কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ * - অনুবাদসমূহের সূচী

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আল-মুমিনুন   আয়াত:

અલ્ મુઅમિનૂન

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ
૧) નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી.
আরবি তাফসীরসমূহ:
الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ
૨) જેઓ પોતાની નમાઝોને ખુશુઅ (એકાગ્રતા) સાથે પઢે છે.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ
૩) જેઓ બકવાસ વાતોથી દૂર રહે છે.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ
૪) જેઓ ઝકાત આપતા રહે છે.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ
૫) જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરે છે.
আরবি তাফসীরসমূহ:
اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ
૬) પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી.
আরবি তাফসীরসমূহ:
فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ
૭) જો આ સિવાય બીજો કોઈ તરીકો અપનાવશે તો આવા લોકો જ હદ વટાવી દેનાર છે.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ
૮) જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરે છે.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ
૯) જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે.
আরবি তাফসীরসমূহ:
اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ
૧૦) આ જ લોકો વારસદાર છે.
আরবি তাফসীরসমূহ:
الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
૧૧) જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
আরবি তাফসীরসমূহ:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ
૧૨) નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟
૧૩) પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ
૧૪) પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ
૧૫) ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟
૧૬) પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે.
আরবি তাফসীরসমূহ:
وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟
૧૭) અમે તમારા ઉપર સાત આકાશો બનાવ્યા અને અમે સર્જનથી ગાફિલ નથી.
আরবি তাফসীরসমূহ:
وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِی الْاَرْضِ ۖۗ— وَاِنَّا عَلٰی ذَهَابٍ بِهٖ لَقٰدِرُوْنَ ۟ۚ
૧૮) અમે એક પ્રમાણ મુજબ આકાશ માંથી પાણી વરસાવીએ છીએ, પછી તેને ધરતીમાં રોકી લઇએ છીએ અને અમે તેને લઇ જવા પર ખરેખર શક્તિ ધરાવીએ છીએ.
আরবি তাফসীরসমূহ:
فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ ۘ— لَكُمْ فِیْهَا فَوَاكِهُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
૧૯) તે જ પાણી વડે અમે તમારા માટે ખજૂરો અને દ્રાક્ષના બગીચાઓ ઉપજાવીએ છીએ, જેના દ્વારા તમને ઘણા પ્રકારના ફાળો મળે છ, તમે તેમાંથી જ ખાઓ છો.
আরবি তাফসীরসমূহ:
وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَیْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْاٰكِلِیْنَ ۟
૨૦) અને તે વૃક્ષ, જે તૂરે સૈના પર્વત પરથી નીકળે છે, જે તેલ વિસર્જિત કરે છે અને ખાવાવાળાઓ માટે સૂપ છે.
আরবি তাফসীরসমূহ:
وَاِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ— نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
૨૧) તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે, તેમના પેટ માંથી અમે તમને (દૂધ) પીવડાવીએ છીએ અને તેમાં બીજા ઘણા ફાયદાઓ તમારા માટે છે, તેમાંથી કેટલાંકને તમે ખાઓ પણ છો.
আরবি তাফসীরসমূহ:
وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟۠
૨૨) અને તેમના પર અને હોડીઓમાં સવારી કરો છો.
আরবি তাফসীরসমূহ:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟
૨૩) નિ:શંક અમે નૂહને તેમની કોમ તરફ પયગંબર બનાવી મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, શું તમે (તેનાથી) ડરતા નથી ?
আরবি তাফসীরসমূহ:
فَقَالَ الْمَلَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یُرِیْدُ اَنْ یَّتَفَضَّلَ عَلَیْكُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً ۖۚ— مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآىِٕنَا الْاَوَّلِیْنَ ۟ۚۖ
૨૪) તેમની કોમના ઇન્કાર કરનારા આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું કે આ તો તમારા જેવો જ મનુષ્ય છે, જે તમારા પર હોદ્દો ઇચ્છે છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો કોઈ ફરિશ્તાને ઉતારતો. અમે તો આ વિશે અમારા પૂર્વજોના સમયમાં સાંભળ્યુ જ નથી.
আরবি তাফসীরসমূহ:
اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰی حِیْنٍ ۟
૨૫) એ તો એક એવો વ્યક્તિ છે, જેને પાગલપણું છે, એટલા માટે થોડોક સમય હજુ રાહ જુઓ.(કદાચ તે ઠીક થઇ જાય.)
আরবি তাফসীরসমূহ:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
૨૬) નૂહએ દુઆ કરી, હે મારા પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.
