’an:
قَالُوْۤا اَجِئْتَنَا بِالْحَقِّ اَمْ اَنْتَ مِنَ اللّٰعِبِیْنَ ۟
૫૫) તેઓ કહેવા લાગ્યા, શું તું અમારી પાસે સાચે જ કોઈ સત્ય વાત લાવ્યો છું ? અથવા ફક્ત મજાક કરી રહ્યા છે ?
Arabic explanations of the Qur’an:
قَالَ بَلْ رَّبُّكُمْ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ الَّذِیْ فَطَرَهُنَّ ۖؗ— وَاَنَا عَلٰی ذٰلِكُمْ مِّنَ الشّٰهِدِیْنَ ۟
૫૬) પયગંબરે કહ્યું કે, ના ! ખરેખર તમારા સૌનો પાલનહાર તો તે છે, જે આકાશો અને ધરતીનો માલિક છે. જેણે તેમનું સર્જન કર્યું, અને હું આ વાત પર સાક્ષી આપું છું.
Arabic explanations of the Qur’an:
وَتَاللّٰهِ لَاَكِیْدَنَّ اَصْنَامَكُمْ بَعْدَ اَنْ تُوَلُّوْا مُدْبِرِیْنَ ۟
૫૭) અને અલ્લાહ કસમ ! હું તમારા તે પૂજ્યો સાથે એક યુક્તિ કરીશ, જ્યારે તમે તેમનાથી દૂર જતા રહેશો.
Arabic explanations of the Qur’an:
فَجَعَلَهُمْ جُذٰذًا اِلَّا كَبِیْرًا لَّهُمْ لَعَلَّهُمْ اِلَیْهِ یَرْجِعُوْنَ ۟
૫૮) જેથી ઇબ્રાહીમે મોટી મૂર્તિને છોડીને તે બધી મૂર્તિઓના ટુકડે-ટુકડા કરી નાખ્યા, જેથી તેઓ આ (મોટી મૂર્તિ) તરફ ફરે.
Arabic explanations of the Qur’an:
قَالُوْا مَنْ فَعَلَ هٰذَا بِاٰلِهَتِنَاۤ اِنَّهٗ لَمِنَ الظّٰلِمِیْنَ ۟
૫૯) તેઓ કહેવા લાગ્યા કે અમારા પૂજ્યો સાથે આવું કોણે કર્યું ? આવું કરનાર વ્યક્તિ ખરેખર જાલિમ છે.
Arabic explanations of the Qur’an:
قَالُوْا سَمِعْنَا فَتًی یَّذْكُرُهُمْ یُقَالُ لَهٗۤ اِبْرٰهِیْمُ ۟ؕ
૬૦) કેટલાક લોકોએ કહ્યું, અમે એક નવયુવાનને આ વિશે વાત કરતા સાંભળ્યો હતો, જે ઇબ્રાહીમના નામે ઓળખાઈ છે.
Arabic explanations of the Qur’an:
قَالُوْا فَاْتُوْا بِهٖ عَلٰۤی اَعْیُنِ النَّاسِ لَعَلَّهُمْ یَشْهَدُوْنَ ۟
૬૧) તેઓ કહેવા લાગ્યા કે તેને સૌની સમક્ષ લઈને આવો, જેથી તે જોઈ લે (કે અમે તેની સાથે શું કરીએ છીએ) ?
Arabic explanations of the Qur’an:
قَالُوْۤا ءَاَنْتَ فَعَلْتَ هٰذَا بِاٰلِهَتِنَا یٰۤاِبْرٰهِیْمُ ۟ؕ
૬૨) (જ્યારે ઇબ્રાહિમ આવી ગયા) તેઓએ પૂછ્યું કે હે ઇબ્રાહીમ ! શું તેં જ અમારા દેવી-દેવતાઓ સાથે આવું કર્યું છે ?
