Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati * - Indice Traduzioni

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduzione dei significati Sura: Al-Mutaffifîn   Versetto:

અલ્ મુતફ્ફીન

وَیْلٌ لِّلْمُطَفِّفِیْنَ ۟ۙ
૧) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
Esegesi in lingua araba:
الَّذِیْنَ اِذَا اكْتَالُوْا عَلَی النَّاسِ یَسْتَوْفُوْنَ ۟ؗۖ
૨) આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.
Esegesi in lingua araba:
وَاِذَا كَالُوْهُمْ اَوْ وَّزَنُوْهُمْ یُخْسِرُوْنَ ۟ؕ
૩) અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.
Esegesi in lingua araba:
اَلَا یَظُنُّ اُولٰٓىِٕكَ اَنَّهُمْ مَّبْعُوْثُوْنَ ۟ۙ
૪) શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.
Esegesi in lingua araba:
لِیَوْمٍ عَظِیْمٍ ۟ۙ
૫) તે મહાન દિવસ માટે.
Esegesi in lingua araba:
یَّوْمَ یَقُوْمُ النَّاسُ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
૬) જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.
Esegesi in lingua araba:
كَلَّاۤ اِنَّ كِتٰبَ الْفُجَّارِ لَفِیْ سِجِّیْنٍ ۟ؕ
૭) કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
Esegesi in lingua araba:
وَمَاۤ اَدْرٰىكَ مَا سِجِّیْنٌ ۟ؕ
૮) તમને શું ખબર કે સિજ્જીન શું છે ?
Esegesi in lingua araba:
كِتٰبٌ مَّرْقُوْمٌ ۟ؕ
૯) (આ તો) એક લખેલી કિતાબ છે,
Esegesi in lingua araba:
وَیْلٌ یَّوْمَىِٕذٍ لِّلْمُكَذِّبِیْنَ ۟ۙ
૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
Esegesi in lingua araba:
الَّذِیْنَ یُكَذِّبُوْنَ بِیَوْمِ الدِّیْنِ ۟ؕ
૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
Esegesi in lingua araba:
وَمَا یُكَذِّبُ بِهٖۤ اِلَّا كُلُّ مُعْتَدٍ اَثِیْمٍ ۟ۙ
૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય.
Esegesi in lingua araba:
اِذَا تُتْلٰی عَلَیْهِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟ؕ
૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
Esegesi in lingua araba:
كَلَّا بَلْ ٚ— رَانَ عَلٰی قُلُوْبِهِمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟
૧૪) કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે.
Esegesi in lingua araba:
كَلَّاۤ اِنَّهُمْ عَنْ رَّبِّهِمْ یَوْمَىِٕذٍ لَّمَحْجُوْبُوْنَ ۟ؕ
૧૫) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે.
Esegesi in lingua araba:
ثُمَّ اِنَّهُمْ لَصَالُوا الْجَحِیْمِ ۟ؕ
૧૬) ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.
Esegesi in lingua araba:
ثُمَّ یُقَالُ هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ ۟ؕ
૧૭) પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.
Esegesi in lingua araba:
كَلَّاۤ اِنَّ كِتٰبَ الْاَبْرَارِ لَفِیْ عِلِّیِّیْنَ ۟ؕ
૧૮) કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
Esegesi in lingua araba:
وَمَاۤ اَدْرٰىكَ مَا عِلِّیُّوْنَ ۟ؕ
૧૯) તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?
Esegesi in lingua araba:
كِتٰبٌ مَّرْقُوْمٌ ۟ۙ
૨૦) (તે તો) એક લેખિત પુસ્તક છે.
Esegesi in lingua araba:
یَّشْهَدُهُ الْمُقَرَّبُوْنَ ۟ؕ
૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
Esegesi in lingua araba:
اِنَّ الْاَبْرَارَ لَفِیْ نَعِیْمٍ ۟ۙ
૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે.
Esegesi in lingua araba:
عَلَی الْاَرَآىِٕكِ یَنْظُرُوْنَ ۟ۙ
૨૩) ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.
Esegesi in lingua araba:
تَعْرِفُ فِیْ وُجُوْهِهِمْ نَضْرَةَ النَّعِیْمِ ۟ۚ
૨૪) તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.
Esegesi in lingua araba:
یُسْقَوْنَ مِنْ رَّحِیْقٍ مَّخْتُوْمٍ ۟ۙ
૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
Esegesi in lingua araba:
خِتٰمُهٗ مِسْكٌ ؕ— وَفِیْ ذٰلِكَ فَلْیَتَنَافَسِ الْمُتَنٰفِسُوْنَ ۟ؕ
૨૬) જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.
Esegesi in lingua araba:
وَمِزَاجُهٗ مِنْ تَسْنِیْمٍ ۟ۙ
૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.
Esegesi in lingua araba:
عَیْنًا یَّشْرَبُ بِهَا الْمُقَرَّبُوْنَ ۟ؕ
૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.
Esegesi in lingua araba:
اِنَّ الَّذِیْنَ اَجْرَمُوْا كَانُوْا مِنَ الَّذِیْنَ اٰمَنُوْا یَضْحَكُوْنَ ۟ؗۖ
૨૯) અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.
Esegesi in lingua araba:
وَاِذَا مَرُّوْا بِهِمْ یَتَغَامَزُوْنَ ۟ؗۖ
૩૦) અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
Esegesi in lingua araba:
وَاِذَا انْقَلَبُوْۤا اِلٰۤی اَهْلِهِمُ انْقَلَبُوْا فَكِهِیْنَ ۟ؗۖ
૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.
Esegesi in lingua araba:
وَاِذَا رَاَوْهُمْ قَالُوْۤا اِنَّ هٰۤؤُلَآءِ لَضَآلُّوْنَ ۟ۙ
૩૨) અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.
Esegesi in lingua araba:
وَمَاۤ اُرْسِلُوْا عَلَیْهِمْ حٰفِظِیْنَ ۟ؕ
૩૩) જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.
Esegesi in lingua araba:
فَالْیَوْمَ الَّذِیْنَ اٰمَنُوْا مِنَ الْكُفَّارِ یَضْحَكُوْنَ ۟ۙ
૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.
Esegesi in lingua araba:
عَلَی الْاَرَآىِٕكِ ۙ— یَنْظُرُوْنَ ۟ؕ
૩૫) ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે.
Esegesi in lingua araba:
هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوْا یَفْعَلُوْنَ ۟۠
૩૬) કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.
Esegesi in lingua araba:
 
Traduzione dei significati Sura: Al-Mutaffifîn
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati - Indice Traduzioni

Traduzione dei significati del Nobile Corano in gujrati, a cura di Rabella Al-Omari, Presidente del Center for Islamic Research and Education - Nadad Gujarat, edita da Al-Birr Foundation - Mumbai 2017

Chiudi