ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی * - لیست ترجمه ها

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ترجمهٔ معانی سوره: سوره مريم   آیه:

મરયમ

كٓهٰیٰعٓصٓ ۟
૧) કાફ્-હા-યા-ઐન્-સાદ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
تفسیرهای عربی:
ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّا ۟ۖۚ
૨) આ તારા પાલનહારની તે કૃપાનું વર્ણન છે, જે તેણે પોતાના બંદા ઝકરિયા પર કરી હતી.
تفسیرهای عربی:
اِذْ نَادٰی رَبَّهٗ نِدَآءً خَفِیًّا ۟
૩) જ્યારે તેમણે પોતાના પાલનહારની સામે ગુપ્ત રીતે પોકાર્યા.
تفسیرهای عربی:
قَالَ رَبِّ اِنِّیْ وَهَنَ الْعَظْمُ مِنِّیْ وَاشْتَعَلَ الرَّاْسُ شَیْبًا وَّلَمْ اَكُنْ بِدُعَآىِٕكَ رَبِّ شَقِیًّا ۟
૪) અને કહ્યું, હે મારા પાલનહાર ! મારા હાડકા નબળા પડી ગયા છે અને વૃદ્ધા વસ્થાના કારણે માથાના વાળ સફેદ થઇ ગયા છે, હે મારા પાલનહાર ! હું ક્યારેય તારી સામે દુઆ કરી વંચિત નથી રહ્યો.
تفسیرهای عربی:
وَاِنِّیْ خِفْتُ الْمَوَالِیَ مِنْ وَّرَآءِیْ وَكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا فَهَبْ لِیْ مِنْ لَّدُنْكَ وَلِیًّا ۟ۙ
૫) મને મારા મૃત્યુ પછી પોતાના સગાસંબંધીઓની બુરાઈથી ડરું છું, મારી પત્ની પણ વાંઝ છે, બસ તું મને તારી પાસેથી એક વારસદાર આપ.
تفسیرهای عربی:
یَّرِثُنِیْ وَیَرِثُ مِنْ اٰلِ یَعْقُوْبَ ۗ— وَاجْعَلْهُ رَبِّ رَضِیًّا ۟
૬) જે મારો અને યાકૂબના કુંટુંબનો પણ વારસદાર બને અને હે મારા પાલનહાર! તું તેને પ્રિય બનાવી લે.
تفسیرهای عربی:
یٰزَكَرِیَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ ١سْمُهٗ یَحْیٰی ۙ— لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِیًّا ۟
૭) (અલ્લાહ તઅલાએ જવાબ આપતા કહ્યું) હે ઝકરિયા! અમે તમને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા હશે, અમે આ પહેલા આ નામનો બીજો વ્યક્તિ પેદા નથી કર્યો.
تفسیرهای عربی:
قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا وَّقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِیًّا ۟
૮) ઝકરિયા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર ! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું.
تفسیرهای عربی:
قَالَ كَذٰلِكَ ۚ— قَالَ رَبُّكَ هُوَ عَلَیَّ هَیِّنٌ وَّقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَیْـًٔا ۟
૯) (અલ્લાહ તઆલાએ) કહ્યું કે હા આવું જરૂર થશે, તારા પાલનહારે કહી દીધું છે કે મારા માટે તો આ ખૂબ જ સરળ છે અને આ પહેલા હું તમને પેદા કરી ચુક્યો છું, જ્યારે તમે કંઇ ન હતાં.
تفسیرهای عربی:
قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ— قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا ۟
૧૦) ઝકરિયાએ કહ્યું, મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કરી દે, કહેવામાં આવ્યું કે તારા માટે નિશાની એ છે કે, સ્વસ્થ હોવા છતાં તમે ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો.
تفسیرهای عربی:
فَخَرَجَ عَلٰی قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰۤی اِلَیْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّعَشِیًّا ۟
૧૧) જ્યારે (તે સમય આવી ગયો) તો ઝકરિયા પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવ્યા, તેમને ઇશારો કરી, કહેવા લાગ્યા કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું ઝિકર કરો.
تفسیرهای عربی:
یٰیَحْیٰی خُذِ الْكِتٰبَ بِقُوَّةٍ ؕ— وَاٰتَیْنٰهُ الْحُكْمَ صَبِیًّا ۟ۙ
૧૨) (અલ્લાહ તઆલાએ યહ્યાને બાળપણમાં જ આદેશ આપ્યો હતો ) કે હે યહ્યા ! મારી કિતાબ (તોરાત)ને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ નિર્ણાયક શક્તિ આપી હતી.
تفسیرهای عربی:
وَّحَنَانًا مِّنْ لَّدُنَّا وَزَكٰوةً ؕ— وَكَانَ تَقِیًّا ۟ۙ
૧૩) અમે તેમને પોતાની મહેરબાનીથી વિનમ્ર અને પાક વ્યક્તિત્વ બનાવ્યું, અને તે ડરવાવાળા હતા.
تفسیرهای عربی:
وَّبَرًّا بِوَالِدَیْهِ وَلَمْ یَكُنْ جَبَّارًا عَصِیًّا ۟
૧૪) તે હંમેશા પોતાના માતાપિતા સાથે સદવર્તન કરતા હતા, અને તે વિદ્રોહી અને પાપી ન હતા.
