Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati * - Indice Traduzioni

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduzione dei significati Sura: Ghâfir   Versetto:

ગાફિર

حٰمٓ ۟ۚ
૧. હા-મીમ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Esegesi in lingua araba:
تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟ۙ
૨. આ કિતાબ અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે, જે વિજયી અને બધું જ જાણવાવાળો છે.
Esegesi in lingua araba:
غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟
૩. તે ગુનાહ માફ કરવાવાળો, તૌબા કબૂલ કરવાવાળો, સખત અઝાબ આપનાર અને ઘણો જ કૃપાળુ તેમજ શક્તિશાળી છે. તેના સિવાય કોઇ ઇલાહ નથી, તેની તરફ જ (સૌને) પાછા ફરવાનું છે.
Esegesi in lingua araba:
مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ ۟
૪. અલ્લાહ તઆલાની આયતો બાબતે તે જ લોકો ઝઘડો કરે છે જેઓ કાફિર છે, બસ! તે લોકોનું શહેરમાં હરવું-ફરવું તમને ધોખોમાં ન નાખી દે.
Esegesi in lingua araba:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّالْاَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۪— وَهَمَّتْ كُلُّ اُمَّةٍ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَجٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟
૫. તેમના પહેલા નૂહની કોમ અને (પયગંબરોના વિરોધી) કેટલાય જૂથોએ તેમને જુઠલાવ્યા અને દરેક કોમે પોતાના પયગંબરને કેદી બનાવવાનો વિચાર કર્યો અને અસત્યથી સાથે ઝઘડો કરવા લાગ્યા, જેથી અસત્ય સત્યને હરાવી શકે, બસ! મેં તે લોકોને પકડી લીધા, તો જોઈ લો, મારી સજા કેવી હતી?
Esegesi in lingua araba:
وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟
૬. અને આવી જ રીતે તમારા પાલનહારનો આદેશ તે લોકો માટે સાબિત થઇ ગયો જેઓ કાફિર હતા, અને તેઓ જ જહન્નમી છે.
Esegesi in lingua araba:
اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیُؤْمِنُوْنَ بِهٖ وَیَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ— رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِیْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِیْمِ ۟
૭. જે (ફરિશ્તાઓએ) અર્શને ઉઠાવી રાખ્યું છે, અને જે તેની આજુબાજુ છે, તે સૌ પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરી રહ્યા છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે અને કહે છે કે, હે અમારા પાલનહાર! તેં પોતાની રહમત અને જ્ઞાન વડે દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, બસ! જે લોકોએ તૌબા કરી અને તારા માર્ગનું અનુસરણ કર્યું, તેમને માફ કરી દે, અને તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લે.
Esegesi in lingua araba:
رَبَّنَا وَاَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ ١لَّتِیْ وَعَدْتَّهُمْ وَمَنْ صَلَحَ مِنْ اٰبَآىِٕهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّیّٰتِهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ۙ
૮. હે અમારા પાલનહાર! તું તે લોકોને હંમેશા રહેવાવાળી જન્નતોમાં પ્રવેશ આપ, જેનું વચન તેં તેમને આપ્યું છે અને તેમના બાપ-દાદાઓ, તેમની પત્નીઓ અને સંતાન માંથી (પણ) તે (બધા) ને જેઓ સત્કાર્યો કરે છે, તેમને પણ. નિ:શંક તું વિજયી અને હિકમતવાળો છે.
Esegesi in lingua araba:
وَقِهِمُ السَّیِّاٰتِ ؕ— وَمَنْ تَقِ السَّیِّاٰتِ یَوْمَىِٕذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ— وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟۠
૯. તેમને દુષ્કર્મોથી પણ સુરક્ષિત રાખ, તે દિવસે તેં જેમને દુષ્કર્મોથી બચાવી લીધા છે, તેના પર તેં કૃપા કરી અને ભવ્ય સફળતા આ જ છે.
Esegesi in lingua araba:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَی الْاِیْمَانِ فَتَكْفُرُوْنَ ۟
૧૦. નિ:શંક જે લોકોએ કુફ્ર કર્યું, (કયામતના દિવસે) તેમને પોકારી કહેવામાં આવશે કે આજે જેટલો ગુસ્સો તમને તમારા પર આવી રહ્યો છે, અલ્લાહને તમારા પર તેના કરતા વધારે ગુસ્સો આવતો હતો, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં અને તમે તેનો ઇન્કાર કરતા હતા.
