Check out the new design

அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - குஜராத்தி மொழிபெயர்ப்பு - ராபிலா உமரி * - மொழிபெயர்ப்பு அட்டவணை

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

மொழிபெயர்ப்பு அத்தியாயம்: அல்புர்கான்   வசனம்:
وَلَا یَاْتُوْنَكَ بِمَثَلٍ اِلَّا جِئْنٰكَ بِالْحَقِّ وَاَحْسَنَ تَفْسِیْرًا ۟ؕ
૩૩. અને એટલા માટે પણ કે આ કાફિરો લોકો તમારી પાસે જે પણ ઉદાહરણ લાવશે, અમે તેનો સાચો જવાબ અને ઉત્તમ ઉકેલ તમને બતાવી દઇશું.
அரபு விரிவுரைகள்:
اَلَّذِیْنَ یُحْشَرُوْنَ عَلٰی وُجُوْهِهِمْ اِلٰی جَهَنَّمَ ۙ— اُولٰٓىِٕكَ شَرٌّ مَّكَانًا وَّاَضَلُّ سَبِیْلًا ۟۠
૩૪. આવા લોકો ઊંધા મોઢે જહન્નમમાં ભેગા કરવામાં આવશે, તેમનું ઠેકાણું અત્યત ખરાબ છે અને આ લોકો જ સૌથી વધારે ગુમરાહ લોકો છે.
அரபு விரிவுரைகள்:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَجَعَلْنَا مَعَهٗۤ اَخَاهُ هٰرُوْنَ وَزِیْرًا ۟ۚۖ
૩૫. અને અમે મૂસાને કિતાબ આપી અને તેમની સાથે તેમના ભાઇ હારૂનને તેમના નાયબ બનાવી દીધા.
அரபு விரிவுரைகள்:
فَقُلْنَا اذْهَبَاۤ اِلَی الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— فَدَمَّرْنٰهُمْ تَدْمِیْرًا ۟ؕ
૩૬. અને તેમને કહી દીધું કે તમે બન્ને તે લોકો તરફ જાઓ, જે લોકોએ અમારી આયતોને જુઠલાવી દીધી છે, પછી અમે તેઓને નષ્ટ કરી દીધા.
அரபு விரிவுரைகள்:
وَقَوْمَ نُوْحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ اَغْرَقْنٰهُمْ وَجَعَلْنٰهُمْ لِلنَّاسِ اٰیَةً ؕ— وَاَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ عَذَابًا اَلِیْمًا ۟ۚۙ
૩૭. અને નૂહની કૌમે પણ જ્યારે પયગંબરને જુઠલાવ્યા તો અમે તેમને ડુબાડી દીધા અને તેમને દરે લોકો માટે નિશાની બનાવી દીધા. અને અમે જાલિમો માટે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
அரபு விரிவுரைகள்:
وَّعَادًا وَّثَمُوْدَاۡ وَاَصْحٰبَ الرَّسِّ وَقُرُوْنًا بَیْنَ ذٰلِكَ كَثِیْرًا ۟
૩૮. અને (એવી જ રીતે) આદ, ષમૂદ અને કુવાવાળાઓને અને તેમની વચ્ચે ઘણા સમૂદાયોને (નષ્ટ કરી દીધા).
அரபு விரிவுரைகள்:
وَكُلًّا ضَرَبْنَا لَهُ الْاَمْثَالَ ؗ— وَكُلًّا تَبَّرْنَا تَتْبِیْرًا ۟
૩૯. તેમાંથી દરેકને અમે (પહેલા નષ્ટ થયેલ કોમોના)ઉદાહરણ આપી સમજાવ્યા, છેવટે તે સૌના નામ અને નિશાનને પણ નષ્ટ કરી દીધા.
அரபு விரிவுரைகள்:
وَلَقَدْ اَتَوْا عَلَی الْقَرْیَةِ الَّتِیْۤ اُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ؕ— اَفَلَمْ یَكُوْنُوْا یَرَوْنَهَا ۚ— بَلْ كَانُوْا لَا یَرْجُوْنَ نُشُوْرًا ۟
૪૦. આ લોકો તે વસ્તીઓ પાસે હરેફરે છે, જેમના પર વિનાશક વરસાદ વરસાવવામાં આવ્યો, શું તે લોકોએ તે વસ્તીની સ્થિતિ જોય નથી? પરંતુ (સત્ય વાત તો એ છે) કે તેમને મૃત્યુ પછી ફરી જીવિત થવાની આશા જ નથી.
அரபு விரிவுரைகள்:
وَاِذَا رَاَوْكَ اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ— اَهٰذَا الَّذِیْ بَعَثَ اللّٰهُ رَسُوْلًا ۟
૪૧. અને આ લોકો જ્યારે તમને જુએ છે તો તમારી મશ્કરી કરે છે અને (કહે છે) કે શું આ જ તે વ્યક્તિ છે જેને અલ્લાહ તઆલાએ પયગંબર બનાવી મોકલ્યો છે?
அரபு விரிவுரைகள்:
اِنْ كَادَ لَیُضِلُّنَا عَنْ اٰلِهَتِنَا لَوْلَاۤ اَنْ صَبَرْنَا عَلَیْهَا ؕ— وَسَوْفَ یَعْلَمُوْنَ حِیْنَ یَرَوْنَ الْعَذَابَ مَنْ اَضَلُّ سَبِیْلًا ۟
૪૨. (તે લોકોએ કહ્યું) કે જો અમે અમારા પૂજ્યોની આસ્થા પર અડગ ન રહેતા, તો આ વ્યક્તિ તો અમને પથભ્રષ્ટ કરી દેત, જ્યારે તેઓ પોતાની આંખો વડે અઝાબ જોઈ લેશે, તો નજીકમાં જ તેમને ખબર પડી જશે કે માર્ગથી ભટકેલા કોણ છે?
அரபு விரிவுரைகள்:
اَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ ؕ— اَفَاَنْتَ تَكُوْنُ عَلَیْهِ وَكِیْلًا ۟ۙ
૪૩. શું તમે તે વ્યક્તિની સ્થિતિ નથી જોય, જેણે પોતાની મનેચ્છાઓને જ પોતાનો પૂજ્ય બનાવી રાખી છે? આવા વ્યક્તિને (સત્ય માર્ગ પર લાવવા માટે) તમે જવાબદાર બની શકો છો?
அரபு விரிவுரைகள்:
 
மொழிபெயர்ப்பு அத்தியாயம்: அல்புர்கான்
அத்தியாயங்களின் அட்டவணை பக்க எண்
 
அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - குஜராத்தி மொழிபெயர்ப்பு - ராபிலா உமரி - மொழிபெயர்ப்பு அட்டவணை

இதை ராபிலா அல் உம்ரி மொழிபெயர்த்தார். மொழிபெயர்ப்பு முன்னோடிகள் மையத்தின் கண்காணிப்பில் உருவாக்கப்பட்டது.

மூடுக