Arabic explanations of the Qur’an:
قَالَ بَلْ فَعَلَهٗ ۖۗ— كَبِیْرُهُمْ هٰذَا فَسْـَٔلُوْهُمْ اِنْ كَانُوْا یَنْطِقُوْنَ ۟
૬૩) ઇબ્રાહીમે જવાબ આપ્યો, અરે ! આ કૃત્યતો મોટી (મૂર્તિ) એ કર્યું છે, તમે આ (તૂટેલી મૂર્તિઓ)ને જ પૂછી લો, જો આ લોકો બોલતા હોય.
Arabic explanations of the Qur’an:
فَرَجَعُوْۤا اِلٰۤی اَنْفُسِهِمْ فَقَالُوْۤا اِنَّكُمْ اَنْتُمُ الظّٰلِمُوْنَ ۟ۙ
૬૪) તે લોકોએ પોતાના દિલમાં વિચાર્યું તો દિલમાં કહેવા લાગ્યા ખરેખર જાલિમ તો તમે જ છો.
Arabic explanations of the Qur’an:
ثُمَّ نُكِسُوْا عَلٰی رُءُوْسِهِمْ ۚ— لَقَدْ عَلِمْتَ مَا هٰۤؤُلَآءِ یَنْطِقُوْنَ ۟
૬૫) પછી તેઓએ પોતાના માથા ઝૂકાવી દીધા (અને કહેવા લાગ્યા કે) આ તો તમે જાણો છો કે આ બોલી શકતા નથી .
Arabic explanations of the Qur’an:
قَالَ اَفَتَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُكُمْ شَیْـًٔا وَّلَا یَضُرُّكُمْ ۟ؕ
૬૬) (આ વાત પર) ઇબ્રાહીમે કહ્યું, તો પછી તમે એવી વસ્તુની બંદગી કરી રહ્યા છો, જે ન તો તમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો નુકસાન.
Arabic explanations of the Qur’an:
اُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
૬૭) અફસોસ છે તમારા પર અને તેમના પર, જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, શું તમે સમજતા નથી?
Arabic explanations of the Qur’an:
قَالُوْا حَرِّقُوْهُ وَانْصُرُوْۤا اٰلِهَتَكُمْ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟
૬૮) કહેવા લાગ્યા કે જો તમારે કઈ કરવું હોય તો ઈબ્રાહીમને બાળી નાખો અને (આવી રીતે) પોતાના દેવી-દેવતાઓની મદદ કરો.
Arabic explanations of the Qur’an:
قُلْنَا یٰنَارُ كُوْنِیْ بَرْدًا وَّسَلٰمًا عَلٰۤی اِبْرٰهِیْمَ ۟ۙ
૬૯) અમે આગને આદેશ આપ્યો કે હે આગ ! તુ ઇબ્રાહીમ માટે ઠંડી અને સલામતી વાળી બની જા.
Arabic explanations of the Qur’an:
وَاَرَادُوْا بِهٖ كَیْدًا فَجَعَلْنٰهُمُ الْاَخْسَرِیْنَ ۟ۚ
૭૦) તે લોકો ઇબ્રાહીમને દુ:ખ પહોચાડવા ઈચ્છતા હતા, પરંતુ અમે તે લોકોને નિષ્ફળ બનાવી દીધા.
Arabic explanations of the Qur’an:
وَنَجَّیْنٰهُ وَلُوْطًا اِلَی الْاَرْضِ الَّتِیْ بٰرَكْنَا فِیْهَا لِلْعٰلَمِیْنَ ۟
૭૧) અને અમે ઇબ્રાહીમ અને લૂતને બચાવી તે ધરતી તરફ લઇ ગયા, જેમાં અમે દરેક લોકો માટે બરકત મુકી હતી.
Arabic explanations of the Qur’an:
وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ ؕ— وَیَعْقُوْبَ نَافِلَةً ؕ— وَكُلًّا جَعَلْنَا صٰلِحِیْنَ ۟
૭૨) અને અમે ઈબ્રાહીમને ઇસ્હાક આપ્યો અને ત્યાર પછી યાકૂબ અને દરેકને અમે સદાચારી બનાવ્યા હતા.