Esegesi in lingua araba:
قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَیْنِ وَاَحْیَیْتَنَا اثْنَتَیْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰی خُرُوْجٍ مِّنْ سَبِیْلٍ ۟
૧૧. તેઓ કહેશે કે હે અમારા પાલનહાર! તેં અમને બે વખત મૃત્યુ આપ્યું અને બે વખત જીવન આપ્યું, હવે અમે પોતાના અપરાધનો એકરાર કરીએ છીએ, તો શું હવે કોઇ રસ્તો છુટકારા માટે છે?
Esegesi in lingua araba:
ذٰلِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِیَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ— وَاِنْ یُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ— فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِیِّ الْكَبِیْرِ ۟
૧૨. (જવાબ આપવામાં આવશે) તમારી આવી પરિસ્થિતિ એટલા માટે છે, જ્યારે તમને એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા તો તમેં ઇન્કાર કરતા હતા અને જો તેની સાથે કોઈ ભાગીદાર બનાવવામાં આવતો તો તેને તમે માની લેતા હતા, હવે નિર્ણય તો તેના જ હાથમાં છે, જે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત છે.
Esegesi in lingua araba:
هُوَ الَّذِیْ یُرِیْكُمْ اٰیٰتِهٖ وَیُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ— وَمَا یَتَذَكَّرُ اِلَّا مَنْ یُّنِیْبُ ۟
૧૩. તે જ છે, જે તમને પોતાની નિશાનીઓ બતાવે છે અને તમારા માટે આકાશ માંથી રોજી ઉતારે છે, શિખામણ તો ફક્ત તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ (અલ્લાહ તરફ) વિનમ્રતા દાખવે છે.
Esegesi in lingua araba:
فَادْعُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟
૧૪. તમે અલ્લાહને તેના માટે દીનને વિશિષ્ટ બનાવી, પોકારતા રહો, ભલેને કાફિરોને ખરાબ લાગે.
Esegesi in lingua araba:
رَفِیْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ ۚ— یُلْقِی الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ لِیُنْذِرَ یَوْمَ التَّلَاقِ ۟ۙ
૧૫. તે સર્વોચ્ચ, દરજ્જાવાળો અર્શનો માલિક છે, તે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેના પર વહી ઉતારે છે, જેથી તેઓ લોકોને મુલાકાતના દિવસથી સચેત કરે.
Esegesi in lingua araba:
یَوْمَ هُمْ بَارِزُوْنَ ۚ۬— لَا یَخْفٰی عَلَی اللّٰهِ مِنْهُمْ شَیْءٌ ؕ— لِمَنِ الْمُلْكُ الْیَوْمَ ؕ— لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ ۟
૧૬. જે દિવસે સૌ સપાટ મેદાનમાં હશે, તેમની કોઇ વાત અલ્લાહથી છૂપી નહીં રહે, (પૂછવામાં આવશે) આજે કોની બાદશાહત છે? (અને પોતે જ કહેશે) એક અલ્લાહની, જે દરેક પર પ્રભુત્વ ધરાવે છે.
Esegesi in lingua araba:
اَلْیَوْمَ تُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ؕ— لَا ظُلْمَ الْیَوْمَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
૧૭. આજે દરેકને તેની કરણીનું વળતર આપવામાં આવશે, કોઈના પર જુલમ નહીં થાય, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ઝડપથી હિસાબ લેવાવાળો છે.
Esegesi in lingua araba:
وَاَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَی الْحَنَاجِرِ كٰظِمِیْنَ ؕ۬— مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّلَا شَفِیْعٍ یُّطَاعُ ۟ؕ
૧૮. અને (હે નબી) તેમને નજીક આવનારા (કયામતના) દિવસથી સચેત કરી દો, જ્યારે હૃદય, ગળા સુધી પહોંચી જશે અને દરેક લોકો ચૂપ હશે, (તે દિવસે) ઝાલિમ લોકોનો કોઇ મિત્ર હશે અને ન કોઇ ભલામણ કરનાર હશે, કે જેમની વાત માનવામાં આવે.
Esegesi in lingua araba:
یَعْلَمُ خَآىِٕنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ ۟
૧૯. તે નજરોની ખિયાનતને પણ જાણે છે, અને હૃદયોની છૂપી વાતોને (પણ) જાણે છે.
Esegesi in lingua araba:
وَاللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ— اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟۠
૨૦. અને અલ્લાહ તઆલા ન્યાય પૂર્વક ફેંસલો કરશે, અને અલ્લાહને છોડીને, જેમને આ લોકો પોકારે છે, તેઓ કોઈ નિર્ણય નથી કરી શકતા. ખરેખર અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જોવાવાળો છે.
Esegesi in lingua araba:
اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟
૨૧. શું આ લોકોએ ધરતી પર હરીફરીને નથી જોયું કે જે લોકો તેમનાથી પહેલા હતા તેમની દશા કેવી થઇ? તે લોકો તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને ધરતી પર પ્રબળ નિશાનીઓ પણ તેમના કરતા વધારે છોડીને ગયા છે, બસ! અલ્લાહએ તેમને તેમના ગુનાહોના કારણે પકડી લીધા અને તેમને અલ્લાહના અઝાબથી બચાવનાર કોઇ ન હતું.
Esegesi in lingua araba:
ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ— اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ ۟
૨૨. આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તેઓએ તેનો ઇન્કાર કર્યો, બસ! અલ્લાહએ તેમને પકડી લીધા,, નિ:શંક તે શક્તિશાળી અને સખત અઝાબ આપનાર છે.
Esegesi in lingua araba:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
૨૩. અને અમે મૂસાને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.
Esegesi in lingua araba:
اِلٰی فِرْعَوْنَ وَهَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ ۟
૨૪. ફિરઔન, હામાન અને કારૂન તરફ, પરંતુ તે લોકોએ કહ્યું, (આ તો) જાદુગર અને જુઠ્ઠો છે.
Esegesi in lingua araba:
فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ— وَمَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟
૨૫. બસ! જ્યારે તેઓ તેમની પાસે અમારા તરફથી સત્ય લઇને આવ્યા, તો તે લોકોએ કહ્યું કે જે લોકો ઈમાન લાવી મૂસા સાથે મળી ગયા છે,તેમના બાળકોને મારી નાંખો અને તેમની બાળકીઓને જીવિત રાખો પરંતુ કાફિરોની આ યુક્તિ તો અસફળ રહી.
Esegesi in lingua araba:
وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِیْۤ اَقْتُلْ مُوْسٰی وَلْیَدْعُ رَبَّهٗ ۚؕ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّبَدِّلَ دِیْنَكُمْ اَوْ اَنْ یُّظْهِرَ فِی الْاَرْضِ الْفَسَادَ ۟
૨૬. અને ફિરઔને કહ્યું કે મને છોડી દો કે જેથી હું પોતે મૂસા ને કતલ કરી દઉ અને તે તેના પાલનહારને પોકારી જોય લે, મને ભય છે કે આ તમારો દીન બદલી નાખશે અથવા શહેરમાં કોઇ વિદ્રોહ ફેલાવશે.
Esegesi in lingua araba:
وَقَالَ مُوْسٰۤی اِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا یُؤْمِنُ بِیَوْمِ الْحِسَابِ ۟۠
૨૭. મૂસાએ કહ્યું કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો.
Esegesi in lingua araba:
وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ۖۗ— مِّنْ اٰلِ فِرْعَوْنَ یَكْتُمُ اِیْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ یَّقُوْلَ رَبِّیَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَیِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ— وَاِنْ یَّكُ كَاذِبًا فَعَلَیْهِ كَذِبُهٗ ۚ— وَاِنْ یَّكُ صَادِقًا یُّصِبْكُمْ بَعْضُ الَّذِیْ یَعِدُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ۟
૨૮. અને (તે સમયે) ફિરઔનના કુટુંબ માંથી એક ઈમાનવાળો વ્યક્તિ, જે પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તેં તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યો છે? અને જો તે જુઠો હોય, તો તેના જૂઠ (ની સજા) તેના માટે જ છે અને જો તે સાચો હોય તો તેં જે (અઝાબ)નું વચન તમને આપી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠો હોય.
Esegesi in lingua araba:
یٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْیَوْمَ ظٰهِرِیْنَ فِی الْاَرْضِ ؗ— فَمَنْ یَّنْصُرُنَا مِنْ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ— قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِیْكُمْ اِلَّا مَاۤ اَرٰی وَمَاۤ اَهْدِیْكُمْ اِلَّا سَبِیْلَ الرَّشَادِ ۟
૨૯. હે મારી કોમના લોકો! આજના દિવસે બાદશાહત તમારી છે કે આ ધરતી પર તમે વિજયી છો, પરંતુ જો અલ્લાહનો અઝાબ આવી જશે તો આપણી મદદ કોણ કરશે? ફિરઔને કહ્યું, કે હું તો તમને તે જ સૂચન કરી રહ્યો છું, જે હું જોઇ રહ્યો છું અને હું તો તમને ભલાઇનો માર્ગ જ બતાવી રહ્યો છું.
Esegesi in lingua araba:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ مِّثْلَ یَوْمِ الْاَحْزَابِ ۟ۙ
૩૦. અને જે વ્યક્તિ ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું, હે મારી કોમના લોકો! મને તો ભય છે કે તમારા પર પણ એવો દિવસ ન આવી જાય, જે દિવસ (પયગંબરોના વિરોધી) લોકો પર આવ્યો હતો.
Esegesi in lingua araba:
مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ؕ— وَمَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعِبَادِ ۟
૩૧. જેવું કે નૂહ, આદ અને ષમૂદની કોમ તથા ત્યાર પછી આવનારી કોમોની (દશા થઇ) હતી, અલ્લાહ પોતાના બંદાઓ પર સહેજ પણ જુલમ કરતો નથી.
Esegesi in lingua araba:
وَیٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ یَوْمَ التَّنَادِ ۟ۙ
૩૨. હે મારી કોમ! અને હું તમારા માટે શોર-બકોરના દિવસથી ડરું છું.
Esegesi in lingua araba:
یَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِیْنَ ۚ— مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
૩૩. જે દિવસે તમે પીઠ ફેરવી પાછા ફરશો પરંતુ તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહીં હોય અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને સત્ય માર્ગ બતાવનાર કોઇ નથી.
Esegesi in lingua araba:
وَلَقَدْ جَآءَكُمْ یُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَیِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ— حَتّٰۤی اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ یَّبْعَثَ اللّٰهُ مِنْ بَعْدِهٖ رَسُوْلًا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابُ ۟ۚۖ
૩૪. અને આ પહેલા તમારી પાસે યૂસુફ સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતા, તો પણ તમે તેમના લાવેલા (પુરાવા)માં શંકા કરતા રહ્યા, ત્યાં સુધી કે જ્યારે તેમનું મૃત્યુ થઇ ગયું તો કહેવા લાગ્યા, તેમના પછી અલ્લાહ કોઇ પયગંબરને મોકલશે જ નહીં, આવી જ રીતે અલ્લાહ તઆલા તે દરેક વ્યક્તિને ગુમરાહ કરે છે, જે હદ વટાવી જનાર અને શંકા કરવાવાળો હોય.
Esegesi in lingua araba:
١لَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ؕ— كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَعِنْدَ الَّذِیْنَ اٰمَنُوْا ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ ۟
૩૫. જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડો કરે છે, તેમની પાસે કોઈ પુરાવા નથી આવ્યા છતાં પણ, આ વસ્તુ અલ્લાહ અને ઈમાનવાળાઓની નજીક ખૂબ જ નારાજગીની વાત છે, અલ્લાહ તઆલા આવી જ રીતે દરેક અહંકારી અને વિદ્રોહીના હૃદય પર મહોર લગાવી દે છે.
Esegesi in lingua araba:
وَقَالَ فِرْعَوْنُ یٰهَامٰنُ ابْنِ لِیْ صَرْحًا لَّعَلِّیْۤ اَبْلُغُ الْاَسْبَابَ ۟ۙ
૩૬. ફિરઔને કહ્યું, હે હામાન! મારા માટે એક ઊંચી ઈમારત બનાવ, કદાચ હું આકાશોના દ્વાર સુધી પહોચી શકું.
Esegesi in lingua araba:
اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰۤی اِلٰهِ مُوْسٰی وَاِنِّیْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ— وَكَذٰلِكَ زُیِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَصُدَّ عَنِ السَّبِیْلِ ؕ— وَمَا كَیْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ ۟۠
૩૭. અને મૂસાના ઇલાહ તરફ ઝાંકી શકુ અને હું તો તેને જુઠ્ઠો સમજું છું અને આવી જ રીતે ફિરઔનનું ખરાબ વર્તન તેને સારું લાગવા લાગ્યું અને માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનની દરેક યુક્તિઓમાં તેની પોતાની જ નષ્ટતા (છુપાયેલી) હતી.
Esegesi in lingua araba:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِیْلَ الرَّشَادِ ۟ۚ
૩૮. અને તે ઈમાનવાળા વ્યક્તિએ કહ્યું, કે હે મારી કોમના લોકો! તમે મારું અનુસરણ કરો, હું સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
Esegesi in lingua araba:
یٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَا مَتَاعٌ ؗ— وَّاِنَّ الْاٰخِرَةَ هِیَ دَارُ الْقَرَارِ ۟
૩૯. હે મારી કોમના લોકો! આ દુનિયાનું જીવન તો બસ થોડાક જ દિવસ છે અને નિ:શંક હંમેશા રહેવાવાળું ઘર તો આખિરતનું જ છે.
Esegesi in lingua araba:
مَنْ عَمِلَ سَیِّئَةً فَلَا یُجْزٰۤی اِلَّا مِثْلَهَا ۚ— وَمَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ یُرْزَقُوْنَ فِیْهَا بِغَیْرِ حِسَابٍ ۟
૪૦. અને જે વ્યક્તિ બુરાઈ કરશે, તેને તે પ્રમાણે જ બદલો આપવામાં આવશે અને જે નેક અમલ કરશે, ભલેને પુરુષ હોય અથવા સ્ત્રી પરંતુ શરત એ કે તેઓ ઈમાન ધરાવતા હોવા જોઈએ, તો આવા લોકો જન્નતમાં જશે અને તેમને ત્યાં પુષ્કળ રોજી આપવામાં આવશે.
Esegesi in lingua araba:
وَیٰقَوْمِ مَا لِیْۤ اَدْعُوْكُمْ اِلَی النَّجٰوةِ وَتَدْعُوْنَنِیْۤ اِلَی النَّارِ ۟ؕ
૪૧. હે મારી કોમ! શું વાત છે કે હું તો તમને નજાત તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો.
Esegesi in lingua araba:
تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؗ— وَّاَنَا اَدْعُوْكُمْ اِلَی الْعَزِیْزِ الْغَفَّارِ ۟
૪૨. તમે મને અલ્લાહનો ઇન્કાર કરવાનું કહી રહ્યા છો અને તેનો ભાગીદાર ઠેરવવાનું કહી રહ્યા છો, જેનું જ્ઞાન મારી પાસે નથી અને હું તમને વિજયી, માફ કરનાર (ઇલાહ) તરફ બોલાવી રહ્યો છું.
Esegesi in lingua araba:
لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِیْۤ اِلَیْهِ لَیْسَ لَهٗ دَعْوَةٌ فِی الدُّنْیَا وَلَا فِی الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَی اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِیْنَ هُمْ اَصْحٰبُ النَّارِ ۟
૪૩. આ ચોક્કસ વાત છે કે તમે મને જેની તરફ બોલાવી રહ્યા છો, તેઓ ન તો દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખિરતમાં અને એ કે આપણે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને હદ વટાવી જનારા લોકો જ જહન્નમી છે.
Esegesi in lingua araba:
فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْ ؕ— وَاُفَوِّضُ اَمْرِیْۤ اِلَی اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بَصِیْرٌ بِالْعِبَادِ ۟
૪૪. જે કઈ હું તમને કહી રહ્યો છું, નજીકમાં જ તેને યાદ કરશો, હું મારો મુકદ્દમો અલ્લાહને સોંપુ છું, ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાઓને જોઈ રહ્યો છે.
Esegesi in lingua araba:
فَوَقٰىهُ اللّٰهُ سَیِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ ۟ۚ
૪૫. તે લોકોએ જે યુક્તિઓ આ ઈમાનવાળા વ્યક્તિ વિરુદ્ધ કરી હતી, અલ્લાહએ તેને તેનાથી બચાવી લીધો, અને ફિરઔનવાળાઓ જ સખત અઝાબમાં પડી ગયા.
Esegesi in lingua araba:
اَلنَّارُ یُعْرَضُوْنَ عَلَیْهَا غُدُوًّا وَّعَشِیًّا ۚ— وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ ۫— اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ ۟
૪૬. તે લોકો પ્રત્યેક સવાર-સાંજ અલ્લાહની સામે આ લોકોને હાજર કરવામાં આઅવે છે, અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત અઝાબમાં નાંખો.
Esegesi in lingua araba:
وَاِذْ یَتَحَآجُّوْنَ فِی النَّارِ فَیَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِیْبًا مِّنَ النَّارِ ۟
૪૭. અને જ્યારે તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરશે તો નબળા લોકો અહંકારી લોકોને કહેશે કે અમે તો (દુનિયામાં) તમારું અનુસરણ કરતા હતા, તો શું હવે તમે અમારા પરથી આગનો કોઇ ભાગ દૂર કરી શકો છો.
Esegesi in lingua araba:
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِیْهَاۤ اِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَیْنَ الْعِبَادِ ۟
૪૮. તે અહંકારી લોકો જવાબ આપશે કે આપણે સૌ આ આગમાં છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓ વચ્ચે નિર્ણય કરી ચૂક્યો છે.
Esegesi in lingua araba:
وَقَالَ الَّذِیْنَ فِی النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ یُخَفِّفْ عَنَّا یَوْمًا مِّنَ الْعَذَابِ ۟
૪૯. અને (દરેક) જહન્નમી લોકો ભેગા મળી, જહન્નમના ચોકીદારોને કહેશે કે તમે જ પોતાના પાલનહારને દુઆ કરો કે તે એક દિવસ તો અમારા અઝાબમાં ઘટાડો કરે.
Esegesi in lingua araba:
قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِیْكُمْ رُسُلُكُمْ بِالْبَیِّنٰتِ ؕ— قَالُوْا بَلٰی ؕ— قَالُوْا فَادْعُوْا ۚ— وَمَا دُعٰٓؤُا الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟۠
૫૦. તે જવાબ આપશે કે શું તમારી પાસે તમારા પયગંબર ચમત્કાર લઇ નહતા આવ્યા? તેઓ કહેશે કેમ નહીં (જરૂર આવ્યા હતા), તેઓ કહેશે કે પછી તમે જ દુઆ કરો અને કાફિરોને દુઆ વ્યર્થ થઇ જશે.
Esegesi in lingua araba:
اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیَوْمَ یَقُوْمُ الْاَشْهَادُ ۟ۙ
૫૧. નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને અને તે દિવસે પણ જરૂર મદદ કરીશું, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે.
Esegesi in lingua araba:
یَوْمَ لَا یَنْفَعُ الظّٰلِمِیْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟
૫૨. જે દિવસે જાલિમોને તેમના બહાના કંઈ ફાયદો નહીં પહોંચાડે, તેમના માટે લઅનત (ફિટકાર) જ હશે અને તેમના માટે ખરાબ ઘર હશે.
Esegesi in lingua araba:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْهُدٰی وَاَوْرَثْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ ۟ۙ
૫૩. અમે મૂસાને હિદાયત આપી, અને બની ઇસ્રાઇલને કિતાબ (તોરાત) ના વારસદાર બનાવ્યા.
Esegesi in lingua araba:
هُدًی وَّذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
૫૪. જે બુદ્ધિશાળી લોકો માટે હિદાયત અને શિખામણ હતી.
Esegesi in lingua araba:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِیِّ وَالْاِبْكَارِ ۟
૫૫. બસ! હે પયગંબર તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે, તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો. અને સવાર-સાંજ પોતાના પાલનહારની તસ્બીહ અને પ્રશંસા કરતા રહો.
Esegesi in lingua araba:
اِنَّ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ۙ— اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِیْهِ ۚ— فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟
૫૬. જે લોકો પોતાની પાસે કોઇ પુરાવા ન હોવા છતાં, અલ્લાહની આયતો બાબતે ઝઘડો કરે છે, તેમના હૃદયોમાં અહંકાર સિવાય કંઈ નથી, તેઓ તે પદ પ્રાપ્ત કરી શકતા નથી (જેની તેઓ ઈચ્છા કરી રહ્યા છે.) તો તમે (તેમની યુક્તિઓથી) અલ્લાહનું શરણ માંગતા રહો, નિ:શંક તે સંપૂર્ણ સાંભળવાવાળો અને બધું જ જોવાવાળો છે.
Esegesi in lingua araba:
لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
૫૭. આકાશ અને ધરતીનું સર્જન, ખરેખર, માનવીના સર્જન કરતા ઘણું મોટું કાર્ય છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
Esegesi in lingua araba:
وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِیْٓءُ ؕ— قَلِیْلًا مَّا تَتَذَكَّرُوْنَ ۟
૫૮. દૃષ્ટિહીન અને જોનાર સરખા નથી, અને જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેઓ દુરાચારી (જેવા નથી). તમે (ખૂબ જ) ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
Esegesi in lingua araba:
اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ؗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
૫૯. નિ:શંક કયામત આવશે જ, જેમાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા લોકો ઈમાન નથી લાવતા.
Esegesi in lingua araba:
وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۟۠
૬૦. અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે.
Esegesi in lingua araba:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
૬૧. અલ્લાહ તઆલાએ તમારા માટે રાત બનાવી, કે તમે તેમાં આરામ કરો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે કૃપાળુ અને દયાળુ છે. પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા.
Esegesi in lingua araba:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَیْءٍ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟
૬૨. આ જ છે. તમારો પાલનહાર, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઇ ઇલાહ નથી, પછી તમે ક્યાં જઇ રહ્યા છો?
Esegesi in lingua araba:
كَذٰلِكَ یُؤْفَكُ الَّذِیْنَ كَانُوْا بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟
૬૩. આવી જ રીતે તે લોકોને પણ પથભ્રષ્ટ કારી દેવામાં આવ્યા, જેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા.
Esegesi in lingua araba:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ— فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟
૬૪. અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ! ખૂબ જ બરકતવાળો અનેસમગ્ર સૃષ્ટિનો પાલનહાર.
Esegesi in lingua araba:
هُوَ الْحَیُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
૬૫. તે જ જીવંત છે, તેના સિવાય કોઇ ઇલા નથી, બસ! તમે નિખાલસતાથી તેની બંદગી કરો અને તેને પોકારો. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
Esegesi in lingua araba:
قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِیَ الْبَیِّنٰتُ مِنْ رَّبِّیْ ؗ— وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟
૬૬. તમે તમને કહી દો કે મને તેમની બંદગી કરવાથી રોકવામાં આવ્યો છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે મારી પાસે મારા પાલનહારના સ્પષ્ટ પુરાવા આવી ગયા છે, મને આદેશ મળ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં.
Esegesi in lingua araba:
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
૬૭. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે, પછી ટીપાં વડે, પછી જામેલા લોહી વડે કર્યું, પછી તમને બાળકના રૂપ (માતાના પેટ માંથી) કાઢે છે, પછી (તમારો વિકાસ કરે છે), તમે પુખ્તવયે પહોંચી જાવ, પછી વૃદ્ધ બની જાવ, તમારા માંથી કેટલાક આ પહેલાં જ મૃત્યુ પામે છે, (તે તમને છોડી દે છે) જેથી તમે નક્કી કરેલ સમય સુધી પહોંચી જાવ અને જેથી તમે વિચાર કરી લો.
Esegesi in lingua araba:
هُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۚ— فَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠
૬૮. તે જ છે, જે તમને જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, પછી જ્યારે તે કોઇ કામ કરવા ઇચ્છે છે, તો ફક્ત આટલું જ કહે છે કે થઇ જા, બસ તે થઇ જાય છે.
Esegesi in lingua araba:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ— اَنّٰی یُصْرَفُوْنَ ۟ۙۛ
૬૯. શું તમે તેમને નથી જોયા, જે અલ્લાહની આયતો વિશે ઝઘડો કરે છે, તેઓ ક્યાં ફેરવવામાં આવે છે?
Esegesi in lingua araba:
الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ۫— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟ۙ
૭૦. તે લોકોએ આ કિતાબ (કુરઆન)નો ઇન્કાર કર્યો અને તે કિતાબોનો પણ ઇન્કાર કર્યો, જે અમે અમારા પયગંબરો સાથે મોકલી હતી, તેમને નજીકમાં જ સત્યતાની ખબર પડી જશે.
Esegesi in lingua araba:
اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ
૭૧. જ્યારે તેમના ગળામાં પટ્ટા હશે અને એવી સાંકળો હશેમ જેનાથી તેમને ઘસેડવામા આવશે.
Esegesi in lingua araba:
فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ
૭૨. ઉકળતા પાણીમાં અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે,
Esegesi in lingua araba:
ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۟ۙ
૭૩. પછી તેમને પૂછવામાં આવશે કે જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે?
Esegesi in lingua araba:
مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْـًٔا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ ۟
૭૪. જેઓ અલ્લાહ સિવાય (ઇલાહ) હતા, તેઓ કહેશે કે તે તો અમારાથી અળગા થઇ ગયા, પરંતુ અમે તે પહેલા કોઇને પણ પોકારતા ન હતા, અલ્લાહ તઆલા આવી જ રીતે કાફીર્રોને પથભ્રષ્ટ કરે છે.
Esegesi in lingua araba:
ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۟ۚ
૭૫. (પછી તેમને કહેવામાં આવશે કે) આ બદલો છે, તે વસ્તુનો, જેમાં તમે ધરતી પર મગ્ન હતા અને ઈતરાતા હતા.
Esegesi in lingua araba:
اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
૭૬. હવે જહન્નમમાં દ્વારથી દાખલ થઇ જાવ, તમે ત્યાં હંમેશા રહેશો, ઘમંડ કરનારાઓ માટે કેટલી ખરાબ જગ્યા છે .
Esegesi in lingua araba:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟
૭૭. (હે પયગંબર) બસ! તમે ધીરજ રાખો, અલ્લાહનું વચન ખરેખર સાચું છે, તેમને અમે જે (અઝાબનું) વચન આપ્યું છે, તેમાંથી અમે થોડુક (તમારા જીવનમાં જ) બતાવીએ અથવા (તે પહેલા) અમે તમને મૃત્યુ આપીએ, (અને તેમને પછી આઝાબ આપીએ) છેવટે તેમને અમારી તરફ જ પાછા ફરવાનું છે.
Esegesi in lingua araba:
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَیْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَیْكَ ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ۚ— فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِیَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ ۟۠
૭૮. નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ મુઅજિઝો અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે.
Esegesi in lingua araba:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَ ۟ؗ
૭૯. અલ્લાહ તે છે, જેણે તમારા માટે ઢોર બનાવ્યા, જેમાંથી કેટલાકની તમે સવારી કરો છો અને કેટલાકને તમે ખાઓ છો.
Esegesi in lingua araba:
وَلَكُمْ فِیْهَا مَنَافِعُ وَلِتَبْلُغُوْا عَلَیْهَا حَاجَةً فِیْ صُدُوْرِكُمْ وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟ؕ
૮૦. તમારા માટે તેમાં બીજા ઘણાં ફાયદાઓ છે, જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં તમે તેના પર સવારી કરી પહોચી જાઓ છો, અને તમે તે ઢોરો પર અને હોડીમાં મુસાફરી કરો છે.
Esegesi in lingua araba:
وَیُرِیْكُمْ اٰیٰتِهٖ ۖۗ— فَاَیَّ اٰیٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ ۟
૮૧. અલ્લાહ તમને પોતાની નિશાનીઓ બતાવે છે, બસ! તમે અલ્લાહની કેવી કેવી નિશાનીઓને ઇન્કાર કરશો.
Esegesi in lingua araba:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْۤا اَكْثَرَ مِنْهُمْ وَاَشَدَّ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟
૮૨. શું તે લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમના પહેલા હતા, તેમની દશા કેવી થઇ? જેઓ તેમના કરતા સંખ્યામાં વધારે હતા, શક્તિશાળી અને ધરતી પર ઘણા બધાં ભવ્ય અવશેષો છોડી ગયા છે, તેમના તે કાર્યોએ કંઈ ફાયદો ન પહોંચાડ્યો.
Esegesi in lingua araba:
فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَرِحُوْا بِمَا عِنْدَهُمْ مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
૮૩. બસ! જ્યારે પણ તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો આ લોકો પોતાની પાસેના જ્ઞાન પર ઇતરાવા લાગ્યા, છેવટે જે (અઝાબ)ની મશ્કરી કરતા હતા, તે જ તેમના પર આવી ગયો.
Esegesi in lingua araba:
فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِیْنَ ۟
૮૪. અમારો અઝાબ જોઇ કહેવા લાગ્યા કે અમે એક અલ્લાહ પર ઈમાન લાવ્યા અને જે જે લોકોને અમે તેના ભાગીદાર ઠેરવતા રહ્યા, તે સૌનો ઇન્કાર કરીએ છીએ.
Esegesi in lingua araba:
فَلَمْ یَكُ یَنْفَعُهُمْ اِیْمَانُهُمْ لَمَّا رَاَوْا بَاْسَنَا ؕ— سُنَّتَ اللّٰهِ الَّتِیْ قَدْ خَلَتْ فِیْ عِبَادِهٖ ۚ— وَخَسِرَ هُنَالِكَ الْكٰفِرُوْنَ ۟۠
૮૫. પરંતુ અમારા અઝાબને જોઇ લીધા પછી તેમનું ઈમાન લાવવું કંઈ ફાયદાકારક સાબિત ન થયું, અલ્લાહનો આ જ નિયમ છે, જે તેના બંદાઓ પર લાગુ છે અને તે જગ્યા પર કાફિરો નુકસાનમાં પડી ગયા.
Esegesi in lingua araba:
 
Traduzione dei significati Sura: Ghâfir
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati - Indice Traduzioni

Traduzione dei significati del Nobile Corano in gujrati, a cura di Rabella Al-Omari, Presidente del Center for Islamic Research and Education - Nadad Gujarat, edita da Al-Birr Foundation - Mumbai 2017

Chiudi