تفسیرهای عربی:
وَسَلٰمٌ عَلَیْهِ یَوْمَ وُلِدَ وَیَوْمَ یَمُوْتُ وَیَوْمَ یُبْعَثُ حَیًّا ۟۠
૧૫) તે દિવસ પર સલામતી થાય, જે દિવસે તેઓ પેદા થયા, અમે તે દિવસે પણ જે દિવસે તેઓ મૃત્યુ પામશે અને તે દિવસે પણ, જે દિવસે તે જીવિત કરી ઉઠાવવામાં આવશે.
تفسیرهای عربی:
وَاذْكُرْ فِی الْكِتٰبِ مَرْیَمَ ۘ— اِذِ انْتَبَذَتْ مِنْ اَهْلِهَا مَكَانًا شَرْقِیًّا ۟ۙ
૧૬) અને (હે પયગંબર) ! આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી ગઈ.
تفسیرهای عربی:
فَاتَّخَذَتْ مِنْ دُوْنِهِمْ حِجَابًا ۫— فَاَرْسَلْنَاۤ اِلَیْهَا رُوْحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِیًّا ۟
૧૭) અને તે લોકો તરફ પરદો કરી છુપાઈ ગઈ હતી, તે સમયે અમે તેની પાસે રૂહ (ફરિશ્તા) ને મોકલ્યા, બસ ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિની શકલમાં તેની સામે પ્રગટ થયા.
تفسیرهای عربی:
قَالَتْ اِنِّیْۤ اَعُوْذُ بِالرَّحْمٰنِ مِنْكَ اِنْ كُنْتَ تَقِیًّا ۟
૧૮) તે (મરયમ) કહેવા લાગી, જો તું થોડોક પણ અલ્લાહથી ડરવાવાળો હોય. તો હું તારાથી અલ્લાહની પનાહ માંગું છું
تفسیرهای عربی:
قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوْلُ رَبِّكِ ۖۗ— لِاَهَبَ لَكِ غُلٰمًا زَكِیًّا ۟
૧૯) તેણે જવાબ આપ્યો કે હું તો તારા પાલનહારે મોકલેલો સંદેશવાહક છું, તને એક પવિત્ર બાળક આપવા આવ્યો છું.
تفسیرهای عربی:
قَالَتْ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ وَّلَمْ اَكُ بَغِیًّا ۟
૨૦) તેકહેવા લાગી, મારે ત્યાં બાળક કેવી રીતે થઇ શકે છે ? મને કોઈ વ્યક્તિએ સ્પર્શ પણ નથી કર્યું અને ન તો હું દુરાચારી સ્ત્રી છું.
تفسیرهای عربی:
قَالَ كَذٰلِكِ ۚ— قَالَ رَبُّكِ هُوَ عَلَیَّ هَیِّنٌ ۚ— وَلِنَجْعَلَهٗۤ اٰیَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ— وَكَانَ اَمْرًا مَّقْضِیًّا ۟
૨૧) તેમણે કહ્યું, હાવાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે આવું કરવું મારા માટે ખૂબ જ સરળ છે, (અને એટલા માટે પણ આવું થશે કે ) અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને અમારી ખાસ કૃપા હશે, આ તો એક નક્કી થયેલી વાત છે.
تفسیرهای عربی:
فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهٖ مَكَانًا قَصِیًّا ۟
૨૨) બસ ! તે ગર્ભવતી થઇ ગઇ અને આના જ કારણે તે દૂરના સ્થળે જતી રહી.
تفسیرهای عربی:
فَاَجَآءَهَا الْمَخَاضُ اِلٰی جِذْعِ النَّخْلَةِ ۚ— قَالَتْ یٰلَیْتَنِیْ مِتُّ قَبْلَ هٰذَا وَكُنْتُ نَسْیًا مَّنْسِیًّا ۟
૨૩) પછી જન્મ પીડા તેને એક ખજૂરના વૃક્ષ નીચે લઇ આવી, કહેવા લાગી , કાશ ! હું આ પહેલા જ મૃત્યુ પામી હોત અને મારું નામ અને નિશાન પણ બાકી ના રહેતું.
تفسیرهای عربی:
فَنَادٰىهَا مِنْ تَحْتِهَاۤ اَلَّا تَحْزَنِیْ قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِیًّا ۟
૨૪) તે સમયે વૃક્ષની નીચેથી (ફરીશ્તાએ) તેમને પોકારી કહ્યું કે નિરાશ ન થઈશ, તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું વહાવ્યું છે.
تفسیرهای عربی:
وَهُزِّیْۤ اِلَیْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسٰقِطْ عَلَیْكِ رُطَبًا جَنِیًّا ۟ؗ
૨૫) અને તે ખજૂરની ડાળીને પોતાની તરફ જોરથી હલાવ, ડાળી તારા માટે તાજી ખજૂર પાડશે.
