Traduction des sens du Noble Coran - Traduction en gujarati * - Lexique des traductions

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduction des sens Sourate: IBRÂHÎM   Verset:

ઈબ્રાહીમ

الٓرٰ ۫— كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— بِاِذْنِ رَبِّهِمْ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟ۙ
૧) અલિફ-લામ-રૉ. [1] આ કિતાબ અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે, તમે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવો, (અર્થાત) તેમના પાલનહારના આદેશથી લોકોને તે માર્ગ તરફ લાવો, જે જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહનો માર્ગ છે.
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Les exégèses en arabe:
اللّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَوَیْلٌ لِّلْكٰفِرِیْنَ مِنْ عَذَابٍ شَدِیْدِ ۟ۙ
૨) તે અલ્લાહ, જે આકાશો અને ધરતીમાં જે કઈ પણ છે, તેનો માલિક છે, અને કાફિરો માટે સખત અઝાબની ચેતના છે.
Les exégèses en arabe:
١لَّذِیْنَ یَسْتَحِبُّوْنَ الْحَیٰوةَ الدُّنْیَا عَلَی الْاٰخِرَةِ وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَیَبْغُوْنَهَا عِوَجًا ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟
૩) જે આખિરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં પોતાની ઈચ્છા પ્રમાણે ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાની ગુમરાહીમાં છે.
Les exégèses en arabe:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا بِلِسَانِ قَوْمِهٖ لِیُبَیِّنَ لَهُمْ ؕ— فَیُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
૪) અને અમે જે પયગંબરો પણ મોકલ્યાત, તેણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા, જેથી તે પયગંબર તે લોકો માટે સરેક વાત સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્યમાર્ગ બતાવે છે, અને તે દરેક વિજયી અને હિકમતવાળો છે.
Les exégèses en arabe:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَاۤ اَنْ اَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— وَذَكِّرْهُمْ بِاَیّٰىمِ اللّٰهِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟
૫) અને અમે મૂસાને મુઅજિઝહ લઇ મોકલ્યા (અને કહ્યું) કે તું પોતાની કોમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ બોલાવો, અને તેમને અલ્લાહના (અઝાબ વિશે) યાદ જણાવો,, તેમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે નિશાનીઓ છે.
Les exégèses en arabe:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ اَنْجٰىكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ وَیُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟۠
૬) અને (યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે, જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા હતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી.
Les exégèses en arabe:
وَاِذْ تَاَذَّنَ رَبُّكُمْ لَىِٕنْ شَكَرْتُمْ لَاَزِیْدَنَّكُمْ وَلَىِٕنْ كَفَرْتُمْ اِنَّ عَذَابِیْ لَشَدِیْدٌ ۟
૭) અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું હતું કે જો તમે શુકર (આભાર) કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે શુકર નહિ કરો તો ખરેખર મારો અઝાબ પણ ઘણો સખત છે.
Les exégèses en arabe:
وَقَالَ مُوْسٰۤی اِنْ تَكْفُرُوْۤا اَنْتُمْ وَمَنْ فِی الْاَرْضِ جَمِیْعًا ۙ— فَاِنَّ اللّٰهَ لَغَنِیٌّ حَمِیْدٌ ۟
૮) અને મૂસાએ તમને કહ્યું કે જો તમે બધા અને ધરતીના દરેક લોકો કુફર કરશો, તો પણ અલ્લાહ (તમારા બધાથી) બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે.
Les exégèses en arabe:
اَلَمْ یَاْتِكُمْ نَبَؤُا الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۛؕ۬— وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ۛؕ— لَا یَعْلَمُهُمْ اِلَّا اللّٰهُ ؕ— جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَرَدُّوْۤا اَیْدِیَهُمْ فِیْۤ اَفْوَاهِهِمْ وَقَالُوْۤا اِنَّا كَفَرْنَا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ وَاِنَّا لَفِیْ شَكٍّ مِّمَّا تَدْعُوْنَنَاۤ اِلَیْهِ مُرِیْبٍ ۟
૯) શું તમારી પાસે તમારા કરતા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે નૂહ, આદ અને ષમૂદની કોમની અને તેમના પછી આવનારા લોકોની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમે લઇનેઆવ્યા છો અમે તેનો ઇન્કાર કરીએ છીએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો એવી શંકમાં પડેલા છે, જેણે અમને બેચેન કરી દીધા છે.