Arabic explanations of the Qur’an:
وَجَعَلْنٰهُمْ اَىِٕمَّةً یَّهْدُوْنَ بِاَمْرِنَا وَاَوْحَیْنَاۤ اِلَیْهِمْ فِعْلَ الْخَیْرٰتِ وَاِقَامَ الصَّلٰوةِ وَاِیْتَآءَ الزَّكٰوةِ ۚ— وَكَانُوْا لَنَا عٰبِدِیْنَ ۟ۙ
૭૩) અને અમે તેમને આગેવાન બનાવી દીધા, જેઓ અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપતા હતા અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા, નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં.
Arabic explanations of the Qur’an:
وَلُوْطًا اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا وَّنَجَّیْنٰهُ مِنَ الْقَرْیَةِ الَّتِیْ كَانَتْ تَّعْمَلُ الْخَبٰٓىِٕثَ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فٰسِقِیْنَ ۟ۙ
૭૪) અમે લૂતને હિકમત અને જ્ઞાન આપ્યું અને તેમને તે વસ્તીથી છૂટકારો આપ્યો, જ્યાંના લોકો ખરાબ કૃત્ય કરતા હતાં અને તે લોકો તદ્દન પાપી હતાં.
Arabic explanations of the Qur’an:
وَاَدْخَلْنٰهُ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهٗ مِنَ الصّٰلِحِیْنَ ۟۠
૭૫) અને અમે લૂતને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, નિ:શંક તે સદાચારી લોકો માંથી હતા.
Arabic explanations of the Qur’an:
وَنُوْحًا اِذْ نَادٰی مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهٗ فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗ مِنَ الْكَرْبِ الْعَظِیْمِ ۟ۚ
૭૬) અને નૂહને પણ (તેના પર પણ તે જ રહેમત કરી) જ્યારે તેમણે એ પહેલા દુઆ કરી, અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તથા તેમના ઘરવાળાઓને મોટી મુસીબતથી છૂટકારો આપ્યો.
Arabic explanations of the Qur’an:
وَنَصَرْنٰهُ مِنَ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۟
૭૭) અને જે લોકો અમારી આયતોને જુઠલાવી રહ્યા હતાં, તેમની વિરુદ્ધ અમે તેમની મદદ કરી, નિ:શંક તે ખરાબ લોકો હતાં, બસ ! અમે તે સૌને દુબાડી દીધા.
Arabic explanations of the Qur’an:
وَدَاوٗدَ وَسُلَیْمٰنَ اِذْ یَحْكُمٰنِ فِی الْحَرْثِ اِذْ نَفَشَتْ فِیْهِ غَنَمُ الْقَوْمِ ۚ— وَكُنَّا لِحُكْمِهِمْ شٰهِدِیْنَ ۟ۙ
૭૮) અને દાઉદ અને સુલૈમાનને પણ (આ જ નેઅમત આપી હતી) જ્યારે કે તે લોકો એક ખેતર બાબતે નિર્ણય કરી રહ્યા હતાં, જેને થોડાંક લોકોની બકરીઓ રાત્રે ખેતરમાં ચારો ચરી ગઇ હતી અને તેમના નિર્ણય વખતે અમે તેમને જોઈ રહ્યા હતા.
Arabic explanations of the Qur’an:
فَفَهَّمْنٰهَا سُلَیْمٰنَ ۚ— وَكُلًّا اٰتَیْنَا حُكْمًا وَّعِلْمًا ؗ— وَّسَخَّرْنَا مَعَ دَاوٗدَ الْجِبَالَ یُسَبِّحْنَ وَالطَّیْرَ ؕ— وَكُنَّا فٰعِلِیْنَ ۟
૭૯) અમે તેમની બાબતે સુલૈમાનને સાચો નિર્ણય સમજાવી દીધો, હાં ! અમે બન્નેને નિર્ણય કરવાની શક્તિ અને જ્ઞાન આપી રાખ્યું હતું અને દાઉદના વશમાં પર્વતો અને પંખીઓને પણ કરી દીધા હતાં, જેઓ તેમની સાથે તસ્બીહ કરતા રહે, અને આ દરેક કામ કરનાર અમે પોતે હતા.