تفسیرهای عربی:
فَكُلِیْ وَاشْرَبِیْ وَقَرِّیْ عَیْنًا ۚ— فَاِمَّا تَرَیِنَّ مِنَ الْبَشَرِ اَحَدًا ۙ— فَقُوْلِیْۤ اِنِّیْ نَذَرْتُ لِلرَّحْمٰنِ صَوْمًا فَلَنْ اُكَلِّمَ الْیَوْمَ اِنْسِیًّا ۟ۚ
૨૬) હવે શાંતિ થી ખા અને પી અને આંખો ઠંડી રાખ, અને જો તને કોઈ વ્યક્તિ મળે, તો કહી દે જે કે મેં અલ્લાહ માટે રોઝો રાખવાની નઝર માની છે, હું આજે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરું.
تفسیرهای عربی:
فَاَتَتْ بِهٖ قَوْمَهَا تَحْمِلُهٗ ؕ— قَالُوْا یٰمَرْیَمُ لَقَدْ جِئْتِ شَیْـًٔا فَرِیًّا ۟
૨૭) હવે તે તે બાળકને ઉઠાવી કોમ પાસે આવી, તો સૌ કહેવા લાગ્યા, મરયમ તેં ઘણું અધમ કૃત્ય કર્યું.
تفسیرهای عربی:
یٰۤاُخْتَ هٰرُوْنَ مَا كَانَ اَبُوْكِ امْرَاَ سَوْءٍ وَّمَا كَانَتْ اُمُّكِ بَغِیًّا ۟ۖۚ
૨૮) હે હારૂનની બહેન ! ન તો તારા પિતા ખરાબ વ્યક્તિ હતાં અને ન તો તારી માતા દુરાચારી હતી.
تفسیرهای عربی:
فَاَشَارَتْ اِلَیْهِ ۫ؕ— قَالُوْا كَیْفَ نُكَلِّمُ مَنْ كَانَ فِی الْمَهْدِ صَبِیًّا ۟
૨૯) મરયમે પોતાના બાળક તરફ ઇશારો કર્યો, તો સૌ કહેવા લાગ્યા કે જુઓ, અમે આ નવજાત બાળક સાથે વાત કેવી રીતે કરીએ ?
تفسیرهای عربی:
قَالَ اِنِّیْ عَبْدُ اللّٰهِ ۫ؕ— اٰتٰىنِیَ الْكِتٰبَ وَجَعَلَنِیْ نَبِیًّا ۟ۙ
૩૦) બાળક કહેવા લાગ્યું, કે હું અલ્લાહનો બંદો છું તેણે મને કિતાબ આપી અને મને પોતાનો પયગંબર બનાવ્યો છે.
تفسیرهای عربی:
وَّجَعَلَنِیْ مُبٰرَكًا اَیْنَ مَا كُنْتُ ۪— وَاَوْصٰنِیْ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ مَا دُمْتُ حَیًّا ۟ۙ
૩૧) હું જ્યાં પણ રહું, તેણે મને પવિત્ર કર્યો છે, અને હું જ્યાં સુધી જીવિત રહું, તેણે મને નમાઝ અને ઝકાતનો આદેશ આપ્યો છે.
تفسیرهای عربی:
وَّبَرًّا بِوَالِدَتِیْ ؗ— وَلَمْ یَجْعَلْنِیْ جَبَّارًا شَقِیًّا ۟
૩૨) અને એ પણ કે હું પોતાની માતા સાથે સારો વ્યવહાર કરું, અને અલ્લાહએ મને વિદ્રોહી અને દુરાચારી નથી બનાવ્યો.
تفسیرهای عربی:
وَالسَّلٰمُ عَلَیَّ یَوْمَ وُلِدْتُّ وَیَوْمَ اَمُوْتُ وَیَوْمَ اُبْعَثُ حَیًّا ۟
૩૩) અને મારા પર સલામતી થાય, જે દિવસે હું પેદા થયો અને તે દિવસે પણ જ્યારે હું મૃત્યુ પામીશ, અને તે દિવસે પણ, જ્યારે હું બીજી વાર જીવિત કરી ઉઠાવવામાં આવીશ.
تفسیرهای عربی:
ذٰلِكَ عِیْسَی ابْنُ مَرْیَمَ ۚ— قَوْلَ الْحَقِّ الَّذِیْ فِیْهِ یَمْتَرُوْنَ ۟
૩૪) આ છે ઈસા બિન મરયમનો સત્ય કિસ્સો, આ જ સાચી વાત છે, જેના વિશે તેઓ ઝઘડો કરી રહ્યા છે.
تفسیرهای عربی:
مَا كَانَ لِلّٰهِ اَنْ یَّتَّخِذَ مِنْ وَّلَدٍ ۙ— سُبْحٰنَهٗ ؕ— اِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟ؕ
૩૫) અલ્લાહ તઆલાને સંતાન હોવું અશક્ય છે, તે તો અત્યંત પવિત્ર છે, તેને તો જ્યારે કોઈ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તો બસ એટલું કહી દે છે કે થઇ જા, તો તે જ સમયે તે થઇ જાય છે.
تفسیرهای عربی:
وَاِنَّ اللّٰهَ رَبِّیْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
૩૬) અને (તમે તેને જણાવો) કે અલ્લાહ જ મારો અને તમારા સૌનો પાલનહાર છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સત્ય માર્ગ છે.
