قرآن کریم کے معانی کا ترجمہ - گجراتی ترجمہ * - ترجمے کی لسٹ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

معانی کا ترجمہ سورت: سورۂ مُمْتحنہ   آیت:

અલ્ મુમતહિનહ

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا عَدُوِّیْ وَعَدُوَّكُمْ اَوْلِیَآءَ تُلْقُوْنَ اِلَیْهِمْ بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوْا بِمَا جَآءَكُمْ مِّنَ الْحَقِّ ۚ— یُخْرِجُوْنَ الرَّسُوْلَ وَاِیَّاكُمْ اَنْ تُؤْمِنُوْا بِاللّٰهِ رَبِّكُمْ ؕ— اِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهَادًا فِیْ سَبِیْلِیْ وَابْتِغَآءَ مَرْضَاتِیْ تُسِرُّوْنَ اِلَیْهِمْ بِالْمَوَدَّةِ ۖۗ— وَاَنَا اَعْلَمُ بِمَاۤ اَخْفَیْتُمْ وَمَاۤ اَعْلَنْتُمْ ؕ— وَمَنْ یَّفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
૧) હે ઇમાનવાળાઓ ! મારા અને તમારા દુશ્મનોને દોસ્ત ન બનાવો, તમે તો મિત્રતાથી તેમને સંદેશો મોકલાવો છો, જો કે તેઓ જે સત્ય તમારી પાસે આવી ગઈ છે, તેનો ઇન્કાર કરે છે, તેઓ પયગંબર અને તમને પોતાને પણ ફકત એટલા માટે જ દેશનિકાલ કરે છે કે તમે પોતાના પાલનહાર પર ઇમાન ધરાવો છો, હવે જો તમે (ફત્હે મક્કા માટે) મારા માર્ગમાં જિહાદ અને મારી પ્રસન્નતા માટે નીકળ્યા છો તો છૂપી રીતે તેમને દોસ્તી પત્ર અને સંદેશો મોકલાવો છો? જો કે જે કઈ તમે છુપાવો છો અથવા જાહેર કરો છો હું તેને ખૂબ સારી રીતે જાણું છું, તમારામાંથી જે કોઇ આવું કાર્ય કરશે તે ખરેખર સત્ય માર્ગથી ભટકી જશે
عربی تفاسیر:
اِنْ یَّثْقَفُوْكُمْ یَكُوْنُوْا لَكُمْ اَعْدَآءً وَّیَبْسُطُوْۤا اِلَیْكُمْ اَیْدِیَهُمْ وَاَلْسِنَتَهُمْ بِالسُّوْٓءِ وَوَدُّوْا لَوْ تَكْفُرُوْنَ ۟ؕ
૨) જો તેઓ તમારા ઉપર કાબુ મેળવી લે તો તેઓ તમારા (ખુલ્લા) શત્રુ થઇ જશે અને બુરાઇ કરવાના ઈરાદા સાથે તમારા પર પોતાના હાથો અને જબાન વડે તકલીફ આપશે અને (દિલથી) ઇચ્છશે કે તમે પણ કાફિર બની જાઓ.
عربی تفاسیر:
لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ ۛۚ— یَوْمَ الْقِیٰمَةِ ۛۚ— یَفْصِلُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
૩) તમારા સગા-સબંધીઓ અને સંતાનો તમને કયામતના દિવસને કામ નહીં આવે, તે (અલ્લાહ તઆલા) તમારી વચ્ચે ફેંસલો કરી દેશે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જોઇ રહ્યો છે.
عربی تفاسیر:
قَدْ كَانَتْ لَكُمْ اُسْوَةٌ حَسَنَةٌ فِیْۤ اِبْرٰهِیْمَ وَالَّذِیْنَ مَعَهٗ ۚ— اِذْ قَالُوْا لِقَوْمِهِمْ اِنَّا بُرَءٰٓؤُا مِنْكُمْ وَمِمَّا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؗ— كَفَرْنَا بِكُمْ وَبَدَا بَیْنَنَا وَبَیْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَآءُ اَبَدًا حَتّٰی تُؤْمِنُوْا بِاللّٰهِ وَحْدَهٗۤ اِلَّا قَوْلَ اِبْرٰهِیْمَ لِاَبِیْهِ لَاَسْتَغْفِرَنَّ لَكَ وَمَاۤ اَمْلِكُ لَكَ مِنَ اللّٰهِ مِنْ شَیْءٍ ؕ— رَبَّنَا عَلَیْكَ تَوَكَّلْنَا وَاِلَیْكَ اَنَبْنَا وَاِلَیْكَ الْمَصِیْرُ ۟
૪) (મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમને સ્પષ્ટ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન બેજાર એ, અમે તમારા (દીનનો) ઇન્કાર કરીએ છીએ, અમારી અને તમારી વચ્ચે હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, જેથી તમે એક અલ્લાહ પર ઈમાન લાવો, પરંતુ ઇબ્રાહીમની એટલી વાતતો પોતાના પિતા સાથે થઇ હતી કે હું તમારા માટે જરૂર માફી માંગીશ અને તમારા માટે અલ્લાહ સામે મને કોઇ પણ વસ્તુનો કંઇ અધિકાર નથી. હે અમારા પાલનહાર તારા પર જ અમે ભરોસો કર્યો અને અમે તારી જ તરફ ઝુકીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે.
