పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - గుజరాతీ అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ గాఫిర్   వచనం:

ગાફિર

حٰمٓ ۟ۚ
૧. હા-મીમ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟ۙ
૨. આ કિતાબ અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે, જે વિજયી અને બધું જ જાણવાવાળો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟
૩. તે ગુનાહ માફ કરવાવાળો, તૌબા કબૂલ કરવાવાળો, સખત અઝાબ આપનાર અને ઘણો જ કૃપાળુ તેમજ શક્તિશાળી છે. તેના સિવાય કોઇ ઇલાહ નથી, તેની તરફ જ (સૌને) પાછા ફરવાનું છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ ۟
૪. અલ્લાહ તઆલાની આયતો બાબતે તે જ લોકો ઝઘડો કરે છે જેઓ કાફિર છે, બસ ! તે લોકોનું શહેરમાં હરવું-ફરવું તમને ધોખોમાં ન નાખી દે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّالْاَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۪— وَهَمَّتْ كُلُّ اُمَّةٍ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَجٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟
૫. તેમના પહેલા નૂહની કોમ અને (પયગંબરોના વિરોધી) કેટલાય જૂથોએ તેમને જુઠલાવ્યા અને દરેક કોમે પોતાના પયગંબરને કેદી બનાવવાનો વિચાર કર્યો અને અસત્યથી સાથે ઝઘડો કરવા લાગ્યા, જેથી અસત્ય સત્યને હરાવી શકે, બસ ! મેં તે લોકોને પકડી લીધા, તો જોઈ લો, મારી સજા કેવી હતી?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟
૬. અને આવી જ રીતે તમારા પાલનહારનો આદેશ તે લોકો માટે સાબિત થઇ ગયો જેઓ કાફિર હતા, અને તેઓ જ જહન્નમી છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیُؤْمِنُوْنَ بِهٖ وَیَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ— رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِیْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِیْمِ ۟
૭. જે (ફરિશ્તાઓએ) અર્શને ઉઠાવી રાખ્યું છે, અને જે તેની આજુબાજુ છે, તે સૌ પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરી રહ્યા છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે અને કહે છે કે, હે અમારા પાલનહાર ! તેં પોતાની રહમત અને જ્ઞાન વડે દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, બસ ! જે લોકોએ તૌબા કરી અને તારા માર્ગનું અનુસરણ કર્યું, તેમને માફ કરી દે, અને તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
رَبَّنَا وَاَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ ١لَّتِیْ وَعَدْتَّهُمْ وَمَنْ صَلَحَ مِنْ اٰبَآىِٕهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّیّٰتِهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ۙ
૮. હે અમારા પાલનહાર ! તું તે લોકોને હંમેશા રહેવાવાળી જન્નતોમાં પ્રવેશ આપ, જેનું વચન તેં તેમને આપ્યું છે અને તેમના બાપ-દાદાઓ, તેમની પત્નીઓ અને સંતાન માંથી (પણ) તે (બધા) ને જેઓ સત્કાર્યો કરે છે, તેમને પણ. નિ:શંક તું વિજયી અને હિકમતવાળો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقِهِمُ السَّیِّاٰتِ ؕ— وَمَنْ تَقِ السَّیِّاٰتِ یَوْمَىِٕذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ— وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟۠
૯. તેમને દુષ્કર્મોથી પણ સુરક્ષિત રાખ, તે દિવસે તેં જેમને દુષ્કર્મોથી બચાવી લીધા છે, તેના પર તેં કૃપા કરી અને ભવ્ય સફળતા આ જ છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَی الْاِیْمَانِ فَتَكْفُرُوْنَ ۟
