Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat * - Daftar isi terjemahan

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Terjemahan makna Surah: Surah Fuṣṣilat   Ayah:

ફુસ્સિલત

حٰمٓ ۟ۚ
૧. હા-મીમ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Tafsir berbahasa Arab:
تَنْزِیْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِیْمِ ۟ۚ
૨. આ (કુરઆન) અત્યંત દયાળુ અને કૃપાળુ (અલ્લાહ) તરફથી ઉતારવામાં આવ્યું છે.
Tafsir berbahasa Arab:
كِتٰبٌ فُصِّلَتْ اٰیٰتُهٗ قُرْاٰنًا عَرَبِیًّا لِّقَوْمٍ یَّعْلَمُوْنَ ۟ۙ
૩. (એવી) કિતાબ છે, જેની આયતોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, કુરઆન અરબી ભાષામાં છે, તે લોકો માટે, જેઓ ઇલ્મ ધરાવે છે.
Tafsir berbahasa Arab:
بَشِیْرًا وَّنَذِیْرًا ۚ— فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟
૪. ખુશખબરી આપનાર અને સચેત કરનાર છે, તો પણ તેમના ઘણાં લોકોએ મોઢું ફેરવી લીધું અને તેઓ સાંભળતા જ નથી.
Tafsir berbahasa Arab:
وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَیْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْ بَیْنِنَا وَبَیْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ ۟
૫. અને તે લોકોએ કહ્યું, કે તમે જેની તરફ અમને બોલાવી રહ્યા છો, અમારા હૃદય તો તેનાથી પરદામાં છે અને અમારા કાન બહેરા થઇ ગયા છે, અમારી અને તમારી વચ્ચે એક પરદો છે, તમે પોતાનું કામ કરતા રહો, અમે પણ કામ કરનારા છે.
Tafsir berbahasa Arab:
قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِیْمُوْۤا اِلَیْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ— وَوَیْلٌ لِّلْمُشْرِكِیْنَ ۟ۙ
૬. (હે પયગંબર) તમે તેમને કહી દો ! કે હું તો તમારા જેવો જ માનવી છું, મારા પર વહી કરવામાં આવે છે કે તમારા સૌનો ઇલાહ એક અલ્લાહ જ છે, તો તમે તેની તરફ જ ધ્યાન ધરો અને તેની પાસે ગુનાહોની માફી માંગો અને તે મુશરિકો માટે ખરાબી છે.
Tafsir berbahasa Arab:
الَّذِیْنَ لَا یُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ ۟
૭. જે ઝકાત આપતા નાથી અને તેઓ આખિરતનો પણ ઇન્કાર કરે છે.
Tafsir berbahasa Arab:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟۠
૮. નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના માટે એવું વળતર છે, જે ક્યારેય ખતમ નહીં થાય.
Tafsir berbahasa Arab:
قُلْ اَىِٕنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِیْ خَلَقَ الْاَرْضَ فِیْ یَوْمَیْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًا ؕ— ذٰلِكَ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۚ
૯. તમે તેમને કહી દો ! કે શું તમે તે (અલ્લાહ) નો ઇન્કાર કરો છો અને તમે તેના ભાગીદાર ઠેરવો છો, જેણે બે દિવસમાં ધરતીનું સર્જન કર્યું, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર તે જ છે.
Tafsir berbahasa Arab:
وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِیْهَا وَقَدَّرَ فِیْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَیَّامٍ ؕ— سَوَآءً لِّلسَّآىِٕلِیْنَ ۟
૧૦. અને તેણે ધરતી પર ઉપરથી પર્વતો ઠોસી દીધા અને તેમાં બરકત મૂકી અને તેમાં ઊપજોની વ્યવસ્થા પણ કરી દીધી, (ફક્ત) ચાર દિવસમાં, આ ધરતી દરેક જરૂરતમંદો માટે સરખી છે.