عربی تفاسیر:
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۚ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
૫) હે અમારા પાલનહાર ! તું અમને તે લોકો માટ આઝમાયશનું કારણ ન બનાવો, જે લોકોએ કુફ્ર કર્યું અને હે અમારા પાલનહાર ! અમને માફ કરી દે, નિ:શંક તુ જ વિજયી, હિકમત વાળો છે.
عربی تفاسیر:
لَقَدْ كَانَ لَكُمْ فِیْهِمْ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ یَرْجُوا اللّٰهَ وَالْیَوْمَ الْاٰخِرَ ؕ— وَمَنْ یَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟۠
૬) નિ:શંક તમારા માટે આમાં ઉત્તમ આદર્શ (અને ઉત્તમ અનુસરણ છે, ખાસ કરીને) તે પ્રત્યેક વ્યક્તિ માટે જે અલ્લાહ અને કયામતના દિવસે મળવાની આશા રાખતો હોય, અને જો કોઇ અવગણના કરે તો અલ્લાહ તઆલા બે નિયાઝ છે અને પ્રશંસાને લાયક છે.
عربی تفاسیر:
عَسَی اللّٰهُ اَنْ یَّجْعَلَ بَیْنَكُمْ وَبَیْنَ الَّذِیْنَ عَادَیْتُمْ مِّنْهُمْ مَّوَدَّةً ؕ— وَاللّٰهُ قَدِیْرٌ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
૭) શક્ય છે કે નજીકમાં જ અલ્લાહ તઆલા તમને અને તે લોકોને દોસ્ત બનાવી દે, જેમની સાથે તમારી દુશ્મની છે અને અલ્લાહ કુદરતવાળો છે અને અલ્લાહ માફ કરનાર, દયાળુ છે.
عربی تفاسیر:
لَا یَنْهٰىكُمُ اللّٰهُ عَنِ الَّذِیْنَ لَمْ یُقَاتِلُوْكُمْ فِی الدِّیْنِ وَلَمْ یُخْرِجُوْكُمْ مِّنْ دِیَارِكُمْ اَنْ تَبَرُّوْهُمْ وَتُقْسِطُوْۤا اِلَیْهِمْ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ ۟
૮) જે લોકોએ તમારી સાથે દીન વિશે લડાઇ ન કરી હોય અને તમારો દેશનિકાલ પણ ન કર્યા હોય, તો અલ્લાહ તેમની સાથે સદવર્તન અને ન્યાય કરવાથી તમને નથી રોકતો, પરંતુ અલ્લાહ તો ન્યાય કરવાવાળાઓને પસંદ કરે છે.
عربی تفاسیر:
اِنَّمَا یَنْهٰىكُمُ اللّٰهُ عَنِ الَّذِیْنَ قَاتَلُوْكُمْ فِی الدِّیْنِ وَاَخْرَجُوْكُمْ مِّنْ دِیَارِكُمْ وَظَاهَرُوْا عَلٰۤی اِخْرَاجِكُمْ اَنْ تَوَلَّوْهُمْ ۚ— وَمَنْ یَّتَوَلَّهُمْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
૯) અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે, જેમણે તમારી સાથે દીન બાબતે ઝઘડો કર્યો અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી, જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખશે તો (ખરેખર) આવા લોકો જ જાલિમ છે.
عربی تفاسیر:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا جَآءَكُمُ الْمُؤْمِنٰتُ مُهٰجِرٰتٍ فَامْتَحِنُوْهُنَّ ؕ— اَللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِهِنَّ ۚ— فَاِنْ عَلِمْتُمُوْهُنَّ مُؤْمِنٰتٍ فَلَا تَرْجِعُوْهُنَّ اِلَی الْكُفَّارِ ؕ— لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ یَحِلُّوْنَ لَهُنَّ ؕ— وَاٰتُوْهُمْ مَّاۤ اَنْفَقُوْا ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ اَنْ تَنْكِحُوْهُنَّ اِذَاۤ اٰتَیْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ ؕ— وَلَا تُمْسِكُوْا بِعِصَمِ الْكَوَافِرِ وَسْـَٔلُوْا مَاۤ اَنْفَقْتُمْ وَلْیَسْـَٔلُوْا مَاۤ اَنْفَقُوْا ؕ— ذٰلِكُمْ حُكْمُ اللّٰهِ ؕ— یَحْكُمُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
૧૦) હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની ચકાસણી કરી લો, અલ્લાહ તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણે છે, જ્યારે તમને ખબર પડી જાય કે તેણીઓ (સાચે જ) ઇમાનવાળી છે, તો હવે તેણીઓને કાફીરો પાસે પાછી ન મોકલો, આવી સ્ત્રીઓ તે (કાફિરો) માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને કાફિરોએ જે કઈ આવી મોમિન સ્ત્રીઓ પર ખર્ચ કર્યું હોય તો તેમને આપી દો, અને તેમની સાથે લગ્ન કરવા પર કોઈ ગુનોહ નથી, જ્યારે કે તમે તે સ્ત્રીઓને તેમની મહેર આપી દો, અને તમે પોતે પણ કાફિર સ્ત્રીઓને પતાના લગ્નમાં ન રાખો અને જે કંઇ તમે તેણીઓ પર ખર્ચ કર્યું હોય, તો તે (કાફિરો) પાસે માંગી લો અને જે મહેર કાફિરોએ પોતાની (મુસલમાન) સ્ત્રીઓને આપ્યું હતું, તો તેઓ (મુસલમાનો) પાસે માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે, જે તમારી વચ્ચે નિર્ણય કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે.
عربی تفاسیر:
وَاِنْ فَاتَكُمْ شَیْءٌ مِّنْ اَزْوَاجِكُمْ اِلَی الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَاٰتُوا الَّذِیْنَ ذَهَبَتْ اَزْوَاجُهُمْ مِّثْلَ مَاۤ اَنْفَقُوْا ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ ۟
૧૧) અને જો તમારી કોઇ પત્ની તમારી પાસેથી કાફિરો પાસે જતી રહે, પછી તમને જો બદલો લેવા માટે સમય મળે તો જેમની પત્નીઓ જતી રહી છે, તેમને તેટલી રકમ આપી દો, જેટલી તેમણે પોતાની તે પત્નીઓ પર ખર્ચ કરી હતી, અને તે અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેના પર તમે ઇમાન રાખો છો.
عربی تفاسیر:
یٰۤاَیُّهَا النَّبِیُّ اِذَا جَآءَكَ الْمُؤْمِنٰتُ یُبَایِعْنَكَ عَلٰۤی اَنْ لَّا یُشْرِكْنَ بِاللّٰهِ شَیْـًٔا وَّلَا یَسْرِقْنَ وَلَا یَزْنِیْنَ وَلَا یَقْتُلْنَ اَوْلَادَهُنَّ وَلَا یَاْتِیْنَ بِبُهْتَانٍ یَّفْتَرِیْنَهٗ بَیْنَ اَیْدِیْهِنَّ وَاَرْجُلِهِنَّ وَلَا یَعْصِیْنَكَ فِیْ مَعْرُوْفٍ فَبَایِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
૧૨) હે પયગંબર ! જ્યારે તમારી પાસે મુસલમાન સ્ત્રીઓ તે વાતો વિશે બૈઅત કરે કે તેઓ અલ્લાહ સાથે કોઇને ભાગીદારા નહીં ઠેરવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની સંતાનોને કત્લ નહીં કરે અને કોઇ એવો આરોપ નહીં મુકે જે પોતાના હાથો અને પગો સામે ઘડેલો હોય અને કોઇ સદકાર્યમાં તમારી અવજ્ઞા નહીં કરે તો તમે એમનાથી બૈઅત લઇ લો અને તેમના માટે અલ્લાહથી માફી માંગો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનારવાળો અને દયાળુ છે.
عربی تفاسیر:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَیْهِمْ قَدْ یَىِٕسُوْا مِنَ الْاٰخِرَةِ كَمَا یَىِٕسَ الْكُفَّارُ مِنْ اَصْحٰبِ الْقُبُوْرِ ۟۠
૧૩) હે ઈમાનવાળાઓ ! એવી કોમ સાથે મિત્રતા ન કરો જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, તે લોકો આખિરતથી એવી રીતે નિરાશ થઇ ચુકયા છે, જેવું કે કાફિરો (મૃત) કબરવાળાઓથી નિરાશ છે.
عربی تفاسیر:
 
معانی کا ترجمہ سورت: سورۂ مُمْتحنہ
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - گجراتی ترجمہ - ترجمے کی لسٹ

قرآن کریم کے معانی کا گجراتی ترجمہ۔ ترجمہ رابیلا عُمری رئیس مرکز البحوث الاسلامیۃ و التعلیم، نڈیاد گجرات نے کیا ہے اور شائع البر فاؤنڈیشن ممبئی نے، 2017ء میں، کیا ہے۔

بند کریں