Les exégèses en arabe:
قَالَتْ رُسُلُهُمْ اَفِی اللّٰهِ شَكٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— یَدْعُوْكُمْ لِیَغْفِرَ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَیُؤَخِّرَكُمْ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ— قَالُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ؕ— تُرِیْدُوْنَ اَنْ تَصُدُّوْنَا عَمَّا كَانَ یَعْبُدُ اٰبَآؤُنَا فَاْتُوْنَا بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟
૧૦) તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું તે અલ્લાહ વિશે તમને શંકા છે, જે આકાશો અને ધરતીને બનાવનાર છે? તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેઓ કહેવા લાગ્યા, તમે તો અમારી જેમ જ ઇન્સાન છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે માબૂદોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો.
Les exégèses en arabe:
قَالَتْ لَهُمْ رُسُلُهُمْ اِنْ نَّحْنُ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلٰكِنَّ اللّٰهَ یَمُنُّ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ— وَمَا كَانَ لَنَاۤ اَنْ نَّاْتِیَكُمْ بِسُلْطٰنٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
૧૧) તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ ઇન્સાન છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ નિશાની તમારી સામે લાવી બતાવીએ અને ઇમાનવાળાઓએ ફક્ત અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
Les exégèses en arabe:
وَمَا لَنَاۤ اَلَّا نَتَوَكَّلَ عَلَی اللّٰهِ وَقَدْ هَدٰىنَا سُبُلَنَا ؕ— وَلَنَصْبِرَنَّ عَلٰی مَاۤ اٰذَیْتُمُوْنَا ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ ۟۠
૧૨) છેવટે શું કારણ છે કે અમે અલ્લાહ તઆલા પર ભરોસો ન કરીએ, જ્યારે કે તેણે જ અમને સત્ય માર્ગ બતાવ્યો છે, અલ્લાહના સોગંદ, જે તકલીફ તમે અમને આપશો, અમે તેના પર ધીરજ રાખીશું, ભરોસો કરનારાઓએ અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.
Les exégèses en arabe:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُمْ مِّنْ اَرْضِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ— فَاَوْحٰۤی اِلَیْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظّٰلِمِیْنَ ۟ۙ
૧૩) કાફિરોએ પોતાના પયગંબરોને કહ્યું કે, અમે તમને શહેર માંથી કાઢી મૂકીશું, અથવા તમે ફરીથી અમારા ધર્મનો સ્વીકાર કરી લો, તો તેમના પાલનહારે તેમની તરફ વહી મોકલી કે અમે તે જાલિમ લોકોને નષ્ટ કરી દઇશું.
Les exégèses en arabe:
وَلَنُسْكِنَنَّكُمُ الْاَرْضَ مِنْ بَعْدِهِمْ ؕ— ذٰلِكَ لِمَنْ خَافَ مَقَامِیْ وَخَافَ وَعِیْدِ ۟
૧૪) અને તેમના પછી અમે તમને આ ધરતી પર વસાવીશું, આ (ઇનામ) છે તેમના માટે, જે મારી સામે (જવાબ આપવાથી) ઊભા રહેવાનો ડર રાખે. અને મારી ચેતવણીથી ડરતો રહે.
Les exégèses en arabe:
وَاسْتَفْتَحُوْا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِیْدٍ ۟ۙ
૧૫) પયગંબરોએ વિજયની દુઆ માંગી હતી અને (તેના કારણે) દરેક વિદ્રોહી, દુશ્મન નિરાશ થઇ ગયા.
Les exégèses en arabe:
مِّنْ وَّرَآىِٕهٖ جَهَنَّمُ وَیُسْقٰی مِنْ مَّآءٍ صَدِیْدٍ ۟ۙ
૧૬) ત્યારબાદ (તેમના માટે) જહન્નમ હશે, અને પીવા માટે તેમને પરૂનું પાણી પીવડાવવામાં આવશે.