আরবি তাফসীরসমূহ:
فَاَوْحَیْنَاۤ اِلَیْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَوَحْیِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— فَاسْلُكْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ مِنْهُمْ ۚ— وَلَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ— اِنَّهُمْ مُّغْرَقُوْنَ ۟
૨૭) તો અમે તેમની તરફ વહી કરી કે તમે અમારી આંખો સમક્ષ અમારી વહી પ્રમાણે એક હોડી બનાવો, પછી જ્યારે (અઝાબ માટે) અમારો આદેશ આવી જાય અને તન્નુર ઉભરાઇ જાય, તો તમે દરેક પ્રકારની એકએક જોડ (નર અને માદા) ને લઈ લો અને પોતાના ઘરવાળાઓને પણ આ હોડીમાં બેસાડી દો, પરંતુ તે લોકો સિવાય, જેમના વિશે અમારી વાત પહેલા નક્કી ગઇ છે, ખબરદાર જે લોકોએ ઝુલ્મ કર્યો છે તેમના વિશે મારી સાથે કંઇ વાતચીત ન કરતા. તે સૌને ડુબાડવામાં આવશે.
আরবি তাফসীরসমূহ:
فَاِذَا اسْتَوَیْتَ اَنْتَ وَمَنْ مَّعَكَ عَلَی الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ نَجّٰىنَا مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૨૮) જ્યારે તમે અને તમારા મિત્રો હોડીમાં શાંતિથી બેસી જાવ તો કહેજો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે અમને જાલિમ લોકોથી છૂટકારો આપ્યો.
আরবি তাফসীরসমূহ:
وَقُلْ رَّبِّ اَنْزِلْنِیْ مُنْزَلًا مُّبٰرَكًا وَّاَنْتَ خَیْرُ الْمُنْزِلِیْنَ ۟
૨૯) અને (આ પણ) કહેજો કે હે મારા પાલનહાર ! મને બરકતની સાથે ઉતાર, અને તું જ ઉતારવા માટે શ્રેષ્ઠ છે.
আরবি তাফসীরসমূহ:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ وَّاِنْ كُنَّا لَمُبْتَلِیْنَ ۟
૩૦) ખરેખર આમાં મોટી મોટી નિશાનીઓ છે અને અમે નિ:શંક કસોટી કરવાવાળા છે.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟ۚ
૩૧) ત્યાર પછી અમે એક બીજી કૌમનું સર્જન કર્યું.
আরবি তাফসীরসমূহ:
فَاَرْسَلْنَا فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ اَنِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟۠
૩૨) પછી તે લોકો માંથી પયગંબર મોકલ્યા, (જેણે તેમને કહ્યું) હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તમે કેમ ડરતા નથી ?
আরবি তাফসীরসমূহ:
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِهِ الَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِلِقَآءِ الْاٰخِرَةِ وَاَتْرَفْنٰهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۙ— مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یَاْكُلُ مِمَّا تَاْكُلُوْنَ مِنْهُ وَیَشْرَبُ مِمَّا تَشْرَبُوْنَ ۟ۙ
૩૩) અને કોમના સરદારોએ જવાબ આપ્યો, જેઓ ઇન્કાર કરતા હતાં અને આખિરતની મુલાકાતને જુઠલાવતા હતાં અને અમે તે લોકોને દુનિયાના જીવનમાં સમૃદ્ધ બનાવ્યા હતાં, (તેઓએ કહ્યું) કે આ તો તમારા જેવો જ એક મનુષ્ય છે. તમારા જેવો જ ખોરાક આ પણ ખાય છે અને તમારા પીવા માટેના પાણીને પણ તે પીવે છે.
আরবি তাফসীরসমূহ:
وَلَىِٕنْ اَطَعْتُمْ بَشَرًا مِّثْلَكُمْ ۙ— اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟ۙ
૩૪) જો તમે પોતાના જેવા જ માનવીનું અનુસરણ કરવા લાગશો, તો નિ:શંક તમે ખૂબ નુકસાન ઉઠાવનારા બની જશો.
আরবি তাফসীরসমূহ:
اَیَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَّعِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ ۟
૩૫) શું તે તમને આ વાતનું વચન આપે છે કે જ્યારે તમે મૃત્યુ પામી ફક્ત માટી અને હાડકા રહી જશો, તો તમે પાછા જીવિત કરવામાં આવશો.
আরবি তাফসীরসমূহ:
هَیْهَاتَ هَیْهَاتَ لِمَا تُوْعَدُوْنَ ۟
૩૬) આ વાત તો સમજની બહાર છે, જેનું તમને વચન આપવામાં આવે છે.
