Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অৰ্থানুবাদ ছুৰা: আল-ইছৰা   আয়াত:
عَسٰی رَبُّكُمْ اَنْ یَّرْحَمَكُمْ ۚ— وَاِنْ عُدْتُّمْ عُدْنَا ۘ— وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكٰفِرِیْنَ حَصِیْرًا ۟
૮. આશા છે કે તમારો પાલનહાર તમારા પર કૃપા કરે, હાં જો તમે પાછા વિદ્રોહ કરશો તો અમે પણ બીજી વખત આવું જ કરીશું. અને અમે આવા કાફિરો માટે જહન્નમને કેદખાનું બનાવી રાખી છે.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّ هٰذَا الْقُرْاٰنَ یَهْدِیْ لِلَّتِیْ هِیَ اَقْوَمُ وَیُبَشِّرُ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا كَبِیْرًا ۟ۙ
૯. નિ:શંક આ કુરઆન તે માર્ગ બતાવે છે, જે તદ્દન સાચો છે અને ઇમાનવાળાઓ તથા જે લોકો સત્કાર્ય કરે છે, તે વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ખૂબ જ મોટું વળતર છે.
আৰবী তাফছীৰসমূহ:
وَّاَنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟۠
૧૦. અને જે લોકો આખિરત પર ઇમાન નથી ધરાવતા તેમના માટે અમે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
আৰবী তাফছীৰসমূহ:
وَیَدْعُ الْاِنْسَانُ بِالشَّرِّ دُعَآءَهٗ بِالْخَیْرِ ؕ— وَكَانَ الْاِنْسَانُ عَجُوْلًا ۟
૧૧. અને માનવી બૂરાઈ માટે પણ આવી જ દુઆ કરે છે, જેવી રીતે ભલાઇની માગે છે, ખરેખર માનવી ખૂબ જ ઉતાવળીયો છે.
আৰবী তাফছীৰসমূহ:
وَجَعَلْنَا الَّیْلَ وَالنَّهَارَ اٰیَتَیْنِ فَمَحَوْنَاۤ اٰیَةَ الَّیْلِ وَجَعَلْنَاۤ اٰیَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّكُمْ وَلِتَعْلَمُوْا عَدَدَ السِّنِیْنَ وَالْحِسَابَ ؕ— وَكُلَّ شَیْءٍ فَصَّلْنٰهُ تَفْصِیْلًا ۟
૧૨. (જુઓ) અમે રાત અને દિવસને પોતાની બે નિશાનીઓ બનાવી છે, રાતની નિશાનીને તો અમે અંધકારમય બનાવી દીધી છે અને દિવસની નિશાનીને પ્રકાશિત કરી દીધી છે, જેથી તમે પોતાના પાલનહારની કૃપા શોધી શકો અને એટલા માટે પણ કે મહિના અને વર્ષોની ગણતરી કરી શકો અને અમે દરેક વસ્તુનું વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે.
আৰবী তাফছীৰসমূহ:
وَكُلَّ اِنْسَانٍ اَلْزَمْنٰهُ طٰٓىِٕرَهٗ فِیْ عُنُقِهٖ ؕ— وَنُخْرِجُ لَهٗ یَوْمَ الْقِیٰمَةِ كِتٰبًا یَّلْقٰىهُ مَنْشُوْرًا ۟
૧૩. દરેક વ્યક્તિનો અમલ અમે તેના ગળામાં લટકાવી દીધો છે, જેને અમે કયામતના દિવસે કિતાબની સ્થિતિમાં કાઢીશું, જેને તે આ કિતાબને પોતાના માટે સ્પષ્ટ જોઇ લેશે.
আৰবী তাফছীৰসমূহ:
اِقْرَاْ كِتٰبَكَ ؕ— كَفٰی بِنَفْسِكَ الْیَوْمَ عَلَیْكَ حَسِیْبًا ۟ؕ
૧૪. (અમે તેને કહીશું) લે, પોતે જ પોતાની કિતાબ વાંચી લે, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ લેવા માટે પૂરતો છે.
আৰবী তাফছীৰসমূহ:
مَنِ اهْتَدٰی فَاِنَّمَا یَهْتَدِیْ لِنَفْسِهٖ ۚ— وَمَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— وَمَا كُنَّا مُعَذِّبِیْنَ حَتّٰی نَبْعَثَ رَسُوْلًا ۟
૧૫. જે વ્યક્તિ હિદાયત કબૂલ કરશે તો તે પોતાના જ ફાયદા માટે છે, અને જે ગુમરાહ થશે, તો તેનો ભાર તેના પર જ છે, અને કોઈ ગુનાહનો ભાર ઉઠાવનાર બીજાનો ભાર નહીં ઉઠાવે અને અમે ત્યાં સુધી અઝાબ નથી આપતા જ્યાં સુધી અમે અમારા પયગંબરને મોકલી ન દેતા.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَاۤ اَرَدْنَاۤ اَنْ نُّهْلِكَ قَرْیَةً اَمَرْنَا مُتْرَفِیْهَا فَفَسَقُوْا فِیْهَا فَحَقَّ عَلَیْهَا الْقَوْلُ فَدَمَّرْنٰهَا تَدْمِیْرًا ۟
૧૬. અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે ત્યાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર અઝાબની વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને સંપૂર્ણ નષ્ટ કરી દઇએ છીએ.
আৰবী তাফছীৰসমূহ:
وَكَمْ اَهْلَكْنَا مِنَ الْقُرُوْنِ مِنْ بَعْدِ نُوْحٍ ؕ— وَكَفٰی بِرَبِّكَ بِذُنُوْبِ عِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟
૧૭. નૂહ પછી અમે ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને તમારો પાલનહાર પોતાના બંદાઓના ગુનાહોને ખૂબ જ સારી રીતે જાણવાવાળો છે અને જોવા માટે પુરતો છે.
আৰবী তাফছীৰসমূহ:
 
অৰ্থানুবাদ ছুৰা: আল-ইছৰা
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

ইয়াক ৰাবিলা আল-উমৰীয়ে অনুবাদ কৰিছে। মৰ্কজ ৰুৱাদুত তাৰ্জামাৰ তত্ত্বাৱধানত ইয়াক উন্নীত কৰা হৈছে।

বন্ধ