Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অৰ্থানুবাদ ছুৰা: আল-ইছৰা   আয়াত:
وَاِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَآءَ رَحْمَةٍ مِّنْ رَّبِّكَ تَرْجُوْهَا فَقُلْ لَّهُمْ قَوْلًا مَّیْسُوْرًا ۟
૨૮. અને જો તમને તે (સગા સંબંધી, લાચારો અને મુસાફરો)થી મોઢું ફેરવવું પડે, કે (હમણા તમારી પાસે એમને આપવા માટે કઇ જ નથી પરંતુ) તમે પોતાના પાલનહારની આ કૃપાની આશા જરૂર રાખો છો, તો પણ તમે સારી રીતે અને નમ્રતા પૂર્વક તેઓને સમજાવી દો.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَجْعَلْ یَدَكَ مَغْلُوْلَةً اِلٰی عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُوْمًا مَّحْسُوْرًا ۟
૨૯. પોતાનો હાથ પોતાના ગળા સાથે બાંધેલો ન રાખ અને ન તો તેને તદ્દન ખોલી નાખ, નહીં તો પોતે જ ઠપકાનું કારણ કંગાળ બની જશો.
আৰবী তাফছীৰসমূহ:
اِنَّ رَبَّكَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— اِنَّهٗ كَانَ بِعِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟۠
૩૦. નિ:શંક તમારો પાલનહાર જેના માટે ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે, તેની રોજી તંગ કરી દે છે, નિ:શંક તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જુએ છે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ خَشْیَةَ اِمْلَاقٍ ؕ— نَحْنُ نَرْزُقُهُمْ وَاِیَّاكُمْ ؕ— اِنَّ قَتْلَهُمْ كَانَ خِطْاً كَبِیْرًا ۟
૩૧. અને લાચારીના ભયથી પોતાના સંતાનને મારી ન નાખો, તેમને પણ અને તમને પણ અમે જ રોજી આપીએ છીએ, નિ:શંક તેમને કતલ કરવું ખૂબ જ મોટો ગુનોહ છે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَقْرَبُوا الزِّنٰۤی اِنَّهٗ كَانَ فَاحِشَةً ؕ— وَسَآءَ سَبِیْلًا ۟
૩૨. ખબરદાર! અશ્લીલતાની નજીક પણ ન જશો, કારણકે તે સ્પષ્ટ નિર્લજ્જ્તા છે અને ખૂબ જ ખોટો માર્ગ છે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ— وَمَنْ قُتِلَ مَظْلُوْمًا فَقَدْ جَعَلْنَا لِوَلِیِّهٖ سُلْطٰنًا فَلَا یُسْرِفْ فِّی الْقَتْلِ ؕ— اِنَّهٗ كَانَ مَنْصُوْرًا ۟
૩૩. અને કોઈ એવા વ્યક્તિને કતલ ન કરો, જેનું કતલ કરવાને અલ્લાહએ હરામ ઠેરવ્યું છે, જો કે સાચા તરીકા પર (કતલ કરી શકો છો) અને જો કોઈ વ્યક્તિને કારણ વગર જ કતલ કરવામાં આવે તો અમે તેમના સગા સબંધીનો અધિકાર આપ્યો છે, તેણે કતલ કરવામાં અતિરેક ના કરવો જોઈએ, ખરેખર તેની મદદ કરવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَقْرَبُوْا مَالَ الْیَتِیْمِ اِلَّا بِالَّتِیْ هِیَ اَحْسَنُ حَتّٰی یَبْلُغَ اَشُدَّهٗ ۪— وَاَوْفُوْا بِالْعَهْدِ ۚ— اِنَّ الْعَهْدَ كَانَ مَسْـُٔوْلًا ۟
૩૪. અને અનાથના ધનની નજીક પણ ન જાઓ, સિવાય ઉત્તમ રીતે, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને વચનો પૂરા કરો, કારણકે વચનો વિશે પૂછપરછ કરવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَاَوْفُوا الْكَیْلَ اِذَا كِلْتُمْ وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ؕ— ذٰلِكَ خَیْرٌ وَّاَحْسَنُ تَاْوِیْلًا ۟
૩૫. અને જ્યારે તોલો તો પૂરેપૂરું તોલીને આપો, અને સીધા ત્રાજવાથી તોલો, આ જ ઉત્તમ તરીકો છે અને પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ ઉત્તમ છે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَقْفُ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ ؕ— اِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ اُولٰٓىِٕكَ كَانَ عَنْهُ مَسْـُٔوْلًا ۟
૩૬. જે વાતની તમને ખબર પણ ન હોય તેની પાછળ ન પડી જશો, કારણ કે કાન, આંખ અને દિલ દરેકની પૂછતાછ કરવામાં આવશે.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَمْشِ فِی الْاَرْضِ مَرَحًا ۚ— اِنَّكَ لَنْ تَخْرِقَ الْاَرْضَ وَلَنْ تَبْلُغَ الْجِبَالَ طُوْلًا ۟
૩૭. અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, કારણકે ન તો તું ધરતીને ફાડી શકે છે અને ન તો લંબાઇમાં પર્વતો સુધી પહોંચી શકે છે.
আৰবী তাফছীৰসমূহ:
كُلُّ ذٰلِكَ كَانَ سَیِّئُهٗ عِنْدَ رَبِّكَ مَكْرُوْهًا ۟
૩૮. આ બધાં કાર્યો એવા છે, જે તમારા પાલનહારને ખૂબ જ નાપસંદ છે.
আৰবী তাফছীৰসমূহ:
 
অৰ্থানুবাদ ছুৰা: আল-ইছৰা
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - গুজৰাটী অনুবাদ - ৰাবীলা উমৰী - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

ইয়াক ৰাবিলা আল-উমৰীয়ে অনুবাদ কৰিছে। মৰ্কজ ৰুৱাদুত তাৰ্জামাৰ তত্ত্বাৱধানত ইয়াক উন্নীত কৰা হৈছে।

বন্ধ