വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഗുജറാതീ വിവർത്തനം * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

പരിഭാഷ അദ്ധ്യായം: സൂറത്തുൽ ജുമുഅഃ   ആയത്ത്:

અલ્ જુમ્આ

یُسَبِّحُ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟
૧. આકાશો અને ધરતીમાં જે કઈ સર્જન છે, તે દરેક અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
هُوَ الَّذِیْ بَعَثَ فِی الْاُمِّیّٖنَ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِهٖ وَیُزَكِّیْهِمْ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ ۗ— وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟ۙ
૨. તે જ છે, જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા, જે તેમને (કુરઆન)ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમા હતા.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَّاٰخَرِیْنَ مِنْهُمْ لَمَّا یَلْحَقُوْا بِهِمْ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
૩. અને (આ પયગંબર,જે લોકો તરફ મોકલવામાં આવ્યા છે) તેમના માંથી કેટલાક અન્ય લોકો પણ છેમ જેઓ તેમની સાથે હજુ સુધી નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟
૪. આ અલ્લાહની કૃપા છે, જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે છે અને અલ્લાહ તઆલા ખૂબ જ કૃપાળુ છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
مَثَلُ الَّذِیْنَ حُمِّلُوا التَّوْرٰىةَ ثُمَّ لَمْ یَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ یَحْمِلُ اَسْفَارًا ؕ— بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟
૫. જે લોકોને તૌરાત આપવામાં આવી પરતું તે લોકો તેનો ભાર ઉઠાવી ન શક્યા,તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે ,જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. આના કરતા પણ વધારે ખરાબ ઉદાહરણ તે લોકોનું છે, જે લોકોએ અલ્લાહની આયાતોને જુઠલાવી દીધી, અને અલ્લાહ જાલિમ લોકોને હિદાયત નથી આપતો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قُلْ یٰۤاَیُّهَا الَّذِیْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِیَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
૬. (હે પયગંબર ! ) તમે તેમને કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે ફક્ત તમે અલ્લાહના દોસ્ત છો, તો તમે મૃત્યુની ઇચ્છા કરો, જો તમે સાચા હોય.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَا یَتَمَنَّوْنَهٗۤ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟
૭. આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, પોતાના અતે કાર્યોના કારણે, જે તેઓ કરી ચુક્યા છે, અને જાલિમ લોકોને ખૂબ જાણે છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قُلْ اِنَّ الْمَوْتَ الَّذِیْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِیْكُمْ ثُمَّ تُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠
૮. તમેં તેમને કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِیَ لِلصَّلٰوةِ مِنْ یَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰی ذِكْرِ اللّٰهِ وَذَرُوا الْبَیْعَ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૯. હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના ઝિકર તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે, જો તમે જાણતા હોવ.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاِذَا قُضِیَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِی الْاَرْضِ وَابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَاذْكُرُوا اللّٰهَ كَثِیْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
૧૦. પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહને યાદ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَا ١نْفَضُّوْۤا اِلَیْهَا وَتَرَكُوْكَ قَآىِٕمًا ؕ— قُلْ مَا عِنْدَ اللّٰهِ خَیْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ؕ— وَاللّٰهُ خَیْرُ الرّٰزِقِیْنَ ۟۠
૧૧. અને જ્યારે તે લોકોએ કોઇ સોદો અથવા કોઇ તમાશો થતો જોયો, તો તેઓ તેની તરફ ભાગી ગયા અને તમને (એકલા) ઉભા રહેલા છોડી દીધા, તમે તેમને કહીં દો કે જે કઈ અલ્લાહ પાસે છે, તે આ રમત અને વેપારથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા જ ઉત્તમ રોજી આપનાર છે.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
 
പരിഭാഷ അദ്ധ്യായം: സൂറത്തുൽ ജുമുഅഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഗുജറാതീ വിവർത്തനം - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

വിശുദ്ധ ഖുർആൻ ആശയവിവർത്തനം (ഗുജറാതീ ഭാഷയിൽ). മർകസുൽ ബുഹൂഥ് അൽ ഇസ്ലാമിയ്യ ഡയറക്ടർ റാബേലാ ഉമരി നിർവ്വഹിച്ച വിവർത്തനം. മുംബൈ ബിറ് സെൻ്റർ പ്രസിദ്ധീകരിച്ചു. 2017

അടക്കുക