Les exégèses en arabe:
یَّتَجَرَّعُهٗ وَلَا یَكَادُ یُسِیْغُهٗ وَیَاْتِیْهِ الْمَوْتُ مِنْ كُلِّ مَكَانٍ وَّمَا هُوَ بِمَیِّتٍ ؕ— وَمِنْ وَّرَآىِٕهٖ عَذَابٌ غَلِیْظٌ ۟
૧૭) જેને મુશ્કેલીથી ઘુંટડો ઘુંટડો પીશે, તો પણ એને ગળે ઉતારી નહીં શકે અને તેને દરેક બાજુથી મૃત્યુ દેખાશે, પરંતુ તે મૃત્યુ નહીં પામે, ત્યાર પછી પણ તેના માટે સખત અઝાબ હશે.
Les exégèses en arabe:
مَثَلُ الَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ اَعْمَالُهُمْ كَرَمَادِ ١شْتَدَّتْ بِهِ الرِّیْحُ فِیْ یَوْمٍ عَاصِفٍ ؕ— لَا یَقْدِرُوْنَ مِمَّا كَسَبُوْا عَلٰی شَیْءٍ ؕ— ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِیْدُ ۟
૧૮) જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના કાર્યોનું ઉદાહરણ તે રાખ જેવું છે, જેને ભયંકર વાવાઝોડાએ ઉડાવી દીધું હોય, તે લોકો પોતે કરેલા કાર્યો માંથી કઈ પણ ફાયદો ઉઠાવી નહિ શકે. આ જ દૂરની ગુમરાહી છે.
Les exégèses en arabe:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ؕ— اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَاْتِ بِخَلْقٍ جَدِیْدٍ ۟ۙ
૧૯) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને ઉત્તમ વ્યવસ્થા સાથે બનાવ્યા? જો તે ઇચ્છે તો તમને બધાને નષ્ટ કરી દે અને (તમારી જગ્યા પર) નવું સર્જન લાવી દે.
Les exégèses en arabe:
وَّمَا ذٰلِكَ عَلَی اللّٰهِ بِعَزِیْزٍ ۟
૨૦) અલ્લાહ માટે આ કાર્ય સહેજ પણ અશક્ય નથી.
Les exégèses en arabe:
وَبَرَزُوْا لِلّٰهِ جَمِیْعًا فَقَالَ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا مِنْ عَذَابِ اللّٰهِ مِنْ شَیْءٍ ؕ— قَالُوْا لَوْ هَدٰىنَا اللّٰهُ لَهَدَیْنٰكُمْ ؕ— سَوَآءٌ عَلَیْنَاۤ اَجَزِعْنَاۤ اَمْ صَبَرْنَا مَا لَنَا مِنْ مَّحِیْصٍ ۟۠
૨૧) અને જ્યારે આ લોકો અલ્લાહની સમક્ષ હાજર થશે તો તે સમયે અશક્ત લોકો અહંકારીઓને કહેશે, અમે તો (દુનિયામાં) તમારી પાછળ લાગેલા હતા, હવે )બતાવો આજે) તમે અમને અલ્લાહના અઝાબથી બચાવવા માટે કઈ કામમાં આવી શકો છો? જો અલ્લાહ અમને હિદાયત આપતો તો અમે પણ તમને હિદાયત તરફ જ માર્ગદર્શન આપતા, હવે તો અમારા પર અફસોસ કરો અથવા ધૈર્ય રાખો, બન્ને સરખું છે, આપણા માટે કોઈ છૂટકારો નથી.
Les exégèses en arabe:
وَقَالَ الشَّیْطٰنُ لَمَّا قُضِیَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْ ؕ— وَمَا كَانَ لِیَ عَلَیْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِیْ ۚ— فَلَا تَلُوْمُوْنِیْ وَلُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ— مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَمَاۤ اَنْتُمْ بِمُصْرِخِیَّ ؕ— اِنِّیْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ— اِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
૨૨) જ્યારે દરેક કર્મોનો ફેંસલો કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે અલ્લાહએ તો તમને સાચું વચન આપ્યું હતું અને તે સાચો હતો, અને મેં પણ તમને વચન આપ્યું હતું , જેનું મેં વચનભંગ કર્યું, મારું તમારા પર કોઈ દબાણ હતું જ નહીં, હાં મે તમને પોકાર્યા અને તમે મારી વાતોને માની લીધી, તમે મારા પર આરોપ ન લગાવો, પરંતુ પોતે પોતાને જ દોષી માની લો, (આજ) ન હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી, આ પહેલા તમે લોકો મને અલ્લાહ સાથે ભાગીદાર ઠહેરાવતા રહ્યા,હું તો તેનો ઇન્કાર કરું છું, આવા જાલિમ લોકો માટે સખત અઝાબ છે.