تفسیرهای عربی:
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْ بَیْنِهِمْ ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنْ مَّشْهَدِ یَوْمٍ عَظِیْمٍ ۟
૩૭) પછી ઘણા જૂથો અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા, બસ ! કાફિરો માટે “વૈલ” છે, જેઓ એક મોટા દિવસની હાજરીનો ઇન્કાર કરી રહ્યા છે.
تفسیرهای عربی:
اَسْمِعْ بِهِمْ وَاَبْصِرْ ۙ— یَوْمَ یَاْتُوْنَنَا لٰكِنِ الظّٰلِمُوْنَ الْیَوْمَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
૩૮) જે દિવસે તેઓ અમારી સમક્ષ હાજર થશે તે દિવસે તેઓ ખૂબ સારી રીતે સાભળી રહ્યા હશે અને જોઈ રહ્યા હશે, પરંતુ આ જાલિમ લોકો સ્પષ્ટ ગુમરાહીમાં પડ્યા છે.
تفسیرهای عربی:
وَاَنْذِرْهُمْ یَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِیَ الْاَمْرُ ۘ— وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
૩૯) તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા.
تفسیرهای عربی:
اِنَّا نَحْنُ نَرِثُ الْاَرْضَ وَمَنْ عَلَیْهَا وَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟۠
૪૦) અમે પોતે જ ધરતી અને ધરતીની દરેક વસ્તુના વારસદાર હોઇશું અને દરેક લોકો અમારી તરફ જ પાછા ફેરાવવામાં આવશે.
تفسیرهای عربی:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِبْرٰهِیْمَ ؕ۬— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟
૪૧) અને આ કિતાબમાં ઇબ્રાહીમના કિસ્સાનું વર્ણન કરો, નિ:શંક તેઓ અત્યંત સાચા પયગંબર હતાં.
تفسیرهای عربی:
اِذْ قَالَ لِاَبِیْهِ یٰۤاَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا یَسْمَعُ وَلَا یُبْصِرُ وَلَا یُغْنِیْ عَنْكَ شَیْـًٔا ۟
૪૨) જ્યારે તેઓએ પોતાના પિતાને કહ્યું કે, પિતાજી ! તમે તે વસ્તુઓની બંદગી કેમ કરી રહ્યા છો જે ન તો સાંભળે છે અને ન તો જુએ છે ? અને ન તો તમને કંઇ ફાયદો પહોંચાડી શકે છે?
تفسیرهای عربی:
یٰۤاَبَتِ اِنِّیْ قَدْ جَآءَنِیْ مِنَ الْعِلْمِ مَا لَمْ یَاْتِكَ فَاتَّبِعْنِیْۤ اَهْدِكَ صِرَاطًا سَوِیًّا ۟
૪૩) મારા પિતાજી, તમે જુઓ મારી પાસે એવું જ્ઞાન આવ્યું છે જે તમારી પાસે પહોંચ્યું જ નથી, તો તમે મારું જ માનો, હું તદ્દન સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
تفسیرهای عربی:
یٰۤاَبَتِ لَا تَعْبُدِ الشَّیْطٰنَ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلرَّحْمٰنِ عَصِیًّا ۟
૪૪) મારા પિતાજી ! તમે શેતાનની બંદગી ના કરશો, તે અલ્લાહનો નાફરમાન છે.
تفسیرهای عربی:
یٰۤاَبَتِ اِنِّیْۤ اَخَافُ اَنْ یَّمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمٰنِ فَتَكُوْنَ لِلشَّیْطٰنِ وَلِیًّا ۟
૪૫) મારા પિતાજી ! મને ભય છે કે ક્યાંક તમારા પર અલ્લાહનો કોઈ અઝાબ ન આવી પહોંચે, જેના કારણે તમે શેતાનના મિત્ર બની જશો.
تفسیرهای عربی:
قَالَ اَرَاغِبٌ اَنْتَ عَنْ اٰلِهَتِیْ یٰۤاِبْرٰهِیْمُ ۚ— لَىِٕنْ لَّمْ تَنْتَهِ لَاَرْجُمَنَّكَ وَاهْجُرْنِیْ مَلِیًّا ۟
૪૬) પિતાએ જવાબ આપ્યો કે, હે ઇબ્રાહીમ ! શું તું અમારા મઅબૂદોની અવગણના કરી રહ્યો છે? સાંભળ ! જો તું (આ કામથી) છેટો ન રહ્યો તો હું તને પથ્થરો વડે મારી નાખીશ, (અને સારૂ એ રહેશે કે ) તું જા એક લાંબા સમયગાળા સુધી મારાથી દૂર જતો રહે.
تفسیرهای عربی:
قَالَ سَلٰمٌ عَلَیْكَ ۚ— سَاَسْتَغْفِرُ لَكَ رَبِّیْ ؕ— اِنَّهٗ كَانَ بِیْ حَفِیًّا ۟
૪૭) ઇબ્રાહીમે જવાબ આપ્યો કે પિતાજી ! સારું તમારા પર સલામતી થાય, હું તો મારા પાલનહાર સામે તમારી માફીની દુઆ કરતો રહીશ તે મારા પર ઘણો જ કૃપાળુ છે.