আরবি তাফসীরসমূহ:
اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا نَمُوْتُ وَنَحْیَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ ۟
૩૭) (જીવન) તો ફક્ત દુનિયાનું જ જીવન છે, આપણે મૃત્યુ પામીએ છીએ અને જીવિત થઇએ છીએ. અને આપણે પાછા જીવિત કરવામાં નહિ આવીએ.
আরবি তাফসীরসমূহ:
اِنْ هُوَ اِلَّا رَجُلُ ١فْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا وَّمَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِیْنَ ۟
૩૮) આ તો બસ ! એકએવો વ્યક્તિ છે, જેણે અલ્લાહ પર જુઠાણું બાંધ્યું, અમે તો ક્યારેય આ વ્યક્તિ પર ઈમાન લાવવાના નથી.
আরবি তাফসীরসমূহ:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
૩૯) તે પયગંબરે દુઆ કરી કે હે પાલનહાર ! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.
আরবি তাফসীরসমূহ:
قَالَ عَمَّا قَلِیْلٍ لَّیُصْبِحُنَّ نٰدِمِیْنَ ۟ۚ
૪૦) અલ્લાહએ જવાબ આપ્યો કે આ લોકો થોડાક સમય પછી આ (પોતાના કર્મો) પર પસ્તાવો કરશે.
আরবি তাফসীরসমূহ:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ بِالْحَقِّ فَجَعَلْنٰهُمْ غُثَآءً ۚ— فَبُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૪૧) છેવટે નિર્ણય પ્રમાણે ચીસે (ડરામણા અવાજે) તેમને પકડી લીધા અને અમે તે લોકોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા, બસ ! જાલિમ લોકો માટે દૂરી છે.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِیْنَ ۟ؕ
૪૨) ત્યાર પછી અમે બીજી ઘણી કોમોનું સર્જન કર્યું.
আরবি তাফসীরসমূহ:
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟ؕ
૪૩) ન તો કોઈ કોમ પોતાના સમય પહેલા ખત્મ થઈ અને ન તો પોતાના સમય પછી રોકાઈ છે.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ؕ— كُلَّ مَا جَآءَ اُمَّةً رَّسُوْلُهَا كَذَّبُوْهُ فَاَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَّجَعَلْنٰهُمْ اَحَادِیْثَ ۚ— فَبُعْدًا لِّقَوْمٍ لَّا یُؤْمِنُوْنَ ۟
૪૪) પછી અમે એક-પછી એક પયગંબરોને મોકલતા રહ્યા, જ્યારે પણ જે કોમ પાસે તેમના પયગંબર આવતા તો તેઓ તેમને જુઠલાવ્તા હતા, તો અમે એક કોમ પછી એક કોમને નષ્ટ કરતા રહ્યા, અહી સુધી કે તે લોકોને નવલકથા બનાવી દીધા. તે લોકો માટે દૂરી છે, જેઓ ઈમાન નથી લાવતા.
আরবি তাফসীরসমূহ:
ثُمَّ اَرْسَلْنَا مُوْسٰی وَاَخَاهُ هٰرُوْنَ ۙ۬— بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
૪૫) પછી અમે મૂસા અને તેમના ભાઇ હારૂનને મુઅજિઝહ અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.
আরবি তাফসীরসমূহ:
اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا عَالِیْنَ ۟ۚ
૪૬) ફિરઔન અને તેના લશ્કરો તરફ. બસ ! તે લોકોએ ઘમંડ કર્યું અને તે લોકો વિદ્રોહી જ હતાં.
আরবি তাফসীরসমূহ:
فَقَالُوْۤا اَنُؤْمِنُ لِبَشَرَیْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عٰبِدُوْنَ ۟ۚ
૪૭) કહેવા લાગ્યા કે શું અમે આપણા જેવા જ બે વ્યક્તિઓ પર ઈમાન લાવીએ ? જ્યારે કે તેમની આપણી ગુલામ છે.
আরবি তাফসীরসমূহ:
فَكَذَّبُوْهُمَا فَكَانُوْا مِنَ الْمُهْلَكِیْنَ ۟
૪૮) બસ ! તે લોકોએ તે બન્નેને પણ જુઠલાવ્યા, છેવટે તે લોકો પણ નષ્ટ થયેલા લોકો માંથી થઇ ગયા.
আরবি তাফসীরসমূহ:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
૪૯) અમે મૂસાને કિતાબ (એટલા માટે) પણ આપી હતી, કે તેમના લોકો સત્ય માર્ગ પર આવી જાય.