Les exégèses en arabe:
وَاُدْخِلَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ؕ— تَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ ۟
૨૩) જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં આવશે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ પોતાના પાલનહારના આદેશથી હંમેશા રહેશે, જ્યાં તેમનું સ્વાગત “સલામ” સાથે કરવામાં આવશે.
Les exégèses en arabe:
اَلَمْ تَرَ كَیْفَ ضَرَبَ اللّٰهُ مَثَلًا كَلِمَةً طَیِّبَةً كَشَجَرَةٍ طَیِّبَةٍ اَصْلُهَا ثَابِتٌ وَّفَرْعُهَا فِی السَّمَآءِ ۟ۙ
૨૪) શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કલિમએ તય્યિબહ (તોહીદ) નું શ્રેષ્ઠ ઉદાહરણ કઈ રીતે વર્ણન કર્યું છે? એક પવિત્ર વૃક્ષ વડે જેનું મૂળ્યું મજબૂત છે અને જેની ડાળીઓ આકાશો સાથે વાતચીત કરી રહી હોય.
Les exégèses en arabe:
تُؤْتِیْۤ اُكُلَهَا كُلَّ حِیْنٍ بِاِذْنِ رَبِّهَا ؕ— وَیَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟
૨૫) જે પોતાના પાલનહારના આદેશથી દરેક સમયે પોતાનું ફળ ઉપજાવે છે અને અલ્લાહ તઆલા લોકોની સામે એટલા માટે ઉદાહરણનું વર્ણન કરી રહ્યો છે જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
Les exégèses en arabe:
وَمَثَلُ كَلِمَةٍ خَبِیْثَةٍ كَشَجَرَةٍ خَبِیْثَةِ ١جْتُثَّتْ مِنْ فَوْقِ الْاَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ ۟
૨૬) અને અપવિત્ર વાતનું ઉદાહરણ ખરાબ વૃક્ષ જેવું છે, જે ધરતી માંથી ઉપરથી જ ઉખાડી દેવામાં આવ્યું હોય, તેને કંઈ મજબૂતાઇ નથી.
Les exégèses en arabe:
یُثَبِّتُ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَفِی الْاٰخِرَةِ ۚ— وَیُضِلُّ اللّٰهُ الظّٰلِمِیْنَ ۙ۫— وَیَفْعَلُ اللّٰهُ مَا یَشَآءُ ۟۠
૨૭) ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.
Les exégèses en arabe:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ بَدَّلُوْا نِعْمَتَ اللّٰهِ كُفْرًا وَّاَحَلُّوْا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ ۟ۙ
૨૮) શું તમે તે લોકોની દશા તરફ ન જોયું જે લોકોએ અલ્લાહની નેઅમત (ઈમાન)ને કુફ્ર વડે બદલી નાખી, અને પોતાની કોમને વિનાશકના ઘરમાં ઉતારી દીધા.
Les exégèses en arabe:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ؕ— وَبِئْسَ الْقَرَارُ ۟
૨૯) એટલે કે જહન્નમમાં-જેમાં આ સૌ જશે, જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
Les exégèses en arabe:
وَجَعَلُوْا لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ— قُلْ تَمَتَّعُوْا فَاِنَّ مَصِیْرَكُمْ اِلَی النَّارِ ۟
૩૦) તેમણે અલ્લાહના કેટલાય ભાગીદાર બનાવી લીધા, જેથી લોકોને અલ્લાહના માર્ગથી હટાવી દે, તમે કહી દો કે ભલે મજા કરી લો, તમારું છેલ્લું ઠેકાણું તો જહન્નમ જ છે.
Les exégèses en arabe:
قُلْ لِّعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْا یُقِیْمُوا الصَّلٰوةَ وَیُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِیَةً مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَلَا خِلٰلٌ ۟
૩૧) (હે નબી!) મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને જે કંઈ પણ અમે તેઓને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક પણ છુપી રીતે અથવા જાહેરમાં દાન કરતા રહે, એ પહેલા કે તે દિવસ આવી પહોંચે જેમાં ન તો લે-વેચ થશે અને ન તો મિત્રતા કામમાં આવશે.