૧૦. નિ:શંક જે લોકોએ કુફ્ર કર્યું, (કયામતના દિવસે) તેમને પોકારી કહેવામાં આવશે કે આજે જેટલો ગુસ્સો તમને તમારા પર આવી રહ્યો છે, અલ્લાહને તમારા પર તેના કરતા વધારે ગુસ્સો આવતો હતો, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં અને તમે તેનો ઇન્કાર કરતા હતા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَیْنِ وَاَحْیَیْتَنَا اثْنَتَیْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰی خُرُوْجٍ مِّنْ سَبِیْلٍ ۟
૧૧. તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! તેં અમને બે વખત મૃત્યુ આપ્યું અને બે વખત જીવન આપ્યું, હવે અમે પોતાના અપરાધનો એકરાર કરીએ છીએ, તો શું હવે કોઇ રસ્તો છુટકારા માટે છે ?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ذٰلِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِیَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ— وَاِنْ یُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ— فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِیِّ الْكَبِیْرِ ۟
૧૨. (જવાબ આપવામાં આવશે) તમારી આવી પરિસ્થિતિ એટલા માટે છે, જ્યારે તમને એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા તો તમેં ઇન્કાર કરતા હતા અને જો તેની સાથે કોઈ ભાગીદાર બનાવવામાં આવતો તો તેને તમે માની લેતા હતા, હવે નિર્ણય તો તેના જ હાથમાં છે, જે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
هُوَ الَّذِیْ یُرِیْكُمْ اٰیٰتِهٖ وَیُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ— وَمَا یَتَذَكَّرُ اِلَّا مَنْ یُّنِیْبُ ۟
૧૩. તે જ છે, જે તમને પોતાની નિશાનીઓ બતાવે છે અને તમારા માટે આકાશ માંથી રોજી ઉતારે છે, શિખામણ તો ફક્ત તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ (અલ્લાહ તરફ) વિનમ્રતા દાખવે છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَادْعُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟
૧૪. તમે અલ્લાહને તેના માટે દીનને વિશિષ્ટ બનાવી, પોકારતા રહો, ભલેને કાફિરોને ખરાબ લાગે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
رَفِیْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ ۚ— یُلْقِی الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ لِیُنْذِرَ یَوْمَ التَّلَاقِ ۟ۙ
૧૫. તે સર્વોચ્ચ, દરજ્જાવાળો અર્શનો માલિક છે, તે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેના પર વહી ઉતારે છે, જેથી તેઓ લોકોને મુલાકાતના દિવસથી સચેત કરે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یَوْمَ هُمْ بَارِزُوْنَ ۚ۬— لَا یَخْفٰی عَلَی اللّٰهِ مِنْهُمْ شَیْءٌ ؕ— لِمَنِ الْمُلْكُ الْیَوْمَ ؕ— لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ ۟
૧૬. જે દિવસે સૌ સપાટ મેદાનમાં હશે, તેમની કોઇ વાત અલ્લાહથી છૂપી નહીં રહે, (પૂછવામાં આવશે) આજે કોની બાદશાહત છે ? (અને પોતે જ કહેશે) એક અલ્લાહની, જે દરેક પર પ્રભુત્વ ધરાવે છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلْیَوْمَ تُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ؕ— لَا ظُلْمَ الْیَوْمَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
૧૭. આજે દરેકને તેની કરણીનું વળતર આપવામાં આવશે, કોઈના પર ઝુલ્મ નહીં થાય, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ઝડપથી હિસાબ લેવાવાળો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَی الْحَنَاجِرِ كٰظِمِیْنَ ؕ۬— مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّلَا شَفِیْعٍ یُّطَاعُ ۟ؕ
૧૮. અને (હે નબી) તેમને નજીક આવનારા (કયામતના) દિવસથી સચેત કરી દો, જ્યારે હૃદય, ગળા સુધી પહોંચી જશે અને દરેક લોકો ચૂપ હશે, (તે દિવસે) ઝાલિમ લોકોનો કોઇ મિત્ર હશે અને ન કોઇ ભલામણ કરનાર હશે, કે જેમની વાત માનવામાં આવે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یَعْلَمُ خَآىِٕنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ ۟