আরবি তাফসীরসমূহ:
وَجَعَلْنَا ابْنَ مَرْیَمَ وَاُمَّهٗۤ اٰیَةً وَّاٰوَیْنٰهُمَاۤ اِلٰی رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَّمَعِیْنٍ ۟۠
૫૦) અમે મરયમના દીકરા અને તેની માતાને એક નિશાની બનાવ્યા અને તે બન્નેને ઉચ્ચ, સ્વચ્છ અને રહેવા લાયક વહેતા પાણીવાળી જગ્યા પર શરણ આપ્યું.
আরবি তাফসীরসমূহ:
یٰۤاَیُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّیِّبٰتِ وَاعْمَلُوْا صَالِحًا ؕ— اِنِّیْ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟ؕ
૫૧) હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું.
আরবি তাফসীরসমূহ:
وَاِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّاَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ ۟
૫૨) નિ:શંક તમારી ઉમ્મત એક જ ઉમ્મત છે, અને હું જ તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારાથી ડરતા રહો.
আরবি তাফসীরসমূহ:
فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ زُبُرًا ؕ— كُلُّ حِزْبٍۭ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ ۟
૫૩) પછી લોકોએ પોતે (જ) પોતાના આદેશ (દીન)ના અંદરોઅંદર ટૂકડે ટૂકડા કરી દીધા, દરેક જૂથ, જે કંઇ તેમની પાસે છે, તેના પર જ ઇતરાઇ રહ્યો છે.
আরবি তাফসীরসমূহ:
فَذَرْهُمْ فِیْ غَمْرَتِهِمْ حَتّٰی حِیْنٍ ۟
૫૪) બસ ! (હે પયગંબર) તમે તેમને ગફલત માટે થોડોક સમય આપી દો.
আরবি তাফসীরসমূহ:
اَیَحْسَبُوْنَ اَنَّمَا نُمِدُّهُمْ بِهٖ مِنْ مَّالٍ وَّبَنِیْنَ ۟ۙ
૫૫) શું આ લોકો એમ સમજી બેઠા છે કે અમે જે કંઇ પણ તેમના ધન અને સંતાનમાં વધારો કરી રહ્યા છે, (તે તેમને ફાયદો પહોંચાડશે).
আরবি তাফসীরসমূহ:
نُسَارِعُ لَهُمْ فِی الْخَیْرٰتِ ؕ— بَلْ لَّا یَشْعُرُوْنَ ۟
૫૬) તો અમે તેઓને ભલાઈ આપવામાં ઉતાવળ કરી રહ્યા છે, (નહીં) પરંતુ આ લોકો સમજતા જ નથી,
আরবি তাফসীরসমূহ:
اِنَّ الَّذِیْنَ هُمْ مِّنْ خَشْیَةِ رَبِّهِمْ مُّشْفِقُوْنَ ۟ۙ
૫૭) (ભલાઈ પામનાર) તે લોકો છે, જેઓ પોતાના પાલનહારના ભયથી ડરે છે,
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ بِاٰیٰتِ رَبِّهِمْ یُؤْمِنُوْنَ ۟ۙ
૫૮) અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે,
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ هُمْ بِرَبِّهِمْ لَا یُشْرِكُوْنَ ۟ۙ
૫૯) અને તેઓ પોતાના પાલનહાર સાથે કોઈને શરીક (ભાગીદાર) નથી બનાવતા.
আরবি তাফসীরসমূহ:
وَالَّذِیْنَ یُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّقُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰی رَبِّهِمْ رٰجِعُوْنَ ۟ۙ
૬૦) અને તે લોકો (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, અને જે કંઇ પણ તેઓ ખર્ચ કરે છે, તે સમયે તેમના હૃદય કાંપતા હોય છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે,
আরবি তাফসীরসমূহ:
اُولٰٓىِٕكَ یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَهُمْ لَهَا سٰبِقُوْنَ ۟
૬૧) આ જ તે લોકો છે, જેઓ નેકીના કામોમાં ઉતાવળ તેમજ એક બીજાથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરતા રહે છે.
আরবি তাফসীরসমূহ:
وَلَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا وَلَدَیْنَا كِتٰبٌ یَّنْطِقُ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
૬૨) અમે કોઈ જીવને તેની તાકાત કરતા વધારે તકલીફ નથી આપતા અને મારી પાસે એક એવી કિતાબ છે, જે સત્ય વાત કરે છે અને તેમના પર સહેજ પણ ઝુલ્મ કરવામાં નહીં આવે.