Arabic explanations of the Qur’an:
وَعَلَّمْنٰهُ صَنْعَةَ لَبُوْسٍ لَّكُمْ لِتُحْصِنَكُمْ مِّنْ بَاْسِكُمْ ۚ— فَهَلْ اَنْتُمْ شٰكِرُوْنَ ۟
૮૦) અને અમે દાવૂદને તમારા (ફાયદા માટે) બખ્તર બનાવવાની કારીગરી શિખવાડી દીધી હતી, જેથી યુદ્વ વખતે તમારા માટે બચાવનું કારણ બને, શું તમે આભારી બનશો ?
Arabic explanations of the Qur’an:
وَلِسُلَیْمٰنَ الرِّیْحَ عَاصِفَةً تَجْرِیْ بِاَمْرِهٖۤ اِلَی الْاَرْضِ الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَكُنَّا بِكُلِّ شَیْءٍ عٰلِمِیْنَ ۟
૮૧) અમે ભયંકર હવાને સુલૈમાનના વશમાં કરી દીધી હતી, જે તેમના આદેશ પ્રમાણે તે ધરતી તરફ ફૂંકાતી હતી, જ્યાં અમે બરકત આપી રાખી હતી અને અમે દરેક વસ્તુને ખૂબ સારી જાણીએ છીએ.
Arabic explanations of the Qur’an:
وَمِنَ الشَّیٰطِیْنِ مَنْ یَّغُوْصُوْنَ لَهٗ وَیَعْمَلُوْنَ عَمَلًا دُوْنَ ذٰلِكَ ۚ— وَكُنَّا لَهُمْ حٰفِظِیْنَ ۟ۙ
૮૨) આવી જ રીતે ઘણા શેતાનોને પણ અમે તેમના વશમાં કર્યા હતાં, જેઓ તેમના આદેશ પ્રમાણે દરિયામાં ડુબકી મારતા હતાં અને તે ઉપરાંત પણ ઘણા કાર્યો કરતા હતાં, તેમની દેખરેખ રાખનારા અમે જ હતાં.
Arabic explanations of the Qur’an:
وَاَیُّوْبَ اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الضُّرُّ وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟ۚۖ
૮૩) અને આ જ નેઅમત અમે અય્યૂબને પણ આપી, જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા કે, મને આ બિમારી પહોંચી છે અને તું દયા કરવાવાળાઓ કરતા વધારે દયાળુ છે.
Arabic explanations of the Qur’an:
فَاسْتَجَبْنَا لَهٗ فَكَشَفْنَا مَا بِهٖ مِنْ ضُرٍّ وَّاٰتَیْنٰهُ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَذِكْرٰی لِلْعٰبِدِیْنَ ۟
૮૪) તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, આ અમારી ખાસ કૃપા હતી, (આમાં પણ) સાચા બંદાઓ માટે શિખામણનું કારણ હતું.
Arabic explanations of the Qur’an:
وَاِسْمٰعِیْلَ وَاِدْرِیْسَ وَذَا الْكِفْلِ ؕ— كُلٌّ مِّنَ الصّٰبِرِیْنَ ۟
૮૫) અને ઇસ્માઇલ,ઇદરિસ અને ઝુલ્ કિફ્લ (આ દરેકને અમે નેઅમત આપી હતી) સૌ સબર કરવાવાળાઓ બંદાઓ હતાં.
Arabic explanations of the Qur’an:
وَاَدْخَلْنٰهُمْ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهُمْ مِّنَ الصّٰلِحِیْنَ ۟
૮૬) અમે તેમને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, આ સૌ સદાચારી લોકો હતાં.