૧૯. તે નજરોની ખિયાનતને પણ જાણે છે, અને હૃદયોની છૂપી વાતોને (પણ) જાણે છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ— اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟۠
૨૦. અને અલ્લાહ તઆલા ન્યાય પૂર્વક ફેંસલો કરશે, અને અલ્લાહને છોડીને, જેમને આ લોકો પોકારે છે, તેઓ કોઈ નિર્ણય નથી કરી શકતા. ખરેખર અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જોવાવાળો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟
૨૧. શું આ લોકોએ ધરતી પર હરીફરીને નથી જોયું કે જે લોકો તેમનાથી પહેલા હતા તેમની દશા કેવી થઇ ? તે લોકો તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને ધરતી પર પ્રબળ નિશાનીઓ પણ તેમના કરતા વધારે છોડીને ગયા છે, બસ ! અલ્લાહએ તેમને તેમના ગુનાહોના કારણે પકડી લીધા અને તેમને અલ્લાહના અઝાબથી બચાવનાર કોઇ ન હતું.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ— اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ ۟
૨૨. આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તેઓએ તેનો ઇન્કાર કર્યો, બસ ! અલ્લાહએ તેમને પકડી લીધા,, નિ:શંક તે શક્તિશાળી અને સખત અઝાબ આપનાર છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
૨૩. અને અમે મૂસાને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِلٰی فِرْعَوْنَ وَهَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ ۟
૨૪. ફિરઔન, હામાન અને કારૂન તરફ, પરંતુ તે લોકોએ કહ્યું, (આ તો) જાદુગર અને જુઠ્ઠો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ— وَمَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟
૨૫. બસ ! જ્યારે તેઓ તેમની પાસે અમારા તરફથી સત્ય લઇને આવ્યા, તો તે લોકોએ કહ્યું કે જે લોકો ઈમાન લાવી મૂસા સાથે મળી ગયા છે,તેમના બાળકોને મારી નાંખો અને તેમની બાળકીઓને જીવિત રાખો પરંતુ કાફિરોની આ યુક્તિ તો અસફળ રહી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِیْۤ اَقْتُلْ مُوْسٰی وَلْیَدْعُ رَبَّهٗ ۚؕ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّبَدِّلَ دِیْنَكُمْ اَوْ اَنْ یُّظْهِرَ فِی الْاَرْضِ الْفَسَادَ ۟
૨૬. અને ફિરઔને કહ્યું કે મને છોડી દો કે જેથી હું પોતે મૂસા ને કતલ કરી દઉ અને તે તેના પાલનહારને પોકારી જોય લે, મને ભય છે કે આ તમારો દીન બદલી નાખશે અથવા શહેરમાં કોઇ વિદ્રોહ ફેલાવશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ مُوْسٰۤی اِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا یُؤْمِنُ بِیَوْمِ الْحِسَابِ ۟۠
૨૭. મૂસાએ કહ્યું કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ۖۗ— مِّنْ اٰلِ فِرْعَوْنَ یَكْتُمُ اِیْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ یَّقُوْلَ رَبِّیَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَیِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ— وَاِنْ یَّكُ كَاذِبًا فَعَلَیْهِ كَذِبُهٗ ۚ— وَاِنْ یَّكُ صَادِقًا یُّصِبْكُمْ بَعْضُ الَّذِیْ یَعِدُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ۟
૨૮. અને (તે સમયે) ફિરઔનના કુટુંબ માંથી એક ઈમાનવાળો વ્યક્તિ, જે પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તેં તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યો છે? અને જો તે જુઠો હોય, તો તેના જૂઠ (ની સજા) તેના માટે જ છે અને જો તે સાચો હોય તો તેં જે (અઝાબ)નું વચન તમને આપી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠો હોય.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْیَوْمَ ظٰهِرِیْنَ فِی الْاَرْضِ ؗ— فَمَنْ یَّنْصُرُنَا مِنْ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ— قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِیْكُمْ اِلَّا مَاۤ اَرٰی وَمَاۤ اَهْدِیْكُمْ اِلَّا سَبِیْلَ الرَّشَادِ ۟