আরবি তাফসীরসমূহ:
بَلْ قُلُوْبُهُمْ فِیْ غَمْرَةٍ مِّنْ هٰذَا وَلَهُمْ اَعْمَالٌ مِّنْ دُوْنِ ذٰلِكَ هُمْ لَهَا عٰمِلُوْنَ ۟
૬૩) પરંતુ તેમના હૃદય આ વિશે ગાફેલ છે અને તેમના માટે આ સિવાય પણ ઘણા (ખરાબ) કાર્યો છે, જેમને તેઓ કરી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
حَتّٰۤی اِذَاۤ اَخَذْنَا مُتْرَفِیْهِمْ بِالْعَذَابِ اِذَا هُمْ یَجْـَٔرُوْنَ ۟ؕ
૬૪) ત્યાં સુધી કે અમે તેમના સુખી લોકોને અઝાબમાં પકડી લઈશું, તો તે સમયે તેઓ ચીસો પાડી ફરિયાદ કરવા લાગશે.
আরবি তাফসীরসমূহ:
لَا تَجْـَٔرُوا الْیَوْمَ ۫— اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ ۟
૬૫) (અમે કહીશું) આજે ચીસો ન પાડશો, ખરેખર આજે અમારા તરફથી તમારી મદદ કરવામાં નહિ આવે.
আরবি তাফসীরসমূহ:
قَدْ كَانَتْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ عَلٰۤی اَعْقَابِكُمْ تَنْكِصُوْنَ ۟ۙ
૬૬) જ્યારે મારી આયતો તમારી સમક્ષ પઢવામાં આવતી તો તમે પોતાની એડીઓ પર ઊંધા ભાગતા હતાં.
আরবি তাফসীরসমূহ:
مُسْتَكْبِرِیْنَ ۖۚۗ— بِهٖ سٰمِرًا تَهْجُرُوْنَ ۟
૬૭) મારી આયાતોને ઘંમડ કરતા, નવલકથા કહેતા, તેને છોડી દેતા હતાં,
আরবি তাফসীরসমূহ:
اَفَلَمْ یَدَّبَّرُوا الْقَوْلَ اَمْ جَآءَهُمْ مَّا لَمْ یَاْتِ اٰبَآءَهُمُ الْاَوَّلِیْنَ ۟ؗ
૬૮) શું તે લોકોએ આ વાત વિશે ના વિચાર્યું? અથવા તેમની પાસે કોઈ એવી વાત આવી છે, જે તેમના પૂર્વજો પાસે નહતી આવતી.
আরবি তাফসীরসমূহ:
اَمْ لَمْ یَعْرِفُوْا رَسُوْلَهُمْ فَهُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟ؗ
૬૯) અથવા તે લોકોએ પોતાના પયગંબરને ઓળખ્યા જ નહિ, એટલા માટે તેઓ ઇન્કાર કરી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
اَمْ یَقُوْلُوْنَ بِهٖ جِنَّةٌ ؕ— بَلْ جَآءَهُمْ بِالْحَقِّ وَاَكْثَرُهُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟
૭૦) અથવા આ લોકો એમ કહે છે કે તેને પાગલપણું છે ? પરંતુ તે તો તેમના માટે સત્ય વાત લઈને આવ્યો છે, હાં ! તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને પસંદ નથી કરતા.
আরবি তাফসীরসমূহ:
وَلَوِ اتَّبَعَ الْحَقُّ اَهْوَآءَهُمْ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَالْاَرْضُ وَمَنْ فِیْهِنَّ ؕ— بَلْ اَتَیْنٰهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُّعْرِضُوْنَ ۟ؕ
૭૧) જો સત્ય જ તેમની મનેચ્છાઓને આધિન થઇ જાય, તો ધરતી અને આકાશ અને તેની વચ્ચેની દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત થઇ જાત, સત્ય તો એ છે કે અમે તેમને તેમના માટે શિખામણ (કુરઆન) પહોંચાડી દીધી, પરંતુ તેઓ પોતાની શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
اَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَیْرٌ ۖۗ— وَّهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟
૭૨) શું તમે તેમની પાસેથી કોઈ મહેનતાણું ઇચ્છો છો ? યાદ રાખો કે તમારા પાલનહારનું મહેનતાણું ઘણું જ ઉત્તમ છે અને તે બધા કરતા ઉત્તમ રોજી આપનાર છે.
আরবি তাফসীরসমূহ:
وَاِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
૭૩) નિ:શંક તમે તો તેમને સત્ય માર્ગ તરફ બોલાવો છો.
আরবি তাফসীরসমূহ:
وَاِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ عَنِ الصِّرَاطِ لَنٰكِبُوْنَ ۟
૭૪) નિ:શંક જે લોકો આખિરત પર ઈમાન નથી ધરાવતા તે સત્ય માર્ગથી હટી જનારા છે.
