Check out the new design

কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ - রাবিলা আল-উমরি * - অনুবাদসমূহের সূচী

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অর্থসমূহের অনুবাদ সূরা: আল-বাকারা   আয়াত:
وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَیْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِ ۚ— وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰی یُقٰتِلُوْكُمْ فِیْهِ ۚ— فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْ ؕ— كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِیْنَ ۟
૧૯૧. તેઓ સાથે લડો, જ્યાં પણ તેઓ આમને સામને આવી જાય અને તેઓને ત્યાંથી કાઢી મુકો, જ્યાંથી તેઓએ તમને કાઢયા છે અને ફિતનો કતલ કરતા પણ વધારે ખરાબ છે અને મસ્જિદે હરામ પાસે તેઓની સાથે ઝઘડો ન કરશો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારી સાથે ઝઘડો ન કરે, જો તેઓ તમારા સાથે તે જગ્યા પર ઝઘડે તો તમે પણ તેઓને કતલ કરો, કાફિરો માટે આ જ બદલો છે.
আরবি তাফসীরসমূহ:
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
૧૯૨. જો આ લોકો (લડાઇ-ઝઘડો) છોડી દે તો અલ્લાહ તઆલા માફ કરનાર, અત્યંત કૃપાળુ છે.
আরবি তাফসীরসমূহ:
وَقٰتِلُوْهُمْ حَتّٰی لَا تَكُوْنَ فِتْنَةٌ وَّیَكُوْنَ الدِّیْنُ لِلّٰهِ ؕ— فَاِنِ انْتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَی الظّٰلِمِیْنَ ۟
૧૯૩. તેઓની સાથે લડો જ્યાં સુધી કે ફિતનો ખતમ ન થઇ જાય અને દીન અલ્લાહ તઆલા માટે જ થઈ જાય, પછી જો આ લોકો અટકી જાય (તો તમે પણ અટકી જાવ) અતિરેક તો ફકત અત્યાચારીઓ પર જ છે.
আরবি তাফসীরসমূহ:
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌ ؕ— فَمَنِ اعْتَدٰی عَلَیْكُمْ فَاعْتَدُوْا عَلَیْهِ بِمِثْلِ مَا اعْتَدٰی عَلَیْكُمْ ۪— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
૧૯૪. પવિત્ર મહીનાનો બદલો પવિત્ર મહીનામાં છે અને પવિત્ર મહિનાઓમાં પણ બદલો લેવાના આદેશો લાગુ પડે છે, જો કોઈ તમારા પર અતિરેક કરે તો તમે પણ તેના પર તેના જેવો જ અતિરેક કરી શકો છો, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
আরবি তাফসীরসমূহ:
وَاَنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَیْدِیْكُمْ اِلَی التَّهْلُكَةِ ۛۚ— وَاَحْسِنُوْا ۛۚ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟
૧૯૫. અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરો અને પોતાને પોતાના હાથ જ બરબાદ ન થાઓ અને અહેસાન ભર્યો વ્યવહાર કરો, અલ્લાહ તઆલા અહેસાન કરવાવાળાઓને પસંદ કરે છે.
আরবি তাফসীরসমূহ:
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِ ؕ— فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰی یَبْلُغَ الْهَدْیُ مَحِلَّهٗ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ بِهٖۤ اَذًی مِّنْ رَّاْسِهٖ فَفِدْیَةٌ مِّنْ صِیَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍ ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ ۥ— فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَی الْحَجِّ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ فِی الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْ ؕ— تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ— ذٰلِكَ لِمَنْ لَّمْ یَكُنْ اَهْلُهٗ حَاضِرِی الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟۠
૧૯૬. હજ્જ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો, હાઁ જો તમને રોકી લેવામાં આવે તો જે કુરબાનીની સહુલત હોય તેને કરી નાખો અને ત્યાં સુધી મુંડન ન કરાવો, જ્યાં સુધી કે કુરબાની કુરબાનીની જગ્યાએ ન પહોંચી જાય, હાઁ તમારા માંથી જે બિમાર હોય અથવા તેના માથામાં કોઇ તકલીફ હોય (તો મુંડન કરી શકે છે.) પરંતુ તેના પર મુક્તિદંડ છે, ઇચ્છે તો રોઝો રાખી લે અથવા તો દાન કરી દે અથવા તો કુરબાની કરી દે, બસ જ્યારે તમે શાંતિની સ્થિતીમાં આવી જાવ તો જે વ્યક્તિ ઉમરહથી લઇ હજ્જ સુધી તમત્તુઅ (હજ્જનો એક પ્રકાર) કરે, બસ! તેને જે કુરબાનીની સહુલત હોય તેને કરી દે, જેને શક્તિ ન હોય તે ત્રણ રોઝા હજ્જના દિવસોમાં રાખી લે અને સાત રોઝા પાછા ફરતી વખતે, આ પુરા દસ રોઝા થઇ ગયા, આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય, લોકો! અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે.
আরবি তাফসীরসমূহ:
 
অর্থসমূহের অনুবাদ সূরা: আল-বাকারা
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ - রাবিলা আল-উমরি - অনুবাদসমূহের সূচী

রাবিলা আল-উমরি অনূদিত। মারকায রুওয়াদুদ তরজমা এর তত্ত্বাবধানে সম্পাদিত হয়েছে।

বন্ধ