૨૯. હે મારી કોમના લોકો ! આજના દિવસે બાદશાહત તમારી છે કે આ ધરતી પર તમે વિજયી છો, પરંતુ જો અલ્લાહનો અઝાબ આવી જશે તો આપણી મદદ કોણ કરશે? ફિરઔને કહ્યું, કે હું તો તમને તે જ સૂચન કરી રહ્યો છું, જે હું જોઇ રહ્યો છું અને હું તો તમને ભલાઇનો માર્ગ જ બતાવી રહ્યો છું.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ مِّثْلَ یَوْمِ الْاَحْزَابِ ۟ۙ
૩૦. અને જે વ્યક્તિ ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું, હે મારી કોમના લોકો ! મને તો ભય છે કે તમારા પર પણ એવો દિવસ ન આવી જાય, જે દિવસ (પયગંબરોના વિરોધી) લોકો પર આવ્યો હતો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ؕ— وَمَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعِبَادِ ۟
૩૧. જેવું કે નૂહ, આદ અને ષમૂદની કોમ તથા ત્યાર પછી આવનારી કોમોની (દશા થઇ) હતી, અલ્લાહ પોતાના બંદાઓ પર સહેજ પણ ઝુલ્મ કરતો નથી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَیٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ یَوْمَ التَّنَادِ ۟ۙ
૩૨. હે મારી કોમ ! અને હું તમારા માટે શોર-બકોરના દિવસથી ડરું છું.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِیْنَ ۚ— مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
૩૩. જે દિવસે તમે પીઠ ફેરવી પાછા ફરશો પરંતુ તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહીં હોય અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને સત્ય માર્ગ બતાવનાર કોઇ નથી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ جَآءَكُمْ یُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَیِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ— حَتّٰۤی اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ یَّبْعَثَ اللّٰهُ مِنْ بَعْدِهٖ رَسُوْلًا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابُ ۟ۚۖ
૩૪. અને આ પહેલા તમારી પાસે યૂસુફ સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતા, તો પણ તમે તેમના લાવેલા (પુરાવા)માં શંકા કરતા રહ્યા, ત્યાં સુધી કે જ્યારે તેમનું મૃત્યુ થઇ ગયું તો કહેવા લાગ્યા, તેમના પછી અલ્લાહ કોઇ પયગંબરને મોકલશે જ નહીં, આવી જ રીતે અલ્લાહ તઆલા તે દરેક વ્યક્તિને ગુમરાહ કરે છે, જે હદ વટાવી જનાર અને શંકા કરવાવાળો હોય.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
١لَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ؕ— كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَعِنْدَ الَّذِیْنَ اٰمَنُوْا ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ ۟
૩૫. જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડો કરે છે, તેમની પાસે કોઈ પુરાવા નથી આવ્યા છતાં પણ, આ વસ્તુ અલ્લાહ અને ઈમાનવાળાઓની નજીક ખૂબ જ નારાજગીની વાત છે, અલ્લાહ તઆલા આવી જ રીતે દરેક અહંકારી અને વિદ્રોહીના હૃદય પર મહોર લગાવી દે છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ فِرْعَوْنُ یٰهَامٰنُ ابْنِ لِیْ صَرْحًا لَّعَلِّیْۤ اَبْلُغُ الْاَسْبَابَ ۟ۙ
૩૬. ફિરઔને કહ્યું, હે હામાન ! મારા માટે એક ઊંચી ઈમારત બનાવ, કદાચ હું આકાશોના દ્વાર સુધી પહોચી શકું.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰۤی اِلٰهِ مُوْسٰی وَاِنِّیْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ— وَكَذٰلِكَ زُیِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَصُدَّ عَنِ السَّبِیْلِ ؕ— وَمَا كَیْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ ۟۠
