Check out the new design

அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - குஜராத்தி மொழிபெயர்ப்பு - ராபிலா உமரி * - மொழிபெயர்ப்பு அட்டவணை

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

மொழிபெயர்ப்பு அத்தியாயம்: அல்பகரா   வசனம்:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ لَا تَسْفِكُوْنَ دِمَآءَكُمْ وَلَا تُخْرِجُوْنَ اَنْفُسَكُمْ مِّنْ دِیَارِكُمْ ثُمَّ اَقْرَرْتُمْ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟
૮૪. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમારી પાસેથી વચન લીધું કે તમે અંદરો અંદર ખૂનામરકી નહીં કરો અને ન તો એક બીજાને દેશનિકાલ કરશો, તમે આ વાતોનો એકરાર કર્યો અને તમે પોતે જ ગવાહ બની ગયા.
அரபு விரிவுரைகள்:
ثُمَّ اَنْتُمْ هٰۤؤُلَآءِ تَقْتُلُوْنَ اَنْفُسَكُمْ وَتُخْرِجُوْنَ فَرِیْقًا مِّنْكُمْ مِّنْ دِیَارِهِمْ ؗ— تَظٰهَرُوْنَ عَلَیْهِمْ بِالْاِثْمِ وَالْعُدْوَانِ ؕ— وَاِنْ یَّاْتُوْكُمْ اُسٰرٰی تُفٰدُوْهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَیْكُمْ اِخْرَاجُهُمْ ؕ— اَفَتُؤْمِنُوْنَ بِبَعْضِ الْكِتٰبِ وَتَكْفُرُوْنَ بِبَعْضٍ ۚ— فَمَا جَزَآءُ مَنْ یَّفْعَلُ ذٰلِكَ مِنْكُمْ اِلَّا خِزْیٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ یُرَدُّوْنَ اِلٰۤی اَشَدِّ الْعَذَابِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
૮૫. તમે જ તે લોકો છો, જેઓ અંદરો અંદર કત્લ કરો છો અને પોતાના માંથી જ કેટલાકનો દેશનિકાલ પણ કરો છો અને પાપ અને અત્યાચારના કાર્યોમાં તેઓના વિરોધમાં એકબીજાનો સાથ આપો છો, અને જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવે તો તમે તેઓ માટે મુક્તિદંડ આપી, તેમને છોડાવી લો છો પરંતુ તેમનો દેશનિકાલ જ તમારા ઉપર હરામ હતો, શું તમે કિતાબ (તૌરાત)ના કેટલાક આદેશોનું પાલન કરો છો અને કેટલાક આદેશોને નથી માનતા? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોય શકે કે દૂનિયામાં તેનું અપમાન થાય અને કયામતના દિવસે તેને સખત અઝાબ આપવામાં આવે, અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.
அரபு விரிவுரைகள்:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الْحَیٰوةَ الدُّنْیَا بِالْاٰخِرَةِ ؗ— فَلَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟۠
૮૬. આ તે લોકો છે જેમણે દૂનિયાના જીવનને આખિરતના બદલામાં ખરીદી લીધું છે, તેમનો ન તો અઝાબ સાધારણ હશે અને ન તો તેઓની મદદ કરવામાં આવશે.
அரபு விரிவுரைகள்:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَقَفَّیْنَا مِنْ بَعْدِهٖ بِالرُّسُلِ ؗ— وَاٰتَیْنَا عِیْسَی ابْنَ مَرْیَمَ الْبَیِّنٰتِ وَاَیَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِ ؕ— اَفَكُلَّمَا جَآءَكُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰۤی اَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ ۚ— فَفَرِیْقًا كَذَّبْتُمْ ؗ— وَفَرِیْقًا تَقْتُلُوْنَ ۟
૮૭. અમે મૂસાને કિતાબ આપી અને તેમના પછી એક પછી એક પયગંબરો મોકલ્યા અને મરયમના દીકરા ઇસાને સ્પષ્ટ મુઅજિઝહ (પુરાવા) આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઇલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે તરત જ ઘમંડ કરવા લાગ્યા, (પયગંબરોના એક જૂથને) તમે જુઠલાવી દીધા અને એક જૂથને કત્લ કરી દીધા.
அரபு விரிவுரைகள்:
وَقَالُوْا قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَقَلِیْلًا مَّا یُؤْمِنُوْنَ ۟
૮૮. આ લોકો (યહૂદી) કહે છે કે અમારા દિલો પર પરદો છે, પરંતુ તેઓના કૂફરના કારણે અલ્લાહ તઆલાએ તેમના પર લઅનત કરી છે, (તેમના માંથી) થોડાક જ ઇમાન થોડુંક જ ઈમાન લાવે છે.
அரபு விரிவுரைகள்:
 
மொழிபெயர்ப்பு அத்தியாயம்: அல்பகரா
அத்தியாயங்களின் அட்டவணை பக்க எண்
 
அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - குஜராத்தி மொழிபெயர்ப்பு - ராபிலா உமரி - மொழிபெயர்ப்பு அட்டவணை

இதை ராபிலா அல் உம்ரி மொழிபெயர்த்தார். மொழிபெயர்ப்பு முன்னோடிகள் மையத்தின் கண்காணிப்பில் உருவாக்கப்பட்டது.

மூடுக