Arabic explanations of the Qur’an:
وَذَا النُّوْنِ اِذْ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ اَنْ لَّنْ نَّقْدِرَ عَلَیْهِ فَنَادٰی فِی الظُّلُمٰتِ اَنْ لَّاۤ اِلٰهَ اِلَّاۤ اَنْتَ سُبْحٰنَكَ ۖۗ— اِنِّیْ كُنْتُ مِنَ الظّٰلِمِیْنَ ۟ۚۖ
૮૭) માછલીવાળા (યૂનુસ) ને, અમે તેમને પણ અમારી નેઅમત આપી. જ્યારે તેઓ ગુસ્સામાં (વસ્તી છોડી) નીકળી ગયા, તેમને અનુમાન હતું કે અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તેમણે અંધકારમાં અમને પોકાર્યા, અલ્લાહ ! તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે. નિ:શંક હું જ જાલિમ છું. (છેવટે તે ઉઠયા કે,)
Arabic explanations of the Qur’an:
فَاسْتَجَبْنَا لَهٗ ۙ— وَنَجَّیْنٰهُ مِنَ الْغَمِّ ؕ— وَكَذٰلِكَ نُـجِی الْمُؤْمِنِیْنَ ۟
૮૮) ત્યારે અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તે દુ:ખથી છૂટકારો આપ્યો અને આ રીતે જ અમે ઈમાનવાળાઓને બચાવી લઇએ છીએ.
Arabic explanations of the Qur’an:
وَزَكَرِیَّاۤ اِذْ نَادٰی رَبَّهٗ رَبِّ لَا تَذَرْنِیْ فَرْدًا وَّاَنْتَ خَیْرُ الْوٰرِثِیْنَ ۟ۚۖ
૮૯) અને ઝકરિયાને પણ (નેઅમત આપી હતી) જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા હે મારા પાલનહાર ! મને એકલો ન છોડ, તું સૌથી શ્રેષ્ઠ વારસદાર છે.
Arabic explanations of the Qur’an:
فَاسْتَجَبْنَا لَهٗ ؗ— وَوَهَبْنَا لَهٗ یَحْیٰی وَاَصْلَحْنَا لَهٗ زَوْجَهٗ ؕ— اِنَّهُمْ كَانُوْا یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَیَدْعُوْنَنَا رَغَبًا وَّرَهَبًا ؕ— وَكَانُوْا لَنَا خٰشِعِیْنَ ۟
૯૦) અમે તેમની દુઆ કબૂલ કરી, અને તેમને યહ્યા આપ્યા અને તેમની પત્નીને તેમના માટે સ્વસ્થ કરી દીધી, આ બધા પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર બન્નેની સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં.
Arabic explanations of the Qur’an:
وَالَّتِیْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِیْهَا مِنْ رُّوْحِنَا وَجَعَلْنٰهَا وَابْنَهَاۤ اٰیَةً لِّلْعٰلَمِیْنَ ۟
૯૧) અને તે પવિત્ર સ્ત્રી, જેણે પોતાની આબરૂની સુરક્ષા કરી, અમે તેમનામાં પોતાની રૂહ ફૂંકી અને તેમને અને તેમના દિકરાને દરેક લોકો માટે નિશાની બનાવી દીધા.
Arabic explanations of the Qur’an:
اِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً ۖؗ— وَّاَنَا رَبُّكُمْ فَاعْبُدُوْنِ ۟
૯૨) આ (પયગંબરોનું જૂથ) જ તમારી કોમ છે, જે ખરેખર એક જ કોમ છે અને હું તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારી જ બંદગી કરો.
Arabic explanations of the Qur’an:
وَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ ؕ— كُلٌّ اِلَیْنَا رٰجِعُوْنَ ۟۠
૯૩) પરંતુ લોકોએ અંદરોઅંદર પોતાના ધર્મમાં મતભેદ કરી દીધા, સૌ અમારી તરફ જ પાછા ફરવાના છે.
Arabic explanations of the Qur’an:
فَمَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْیِهٖ ۚ— وَاِنَّا لَهٗ كٰتِبُوْنَ ۟
૯૪) પછી જે પણ સત્કાર્ય કરશે અને તે ઈમાનવાળો હશે તો તેના પ્રયત્નોની અવગણના કરવામાં નહીં આવે. અમે તો તેના (દરેક અમલને) લખી રહ્યા છે.