Les exégèses en arabe:
اَللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِیَ فِی الْبَحْرِ بِاَمْرِهٖ ۚ— وَسَخَّرَ لَكُمُ الْاَنْهٰرَ ۟ۚ
૩૨) અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી વરસાદ વરસાવી તેના દ્વારા તમારી રોજી માટે ફળ ઉપજાવ્યા અને હોડીઓને તમારા વશમાં કરી દીધી છે, જે સમુદ્રોમાં તેના આદેશથી ચાલે છે, તેણે જ નહેરોને પણ તમારી હેઠળ કરી દીધી છે.
Les exégèses en arabe:
وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَآىِٕبَیْنِ ۚ— وَسَخَّرَ لَكُمُ الَّیْلَ وَالنَّهَارَ ۟ۚ
૩૩) તેણે જ તમારા માટે સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે, કે સતત ચાલી રહ્યા છે. તથા રાત અને દિવસને પણ તમારા કામ પર લગાડેલ છે.
Les exégèses en arabe:
وَاٰتٰىكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ— وَاِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ— اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ ۟۠
૩૪) તેણે જ તમારી ઇચ્છા પ્રમાણેની દરેક વસ્તુ આપી રાખી છે, જો તમે અલ્લાહની નેઅમતો ગણવા ઇચ્છો તો ક્યારેય તેનો હિસાબ નહિ કરી શકો, નિ:શંક માનવી ઘણો જ અન્યાયી અને કૃતઘ્ની છે.
Les exégèses en arabe:
وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ رَبِّ اجْعَلْ هٰذَا الْبَلَدَ اٰمِنًا وَّاجْنُبْنِیْ وَبَنِیَّ اَنْ نَّعْبُدَ الْاَصْنَامَ ۟ؕ
૩૫) અને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી, હે મારા પાલનહાર ! આ શહેરને શાંતિપૂર્ણ બનાવી દે તથા મને અને મારા સંતાનને મૂર્તિપૂજાથી બચાવી લે.
Les exégèses en arabe:
رَبِّ اِنَّهُنَّ اَضْلَلْنَ كَثِیْرًا مِّنَ النَّاسِ ۚ— فَمَنْ تَبِعَنِیْ فَاِنَّهٗ مِنِّیْ ۚ— وَمَنْ عَصَانِیْ فَاِنَّكَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
૩૬) હે મારા પાલનહાર ! તેઓએ ઘણા લોકોને સત્ય માર્ગથી ગુમરાહ કરી દીધા, બસ ! જેણે મારું અનુસરણ કર્યું તે મારો (સાથી) છે અને જે મારી અવજ્ઞા કરે, તો તું ઘણો જ માફ કરનાર અને દયાળુ છે.
Les exégèses en arabe:
رَبَّنَاۤ اِنِّیْۤ اَسْكَنْتُ مِنْ ذُرِّیَّتِیْ بِوَادٍ غَیْرِ ذِیْ زَرْعٍ عِنْدَ بَیْتِكَ الْمُحَرَّمِ ۙ— رَبَّنَا لِیُقِیْمُوا الصَّلٰوةَ فَاجْعَلْ اَفْىِٕدَةً مِّنَ النَّاسِ تَهْوِیْۤ اِلَیْهِمْ وَارْزُقْهُمْ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ یَشْكُرُوْنَ ۟
૩૭) હે મારા પાલનહાર ! મેં મારા અમુક સંતાનને આ વેરાન અને જ્યાં કોઈ ખેતી પણ નથી, એવી ધરતી પર તારા પવિત્ર ઘર પાસે છોડ્યા છે, હે મારા પાલનહાર ! આ એટલા માટે કે તેઓ નમાઝ કાયમ કરે, બસ ! તું કેટલાક લોકોના હૃદયોને તેમની તરફ ઝૂકાવી દે અને તેમને ફળોની રોજી આપ, જેથી તે લોકો આભાર વ્યક્ત કરે.