আরবি তাফসীরসমূহ:
وَلَوْ رَحِمْنٰهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِّنْ ضُرٍّ لَّلَجُّوْا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
૭૫) અને જો અમે તેમના પર દયા કરીએ અને તેમની તકલીફોને દૂર કરી દઇએ, તો આ લોકો તો પોતાના વિદ્રોહમાં અડગ રહી વધારે પથભ્રષ્ટ થવા લાગ્યા.
আরবি তাফসীরসমূহ:
وَلَقَدْ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوْا لِرَبِّهِمْ وَمَا یَتَضَرَّعُوْنَ ۟
૭૬) અને અમે તે લોકો પર અઝાબ આવ્યો, તો પણ તેઓ પોતાના પાલનહાર સામે ન ઝૂક્યા અને ન તો આજીજી કરી.
আরবি তাফসীরসমূহ:
حَتّٰۤی اِذَا فَتَحْنَا عَلَیْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِیْدٍ اِذَا هُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۟۠
૭૭) અહી સુધી કે અમે તેમના માટે સખત અઝાબનો દ્વાર ખોલી નાખ્યો, તો તે જ સમયે તરત જ નિરાશ થઇ ગયા.
আরবি তাফসীরসমূহ:
وَهُوَ الَّذِیْۤ اَنْشَاَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْـِٕدَةَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟
૭૮) તે અલ્લાહ છે, જેણે તમારા માટે કાન અને આંખો અને હૃદય બનાવ્યા, (જેથી તમે સાંભળો, જુઓ અને વિચાર કરો) પરંતુ તમે ઘણો ઓછો આભાર માનો છો.
আরবি তাফসীরসমূহ:
وَهُوَ الَّذِیْ ذَرَاَكُمْ فِی الْاَرْضِ وَاِلَیْهِ تُحْشَرُوْنَ ۟
૭૯) અને તે (અલ્લાહ) જ છે, જેણે તમારું સર્જન કરી ધરતી પર ફેલાવી દીધા અને તેની જ તરફ તમે ભેગા કરવામાં આવશો.
আরবি তাফসীরসমূহ:
وَهُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ وَلَهُ اخْتِلَافُ الَّیْلِ وَالنَّهَارِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
૮૦) અને આ તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને રાત- દિવસની ફેરબદલીનો વ્યવસ્થાપક તે જ છે, શું તમે સમજતા નથી ?
আরবি তাফসীরসমূহ:
بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ ۟
૮૧) પરંતુ તે લોકોએ પણ આવી જ વાત કરી, જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.
আরবি তাফসীরসমূহ:
قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟
૮૨) કહે છે કે જ્યારે અમે મૃત્યુ પામી માટી અને હાડકા બની જઇશું, તો પણ અમને ફરીવાર ઉઠાવવામાં આવશે ?
আরবি তাফসীরসমূহ:
لَقَدْ وُعِدْنَا نَحْنُ وَاٰبَآؤُنَا هٰذَا مِنْ قَبْلُ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
૮૩) અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આ વચન આપવામાં આવી રહ્યું છે, કંઇ નહીં, આ તો આગળના લોકોની વાર્તાઓ છે.
আরবি তাফসীরসমূহ:
قُلْ لِّمَنِ الْاَرْضُ وَمَنْ فِیْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૮૪) (હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો તમે જાણતા હોય ?
আরবি তাফসীরসমূহ:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ ۟
૮૫) તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા.
আরবি তাফসীরসমূহ:
قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۟
૮૬) પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે ?
আরবি তাফসীরসমূহ:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَتَّقُوْنَ ۟
૮૭) તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી?
আরবি তাফসীরসমূহ:
قُلْ مَنْ بِیَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَیْءٍ وَّهُوَ یُجِیْرُ وَلَا یُجَارُ عَلَیْهِ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૮૮) સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે ? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો ?
আরবি তাফসীরসমূহ:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ فَاَنّٰی تُسْحَرُوْنَ ۟
૮૯) આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે ?
আরবি তাফসীরসমূহ:
بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
૯૦) ના (આ નવલકથા નથી) અમે તેમની સમક્ષ સાચી વાત પહોચાડી છે,અને આ લોકો ખરેખર જૂઠા છે.
আরবি তাফসীরসমূহ:
مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰی بَعْضٍ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَ ۟ۙ
૯૧) ન તો અલ્લાહએ કોઈને દીકરો બનાવ્યો અને ન તો તેની સાથે કોઈ ઇલાહ છે, જો એવી વાત હોત તો દરેક ઇલાહ પોતાના સર્જનને લઇને અલગ થઇ જાત અને દરેક એકબીજા પર ચઢી બેસતા, અલ્લાહ તે વાતોથી પાક છે, જે આ લોકો બયાન કરી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟۠
૯૨) તે છૂપી અને જાહેર વાતોને જાણે છે અને જે શિર્ક આ લોકો કરી રહ્યા છે, તેનાથી તે ઉચ્ચ છે.
