Traduction des sens du Noble Coran - Traduction en gujarati * - Lexique des traductions

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduction des sens Sourate: AT-TALÂQ   Verset:

અત્ તલાક

یٰۤاَیُّهَا النَّبِیُّ اِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَطَلِّقُوْهُنَّ لِعِدَّتِهِنَّ وَاَحْصُوا الْعِدَّةَ ۚ— وَاتَّقُوا اللّٰهَ رَبَّكُمْ ۚ— لَا تُخْرِجُوْهُنَّ مِنْ بُیُوْتِهِنَّ وَلَا یَخْرُجْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَمَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ— لَا تَدْرِیْ لَعَلَّ اللّٰهَ یُحْدِثُ بَعْدَ ذٰلِكَ اَمْرًا ۟
૧. હે પયગંબર! જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપો તો તેમની ઇદ્દત (માસિકનો સમયગાળો પુરો થયા પછી) માં તલાક આપો અને ઇદ્દતના સમયને યાદ રાખો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જે તમારો પાલનહાર છે, (ઇદ્દ્તનાસ સમયમાં) તેમને તેમના ઘરો માંથી ન કાઢો અને ન તો તે (પોતે) નીકળે, હાં તે અલગ વાત છે કે તેણી કોઈ સ્પષ્ટ બુરાઇ કરી લે, આ અલ્લાહની નક્કી કરેલ હદ છે, અને જે વ્યક્તિ અલ્લાહની હદથી આગળ વધી જાય તો તેણે ખરેખર પોતાના ઉપર જુલમ કર્યો, તમે નથી જાણતા, કદાચ આ પછી અલ્લાહ તઆલા (મેળ-મેળાપ) ની કોઇ નવી વાત ઉભી કરી દે.
Les exégèses en arabe:
فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ فَارِقُوْهُنَّ بِمَعْرُوْفٍ وَّاَشْهِدُوْا ذَوَیْ عَدْلٍ مِّنْكُمْ وَاَقِیْمُوا الشَّهَادَةَ لِلّٰهِ ؕ— ذٰلِكُمْ یُوْعَظُ بِهٖ مَنْ كَانَ یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ۬— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مَخْرَجًا ۟ۙ
૨. બસ! જ્યારે આ સ્ત્રીઓ પોતાની ઇદ્દતની નજીક પહોંચી જાય તો તેમને સારી રીતે પોતાના પાસે રાખો, અથવા તો સારી રીતે તેમને અલગ કરી દો અને એક-બીજા માંથી બે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો અને (હે સાક્ષીઓ) અલ્લાહને માટે સાચી સાક્ષી આપો. આ જ તે વાત છે, જેની શિખામણ તે વ્યક્તિને આપવામાં આવે છે, જે અલ્લાહ અને આખિરત દિવસ પર ઇમાન રાખતા હોય અને જે વ્યક્તિ અલ્લાહથી ડરતો હોય તો અલ્લાહ તેના માટે (પરેશાનીથી) છૂટકારા માટે કોઈ માર્ગ બનાવી દેશે.
Les exégèses en arabe:
وَّیَرْزُقْهُ مِنْ حَیْثُ لَا یَحْتَسِبُ ؕ— وَمَنْ یَّتَوَكَّلْ عَلَی اللّٰهِ فَهُوَ حَسْبُهٗ ؕ— اِنَّ اللّٰهَ بَالِغُ اَمْرِهٖ ؕ— قَدْ جَعَلَ اللّٰهُ لِكُلِّ شَیْءٍ قَدْرًا ۟
૩. અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડશે, જેની તેને કલ્પના પણ ન હોય અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે તો અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કામ પુરુ કરીને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખ્યો છે.
Les exégèses en arabe:
وَا یَىِٕسْنَ مِنَ الْمَحِیْضِ مِنْ نِّسَآىِٕكُمْ اِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلٰثَةُ اَشْهُرٍ وَّا لَمْ یَحِضْنَ ؕ— وَاُولَاتُ الْاَحْمَالِ اَجَلُهُنَّ اَنْ یَّضَعْنَ حَمْلَهُنَّ ؕ— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مِنْ اَمْرِهٖ یُسْرًا ۟
૪. તમારી સ્ત્રીઓ માંથી, જે સ્ત્રીઓ માસિકથી નિરાશ થઇ ગઇ હોય, જો તમને (તેમની ઇદ્દત વિશે) કોઈ શંકા હોય તો તેમની ઇદ્દત ત્રણ મહીના છે અને તેમની પણ જેને માસિક આવવાનું શરૂ પણ ન થઇ હોય, અને ગર્ભવતી સ્ત્રીઓની ઇદ્દત તેમની પ્રસૂતિ થઇ જાય ત્યાં સુધી છે. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાથી ડરશે અલ્લાહ તેના (દરેક) કાર્ય સરળ બનાવી દેશે.
Les exégèses en arabe:
ذٰلِكَ اَمْرُ اللّٰهِ اَنْزَلَهٗۤ اِلَیْكُمْ ؕ— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یُكَفِّرْ عَنْهُ سَیِّاٰتِهٖ وَیُعْظِمْ لَهٗۤ اَجْرًا ۟
૫. આ અલ્લાહનો આદેશ છે, જે તેણે તમારી તરફ ઉતાર્યો છે અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેમની બુરાઈ દૂર કરી દેશે અને તેને ખુબ જ મોટો બદલો આપશે.
Les exégèses en arabe:
اَسْكِنُوْهُنَّ مِنْ حَیْثُ سَكَنْتُمْ مِّنْ وُّجْدِكُمْ وَلَا تُضَآرُّوْهُنَّ لِتُضَیِّقُوْا عَلَیْهِنَّ ؕ— وَاِنْ كُنَّ اُولَاتِ حَمْلٍ فَاَنْفِقُوْا عَلَیْهِنَّ حَتّٰی یَضَعْنَ حَمْلَهُنَّ ۚ— فَاِنْ اَرْضَعْنَ لَكُمْ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ ۚ— وَاْتَمِرُوْا بَیْنَكُمْ بِمَعْرُوْفٍ ۚ— وَاِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهٗۤ اُخْرٰی ۟ؕ
૬. તલાકવાળી સ્ત્રીઓને (તેમની ઇદ્દતના સમયે) ત્યાં રાખો જ્યાં તમે રહો છો, જે જગ્યા તમને અનુકુળ હોય, અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા માટે (બાળકને) તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો વળતર આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી (વળતર) નક્કી કરો અને જો તમે (વળતર નક્કી કરવામાં) એક-બીજાને તંગ કરશો તો કોઈ બીજી સ્ત્રી દૂધ પીવડાવશે.
Les exégèses en arabe:
لِیُنْفِقْ ذُوْ سَعَةٍ مِّنْ سَعَتِهٖ ؕ— وَمَنْ قُدِرَ عَلَیْهِ رِزْقُهٗ فَلْیُنْفِقْ مِمَّاۤ اٰتٰىهُ اللّٰهُ ؕ— لَا یُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا مَاۤ اٰتٰىهَا ؕ— سَیَجْعَلُ اللّٰهُ بَعْدَ عُسْرٍ یُّسْرًا ۟۠
૭. ખુશહાલ વ્યક્તિએ પોતાની તાકાત પ્રમાણે ખર્ચ આપવો જોઈએ, અને જેને ઓછી રોજી આપવામાં આવી હોય તો તે તે જ પ્રમાણે ખર્ચ આપશે, જેટલું અલ્લાહએ તેને આપ્યું છે, અલ્લાહ કોઈને એટલી જ તકલીફ પહોચાડે છે, જેટલી સહનશીલતા તેને આપી રાખી છે, નજીક માંજ અલ્લાહ તંગી પછી ખુશહાલી આપી દેશે.
Les exégèses en arabe:
وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ عَتَتْ عَنْ اَمْرِ رَبِّهَا وَرُسُلِهٖ فَحَاسَبْنٰهَا حِسَابًا شَدِیْدًا وَّعَذَّبْنٰهَا عَذَابًا نُّكْرًا ۟
૮. અને કેટલીક વસ્તીઓવાળાઓએ પોતાના પાલનહારના આદેશો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી, તો અમે પણ તેમનો સખત હિસાબ લીધો અને તેઓને સખત સજા આપી.
Les exégèses en arabe:
فَذَاقَتْ وَبَالَ اَمْرِهَا وَكَانَ عَاقِبَةُ اَمْرِهَا خُسْرًا ۟
૯. બસ! તેઓએ પોતાના કાર્યોની મજા ચાખી લીધી અને છેવટે તેમનું નુકસાન જ થયું.
Les exégèses en arabe:
اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِیْدًا ۙ— فَاتَّقُوا اللّٰهَ یٰۤاُولِی الْاَلْبَابِ— الَّذِیْنَ اٰمَنُوْا ۛۚ— قَدْ اَنْزَلَ اللّٰهُ اِلَیْكُمْ ذِكْرًا ۟ۙ
૧૦. અલ્લાહ તઆલાએ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, બસ! તમે અલ્લાહથી ડરતા રહો, હે સમજદાર ઇમાનવાળાઓ, નિ:શંક અલ્લાહએ તમારી તરફ ઝિકર (કુરઆન) ઉતાર્યું છે.
Les exégèses en arabe:
رَّسُوْلًا یَّتْلُوْا عَلَیْكُمْ اٰیٰتِ اللّٰهِ مُبَیِّنٰتٍ لِّیُخْرِجَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ— وَمَنْ یُّؤْمِنْ بِاللّٰهِ وَیَعْمَلْ صَالِحًا یُّدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— قَدْ اَحْسَنَ اللّٰهُ لَهٗ رِزْقًا ۟
૧૧. એક એવો પયગંબર, જે તમને અલ્લાહની સ્પષ્ટ આયતો પઢી સંભળાવે છે, જેથી મોમિનોને અને જેઓ સદકાર્યો કરે છે, તેમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઇ આવે અને સદકાર્યો કરશે, અલ્લાહ તેમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, નિ:શંક અલ્લાહએ આવા વ્યક્તિ માટે ઉત્તમ રોજી તૈયાર કરી રાખી છે.
Les exégèses en arabe:
اَللّٰهُ الَّذِیْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ وَّمِنَ الْاَرْضِ مِثْلَهُنَّ ؕ— یَتَنَزَّلُ الْاَمْرُ بَیْنَهُنَّ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۙ— وَّاَنَّ اللّٰهَ قَدْ اَحَاطَ بِكُلِّ شَیْءٍ عِلْمًا ۟۠
૧૨. અલ્લાહ તે છે, જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ પ્રમાણે ધરતી પણ. તેનો આદેશ બન્નેની વચ્ચે ઉતરે છે, જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને (પોતાના) જ્ઞાનમાં ઘેરી રાખી છે.
Les exégèses en arabe:
 
Traduction des sens Sourate: AT-TALÂQ
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - Traduction en gujarati - Lexique des traductions

Traduction des sens du Noble Coran en langue gujarati par Rabîlâ Al 'Umrî et publiée par la société Al Birr - Mumbai 2017

Fermeture