૩૭. અને મૂસાના ઇલાહ તરફ ઝાંકી શકુ અને હું તો તેને જુઠ્ઠો સમજું છું અને આવી જ રીતે ફિરઔનનું ખરાબ વર્તન તેને સારું લાગવા લાગ્યું અને માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનની દરેક યુક્તિઓમાં તેની પોતાની જ નષ્ટતા (છુપાયેલી) હતી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِیْلَ الرَّشَادِ ۟ۚ
૩૮. અને તે ઈમાનવાળા વ્યક્તિએ કહ્યું, કે હે મારી કોમના લોકો ! તમે મારું અનુસરણ કરો, હું સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَا مَتَاعٌ ؗ— وَّاِنَّ الْاٰخِرَةَ هِیَ دَارُ الْقَرَارِ ۟
૩૯. હે મારી કોમના લોકો ! આ દુનિયાનું જીવન તો બસ થોડાક જ દિવસ છે અને નિ:શંક હંમેશા રહેવાવાળું ઘર તો આખિરતનું જ છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مَنْ عَمِلَ سَیِّئَةً فَلَا یُجْزٰۤی اِلَّا مِثْلَهَا ۚ— وَمَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ یُرْزَقُوْنَ فِیْهَا بِغَیْرِ حِسَابٍ ۟
૪૦. અને જે વ્યક્તિ બુરાઈ કરશે, તેને તે પ્રમાણે જ બદલો આપવામાં આવશે અને જે નેક અમલ કરશે, ભલેને પુરુષ હોય અથવા સ્ત્રી પરંતુ શરત એ કે તેઓ ઈમાન ધરાવતા હોવા જોઈએ, તો આવા લોકો જન્નતમાં જશે અને તેમને ત્યાં પુષ્કળ રોજી આપવામાં આવશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَیٰقَوْمِ مَا لِیْۤ اَدْعُوْكُمْ اِلَی النَّجٰوةِ وَتَدْعُوْنَنِیْۤ اِلَی النَّارِ ۟ؕ
૪૧. હે મારી કોમ ! શું વાત છે કે હું તો તમને નજાત તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
تَدْعُوْنَنِیْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؗ— وَّاَنَا اَدْعُوْكُمْ اِلَی الْعَزِیْزِ الْغَفَّارِ ۟
૪૨. તમે મને અલ્લાહનો ઇન્કાર કરવાનું કહી રહ્યા છો અને તેનો ભાગીદાર ઠેરવવાનું કહી રહ્યા છો, જેનું જ્ઞાન મારી પાસે નથી અને હું તમને વિજયી, માફ કરનાર (ઇલાહ) તરફ બોલાવી રહ્યો છું.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِیْۤ اِلَیْهِ لَیْسَ لَهٗ دَعْوَةٌ فِی الدُّنْیَا وَلَا فِی الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَی اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِیْنَ هُمْ اَصْحٰبُ النَّارِ ۟
૪૩. આ ચોક્કસ વાત છે કે તમે મને જેની તરફ બોલાવી રહ્યા છો, તેઓ ન તો દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખિરતમાં અને એ કે આપણે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને હદ વટાવી જનારા લોકો જ જહન્નમી છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْ ؕ— وَاُفَوِّضُ اَمْرِیْۤ اِلَی اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بَصِیْرٌ بِالْعِبَادِ ۟
૪૪. જે કઈ હું તમને કહી રહ્યો છું, નજીકમાં જ તેને યાદ કરશો, હું મારો મુકદ્દમો અલ્લાહને સોંપુ છું, ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાઓને જોઈ રહ્યો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَوَقٰىهُ اللّٰهُ سَیِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ ۟ۚ
૪૫. તે લોકોએ જે યુક્તિઓ આ ઈમાનવાળા વ્યક્તિ વિરુદ્ધ કરી હતી, અલ્લાહએ તેને તેનાથી બચાવી લીધો, અને ફિરઔનવાળાઓ જ સખત અઝાબમાં પડી ગયા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلنَّارُ یُعْرَضُوْنَ عَلَیْهَا غُدُوًّا وَّعَشِیًّا ۚ— وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ ۫— اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ ۟
૪૬. તે લોકો પ્રત્યેક સવાર-સાંજ અલ્લાહની સામે આ લોકોને હાજર કરવામાં આઅવે છે, અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત અઝાબમાં નાંખો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاِذْ یَتَحَآجُّوْنَ فِی النَّارِ فَیَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِیْبًا مِّنَ النَّارِ ۟