আরবি তাফসীরসমূহ:
قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَ ۟ۙ
૯૩) (હે પયગંર) ! તમે આ દુઆ કરો કે હે મારા પાલનહાર ! જે અઝાબની ધમકી તે લોકોને આપવામાં આવી રહી છે, જો તે મારી હાજરીમાં આવી જાય,
আরবি তাফসীরসমূহ:
رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
૯૪) તો હે મારા પાલનહાર ! તું મને તે જાલિમ જૂથમાં શામેલ ન કરીશ.
আরবি তাফসীরসমূহ:
وَاِنَّا عَلٰۤی اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ ۟
૯૫) અને જે અઝાબની ધમકી તેમને આપવામાં આવે રહી છે, તે અઝાબ તમને બતાવવા પર સપૂર્ણ સક્ષમ છે.
আরবি তাফসীরসমূহ:
اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ— نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ ۟
૯૬) તમે તેમના જવાબ આપતા એવી વાત કહો, જે ખૂબ જ સારી હોય, જે કઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે, તેને અમે સારી રીતે જાણીએ છીએ.
আরবি তাফসীরসমূহ:
وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِ ۟ۙ
૯૭) અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું.
আরবি তাফসীরসমূহ:
وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ ۟
૯૮) હે પાલનહાર ! અને એ વાતથી પણ હું તારી પાસે શરણ માગું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય.
আরবি তাফসীরসমূহ:
حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِ ۟ۙ
૯૯) (આ લોકો પોતાના કામમાં લાગેલા રહેશે) ત્યાં સુધી કે જ્યારે તેમના માંથી કોઈનું મૃત્યુ આવી પહોંચશે, તો કહેશે છે ક હે મારા પાલનહાર ! મને (દુનિયામાં) પાછો મોકલી દે.
আরবি তাফসীরসমূহ:
لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ— اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآىِٕلُهَا ؕ— وَمِنْ وَّرَآىِٕهِمْ بَرْزَخٌ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
૧૦૦) જે દુનિયાનેને હું છોડીને આવ્યો ત્યાં જઈ નેક અમલ કરું, (અલ્લાહ તઆલા કહેશે) આવું ક્યારેય નહીં થઈ શકે, આ તો ફક્ત એક વાત જ છે, જે આ લોકો કહી રહ્યા છે, અને આ (મૃતકો) દરમિયાન ફરીવાર જીવિત થવા સુધી એક આડ હશે,
আরবি তাফসীরসমূহ:
فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَىِٕذٍ وَّلَا یَتَسَآءَلُوْنَ ۟
૧૦૧) પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે, તે દિવસે તેમની વચ્ચે કોઈ સંબંધ નહિ રહે, અને ન તો તે લોકો એકબીજાના હાલચાલ પૂછશે.
আরবি তাফসীরসমূহ:
فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
૧૦૨) તે દિવસે જેમના ત્રાજવાનું પલડું ભારે હશે, તે સફળ થનારા હશે.
আরবি তাফসীরসমূহ:
وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ
૧૦૩) અને જે લોકોના ત્રાજવાનું પલડું હલકું થઇ ગયું, આ જ તે લોકો છે, જેમણે પોતાનું નુકસાન પોતે જ કરી લીધું. જે હંમેશા માટે જહન્નમમાં રહેશે.
আরবি তাফসীরসমূহ:
تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِیْهَا كٰلِحُوْنَ ۟
૧૦૪) જહન્નમની આગ તેમના ચહેરાને ભષ્મ કરી દેશે,અને ત્યાં તેમના ચહેરા ખરાબ થઇ જશે.
আরবি তাফসীরসমূহ:
اَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ ۟
૧૦૫) (તેમને કહેવામાં આવશે) શું મારી આયતો તમારી સમક્ષ પઢવામાં નહતી આવતી ? તો પણ તમે તેને જુઠલાવતા હતાં.
আরবি তাফসীরসমূহ:
قَالُوْا رَبَّنَا غَلَبَتْ عَلَیْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّیْنَ ۟
૧૦૬) તેઓ કહેશે કે હે પાલનહાર ! અમારી ખરાબી અમારા પર છવાઇ ગઇ, (ખરેખર) અમે જ ગુમરાહ હતાં.
