Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഗുജറാതീ വിവർത്തനം - റാബേലാ ഉമരി * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ   ആയത്ത്:
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ جَاعِلٌ فِی الْاَرْضِ خَلِیْفَةً ؕ— قَالُوْۤا اَتَجْعَلُ فِیْهَا مَنْ یُّفْسِدُ فِیْهَا وَیَسْفِكُ الدِّمَآءَ ۚ— وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ؕ— قَالَ اِنِّیْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ۟
૩૦. અને (હે પયગંબર! તે સમયની વાત સાંભળો!) જ્યારે, તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર એક ખલીફા (નાયબ) બનાવવાનો છું, તો તેઓ કહેવા લાગ્યા, શું તમે એવા સર્જનીઓને પેદા કરશો, જેઓ ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવશે અને ખુનામરકીઓ આચરશે? જો કે અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરી રહ્યાં છે. અલ્લાહ તઆલાએ (તેમને) કહ્યું, જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَی الْمَلٰٓىِٕكَةِ فَقَالَ اَنْۢبِـُٔوْنِیْ بِاَسْمَآءِ هٰۤؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
૩૧. (ત્યારબાદ) અલ્લાહ તઆલાએ આદમને દરેક (વસ્તુઓના) નામ શીખવાડી દીધા, પછી તે (વસ્તુઓ) ફરિશ્તાઓ સમક્ષ રજુ કરી અને કહ્યું, જો તમે સાચા હોવ તો મને આ (વસ્તુઓના) નામ જણાવો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ— اِنَّكَ اَنْتَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
૩૨. ફરિશ્તાઓ કહેવા લાગ્યા, તું પવિત્ર છે, અમે તો ફકત એટલું જ જાણીએ છીએ જેટલું તે અમને શીખવાડયું છે, સંપૂર્ણ જ્ઞાનધરાવનાર અને હિકમતવાળો તો તું જ છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قَالَ یٰۤاٰدَمُ اَنْۢبِئْهُمْ بِاَسْمَآىِٕهِمْ ۚ— فَلَمَّاۤ اَنْۢبَاَهُمْ بِاَسْمَآىِٕهِمْ ۙ— قَالَ اَلَمْ اَقُلْ لَّكُمْ اِنِّیْۤ اَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۙ— وَاَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟
૩૩. અલ્લાહ તઆલાએ આદમને કહ્યું, હે આદમ! (આ ફરિશ્તાઓને) આ (વસ્તુઓના) નામ જણાવી દો, જ્યારે તેઓએ ફરિશ્તાઓને તે (વસ્તુઓના) નામ જણાવી દીધા તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને કહ્યું, શું મેં તમને (પહેલા જ) નહતું કહ્યું કે ધરતી અને આકાશોની ગૈબની વાતો ફક્ત હું જ જાણું છું અને હું તે વાતોને પણ જાણું છું, જે તમે જાહેર કરો છો, અને તે વાતોને પણ, જે કંઇ તમે છુપાવો છો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
૩૪. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબ્લીસે ઇન્કાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَقُلْنَا یٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَیْثُ شِئْتُمَا ۪— وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟
૩૫. અમે આદમને કહ્યું, હે આદમ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاَزَلَّهُمَا الشَّیْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِیْهِ ۪— وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
૩૬. છેવટે શૈતાને તેઓને તે વૃક્ષની લાલસા આપી તે બન્નેને ફુસલાવી દીધા, તે બન્ને જે સ્થિતિમાં હતા, ત્યાંથી કઢાવીને જ રહ્યો, ત્યારે અમે કહીં દીધું કે ઉતરી જાઓ! તમે એક બીજાના શત્રુ છો અને હવે એક નક્કી કરેલ સમય (મોત અથવા કયામત) સુધી ધરતી ઉપર રોકાણ કરો અને ફાયદો ઉઠાવો
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَتَلَقّٰۤی اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَیْهِ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟
૩૭. પછી આદમે પોતાના પાલનહાર પાસેથી કેટલાક શબ્દો શીખી, તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિઃશંક તે જ તૌબા કબુલ કરનાર અને અત્યંત દયાળુ છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
 
പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഗുജറാതീ വിവർത്തനം - റാബേലാ ഉമരി - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

റാബീല അൽ ഉമ്രി വിവർത്തനം ചെയ്തിരിക്കുന്നു. മർകസ് റുവാദുത്തർജമ മേൽനോട്ടം വഹിച്ചാണ് ഇത് വികസിപ്പിച്ചെടുത്തത്.

അടക്കുക