કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ હુમઝહ   આયત:

અલ્ હુમઝહ

وَیْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةِ ۟ۙ
૧. દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.
અરબી તફસીરો:
١لَّذِیْ جَمَعَ مَالًا وَّعَدَّدَهٗ ۟ۙ
૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.
અરબી તફસીરો:
یَحْسَبُ اَنَّ مَالَهٗۤ اَخْلَدَهٗ ۟ۚ
૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
અરબી તફસીરો:
كَلَّا لَیُنْۢبَذَنَّ فِی الْحُطَمَةِ ۟ؗۖ
૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
અરબી તફસીરો:
وَمَاۤ اَدْرٰىكَ مَا الْحُطَمَةُ ۟ؕ
૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ?
અરબી તફસીરો:
نَارُ اللّٰهِ الْمُوْقَدَةُ ۟ۙ
૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
અરબી તફસીરો:
الَّتِیْ تَطَّلِعُ عَلَی الْاَفْـِٕدَةِ ۟ؕ
૭. જે હૃદયો પર ચઢતી જશે.
અરબી તફસીરો:
اِنَّهَا عَلَیْهِمْ مُّؤْصَدَةٌ ۟ۙ
૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
અરબી તફસીરો:
فِیْ عَمَدٍ مُّمَدَّدَةٍ ۟۠
૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ હુમઝહ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા - ભાષાંતરોની અનુક્રમણિકા

ગુજરાતી ભાષામાં કુરઆન મજીદનું ભાષાતર, તેનું ભાષાતર રબ્બીલ ભાઈ ઉમરીએ વર્ષ ૨૦૧૭માં કર્યું,

બંધ કરો