আরবি তাফসীরসমূহ:
رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْهَا فَاِنْ عُدْنَا فَاِنَّا ظٰلِمُوْنَ ۟
૧૦૭) હે અમારા પાલનહાર ! અમને આ આગથી છૂટકારો આપ, જો હજુ પણ અમે આવું જ કરીએ તો, નિ:શંક અમે જ જાલિમ હશું.
আরবি তাফসীরসমূহ:
قَالَ اخْسَـُٔوْا فِیْهَا وَلَا تُكَلِّمُوْنِ ۟
૧૦૮) અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો.
আরবি তাফসীরসমূহ:
اِنَّهٗ كَانَ فَرِیْقٌ مِّنْ عِبَادِیْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟ۚۖ
૧૦૯) (વાત એવી છે) કે જ્યારે મારા બંદાઓ માંથી કેટલાક એવું કહેતા કે હે અમારા પાલનહાર ! અમને માફ કરી દે, અને અમારા પર રહમ કર, કારણકે તું જ સૌથી શ્રેષ્ઠ દયાળુ છે.
আরবি তাফসীরসমূহ:
فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِیًّا حَتّٰۤی اَنْسَوْكُمْ ذِكْرِیْ وَكُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ ۟
૧૧૦) (પરંતુ) તમે તેની મશ્કરી જ કરતા રહ્યા, ત્યાં સુધી કે તમે મને ભૂલી ગયા અને તમે મજાક ઉડાવતા રહ્યા.
আরবি তাফসীরসমূহ:
اِنِّیْ جَزَیْتُهُمُ الْیَوْمَ بِمَا صَبَرُوْۤا ۙ— اَنَّهُمْ هُمُ الْفَآىِٕزُوْنَ ۟
૧૧૧) આજે મેં તેમને તેમની ધીરજનો બદલો આપી દીધો છે અને તે જ સફળ થનાર લોકો હશે.
আরবি তাফসীরসমূহ:
قٰلَ كَمْ لَبِثْتُمْ فِی الْاَرْضِ عَدَدَ سِنِیْنَ ۟
૧૧૨) અલ્લાહ તઆલા પૂછશે કે જણાવો તમે કેટલા વર્ષ ઝમીન પર રહ્યા?
আরবি তাফসীরসমূহ:
قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ فَسْـَٔلِ الْعَآدِّیْنَ ۟
૧૧૩) તેઓ કહેશે કે એક દિવસ અથવા એક દિવસ કરતા પણ ઓછું, અને આ વાત તો ગણતરી કરનારાઓને પણ પૂછી લો.
আরবি তাফসীরসমূহ:
قٰلَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِیْلًا لَّوْ اَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૧૧૪) અલ્લાહ તઆલા કહેશે કે ખરેખર તમે ત્યાં ઘણું જ ઓછું રહ્યા છો, હે કાશ ! કે આ વાત તમે આ પહેલા પણ જાણતા હોત.
আরবি তাফসীরসমূহ:
اَفَحَسِبْتُمْ اَنَّمَا خَلَقْنٰكُمْ عَبَثًا وَّاَنَّكُمْ اِلَیْنَا لَا تُرْجَعُوْنَ ۟
૧૧૫) શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન બેકાર જ કર્યું છે. અને એ કે તમે અમારી તરફ પાછા નહીં આવો?
আরবি তাফসীরসমূহ:
فَتَعٰلَی اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— رَبُّ الْعَرْشِ الْكَرِیْمِ ۟
૧૧૬) અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે.
আরবি তাফসীরসমূহ:
وَمَنْ یَّدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۙ— لَا بُرْهَانَ لَهٗ بِهٖ ۙ— فَاِنَّمَا حِسَابُهٗ عِنْدَ رَبِّهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ ۟
૧૧૭) જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા ઇલાહને પોકારશે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, આવા કાફિર ક્યારેય સફળ નહિ થાય.
আরবি তাফসীরসমূহ:
وَقُلْ رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟۠
૧૧૮) અને તમે અલ્લાહથી દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે અને મારા પર દયા કર અને તું સૌ દયાવાન કરતા વધુ દયાળુ છે.
আরবি তাফসীরসমূহ:
 
অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আল-মুমিনুন
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ - অনুবাদসমূহের সূচী

গুজরাটি ভাষায় কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ। অনুবাদ করেছেন রাবিলা আল-উমরি, ইসলামী গবেষণা ও শিক্ষা কেন্দ্রের প্রধান - নদিয়াদ গুজরাত। প্রকাশ করেছে আল-বিরর ফাউন্ডেশন - মুম্বাই ২০১৭ইং।

বন্ধ