૪૭. અને જ્યારે તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરશે તો નબળા લોકો અહંકારી લોકોને કહેશે કે અમે તો (દુનિયામાં) તમારું અનુસરણ કરતા હતા, તો શું હવે તમે અમારા પરથી આગનો કોઇ ભાગ દૂર કરી શકો છો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِیْهَاۤ اِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَیْنَ الْعِبَادِ ۟
૪૮. તે અહંકારી લોકો જવાબ આપશે કે આપણે સૌ આ આગમાં છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓ વચ્ચે નિર્ણય કરી ચૂક્યો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ الَّذِیْنَ فِی النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ یُخَفِّفْ عَنَّا یَوْمًا مِّنَ الْعَذَابِ ۟
૪૯. અને (દરેક) જહન્નમી લોકો ભેગા મળી, જહન્નમના ચોકીદારોને કહેશે કે તમે જ પોતાના પાલનહારને દુઆ કરો કે તે એક દિવસ તો અમારા અઝાબમાં ઘટાડો કરે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِیْكُمْ رُسُلُكُمْ بِالْبَیِّنٰتِ ؕ— قَالُوْا بَلٰی ؕ— قَالُوْا فَادْعُوْا ۚ— وَمَا دُعٰٓؤُا الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟۠
૫૦. તે જવાબ આપશે કે શું તમારી પાસે તમારા પયગંબર ચમત્કાર લઇ નહતા આવ્યા ? તેઓ કહેશે કેમ નહીં (જરૂર આવ્યા હતા), તેઓ કહેશે કે પછી તમે જ દુઆ કરો અને કાફિરોને દુઆ વ્યર્થ થઇ જશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیَوْمَ یَقُوْمُ الْاَشْهَادُ ۟ۙ
૫૧. નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને અને તે દિવસે પણ જરૂર મદદ કરીશું, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یَوْمَ لَا یَنْفَعُ الظّٰلِمِیْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟
૫૨. જે દિવસે જાલિમોને તેમના બહાના કંઈ ફાયદો નહીં પહોંચાડે, તેમના માટે લઅનત (ફિટકાર) જ હશે અને તેમના માટે ખરાબ ઘર હશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْهُدٰی وَاَوْرَثْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ ۟ۙ
૫૩. અમે મૂસાને હિદાયત આપી, અને બની ઇસ્રાઇલને કિતાબ (તોરાત) ના વારસદાર બનાવ્યા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
هُدًی وَّذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
૫૪. જે બુદ્ધિશાળી લોકો માટે હિદાયત અને શિખામણ હતી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِیِّ وَالْاِبْكَارِ ۟
૫૫. બસ ! હે પયગંબર તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે, તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો. અને સવાર-સાંજ પોતાના પાલનહારની તસ્બીહ અને પ્રશંસા કરતા રહો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ۙ— اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِیْهِ ۚ— فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟
૫૬. જે લોકો પોતાની પાસે કોઇ પુરાવા ન હોવા છતાં, અલ્લાહની આયતો બાબતે ઝઘડો કરે છે, તેમના હૃદયોમાં અહંકાર સિવાય કંઈ નથી, તેઓ તે પદ પ્રાપ્ત કરી શકતા નથી (જેની તેઓ ઈચ્છા કરી રહ્યા છે.) તો તમે (તેમની યુક્તિઓથી) અલ્લાહનું શરણ માંગતા રહો, નિ:શંક તે સંપૂર્ણ સાંભળવાવાળો અને બધું જ જોવાવાળો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
૫૭. આકાશ અને ધરતીનું સર્જન, ખરેખર, માનવીના સર્જન કરતા ઘણું મોટું કાર્ય છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَمَا یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِیْٓءُ ؕ— قَلِیْلًا مَّا تَتَذَكَّرُوْنَ ۟
૫૮. દૃષ્ટિહીન અને જોનાર સરખા નથી, અને જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેઓ દુરાચારી (જેવા નથી). તમે (ખૂબ જ) ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ؗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
૫૯. નિ:શંક કયામત આવશે જ, જેમાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા લોકો ઈમાન નથી લાવતા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِیْۤ اَسْتَجِبْ لَكُمْ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِیْ سَیَدْخُلُوْنَ جَهَنَّمَ دٰخِرِیْنَ ۟۠
૬૦. અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
૬૧. અલ્લાહ તઆલાએ તમારા માટે રાત બનાવી, કે તમે તેમાં આરામ કરો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે કૃપાળુ અને દયાળુ છે. પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَیْءٍ ۘ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؗ— فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟
૬૨. આ જ છે. તમારો પાલનહાર, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઇ ઇલાહ નથી, પછી તમે ક્યાં જઇ રહ્યા છો ?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
كَذٰلِكَ یُؤْفَكُ الَّذِیْنَ كَانُوْا بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ ۟
૬૩. આવી જ રીતે તે લોકોને પણ પથભ્રષ્ટ કારી દેવામાં આવ્યા, જેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ— فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟
૬૪. અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ ! ખૂબ જ બરકતવાળો અનેસમગ્ર સૃષ્ટિનો પાલનહાર.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
هُوَ الْحَیُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ— اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
૬૫. તે જ જીવંત છે, તેના સિવાય કોઇ ઇલા નથી, બસ ! તમે નિખાલસતાથી તેની બંદગી કરો અને તેને પોકારો. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِیَ الْبَیِّنٰتُ مِنْ رَّبِّیْ ؗ— وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟
૬૬. તમે તમને કહી દો કે મને તેમની બંદગી કરવાથી રોકવામાં આવ્યો છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે મારી પાસે મારા પાલનહારના સ્પષ્ટ પુરાવા આવી ગયા છે, મને આદેશ મળ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
૬૭. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે, પછી ટીપાં વડે, પછી જામેલા લોહી વડે કર્યું, પછી તમને બાળકના રૂપ (માતાના પેટ માંથી) કાઢે છે, પછી (તમારો વિકાસ કરે છે), તમે પુખ્તવયે પહોંચી જાવ, પછી વૃદ્ધ બની જાવ, તમારા માંથી કેટલાક આ પહેલાં જ મૃત્યુ પામે છે, (તે તમને છોડી દે છે) જેથી તમે નક્કી કરેલ સમય સુધી પહોંચી જાવ અને જેથી તમે વિચાર કરી લો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
هُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۚ— فَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠
૬૮. તે જ છે, જે તમને જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, પછી જ્યારે તે કોઇ કામ કરવા ઇચ્છે છે, તો ફક્ત આટલું જ કહે છે કે થઇ જા, બસ તે થઇ જાય છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ— اَنّٰی یُصْرَفُوْنَ ۟ۙۛ
૬૯. શું તમે તેમને નથી જોયા, જે અલ્લાહની આયતો વિશે ઝઘડો કરે છે, તેઓ ક્યાં ફેરવવામાં આવે છે ?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ۫— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟ۙ
૭૦. તે લોકોએ આ કિતાબ (કુરઆન)નો ઇન્કાર કર્યો અને તે કિતાબોનો પણ ઇન્કાર કર્યો, જે અમે અમારા પયગંબરો સાથે મોકલી હતી, તેમને નજીકમાં જ સત્યતાની ખબર પડી જશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ
૭૧. જ્યારે તેમના ગળામાં પટ્ટા હશે અને એવી સાંકળો હશેમ જેનાથી તેમને ઘસેડવામા આવશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ
૭૨. ઉકળતા પાણીમાં અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે,
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۟ۙ
૭૩. પછી તેમને પૂછવામાં આવશે કે જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે ?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْـًٔا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ ۟
૭૪. જેઓ અલ્લાહ સિવાય (ઇલાહ) હતા, તેઓ કહેશે કે તે તો અમારાથી અળગા થઇ ગયા, પરંતુ અમે તે પહેલા કોઇને પણ પોકારતા ન હતા, અલ્લાહ તઆલા આવી જ રીતે કાફીર્રોને પથભ્રષ્ટ કરે છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۟ۚ
૭૫. (પછી તેમને કહેવામાં આવશે કે) આ બદલો છે, તે વસ્તુનો, જેમાં તમે ધરતી પર મગ્ન હતા અને ઈતરાતા હતા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
૭૬. હવે જહન્નમમાં દ્વારથી દાખલ થઇ જાવ, તમે ત્યાં હંમેશા રહેશો, ઘમંડ કરનારાઓ માટે કેટલી ખરાબ જગ્યા છે .
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟
૭૭. (હે પયગંબર) બસ ! તમે ધીરજ રાખો, અલ્લાહનું વચન ખરેખર સાચું છે, તેમને અમે જે (અઝાબનું) વચન આપ્યું છે, તેમાંથી અમે થોડુક (તમારા જીવનમાં જ) બતાવીએ અથવા (તે પહેલા) અમે તમને મૃત્યુ આપીએ, (અને તેમને પછી આઝાબ આપીએ) છેવટે તેમને અમારી તરફ જ પાછા ફરવાનું છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَیْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَیْكَ ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ۚ— فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِیَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ ۟۠
૭૮. નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ મુઅજિઝો અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَ ۟ؗ
૭૯. અલ્લાહ તે છે, જેણે તમારા માટે ઢોર બનાવ્યા, જેમાંથી કેટલાકની તમે સવારી કરો છો અને કેટલાકને તમે ખાઓ છો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَكُمْ فِیْهَا مَنَافِعُ وَلِتَبْلُغُوْا عَلَیْهَا حَاجَةً فِیْ صُدُوْرِكُمْ وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟ؕ
૮૦. તમારા માટે તેમાં બીજા ઘણાં ફાયદાઓ છે, જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં તમે તેના પર સવારી કરી પહોચી જાઓ છો, અને તમે તે ઢોરો પર અને હોડીમાં મુસાફરી કરો છે.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَیُرِیْكُمْ اٰیٰتِهٖ ۖۗ— فَاَیَّ اٰیٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ ۟
૮૧. અલ્લાહ તમને પોતાની નિશાનીઓ બતાવે છે, બસ ! તમે અલ્લાહની કેવી કેવી નિશાનીઓને ઇન્કાર કરશો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْۤا اَكْثَرَ مِنْهُمْ وَاَشَدَّ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟
૮૨. શું તે લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમના પહેલા હતા, તેમની દશા કેવી થઇ ? જેઓ તેમના કરતા સંખ્યામાં વધારે હતા, શક્તિશાળી અને ધરતી પર ઘણા બધાં ભવ્ય અવશેષો છોડી ગયા છે, તેમના તે કાર્યોએ કંઈ ફાયદો ન પહોંચાડ્યો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَرِحُوْا بِمَا عِنْدَهُمْ مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
૮૩. બસ ! જ્યારે પણ તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો આ લોકો પોતાની પાસેના જ્ઞાન પર ઇતરાવા લાગ્યા, છેવટે જે (અઝાબ)ની મશ્કરી કરતા હતા, તે જ તેમના પર આવી ગયો.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِیْنَ ