Check out the new design

કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર સૂરહ: તો-હા   આયત:
وَاَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا یُوْحٰی ۟
૧૩. અને મેં તમને (નુબુવ્વત માટે) પસંદ કરી લીધા, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનથી સાંભળો.
અરબી તફસીરો:
اِنَّنِیْۤ اَنَا اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدْنِیْ ۙ— وَاَقِمِ الصَّلٰوةَ لِذِكْرِیْ ۟
૧૪. નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ બંદગીને લાયક નથી. બસ! મારી જ બંદગી કરો અને મારી યાદ માટે નમાઝ પઢતા રહો.
અરબી તફસીરો:
اِنَّ السَّاعَةَ اٰتِیَةٌ اَكَادُ اُخْفِیْهَا لِتُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا تَسْعٰی ۟
૧૫. ખરેખર કયામત જરૂર આવવાની છે, હું તે સમય છૂપાવીને રાખીશ, જેથી દરેક વ્યક્તિને પોતાની મહેનતનો બદલો આપવામાં આવે.
અરબી તફસીરો:
فَلَا یَصُدَّنَّكَ عَنْهَا مَنْ لَّا یُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوٰىهُ فَتَرْدٰی ۟
૧૬. હવે જો કોઈ કયામતના દિવસ પર ઈમાન નહીં લાવ, અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય, તે તમને કયામતના (દિવસથી) ગાફેલ ન કરી દે, નહીં તો તમે પણ નષ્ટ થઇ જશો.
અરબી તફસીરો:
وَمَا تِلْكَ بِیَمِیْنِكَ یٰمُوْسٰی ۟
૧૭. હે મૂસા! તારા જમણા હાથમાં શું છે?
અરબી તફસીરો:
قَالَ هِیَ عَصَایَ ۚ— اَتَوَكَّؤُا عَلَیْهَا وَاَهُشُّ بِهَا عَلٰی غَنَمِیْ وَلِیَ فِیْهَا مَاٰرِبُ اُخْرٰی ۟
૧૮. મૂસાએ જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને (તદ્ઉપરાંત) મારા માટે આમાં બીજા ઘણા ફાયદા છે.
અરબી તફસીરો:
قَالَ اَلْقِهَا یٰمُوْسٰی ۟
૧૯. કહ્યું હે મૂસા! તેને (જમીન પર) નાખી દો.
અરબી તફસીરો:
فَاَلْقٰىهَا فَاِذَا هِیَ حَیَّةٌ تَسْعٰی ۟
૨૦. નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી.
અરબી તફસીરો:
قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۫— سَنُعِیْدُهَا سِیْرَتَهَا الْاُوْلٰی ۟
૨૧. અલ્લાહ તઆલાએ કહ્યું કે ડરશો નહીં અને તેને પકડી લો, અમે તેને તેની મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું.
અરબી તફસીરો:
وَاضْمُمْ یَدَكَ اِلٰی جَنَاحِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ اٰیَةً اُخْرٰی ۟ۙ
૨૨. અને તારો હાથ પોતાની બગલમાં નાખ તો તે કોઈ તકલીફ વગર સફેદ પ્રકાશિત થઇને નીકળશે.આ બીજો નિશાની છે.
અરબી તફસીરો:
لِنُرِیَكَ مِنْ اٰیٰتِنَا الْكُبْرٰی ۟ۚ
૨૩. આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ.
અરબી તફસીરો:
اِذْهَبْ اِلٰی فِرْعَوْنَ اِنَّهٗ طَغٰی ۟۠
૨૪. હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે.
અરબી તફસીરો:
قَالَ رَبِّ اشْرَحْ لِیْ صَدْرِیْ ۟ۙ
૨૫. મૂસાએ કહ્યું હે મારા પાલનહાર! મારું હૃદય મારા માટે ખોલી નાંખ.
અરબી તફસીરો:
وَیَسِّرْ لِیْۤ اَمْرِیْ ۟ۙ
૨૬. અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે.
અરબી તફસીરો:
وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِیْ ۟ۙ
૨૭. અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ.
અરબી તફસીરો:
یَفْقَهُوْا قَوْلِیْ ۪۟
૨૮. જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે.
અરબી તફસીરો:
وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَهْلِیْ ۟ۙ
૨૯. અને મારા માટે મારા ખાનદાન માંથી એક મદદગાર નક્કી કરી દે.
અરબી તફસીરો:
هٰرُوْنَ اَخِی ۟ۙ
૩૦. એટલે કે મારા ભાઇ હારૂનને
અરબી તફસીરો:
اشْدُدْ بِهٖۤ اَزْرِیْ ۟ۙ
૩૧. તું તેના દ્વારા મારી કમર મજબૂત કરી દે.
અરબી તફસીરો:
وَاَشْرِكْهُ فِیْۤ اَمْرِیْ ۟ۙ
૩૨. અને તેને મારા કામ માટે ભાગીદાર બનાવ.
અરબી તફસીરો:
كَیْ نُسَبِّحَكَ كَثِیْرًا ۟ۙ
૩૩. જેથી અમે બન્ને વધુમાં વધુ તારી તસ્બીહ પઢતા રહીએ.
અરબી તફસીરો:
وَّنَذْكُرَكَ كَثِیْرًا ۟ؕ
૩૪. અને વધારેમાં વધારે તને યાદ કરીએ.
અરબી તફસીરો:
اِنَّكَ كُنْتَ بِنَا بَصِیْرًا ۟
૩૫. નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનારો છે.
અરબી તફસીરો:
قَالَ قَدْ اُوْتِیْتَ سُؤْلَكَ یٰمُوْسٰی ۟
૩૬. અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા જે કઈ તે માગ્યું, તે તમને આપી દેવામાં આવ્યું.
અરબી તફસીરો:
وَلَقَدْ مَنَنَّا عَلَیْكَ مَرَّةً اُخْرٰۤی ۟ۙ
૩૭. અમે તો તમારા પર આના કરતા પણ મોટો ઉપકાર કર્યો હતો.
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર સૂરહ: તો-હા
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષામાં અનુવાદ - રબ્બિલ ઉમરી - ભાષાંતરોની અનુક્રમણિકા

રાબીલા અલ-ઉમરી દ્વારા અનુવાદિત. રુવાદ ભાષાંતર કેન્દ્રની દેખરેખ હેઠળ તેનું એડીટીંગ કરવામાં આવ્યું છે.

બંધ કરો