Tafsir berbahasa Arab:
ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ وَهِیَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِیَا طَوْعًا اَوْ كَرْهًا ؕ— قَالَتَاۤ اَتَیْنَا طَآىِٕعِیْنَ ۟
૧૧. પછી આકાશ તરફ ધ્યાન આપ્યું, તે સમયે તે ધુમાડા જેવું હતું, બસ ! તેને અને ધરતીને આદેશ આપ્યો, અસ્તિત્વમાં આવી જાવ, તમારી ઈચ્છા હોય કે ન હોય, બન્નેએ કહ્યું કે અમે રાજી-ખુશીથી હાજર છે.
Tafsir berbahasa Arab:
فَقَضٰىهُنَّ سَبْعَ سَمٰوَاتٍ فِیْ یَوْمَیْنِ وَاَوْحٰی فِیْ كُلِّ سَمَآءٍ اَمْرَهَا وَزَیَّنَّا السَّمَآءَ الدُّنْیَا بِمَصَابِیْحَ ۖۗ— وَحِفْظًا ؕ— ذٰلِكَ تَقْدِیْرُ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟
૧૨. બસ ! બે દિવસમાં સાત આકાશ બનાવી દીધા અને દરેક આકાશમાં તેના પ્રમાણે યોગ્ય આદેશની વહી મોકલી અને અમે દુનિયાના આકાશને તારાઓ વડે શણગાર્યું અને તેમના દ્વારા હિફાજત કરવાનું કામ લીધું, આ બનાવટ વિજયી, જ્ઞાનવાળા અલ્લાહની છે.
Tafsir berbahasa Arab:
فَاِنْ اَعْرَضُوْا فَقُلْ اَنْذَرْتُكُمْ صٰعِقَةً مِّثْلَ صٰعِقَةِ عَادٍ وَّثَمُوْدَ ۟ؕ
૧૩. હજુ પણ આ લોકો ઇન્કાર કરતા હોય, તો તમે કહી દો ! કે હું તમને તે સખત (આકાશના અઝાબ) થી સચેત કરું છું, જે આદ અને ષમૂદના લોકો જેવો સખત હશે.
Tafsir berbahasa Arab:
اِذْ جَآءَتْهُمُ الرُّسُلُ مِنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— قَالُوْا لَوْ شَآءَ رَبُّنَا لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً فَاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
૧૪. તેમની પાસે જ્યારે તેમની આજુબાજુથી પયગંબરો આવ્યા, (અને કહ્યું) કે તમે અલ્લાહ સિવાય કોઇની બંદગી ન કરો, તો તેમણે જવાબ આપ્યો કે જો અમારો પાલનહાર (અમારી હિદાયત) ઇચ્છતો તો ફરિશ્તાઓને મોકલતો, અમે તો તમારી પયગંબરીનો ઇન્કાર કરીએ છીએ.
Tafsir berbahasa Arab:
فَاَمَّا عَادٌ فَاسْتَكْبَرُوْا فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَقَالُوْا مَنْ اَشَدُّ مِنَّا قُوَّةً ؕ— اَوَلَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَهُمْ هُوَ اَشَدُّ مِنْهُمْ قُوَّةً ؕ— وَكَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟
૧૫. હવે આદના લોકો કારણ વગર ધરતીમાં વિદ્રોહ ફેલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે અમારા કરતા વધારે શક્તિશાળી કોણ છે ? શું તે લોકોએ ન જોયું કે જેણે તેમનું સર્જન કર્યું છે, તે તેમના કરતા વધારે શક્તિશાળી છે, તે અમારી આયતોનો ઇન્કાર કરતા રહ્યા.
Tafsir berbahasa Arab:
فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا صَرْصَرًا فِیْۤ اَیَّامٍ نَّحِسَاتٍ لِّنُذِیْقَهُمْ عَذَابَ الْخِزْیِ فِی الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَخْزٰی وَهُمْ لَا یُنْصَرُوْنَ ۟
૧૬. છેવટે અમે તેમના પર એક સખત વાવાઝોડું એક અશુભ દિવસમાં મોકલ્યું, કે તેમને દુનિયાના જીવનમાં અપમાનજનક અઝાબનો સ્વાદ ચખાડે અને નિ:શંક આખિરતનો અઝાબ તેના કરતા વધારે અપમાનજનક છે અને તેમની મદદ કરવામાં નહીં આવે.