Arabic explanations of the Qur’an:
وَحَرٰمٌ عَلٰی قَرْیَةٍ اَهْلَكْنٰهَاۤ اَنَّهُمْ لَا یَرْجِعُوْنَ ۟
૯૫) અને જે વસ્તીને અમે નષ્ટ કરી દીધી, તેમના માટે શક્ય નથી કે તે (અમારી પાસે) પાછા ન ફરે.
Arabic explanations of the Qur’an:
حَتّٰۤی اِذَا فُتِحَتْ یَاْجُوْجُ وَمَاْجُوْجُ وَهُمْ مِّنْ كُلِّ حَدَبٍ یَّنْسِلُوْنَ ۟
૯૬) ત્યાં સુધી કે યાજૂજ અને માજૂજને છોડી દેવામાં આવશે અને તેઓ દરેક ઊંચા સ્થાનો પરથી દોડતા આવશે.
Arabic explanations of the Qur’an:
وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَاِذَا هِیَ شَاخِصَةٌ اَبْصَارُ الَّذِیْنَ كَفَرُوْا ؕ— یٰوَیْلَنَا قَدْ كُنَّا فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا بَلْ كُنَّا ظٰلِمِیْنَ ۟
૯૭) અને સાચું વચન (કયામત) નજીક આવી જશે, તે સમયે કાફિરોની નજરો ફાટેલી રહી જશે, (અને તેઓ કહેશે) અફસોસ ! અમે તો આ પરિસ્થિતિથી અજાણ હતાં, પરંતુ ખરેખર અમે જ જાલિમ હતાં.
Arabic explanations of the Qur’an:
اِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ حَصَبُ جَهَنَّمَ ؕ— اَنْتُمْ لَهَا وٰرِدُوْنَ ۟
૯૮) તમે અને જેની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, સૌ જહન્નમના ઇંધણ બનશો, તમે સૌ જહન્નમમાં જવાના છો.
Arabic explanations of the Qur’an:
لَوْ كَانَ هٰۤؤُلَآءِ اٰلِهَةً مَّا وَرَدُوْهَا ؕ— وَكُلٌّ فِیْهَا خٰلِدُوْنَ ۟
૯૯) જો આ સાચા ઇલાહ હોત તો જહન્નમમાં ક્યારેય દાખલ ન થાત અને દરેકે દરેક તેમાં જ હંમેશા રહેનારા છે.
Arabic explanations of the Qur’an:
لَهُمْ فِیْهَا زَفِیْرٌ وَّهُمْ فِیْهَا لَا یَسْمَعُوْنَ ۟
૧૦૦) તેઓ ત્યાં ચીસો પાડતા હશે અને ત્યાં કંઇ પણ સાંભળી નહીં શકે.
Arabic explanations of the Qur’an:
اِنَّ الَّذِیْنَ سَبَقَتْ لَهُمْ مِّنَّا الْحُسْنٰۤی ۙ— اُولٰٓىِٕكَ عَنْهَا مُبْعَدُوْنَ ۟ۙ
૧૦૧) હાં, જેના માટે અમારા તરફથી સત્કાર્ય કરવાનો નિર્ણય પહેલા જ થઇ ચુક્યો છે, તેઓને જ જહન્નમથી દૂર રાખવામાં આવશે.
Arabic explanations of the Qur’an:
لَا یَسْمَعُوْنَ حَسِیْسَهَا ۚ— وَهُمْ فِیْ مَا اشْتَهَتْ اَنْفُسُهُمْ خٰلِدُوْنَ ۟ۚ
૧૦૨) તે તો જહન્નમની આહટ પણ નહીં સાંભળે અને તેઓ પોતાની મનપસંદ વસ્તુઓમાં હંમેશા રહેવાવાળા છે.