Les exégèses en arabe:
رَبَّنَاۤ اِنَّكَ تَعْلَمُ مَا نُخْفِیْ وَمَا نُعْلِنُ ؕ— وَمَا یَخْفٰی عَلَی اللّٰهِ مِنْ شَیْءٍ فِی الْاَرْضِ وَلَا فِی السَّمَآءِ ۟
૩૮) હે મારા પાલનહાર ! જે કઇ અમે છુપાવીએ છીએ અને જે કઈ અમે જાહેર કરીએ છીએ તેને તું ખૂબ સારી રીતે જાણે છે , ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નથી.
Les exégèses en arabe:
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ وَهَبَ لِیْ عَلَی الْكِبَرِ اِسْمٰعِیْلَ وَاِسْحٰقَ ؕ— اِنَّ رَبِّیْ لَسَمِیْعُ الدُّعَآءِ ۟
૩૯) તે અલ્લાહનો આભાર, જેણે મને આ વૃદ્ધાવસ્થામાં ઇસ્માઇલ અને ઇસ્હાક આપ્યા, ખરેખર મારો પાલનહાર દુઆ સાભળે છે,
Les exégèses en arabe:
رَبِّ اجْعَلْنِیْ مُقِیْمَ الصَّلٰوةِ وَمِنْ ذُرِّیَّتِیْ ۖۗ— رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ ۟
૪૦) હે મારા પાલનહાર ! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર ! મારી દુઆ કબૂલ કર.
Les exégèses en arabe:
رَبَّنَا اغْفِرْ لِیْ وَلِوَالِدَیَّ وَلِلْمُؤْمِنِیْنَ یَوْمَ یَقُوْمُ الْحِسَابُ ۟۠
૪૧) હે મારા પાલનહાર ! મને, મારા માતાપિતાને અને દરેક મોમિનોને તે દિવસે માફ કરી દે, જે દિવસે હિસાબ લેવામાં આવશે.
Les exégèses en arabe:
وَلَا تَحْسَبَنَّ اللّٰهَ غَافِلًا عَمَّا یَعْمَلُ الظّٰلِمُوْنَ ؕ۬— اِنَّمَا یُؤَخِّرُهُمْ لِیَوْمٍ تَشْخَصُ فِیْهِ الْاَبْصَارُ ۟ۙ
૪૨) (મોમિનો) આવું ક્યારેય ન વિચારશો કે જાલિમ જે કઈ પણ કરે છે અલ્લાહ તેમનાથી અજાણ છે, તેણે તો તેઓને તે દિવસ સુધી મહેતલ આપી છે, જે દિવસે આંખો ફાટેલી રહી જશે.
Les exégèses en arabe:
مُهْطِعِیْنَ مُقْنِعِیْ رُءُوْسِهِمْ لَا یَرْتَدُّ اِلَیْهِمْ طَرْفُهُمْ ۚ— وَاَفْـِٕدَتُهُمْ هَوَآءٌ ۟ؕ
૪૩) તે પોતાના માથાને ઉપર ઉઠાવી ભાગ-દોડ કરી રહ્યા હશે, તેઓ પોતાના તરફ પણ નહીં જુએ અને તેમના હૃદયો (ગભરાટના કારણે) ભટકી રહ્યા હશે.
Les exégèses en arabe:
وَاَنْذِرِ النَّاسَ یَوْمَ یَاْتِیْهِمُ الْعَذَابُ فَیَقُوْلُ الَّذِیْنَ ظَلَمُوْا رَبَّنَاۤ اَخِّرْنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیْبٍ ۙ— نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَ ؕ— اَوَلَمْ تَكُوْنُوْۤا اَقْسَمْتُمْ مِّنْ قَبْلُ مَا لَكُمْ مِّنْ زَوَالٍ ۟ۙ
૪૪) (હે નબી !) લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે અઝાબ આવી પહોંચશે અને તે દિવસે જાલિમ કહેશે કે હે અમારા પાલનહાર ! અમને થોડાંક સમયની મહેતલ આપ જેથી અમે તારી વાતનું અનુસરણ કરી લઇએ અને તારા પયગંબરોનું પણ અનુસરણ કરવા લાગીએ. (અલ્લાહ તઆલા તેઓને જવાબ આપશે) શું તમે તે જ લોકો છો, જેઓ આ પહેલા કસમો ખાતા હતા કે અમને નષ્ટતા ક્યારેય સ્પર્શ નહિ કરે?