تفسیرهای عربی:
وَاَعْتَزِلُكُمْ وَمَا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَاَدْعُوْا رَبِّیْ ۖؗ— عَسٰۤی اَلَّاۤ اَكُوْنَ بِدُعَآءِ رَبِّیْ شَقِیًّا ۟
૪૮) હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, અને હું તો ફક્ત મારા પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી, વંચિત નહીં રહું.
تفسیرهای عربی:
فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ۙ— وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— وَكُلًّا جَعَلْنَا نَبِیًّا ۟
૪૯) જ્યારે ઇબ્રાહીમ તે સૌને અને અલ્લાહ સિવાયના તેમના દરેક મઅબૂદોને છોડી જતા રહ્યા, તો અમે તેમને ઇસ્હાક આપ્યા અને (ત્યારબાદ) યાકૂબ પણ આપ્યા. અને બન્નેને પયગંબર બનાવ્યા હતા.
تفسیرهای عربی:
وَوَهَبْنَا لَهُمْ مِّنْ رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِیًّا ۟۠
૫૦) અને અમે તે સૌને પોતાની ખાસ કૃપા આપી હતી અને અમે તેમને સારા નામ વડે પ્રભુત્વ આપ્યું.
تفسیرهای عربی:
وَاذْكُرْ فِی الْكِتٰبِ مُوْسٰۤی ؗ— اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟
૫૧) એવી જ રીતે આ કુરઆનમાં મૂસાના કિસ્સાનું પણ વર્ણન કરો, જે મુખલિસ ,પયગંબર અને નબી હતાં.
تفسیرهای عربی:
وَنَادَیْنٰهُ مِنْ جَانِبِ الطُّوْرِ الْاَیْمَنِ وَقَرَّبْنٰهُ نَجِیًّا ۟
૫૨) અમે તેમને તૂર (પર્વતનું નામ) ની જમણી બાજુથી પોકાર્યા અને ભેદની વાતો જણાવવા તેમને નજીક લાવી દીધા.
تفسیرهای عربی:
وَوَهَبْنَا لَهٗ مِنْ رَّحْمَتِنَاۤ اَخَاهُ هٰرُوْنَ نَبِیًّا ۟
૫૩) અને પોતાની ખાસ કૃપા વડે તેમના ભાઇને નબી બનાવ્યા.
تفسیرهای عربی:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِسْمٰعِیْلَ ؗ— اِنَّهٗ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟ۚ
૫૪) આ કુરઆનમાં ઇસ્માઇલના કિસ્સાનું પણ વર્ણન કરો, તે વચનના ખૂબ જ સાચા અને પયગંબર તથા નબી હતાં.
تفسیرهای عربی:
وَكَانَ یَاْمُرُ اَهْلَهٗ بِالصَّلٰوةِ وَالزَّكٰوةِ ۪— وَكَانَ عِنْدَ رَبِّهٖ مَرْضِیًّا ۟
૫૫) તે પોતાના ઘરવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો આદેશ આપતા હતાં અને પોતાના પાલનહાર પાસે એક પ્રિય ઇન્સાન હતાં.
تفسیرهای عربی:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِدْرِیْسَ ؗ— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟ۗۙ
૫૬) અને આ કિતાબમાં ઇદરિસના કિસ્સાનું પણ વર્ણન કરો, તે પણ સદાચારી પયગંબર હતાં.
تفسیرهای عربی:
وَّرَفَعْنٰهُ مَكَانًا عَلِیًّا ۟
૫૭) અમે તેમને ઊંચા દરજ્જાવાળા બનાવી દીધા હતા.
تفسیرهای عربی:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمْ مِّنَ النَّبِیّٖنَ مِنْ ذُرِّیَّةِ اٰدَمَ ۗ— وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ؗ— وَّمِنْ ذُرِّیَّةِ اِبْرٰهِیْمَ وَاِسْرَآءِیْلَ ؗ— وَمِمَّنْ هَدَیْنَا وَاجْتَبَیْنَا ؕ— اِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُ الرَّحْمٰنِ خَرُّوْا سُجَّدًا وَّبُكِیًّا ۟
૫૮) આ તે પયગંબરો છે, જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી હતા અને તે લોકોના ખાનદાન માંથી છે, જેમને અમે નૂહની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને ઇસ્રાઈલની સંતાન માંથી હતા અને તે લોકો માંથી હતા, જેમને અમે હિદાયત આપી હતી, અને અમારી નિકટતા આપી હતી, જ્યારે તેમની સામે અલ્લાહની આયતો પઢવામાં આવે છે, તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જાય છે.
تفسیرهای عربی:
فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ اَضَاعُوا الصَّلٰوةَ وَاتَّبَعُوا الشَّهَوٰتِ فَسَوْفَ یَلْقَوْنَ غَیًّا ۟ۙ
૫૯) તેમના પછી એવા વિદ્રોહી લોકો નાયબ બન્યા કે તે લોકોએ નમાઝ છોડી દીધી અને પોતાની મનેચ્છાઓ પાછળ પડી ગયા, તેઓ નજીકમાં જ ગુમરાહીના અંજામમાં પડી જશે.