Arabic explanations of the Qur’an:
لَا یَحْزُنُهُمُ الْفَزَعُ الْاَكْبَرُ وَتَتَلَقّٰىهُمُ الْمَلٰٓىِٕكَةُ ؕ— هٰذَا یَوْمُكُمُ الَّذِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ ۟
૧૦૩) કોઈ મોટી બેચેની (પણ) તેઓને નિરાશ નહીં કરી શકે અને ફરિશ્તાઓ તેમને હાથો હાથ લેશે. કે આ જ તમારા માટે તે દિવસ છે, જેનું વચન તમને આપવામાં આવતું હતું,
Arabic explanations of the Qur’an:
یَوْمَ نَطْوِی السَّمَآءَ كَطَیِّ السِّجِلِّ لِلْكُتُبِ ؕ— كَمَا بَدَاْنَاۤ اَوَّلَ خَلْقٍ نُّعِیْدُهٗ ؕ— وَعْدًا عَلَیْنَا ؕ— اِنَّا كُنَّا فٰعِلِیْنَ ۟
૧૦૪) તે દિવસે આકાશને અમે એવી રીતે લપેટી દઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ كَتَبْنَا فِی الزَّبُوْرِ مِنْ بَعْدِ الذِّكْرِ اَنَّ الْاَرْضَ یَرِثُهَا عِبَادِیَ الصّٰلِحُوْنَ ۟
૧૦૫) અમે ઝબૂરમાં શિખામણ આપ્યા પછી આ લખી ચુક્યા છે કે ધરતીના વારસદાર મારા સદાચારી બંદાઓ (જ) હશે.
Arabic explanations of the Qur’an:
اِنَّ فِیْ هٰذَا لَبَلٰغًا لِّقَوْمٍ عٰبِدِیْنَ ۟ؕ
૧૦૬) ખરેખર બંદગી કરનારાઓ માટે તો આમાં એક મોટો આદેશ છે.
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا رَحْمَةً لِّلْعٰلَمِیْنَ ۟
૧૦૭) અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે.
Arabic explanations of the Qur’an:
قُلْ اِنَّمَا یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَهَلْ اَنْتُمْ مُّسْلِمُوْنَ ۟
૧૦૮) કહી દો કે, મારી પાસે તો બસ વહી કરવામાં આવે છે કે તમારા સૌનો ઇલાહ એક જ છે, તો શું તમે પણ તેની આજ્ઞાનું પાલન કરો છો ?
Arabic explanations of the Qur’an:
فَاِنْ تَوَلَّوْا فَقُلْ اٰذَنْتُكُمْ عَلٰی سَوَآءٍ ؕ— وَاِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ اَمْ بَعِیْدٌ مَّا تُوْعَدُوْنَ ۟
૧૦૯) પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો કહી દો કે મેં તમને બરાબર સચેત કરી દીધા, જેનું વચન તમને આપવામાં આવ્યું છે તેનું જ્ઞાન મારી પાસે નથી કે તે નજીક છે અથવા દૂર છે.
Arabic explanations of the Qur’an:
اِنَّهٗ یَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَیَعْلَمُ مَا تَكْتُمُوْنَ ۟
૧૧૦) હાં, અલ્લાહ તઆલા દરેક વાતોને જાણે છે, જે ઊચા અવાજમાં કરે છે અને તે વાતોને પણ જાણે છે, જેને તમે છુપી રીતે કરો છો
Arabic explanations of the Qur’an:
وَاِنْ اَدْرِیْ لَعَلَّهٗ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
૧૧૧) મને આ વિશેની પણ જાણ નથી કદાચ (અઝાબમાં વિલંબ) તમારી કસોટી હોય અને તમને એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો ઉઠાવવાની તક આપવામાં આવતી હોય.
Arabic explanations of the Qur’an:
قٰلَ رَبِّ احْكُمْ بِالْحَقِّ ؕ— وَرَبُّنَا الرَّحْمٰنُ الْمُسْتَعَانُ عَلٰی مَا تَصِفُوْنَ ۟۠
૧૧૨) (છેવટે) પયગંબરે કહ્યું, હે મારા પાલનહાર ! ન્યાયથી ફેંસલો કર અને હે લોકો ! જે કઈ તમે વર્ણન કરી રહ્યા છો, તેના કરતા અમારો પાલનહાર દયાળુ જ છે, જેની પાસે મદદ માંગી શકાય છે.
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Surah: Al-Anbiyā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Translations’ Index

Translation of the Quran meanings into Gujarati by Rabila Al-Umry, published by Birr Institution - Mumbai 2017.

close