Les exégèses en arabe:
وَّسَكَنْتُمْ فِیْ مَسٰكِنِ الَّذِیْنَ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ وَتَبَیَّنَ لَكُمْ كَیْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْاَمْثَالَ ۟
૪૫) જો કે તમે એવા લોકોની વસ્તીમાં રહેતા હતા, જે લોકોએ પોતાના પર જુલમ કર્યો હતો, અને તમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે અમે તે લોકોની કેવી દશા કરી હતી, અને તમારા માટે અમે તેમના ઉદાહરણ પણ વર્ણન કરી દીધા હતા.
Les exégèses en arabe:
وَقَدْ مَكَرُوْا مَكْرَهُمْ وَعِنْدَ اللّٰهِ مَكْرُهُمْ ؕ— وَاِنْ كَانَ مَكْرُهُمْ لِتَزُوْلَ مِنْهُ الْجِبَالُ ۟
૪૬) આ લોકોએ (સત્યની વિરુદ્ધ) ઘણી યુક્તિઓ કરી અને અલ્લાહને તેમની દરેક યુક્તિઓનું જ્ઞાન છે અને તેમની યુક્તિઓ એટલી ખતરનાક રહેતી કે તેનાથી પર્વતો પણ પોતાની જગ્યા પરથી ખસી જાય.
Les exégèses en arabe:
فَلَا تَحْسَبَنَّ اللّٰهَ مُخْلِفَ وَعْدِهٖ رُسُلَهٗ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ ذُو انْتِقَامٍ ۟ؕ
૪૭) (હે નબી !) તમે ક્યારેય એવો વિચાર ન કરશો કે અલ્લાહ પોતાના પયગંબરો સાથે વચનભંગ કરશે, અલ્લાહ ઘણો જ વિજયી અને બદલો લેવાવાળો છે.
Les exégèses en arabe:
یَوْمَ تُبَدَّلُ الْاَرْضُ غَیْرَ الْاَرْضِ وَالسَّمٰوٰتُ وَبَرَزُوْا لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ ۟
૪૮) જે દિવસે ધરતી અને આકાશ બદલી નાખવામાં આવશે અને દરેક લોકો ફકત એક, વિજયી અલ્લાહ સમક્ષ ઊભા હશે.
Les exégèses en arabe:
وَتَرَی الْمُجْرِمِیْنَ یَوْمَىِٕذٍ مُّقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ ۟ۚ
૪૯) તમે તે દિવસે પાપીઓને જોશો કે એક જગ્યા પર સાંકળોમાં જકડાયેલા હશે.
Les exégèses en arabe:
سَرَابِیْلُهُمْ مِّنْ قَطِرَانٍ وَّتَغْشٰی وُجُوْهَهُمُ النَّارُ ۟ۙ
૫૦) તેમના વસ્ત્રો ગંધકના હશે અને આગ તેમના મોઢાઓ પર વ્યાપેલી હશે.
Les exégèses en arabe:
لِیَجْزِیَ اللّٰهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
૫૧) આ એટલા માટે કે અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના કર્મોનો બદલો આપશે, નિ:શંક અલ્લાહ તઆલાને હિસાબ લેતા કંઈ પણ વાર નહીં થાય.
Les exégèses en arabe:
هٰذَا بَلٰغٌ لِّلنَّاسِ وَلِیُنْذَرُوْا بِهٖ وَلِیَعْلَمُوْۤا اَنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّلِیَذَّكَّرَ اُولُوا الْاَلْبَابِ ۟۠
૫૨) આ કુરઆન દરેક લોકો સુધી પહોચાડવાની વસ્તુ છે, જેથી તેના દ્વારા તેઓને સચેત કરવામાં આવે, અને એટલા માટે પણ કે તેઓ જાણી લે કે અલ્લાહ એકલો જ ઇલાહ છે, અને એટલા માટે પણ કે બુદ્ધિશાળી લોકો શિખામણ પ્રાપ્ત કરે.
Les exégèses en arabe:
 
Traduction des sens Sourate: IBRÂHÎM
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - Traduction en gujarati - Lexique des traductions

Traduction des sens du Noble Coran en langue gujarati par Rabîlâ Al 'Umrî et publiée par la société Al Birr - Mumbai 2017

Fermeture