تفسیرهای عربی:
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا یُظْلَمُوْنَ شَیْـًٔا ۟ۙ
૬૦) હા તેમના માંથી જે લોકોએ તૌબા કરી લીધી, ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તો આવા લોકો જન્નતમાં પ્રવેશશે અને તેમનો થોડોક પણ અધિકાર ઝૂંટવી લેવામાં નહીં આવે.
تفسیرهای عربی:
جَنّٰتِ عَدْنِ ١لَّتِیْ وَعَدَ الرَّحْمٰنُ عِبَادَهٗ بِالْغَیْبِ ؕ— اِنَّهٗ كَانَ وَعْدُهٗ مَاْتِیًّا ۟
૬૧) હંમેશાવાળી જન્નતોમાં, જેનું વચન અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને આપી રાખ્યું છે, અને તેને કોઈએ જોઈ નથી, નિ:શંક તેનું વચન પૂરું થઇને જ રહેશે.
تفسیرهای عربی:
لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا اِلَّا سَلٰمًا ؕ— وَلَهُمْ رِزْقُهُمْ فِیْهَا بُكْرَةً وَّعَشِیًّا ۟
૬૨) તે જન્નતમાં તેઓ શાંતિ અને સલામતીની વાત સિવાય બીજી કોઈ નિરર્થક વાત નહિ સાભળે, તેમના ત્યાં સવાર-સાંજ તેમની રોજી મળતી રહેશે.
تفسیرهای عربی:
تِلْكَ الْجَنَّةُ الَّتِیْ نُوْرِثُ مِنْ عِبَادِنَا مَنْ كَانَ تَقِیًّا ۟
૬૩) આ છે તે જન્નત, જેના વારસદાર અમે અમારા બંદાઓ માંથી તેમને બનાવીએ છીએ, જેઓ પરહેજગાર છે.
تفسیرهای عربی:
وَمَا نَتَنَزَّلُ اِلَّا بِاَمْرِ رَبِّكَ ۚ— لَهٗ مَا بَیْنَ اَیْدِیْنَا وَمَا خَلْفَنَا وَمَا بَیْنَ ذٰلِكَ ۚ— وَمَا كَانَ رَبُّكَ نَسِیًّا ۟ۚ
૬૪) અને (હે નબી ! ) (ફરિશ્તાઓ) તમારા પાલનહારના આદેશ વગર ઉતરી નથી શકતા, અમારી આગળ-પાછળ અને તેમની વચ્ચેની સંપૂર્ણ વસ્તુઓ તેની જ માલિકી હેઠળની છે. તમારો પાલનહાર ભૂલી જનાર નથી.
تفسیرهای عربی:
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهٖ ؕ— هَلْ تَعْلَمُ لَهٗ سَمِیًّا ۟۠
૬૫) આકાશો, ધરતી અને જે કંઇ પણ તે બન્ને વચ્ચે છે, સૌનો માલિક તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર અડગ રહો, શું તમારા જ્ઞાનમાં તેના જેવું બીજું નામ તથા તેના જેવો બીજો કોઈ છે ?
تفسیرهای عربی:
وَیَقُوْلُ الْاِنْسَانُ ءَاِذَا مَا مِتُّ لَسَوْفَ اُخْرَجُ حَیًّا ۟
૬૬) માનવી કહે છે કે, જ્યારે હું મૃત્યુ પામીશ તો શું ફરી જીવિત કરી ઉઠાવવામાં આવીશ ?
تفسیرهای عربی:
اَوَلَا یَذْكُرُ الْاِنْسَانُ اَنَّا خَلَقْنٰهُ مِنْ قَبْلُ وَلَمْ یَكُ شَیْـًٔا ۟
૬૭) શું આ માનવી એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેનું સર્જન આ પહેલા કર્યું, જ્યારે તે કંઇ પણ ન હતો.
تفسیرهای عربی:
فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّیٰطِیْنَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِیًّا ۟ۚ
૬૮) તમારા પાલનહારની કસમ! અમે તેમની સાથે શેતાનોને પણ ભેગા કરીશું અને પછી તે સૌને ઘૂંટણે જહન્નમની આસ-પાસ હાજર કરીશું.
تفسیرهای عربی:
ثُمَّ لَنَنْزِعَنَّ مِنْ كُلِّ شِیْعَةٍ اَیُّهُمْ اَشَدُّ عَلَی الرَّحْمٰنِ عِتِیًّا ۟ۚ
૬૯) અમે દરેક જૂથ માંથી તેમને છેટા ઊભા કરી દઇશું, જેઓ અલ્લાહનાં વિરુદ્ધ વધારે વિદ્રોહી હતા.
تفسیرهای عربی:
ثُمَّ لَنَحْنُ اَعْلَمُ بِالَّذِیْنَ هُمْ اَوْلٰی بِهَا صِلِیًّا ۟
૭૦) પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ, જેઓ જહન્નમમાં પ્રવેશ માટે વધારે હક ધરાવે છે.
تفسیرهای عربی:
وَاِنْ مِّنْكُمْ اِلَّا وَارِدُهَا ۚ— كَانَ عَلٰی رَبِّكَ حَتْمًا مَّقْضِیًّا ۟ۚ
૭૧) તમારા માંથી દરેક ત્યાંથી જરૂર પસાર થશે, આ તમારા પાલનહારનો અત્યંત સચોટ નિર્ણય છે.
تفسیرهای عربی:
ثُمَّ نُنَجِّی الَّذِیْنَ اتَّقَوْا وَّنَذَرُ الظّٰلِمِیْنَ فِیْهَا جِثِیًّا ۟
૭૨) પછી અમે પરહેજગારોને બચાવી લઇશું અને જાલિમ લોકોને તેમાં જ ઘૂંટણે પડેલા છોડી દઇશું.
تفسیرهای عربی:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْۤا ۙ— اَیُّ الْفَرِیْقَیْنِ خَیْرٌ مَّقَامًا وَّاَحْسَنُ نَدِیًّا ۟
૭૩) અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કાફિર લોકો મુસલમાનોને કહે છે કે જણાવો, અમારા અને તમારા જૂથ માંથી કોણ પ્રતિષ્ઠિત છે અને કોની સભા ઉત્કૃષ્ટ છે ?
تفسیرهای عربی:
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ هُمْ اَحْسَنُ اَثَاثًا وَّرِﺋْﻴًﺎ ۟
૭૪) અમે તો આ પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી ચૂક્યા છે, જે સામાન તથા ખ્યાતિમાં તેમના કરતા વધારે પ્રખ્યાત હતાં.
تفسیرهای عربی:
قُلْ مَنْ كَانَ فِی الضَّلٰلَةِ فَلْیَمْدُدْ لَهُ الرَّحْمٰنُ مَدًّا ۚ۬— حَتّٰۤی اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ اِمَّا الْعَذَابَ وَاِمَّا السَّاعَةَ ؕ۬— فَسَیَعْلَمُوْنَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَّاَضْعَفُ جُنْدًا ۟
૭૫) તમે તેમને કહી દો, જે વ્યક્તિ ગુમરાહીમાં પડેલો હોય તો અલ્લાહ તેને એક સમય સુધીની મહેતલ આપે છે, જેથી આ લોકો તે વસ્તુ જોઈ લે, જેનું વચન આ લોકોને આપવામાં આવ્યું છે, અર્થાત તે અલ્લાહનો અઝાબ પણ હોઈ શકે છે અથવા કયામતનો દિવસ પણ, તે સમયે તે લોકો જાણી લેશે કે કોનાં જૂથની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ અશક્ત છે ?
تفسیرهای عربی:
وَیَزِیْدُ اللّٰهُ الَّذِیْنَ اهْتَدَوْا هُدًی ؕ— وَالْبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّخَیْرٌ مَّرَدًّا ۟
૭૬) અને જે લોકો સીધા માર્ગ પર ચાલે છે, અલ્લાહ તેમને વધારે હિદાયત આપે છે, અને બાકી રહેવાવાળા સત્કર્મો તમારા પાલનહારની નજીક વળતર રૂપે અને પરિણામ સ્વરૂપે ખૂબ જ ઉત્તમ છે.
تفسیرهای عربی:
اَفَرَءَیْتَ الَّذِیْ كَفَرَ بِاٰیٰتِنَا وَقَالَ لَاُوْتَیَنَّ مَالًا وَّوَلَدًا ۟ؕ
૭૭) શું તમે તેની દશા પણ જોઈ, જેણે અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યું કે મને તો ધન તથા સંતાન જરૂરથી આપવામાં આવશે?
تفسیرهای عربی:
اَطَّلَعَ الْغَیْبَ اَمِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۟ۙ
૭૮) શું તે લોકોને ગેબનું જ્ઞાન જાણે છે ? અથવા અલ્લાહ પાસેથી કોઈ વચન લઇ લીધું છે ?
تفسیرهای عربی:
كَلَّا ؕ— سَنَكْتُبُ مَا یَقُوْلُ وَنَمُدُّ لَهٗ مِنَ الْعَذَابِ مَدًّا ۟ۙ
૭૯) આવું ક્યારેય નહીં થાય, આ જે કંઇ પણ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી રહ્યા છે, અને તેના માટે અઝાબમાં વધારો કરી દઈશું.
تفسیرهای عربی:
وَّنَرِثُهٗ مَا یَقُوْلُ وَیَاْتِیْنَا فَرْدًا ۟
૮૦) અને જે વાતો આ કરી રહ્યો છે, (માલ અને સંતાન) તેના વારસદાર તો અમે જ બનીશું, અને તે એકલો જ અમારી સમક્ષ હાજર થશે.
تفسیرهای عربی:
وَاتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لِّیَكُوْنُوْا لَهُمْ عِزًّا ۟ۙ
૮૧) તેમણે અલ્લાહ સિવાય બીજાને મઅબૂદ બનાવી રાખ્યા છે કે તેઓ તેમના મદદગાર બને.
تفسیرهای عربی:
كَلَّا ؕ— سَیَكْفُرُوْنَ بِعِبَادَتِهِمْ وَیَكُوْنُوْنَ عَلَیْهِمْ ضِدًّا ۟۠
૮૨) પરંતુ આવું ક્યારેય નહીં થાય, તે તો પોતાની ઈબાદતનો જ ઇન્કાર કરી દેશે, પરંતુ તેઓ તો તેમના વિરોધી બની જશે.
تفسیرهای عربی:
اَلَمْ تَرَ اَنَّاۤ اَرْسَلْنَا الشَّیٰطِیْنَ عَلَی الْكٰفِرِیْنَ تَؤُزُّهُمْ اَزًّا ۟ۙ
૮૩) શું તમે જોતા નથી કે અમે કાફિરો પાસે શેતાનોને મોકલી રાખ્યા છે, જેઓ તેમને (સત્ય વિરુદ્ધ) ખૂબ ઉશ્કેરે છે.
تفسیرهای عربی:
فَلَا تَعْجَلْ عَلَیْهِمْ ؕ— اِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا ۟ۚ
૮૪) તમે તેમના પર (અઝાબ માટે) ઉતાવળ ન કરશો, અમે તો પોતે જ તેમના ગણતરીના( દિવસો) ગણી રહ્યા છે.
تفسیرهای عربی:
یَوْمَ نَحْشُرُ الْمُتَّقِیْنَ اِلَی الرَّحْمٰنِ وَفْدًا ۟ۙ
૮૫) જે દિવસે અમે પરહેજગારોને એકઠા કરીશું, જેથી તેઓ રહમાન (અલ્લાહના) મહેમાન બને.
تفسیرهای عربی:
وَّنَسُوْقُ الْمُجْرِمِیْنَ اِلٰی جَهَنَّمَ وِرْدًا ۟ۘ
૮૬) અને પાપીઓને તરસ્યા (જાનવરોની જેમ) જહન્નમ તરફ હાંકી લઇ જઈશું.
تفسیرهای عربی:
لَا یَمْلِكُوْنَ الشَّفَاعَةَ اِلَّا مَنِ اتَّخَذَ عِنْدَ الرَّحْمٰنِ عَهْدًا ۟ۘ
૮૭) તે દિવસે કોઈ કોઈની ભલામણ નહિ કરી શકે , સિવાય તે લોકોના, જેમણે અલ્લાહ તઆલા પાસેથી કોઈ પરવાનગી લઈ લીધી હોય.
تفسیرهای عربی:
وَقَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا ۟ؕ
૮૮) કેટલાક લોકો કહે છે કે અલ્લાહની સંતાન છે.
تفسیرهای عربی:
لَقَدْ جِئْتُمْ شَیْـًٔا اِدًّا ۟ۙ
૮૯) નિ:શંક તમે ખૂબ જ ખરાબ અને અત્યંત ભારે વાત કરી રહ્યા છો.
تفسیرهای عربی:
تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْهُ وَتَنْشَقُّ الْاَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا ۟ۙ
૯૦) નજીક છે કે આ વાતના કારણે આકાશો ફાટી જાય અને ધરતી પણ ફાટી જાય અને પર્વત ચૂરેચૂરા થઇ જાય.
تفسیرهای عربی:
اَنْ دَعَوْا لِلرَّحْمٰنِ وَلَدًا ۟ۚ
૯૧) કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે.
تفسیرهای عربی:
وَمَا یَنْۢبَغِیْ لِلرَّحْمٰنِ اَنْ یَّتَّخِذَ وَلَدًا ۟ؕ
૯૨) જો કે રહમાનની શાન નથી કે તે કોઈને સંતાન બનાવ.
تفسیرهای عربی:
اِنْ كُلُّ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ اِلَّاۤ اٰتِی الرَّحْمٰنِ عَبْدًا ۟ؕ
૯૩) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે દરેક અલ્લાહની સમક્ષ ગુલામ બનીને આવશે.
تفسیرهای عربی:
لَقَدْ اَحْصٰىهُمْ وَعَدَّهُمْ عَدًّا ۟ؕ
૯૪) અલાલાહએ તે દરેક વાતોને ઘેરાવમાં લઇ લીધી છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે.
تفسیرهای عربی:
وَكُلُّهُمْ اٰتِیْهِ یَوْمَ الْقِیٰمَةِ فَرْدًا ۟
૯૫) આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે.
تفسیرهای عربی:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَیَجْعَلُ لَهُمُ الرَّحْمٰنُ وُدًّا ۟
૯૬) નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, નજીકમાં જ અલ્લાહ તઆલા તેમના માટે (લોકોના દિલોમાં) મુહબ્બત ભરી દેશે.
تفسیرهای عربی:
فَاِنَّمَا یَسَّرْنٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِیْنَ وَتُنْذِرَ بِهٖ قَوْمًا لُّدًّا ۟
૯૭) (હે નબી ! ) અમે આ કુરઆનને તમારી ભાષામાં ખૂબ જ સરળ કરી દીધું છે કે તમે તેના દ્વારા પરહેજગારોને ખુશખબર આપી દો અને ઝઘડો કરનારને સચેત કરી દો.
تفسیرهای عربی:
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ ؕ— هَلْ تُحِسُّ مِنْهُمْ مِّنْ اَحَدٍ اَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا ۟۠
૯૮) અમે આ લોકો પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા છે, શું તેમના માંથી એકની પણ આહટ તમે અનુભવો છો ? અથવા તેમના અવાજના ભણકારા પણ તમારા કાનમાં પડે છે ?
تفسیرهای عربی:
 
ترجمهٔ معانی سوره: سوره مريم
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی - لیست ترجمه ها

ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.

بستن