কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ * - অনুবাদসমূহের সূচী

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আর-রাহমান   আয়াত:

અર્ રહમાન

اَلرَّحْمٰنُ ۟ۙ
૧. અત્યંત દયાળુ છે.
আরবি তাফসীরসমূহ:
عَلَّمَ الْقُرْاٰنَ ۟ؕ
૨. (જેણે) આ કુરઆન શીખવાડયું.
আরবি তাফসীরসমূহ:
خَلَقَ الْاِنْسَانَ ۟ۙ
૩. તેણે જ માનવીનું સર્જન કર્યુ.
আরবি তাফসীরসমূহ:
عَلَّمَهُ الْبَیَانَ ۟
૪. (પછી) તેને બોલતા શીખવાડયું.
আরবি তাফসীরসমূহ:
اَلشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ۟ۙ
૫. સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે ચાલી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
وَّالنَّجْمُ وَالشَّجَرُ یَسْجُدٰنِ ۟
૬. વેલો અને વૃક્ષો બન્ને સિજદો કરી રહ્યા છે.
আরবি তাফসীরসমূহ:
وَالسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ الْمِیْزَانَ ۟ۙ
૭. તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.
আরবি তাফসীরসমূহ:
اَلَّا تَطْغَوْا فِی الْمِیْزَانِ ۟
૮. જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.
আরবি তাফসীরসমূহ:
وَاَقِیْمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِیْزَانَ ۟
૯. ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.
আরবি তাফসীরসমূহ:
وَالْاَرْضَ وَضَعَهَا لِلْاَنَامِ ۟ۙ
૧૦. અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.
আরবি তাফসীরসমূহ:
فِیْهَا فَاكِهَةٌ وَّالنَّخْلُ ذَاتُ الْاَكْمَامِ ۟ۖ
૧૧. જેમાં (દરેક પ્રકારના) ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.
আরবি তাফসীরসমূহ:
وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّیْحَانُ ۟ۚ
૧૨. અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૧૩. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
خَلَقَ الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِ ۟ۙ
૧૪. તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.
আরবি তাফসীরসমূহ:
وَخَلَقَ الْجَآنَّ مِنْ مَّارِجٍ مِّنْ نَّارٍ ۟ۚ
૧૫. અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૧૬. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
رَبُّ الْمَشْرِقَیْنِ وَرَبُّ الْمَغْرِبَیْنِ ۟ۚ
૧૭. તે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો રબ છે
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૧૮. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
مَرَجَ الْبَحْرَیْنِ یَلْتَقِیٰنِ ۟ۙ
૧૯. તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.
আরবি তাফসীরসমূহ:
بَیْنَهُمَا بَرْزَخٌ لَّا یَبْغِیٰنِ ۟ۚ
૨૦. (તો પણ) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૨૧. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
یَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ۟ۚ
૨૨. તે બન્ને દરિયાઓમાંથી મોતી અને પરવાળું નીકળે છે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૨૩. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
وَلَهُ الْجَوَارِ الْمُنْشَاٰتُ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ۟ۚ
૨૪. અને સમુદ્રોમાં પર્વત માફક જે વહાણો ઉભા છે, તે બધું જ માલિકી હેઠળ છે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠
૨૫. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
كُلُّ مَنْ عَلَیْهَا فَانٍ ۟ۚۖ
૨૬. ધરતી પર જે કંઇ છે, તે નાશ પામશે.
আরবি তাফসীরসমূহ:
وَّیَبْقٰی وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟ۚ
૨૭. ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૨૮. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
یَسْـَٔلُهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلَّ یَوْمٍ هُوَ فِیْ شَاْنٍ ۟ۚ
૨૯. દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૩૦. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
سَنَفْرُغُ لَكُمْ اَیُّهَ الثَّقَلٰنِ ۟ۚ
૩૧. (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૩૨. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
یٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا ؕ— لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ ۟ۚ
૩૩. હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૩૪. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
یُرْسَلُ عَلَیْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ ۙ۬— وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ ۟ۚ
૩૫. તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે તેનો સામનો નહી કરી શકો.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૩૬. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ۟ۚ
૩૭. બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૩૮. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فَیَوْمَىِٕذٍ لَّا یُسْـَٔلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ ۟ۚ