Tafsir berbahasa Arab:
وَاَمَّا ثَمُوْدُ فَهَدَیْنٰهُمْ فَاسْتَحَبُّوا الْعَمٰی عَلَی الْهُدٰی فَاَخَذَتْهُمْ صٰعِقَةُ الْعَذَابِ الْهُوْنِ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟ۚ
૧૭. હવે ષમૂદના લોકો, તો અમે તેમને પણ માર્ગદર્શન આપ્યું, તો પણ તે લોકોએ સત્ય માર્ગ પર આંધળાપણાને પ્રાથમિકતા આપી, જેના કારણે અપમાનજનક અઝાબ કડાકાએ તેમના કૃત્યોના કારણે પકડી લીધા.
Tafsir berbahasa Arab:
وَنَجَّیْنَا الَّذِیْنَ اٰمَنُوْا وَكَانُوْا یَتَّقُوْنَ ۟۠
૧૮. અને (હાં) ઈમાનવાળા અને ડરવાવાળાઓને અમે બચાવી લીધા.
Tafsir berbahasa Arab:
وَیَوْمَ یُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَی النَّارِ فَهُمْ یُوْزَعُوْنَ ۟
૧૯. અને જે દિવસે અલ્લાહના દુશ્મન જહન્નમ તરફ લાવવામાં આવશે અને તેમને ભેગા કરી દેવામાં આવશે.
Tafsir berbahasa Arab:
حَتّٰۤی اِذَا مَا جَآءُوْهَا شَهِدَ عَلَیْهِمْ سَمْعُهُمْ وَاَبْصَارُهُمْ وَجُلُوْدُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
૨૦. ત્યાં સુધી કે જ્યારે જહન્નમની ખૂબ જ નજીક આવી જશે, તેમના પર તેમના કાન અને તેમની આંખો અને તેમની ચામડીઓ, તેમના કર્મોની સાક્ષી આપશે.
Tafsir berbahasa Arab:
وَقَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَیْنَا ؕ— قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِیْۤ اَنْطَقَ كُلَّ شَیْءٍ وَّهُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
૨૧. તેઓ પોતાની ચામડીઓને કહેશે કે તમે અમારી વિરુદ્ધ સાક્ષી કેમ આપી, તે જવાબ આપશે કે અમને તે અલ્લાહએ બોલવાની શક્તિ આપી, જેણે દરેક વસ્તુને બોલવાની શક્તિ આપી છે, તેણે જ તમારું સર્જન પ્રથમ વખત કર્યું અને તેની જ તરફ તમે પાછા ફેરવવામાં આવશો.
Tafsir berbahasa Arab:
وَمَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ یَّشْهَدَ عَلَیْكُمْ سَمْعُكُمْ وَلَاۤ اَبْصَارُكُمْ وَلَا جُلُوْدُكُمْ وَلٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا یَعْلَمُ كَثِیْرًا مِّمَّا تَعْمَلُوْنَ ۟
૨૨. અને તમે (પોતાના ખરાબ કૃત્યો) એટલા માટે છુપાવતા ન હતા કે તમારા માટે તમારા કાન, આંખો અને તમારી ચામડીઓ સાક્ષી આપશે, હાં, તમે એવું સમજતા હતા કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તેમાંથી ઘણા કાર્યો વિશે અલ્લાહ અજાણ છે.
Tafsir berbahasa Arab:
وَذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِیْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰىكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ ۟
૨૩. તમારા આ ખોટા અનુમાને તમને નષ્ટ કરી દીધા, જે તમે પોતાના પાલનહાર અંગે કરતા હતા, છેવટે તમે નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ ગયા.
Tafsir berbahasa Arab:
فَاِنْ یَّصْبِرُوْا فَالنَّارُ مَثْوًی لَّهُمْ ؕ— وَاِنْ یَّسْتَعْتِبُوْا فَمَا هُمْ مِّنَ الْمُعْتَبِیْنَ ۟
૨૪. હવે જો આ લોકો ધીરજ રાખે, (અથવા ન રાખે) તો પણ તેમનું ઠેકાણું જહન્નમ જ છે અને જો આ લોકો માફી ઇચ્છતા હોય તો પણ તેમને માફ કરવામાં નહીં આવે.
Tafsir berbahasa Arab:
وَقَیَّضْنَا لَهُمْ قُرَنَآءَ فَزَیَّنُوْا لَهُمْ مَّا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَیْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۚ— اِنَّهُمْ كَانُوْا خٰسِرِیْنَ ۟۠
૨૫. અને અમે કેટલાક લોકોને તેમની નિકટ રાખ્યા હતા, જેમણે તેમના આગળ-પાછળના કાર્યો, તેમની સામે સુંદર બનાવી રાખ્યા હતા અને તેમના માટે પણ અલ્લાહનો તે નિર્ણય લાગુ થઇ ગયો, જે નિર્ણય તેમના કરતા પહેલાના લોકો માટે થઇ ગયો હતો , જે જિન્નાતો અને મનુષ્ય માટે હતો, નિ:શંક તેઓ નુકસાન ઉઠાવનારા હતા.
Tafsir berbahasa Arab:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَسْمَعُوْا لِهٰذَا الْقُرْاٰنِ وَالْغَوْا فِیْهِ لَعَلَّكُمْ تَغْلِبُوْنَ ۟
૨૬. અને કાફિર (એકબીજાને) કહે છે કે આ કુરઆનને સાંભળો જ નહીં, (તેનું વાંચન કરતી વખતે) નકામી વાતો વધારે કરો, કદાચ કે તમે પ્રભુત્વ મેળવો.
Tafsir berbahasa Arab:
فَلَنُذِیْقَنَّ الَّذِیْنَ كَفَرُوْا عَذَابًا شَدِیْدًا وَّلَنَجْزِیَنَّهُمْ اَسْوَاَ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟
૨૭. બસ ! ખરેખર અમે તે કાફીરોને સખત અઝાબનો સ્વાદ ચખાડીશું અને તેમને તેમના દુષ્કર્મોનો બદલો જરૂર આપીશું.
Tafsir berbahasa Arab:
ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ ۚ— لَهُمْ فِیْهَا دَارُ الْخُلْدِ ؕ— جَزَآءً بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟
૨૮. અલ્લાહના દુશ્મનોની સજા આ જહન્નમની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે, (આ) બદલો છે, અમારી આયતોનો ઇન્કાર કરવાનો.
Tafsir berbahasa Arab:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا رَبَّنَاۤ اَرِنَا الَّذَیْنِ اَضَلّٰنَا مِنَ الْجِنِّ وَالْاِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ اَقْدَامِنَا لِیَكُوْنَا مِنَ الْاَسْفَلِیْنَ ۟
૨૯. અને (કયામતના દિવસે) કાફિરો કહેશે કે હે અમારા પાલનહાર ! અમને જિન્નાતો અને મનુષ્યો (તે બન્ને જૂથ) બતાવ, જેમણે અમને ગુમરાહ કર્યા, અમે તે લોકોને અમારા પગ નીચે કચડી નાંખીએ, જેથી તેઓ જહન્નમમાં સૌથી નીચે થઇ જાય.
Tafsir berbahasa Arab:
اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا تَتَنَزَّلُ عَلَیْهِمُ الْمَلٰٓىِٕكَةُ اَلَّا تَخَافُوْا وَلَا تَحْزَنُوْا وَاَبْشِرُوْا بِالْجَنَّةِ الَّتِیْ كُنْتُمْ تُوْعَدُوْنَ ۟
૩૦. નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી તેના પર જ અડગ રહ્યા, તેમની પાસે ફરિશ્તાઓ આવે છે, અને કહે છે કે તમે ડરો નહીં અને નિરાશ ન થાવ, (પરંતુ) તે જન્નતની ખુશખબરી સાંભળી લો, જેનું વચન તમને આપવામાં આવ્યું છે.
Tafsir berbahasa Arab:
نَحْنُ اَوْلِیٰٓؤُكُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَفِی الْاٰخِرَةِ ۚ— وَلَكُمْ فِیْهَا مَا تَشْتَهِیْۤ اَنْفُسُكُمْ وَلَكُمْ فِیْهَا مَا تَدَّعُوْنَ ۟ؕ
૩૧. અમે તમારા દુનિયાના જીવનમાં પણ મિત્ર છે અને આખિરતમાં પણ રહીશું, જે તમે ઇચ્છશો, બધું તમારા માટે (જન્નતમાં હાજર) હશે.
Tafsir berbahasa Arab:
نُزُلًا مِّنْ غَفُوْرٍ رَّحِیْمٍ ۟۠
૩૨. ક્ષમાશીલ, કૃપાળુ (અલ્લાહ) તરફથી, આ બધું મહેમાન નવાજી માટે હશે.
Tafsir berbahasa Arab:
وَمَنْ اَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَاۤ اِلَی اللّٰهِ وَعَمِلَ صَالِحًا وَّقَالَ اِنَّنِیْ مِنَ الْمُسْلِمِیْنَ ۟
૩૩. અને તેના કરતાં વધારે ઉત્તમ વાત કોની હોઇ શકે છે, જે અલ્લાહ તરફ બોલાવે અને સત્કાર્યો કરે અને કહે, કે ખરેખર હું મુસલમાનો માંથી છું.
Tafsir berbahasa Arab:
وَلَا تَسْتَوِی الْحَسَنَةُ وَلَا السَّیِّئَةُ ؕ— اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ فَاِذَا الَّذِیْ بَیْنَكَ وَبَیْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِیٌّ حَمِیْمٌ ۟
૩૪. (હે નબી ! ) સત્કાર્ય અને દુષ્કર્મ સરખા નથી, તમે બૂરાઈને ભલાઇ વડે દૂર કરો, પછી તેઓ, જેમની સાથે તમારી દુશ્મની છે, એવા થઇ જશે, જેવા કે ખાસ મિત્ર હોય.
Tafsir berbahasa Arab:
وَمَا یُلَقّٰىهَاۤ اِلَّا الَّذِیْنَ صَبَرُوْا ۚ— وَمَا یُلَقّٰىهَاۤ اِلَّا ذُوْ حَظٍّ عَظِیْمٍ ۟
૩૫. અને આ વાત ફક્ત તે લોકોને જ પ્રાપ્ત થાય છે, જેઓ સબર કરે છે અને આ વાત તેને જ મળે છે, જે ખૂબ ભાગ્યશાળી હોય.
Tafsir berbahasa Arab:
وَاِمَّا یَنْزَغَنَّكَ مِنَ الشَّیْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
૩૬. અને જો શેતાન તરફથી કોઇ વસવસો (ઉશ્કેરણી) અનુભવો, તો અલ્લાહનું શરણ માંગી લો, તે ખૂબ જ સાંભળવાવાળો અને જોવાવાળો છે.
Tafsir berbahasa Arab:
وَمِنْ اٰیٰتِهِ الَّیْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ؕ— لَا تَسْجُدُوْا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوْا لِلّٰهِ الَّذِیْ خَلَقَهُنَّ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ ۟
૩૭. દિવસ-રાત અને સૂર્ય-ચંદ્ર (તેની જ) નિશાનીઓ માંથી છે, તમે સૂર્યને સિજદો ન કરો અને ન તો ચંદ્રને, પરંતુ સિજદો તે અલ્લાહ માટે કરો, જેણે તે સૌનું સર્જન કર્યું, જો તમારે તેની જ બંદગી કરવી હોય તો.
Tafsir berbahasa Arab:
فَاِنِ اسْتَكْبَرُوْا فَالَّذِیْنَ عِنْدَ رَبِّكَ یُسَبِّحُوْنَ لَهٗ بِالَّیْلِ وَالنَّهَارِ وَهُمْ لَا یَسْـَٔمُوْنَ ۟
૩૮. તો પણ તે લોકો ઘમંડ કરે, તો તે (ફરિશ્તાઓ), જેઓ તમારા પાલનહારની નજીક છે, તે તો રાત-દિવસ તેની તસ્બીહનું વર્ણન કરી રહ્યા છે અને કોઇ પણ સમયે કંટાળતા નથી.
Tafsir berbahasa Arab:
وَمِنْ اٰیٰتِهٖۤ اَنَّكَ تَرَی الْاَرْضَ خَاشِعَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ ؕ— اِنَّ الَّذِیْۤ اَحْیَاهَا لَمُحْیِ الْمَوْتٰی ؕ— اِنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
૩૯. તે અલ્લાહની નિશાનીઓ માંથી એ પણ છે કે તમે ધરતીને ઉજ્જડ જુઓ છો, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે લીલીછમ થઇ ઉભરાવા લાગે છે, જેણે તેને જીવિત કરી, તે જ નિશ્ચિતપણે મૃતકોને પણ જીવિત કરવાવાળો છે, નિ:શંક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Tafsir berbahasa Arab:
اِنَّ الَّذِیْنَ یُلْحِدُوْنَ فِیْۤ اٰیٰتِنَا لَا یَخْفَوْنَ عَلَیْنَا ؕ— اَفَمَنْ یُّلْقٰی فِی النَّارِ خَیْرٌ اَمْ مَّنْ یَّاْتِیْۤ اٰمِنًا یَّوْمَ الْقِیٰمَةِ ؕ— اِعْمَلُوْا مَا شِئْتُمْ ۙ— اِنَّهٗ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
૪૦. નિ:શંક જે લોકો અમારી આયતોમાં ખામી શોધે છે, તે અમારાથી છૂપું નથી, (જણાવો તો) જે આગમાં નાંખવામાં આવે તે સારો છે અથવા તે જે શાંતિપૂર્વક કયામતના દિવસે આવે ? તમે જે ઇચ્છો, કરતા રહો, તે તમારી દરેક કરણીને જોઇ રહ્યો છે.
Tafsir berbahasa Arab:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِالذِّكْرِ لَمَّا جَآءَهُمْ ۚ— وَاِنَّهٗ لَكِتٰبٌ عَزِیْزٌ ۟ۙ
૪૧. જે લોકોએ પોતાની પાસે કુરઆન આવી ગયા પછી તેનો ઇન્કાર કર્યો, (તે પણ અમારાથી છૂપું નથી) આ ખૂબ જ પ્રતિષ્ઠિત કિતાબ છે.
Tafsir berbahasa Arab:
لَّا یَاْتِیْهِ الْبَاطِلُ مِنْ بَیْنِ یَدَیْهِ وَلَا مِنْ خَلْفِهٖ ؕ— تَنْزِیْلٌ مِّنْ حَكِیْمٍ حَمِیْدٍ ۟
૪૨. જેની પાસે અસત્ય ભટકી પણ નથી શકતું, તેની આગળથી, ન તો તેની પાછળથી, આ કિતાબ હિકમતવાળા અને ગુણોવાળા અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે.
Tafsir berbahasa Arab:
مَا یُقَالُ لَكَ اِلَّا مَا قَدْ قِیْلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ؕ— اِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ وَّذُوْ عِقَابٍ اَلِیْمٍ ۟
૪૩. (હે પયગંબર) તમને તે જ કહેવામાં આવે છે, જે તમારા કરતા પહેલાના પયગંબરોને કહેવામાં આવ્યું, નિ:શંક તમારો પાલનહાર માફ કરવાવાળો પણ છે અને દુ:ખદાયી અઝાબ આપનાર પણ છે.
Tafsir berbahasa Arab:
وَلَوْ جَعَلْنٰهُ قُرْاٰنًا اَعْجَمِیًّا لَّقَالُوْا لَوْلَا فُصِّلَتْ اٰیٰتُهٗ ؕ— ءَاَؔعْجَمِیٌّ وَّعَرَبِیٌّ ؕ— قُلْ هُوَ لِلَّذِیْنَ اٰمَنُوْا هُدًی وَّشِفَآءٌ ؕ— وَالَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرٌ وَّهُوَ عَلَیْهِمْ عَمًی ؕ— اُولٰٓىِٕكَ یُنَادَوْنَ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟۠
૪૪. અને જો અમે આ કુરઆન ગેર અરબી ભાષામાં ઉતારતા, તો કાફિરો કહેતા કે આની આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં કેમ નથી આવી ? આ શું, કિતાબ ગેર અરબી અને પયગંબર અરબના ? તમે તેમને કહી દો ! કે આ તો ઈમાનવાળાઓ માટે હિદાયત અને રોગ-નિવારણનું કારણ છે અને જેઓ ઈમાન નથી લાવતા તેમના માટે કાનમાં ભાર અને આંખમાં અંધકાર છે, આ તે લોકો છે, જેઓને દૂરથી પોકારવામાં આવે છે.
Tafsir berbahasa Arab:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ فَاخْتُلِفَ فِیْهِ ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ وَاِنَّهُمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِیْبٍ ۟
૪૫. અમે મૂસાને કિતાબ આપી હતી, તેમાં પણ વિવાદ કર્યો અને જો (તે) વાત ન હોત, (જે) તમારા પાલનહાર તરફથી પહેલાથી જ નક્કી થઇ ગઇ છે, તો તેમની વચ્ચે નિર્ણય થઇ ગયો હોત, આ લોકો તો તેના વિશે અત્યંત વ્યાકુળતાભરી શંકામાં છે.
Tafsir berbahasa Arab:
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ اَسَآءَ فَعَلَیْهَا ؕ— وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟
૪૬. જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેનો ફાયદો તેને જ પહોચશે અને જે દુષ્કર્મ કરશે તેની આફત પણ તેના પર જ છે અને તમારો પાલનહાર બંદાઓ પર ઝુલ્મ કરવાવાળો નથી.
Tafsir berbahasa Arab:
اِلَیْهِ یُرَدُّ عِلْمُ السَّاعَةِ ؕ— وَمَا تَخْرُجُ مِنْ ثَمَرٰتٍ مِّنْ اَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ اُ وَلَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖ ؕ— وَیَوْمَ یُنَادِیْهِمْ اَیْنَ شُرَكَآءِیْ ۙ— قَالُوْۤا اٰذَنّٰكَ ۙ— مَا مِنَّا مِنْ شَهِیْدٍ ۟ۚ
૪૭. કયામતનું જ્ઞાન અલ્લાહ તરફ જ કરી દેવામાં આવે છે અને જે-જે ફળ પોતાની કળીઓ માંથી નીકળે છે અને જે માદા ગર્ભવતી હોય છે અને જે બાળકને જન્મ આપે છે, બધું જ તે જાણે છે અને જે દિવસે અલ્લાહ તઆલા તે લોકોને બોલાવીને પ્રશ્ન કરશે, મારા ભાગીદારો ક્યાં છે ? તેઓ જવાબ આપશે કે અમે તો તમને કહ્યું કે અમારા માંથી કોઇ આની સાક્ષી આપનાર નથી.
Tafsir berbahasa Arab:
وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَدْعُوْنَ مِنْ قَبْلُ وَظَنُّوْا مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ ۟
૪૮. અને આ લોકો જેની બંદગી આ પહેલા કરતા હતા, તે તેમની નજરથી દૂર થઇ જશે અને તે લોકો સમજી જશે કે હવે તેમના માટે કોઇ છુટકારો નથી.
Tafsir berbahasa Arab:
لَا یَسْـَٔمُ الْاِنْسَانُ مِنْ دُعَآءِ الْخَیْرِ ؗ— وَاِنْ مَّسَّهُ الشَّرُّ فَیَـُٔوْسٌ قَنُوْطٌ ۟
૪૯. ભલાઇ માંગવાથી માનવી થાકતો નથી, તેને કોઇ તકલીફ પહોંચે છે તો નિરાશ અને નાસીપાસ થાય છે.
Tafsir berbahasa Arab:
وَلَىِٕنْ اَذَقْنٰهُ رَحْمَةً مِّنَّا مِنْ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُ لَیَقُوْلَنَّ هٰذَا لِیْ ۙ— وَمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآىِٕمَةً ۙ— وَّلَىِٕنْ رُّجِعْتُ اِلٰی رَبِّیْۤ اِنَّ لِیْ عِنْدَهٗ لَلْحُسْنٰی ۚ— فَلَنُنَبِّئَنَّ الَّذِیْنَ كَفَرُوْا بِمَا عَمِلُوْا ؗ— وَلَنُذِیْقَنَّهُمْ مِّنْ عَذَابٍ غَلِیْظٍ ۟
૫૦. અને જે મુસીબત તેની પાસે આવી ગઇ છે, ત્યાર પછી જો અમે તેને કોઇ કૃપાનો સ્વાદ ચખાડીએ, તો તે કહે છે કે આ મારો અધિકાર હતો અને હું વિચારી નથી શકતો કે કયામત આવશે. અને જો હું મારા પાલનહાર પાસે પાછો ગયો તો પણ ખરેખર મારા માટે તેની પાસે શ્રેષ્ઠતા છે, નિ:શંક અમે તે કાફિરોને તેમના કાર્યો વિશે જાણકારી આપીશું અને તેમને સખત અઝાબનો સ્વાદ ચખાડીશું.
Tafsir berbahasa Arab:
وَاِذَاۤ اَنْعَمْنَا عَلَی الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖ ۚ— وَاِذَا مَسَّهُ الشَّرُّ فَذُوْ دُعَآءٍ عَرِیْضٍ ۟
૫૧. અને જ્યારે અમે મનુષ્ય પર અમારી કૃપા કરીએ છીએ, તો તે મોઢું ફેરવી લે છે અને અળગો રહે છે અને જ્યારે તેના પર મુસીબત આવે છે, તો ખૂબ જ મોટી મોટી દુઆઓ કરવા લાગે છે.
Tafsir berbahasa Arab:
قُلْ اَرَءَیْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ ثُمَّ كَفَرْتُمْ بِهٖ مَنْ اَضَلُّ مِمَّنْ هُوَ فِیْ شِقَاقٍ بَعِیْدٍ ۟
૫૨. (હે પયગંબર) તમે આ કાફિરોને પૂછો કે જો આ કુરઆન અલ્લાહ તરફથી આવ્યું હોય, પછી તમે તેનો ઇન્કાર કર્યો, બસ ! તેના કરતા વધારે ગુમરાહ કોણ હોઇ શકે છે, જે વિવાદમાં દૂર જતો રહ્યો હોય.
Tafsir berbahasa Arab:
سَنُرِیْهِمْ اٰیٰتِنَا فِی الْاٰفَاقِ وَفِیْۤ اَنْفُسِهِمْ حَتّٰی یَتَبَیَّنَ لَهُمْ اَنَّهُ الْحَقُّ ؕ— اَوَلَمْ یَكْفِ بِرَبِّكَ اَنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟
૫૩. નજીક માંજ અમે તેને પોતાની નિશાનીઓ બાહ્ય જગતમાં પણ બતાવીશું અને તેમની પોતાની અંદર પણ, ત્યાં સુધી કે સ્પષ્ટ થઇ જાય કે આ કુરઆન સાચું જ છે, શું તમારા પાલનહારનું દરેક વસ્તુને જાણવું અને ખબર રાખવી પૂરતું નથી ?
Tafsir berbahasa Arab:
اَلَاۤ اِنَّهُمْ فِیْ مِرْیَةٍ مِّنْ لِّقَآءِ رَبِّهِمْ ؕ— اَلَاۤ اِنَّهٗ بِكُلِّ شَیْءٍ مُّحِیْطٌ ۟۠
૫૪. નિ:શંક આ લોકો પોતાના પાલનહારની સમક્ષ હાજર થવામાં શંકા કરે છે, યાદ રાખો ! અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને પોતાના ઘેરાવમાં લઇ રાખી છે.
Tafsir berbahasa Arab:
 
Terjemahan makna Surah: Surah Fuṣṣilat
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Daftar isi terjemahan

Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Gujarat oleh Rabella Al-'Umari. Ketua Pusat Riset Islam dan Pendidikan - Naidiyat Gujarat - Diedarkan oleh Yayasan Al-Birr - Mumbay 2017.

Tutup