૩૯. તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?)
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૪૦. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
یُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِیْمٰهُمْ فَیُؤْخَذُ بِالنَّوَاصِیْ وَالْاَقْدَامِ ۟ۚ
૪૧. પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૪૨. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
هٰذِهٖ جَهَنَّمُ الَّتِیْ یُكَذِّبُ بِهَا الْمُجْرِمُوْنَ ۟ۘ
૪૩. (અને તેમને કહેવામાં આવશે) કે આ છે તે જહન્નમ, જેને પાપીઓ જુઠલાવતા હતા.
আরবি তাফসীরসমূহ:
یَطُوْفُوْنَ بَیْنَهَا وَبَیْنَ حَمِیْمٍ اٰنٍ ۟ۚ
૪૪. તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠
૪૫. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهٖ جَنَّتٰنِ ۟ۚ
૪૬. અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે બગીચાઓ હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۙ
૪૭. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
ذَوَاتَاۤ اَفْنَانٍ ۟ۚ
૪૮. (તે બન્ને બગીચા) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૪૯. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِمَا عَیْنٰنِ تَجْرِیٰنِ ۟ۚ
૫૦. તે બન્ને (બગીચા) માં બે વહેતા ઝરણાં હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૫૧. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِمَا مِنْ كُلِّ فَاكِهَةٍ زَوْجٰنِ ۟ۚ
૫૨. બન્ને બગીચામાં દરેક ફળો બે-બે પ્રકારના હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૫૩. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
مُتَّكِـِٕیْنَ عَلٰی فُرُشٍ بَطَآىِٕنُهَا مِنْ اِسْتَبْرَقٍ ؕ— وَجَنَا الْجَنَّتَیْنِ دَانٍ ۟ۚ
૫૪. જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે, જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને બગીચાના ફળો ખુબ જ નજીક હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૫૫. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِنَّ قٰصِرٰتُ الطَّرْفِ ۙ— لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ
૫૬. ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૫૭. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
كَاَنَّهُنَّ الْیَاقُوْتُ وَالْمَرْجَانُ ۟ۚ
૫૮. તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૫૯. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
هَلْ جَزَآءُ الْاِحْسَانِ اِلَّا الْاِحْسَانُ ۟ۚ
૬૦. ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે છે ?
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૬૧. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
وَمِنْ دُوْنِهِمَا جَنَّتٰنِ ۟ۚ
૬૨. અને તે બન્ને બગીચા સિવાય બીજી બે બગીચાઓ પણ હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۙ
૬૩. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
مُدْهَآمَّتٰنِ ۟ۚ
૬૪. જે બન્ને ગીચ લીલાછમ હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ
૬૫. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِمَا عَیْنٰنِ نَضَّاخَتٰنِ ۟ۚ
૬૬. તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ
૬૭. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِمَا فَاكِهَةٌ وَّنَخْلٌ وَّرُمَّانٌ ۟ۚ
૬૮. તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ
૬૯. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
فِیْهِنَّ خَیْرٰتٌ حِسَانٌ ۟ۚ
૭૦. તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૭૧. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
حُوْرٌ مَّقْصُوْرٰتٌ فِی الْخِیَامِ ۟ۚ
૭૨. (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૭૩. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ
૭૪. તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નહિ લગાવ્યો હોય.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૭૫. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
مُتَّكِـِٕیْنَ عَلٰی رَفْرَفٍ خُضْرٍ وَّعَبْقَرِیٍّ حِسَانٍ ۟ۚ
૭૬. લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.
আরবি তাফসীরসমূহ:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
૭૭. બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
আরবি তাফসীরসমূহ:
تَبٰرَكَ اسْمُ رَبِّكَ ذِی الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟۠
૭૮. તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.
আরবি তাফসীরসমূহ:
 
অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আর-রাহমান
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ - অনুবাদসমূহের সূচী

গুজরাটি ভাষায় কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ। অনুবাদ করেছেন রাবিলা আল-উমরি, ইসলামী গবেষণা ও শিক্ষা কেন্দ্রের প্রধান - নদিয়াদ গুজরাত। প্রকাশ করেছে আল-বিরর ফাউন্ডেশন - মুম্বাই ২০১৭ইং।

বন্ধ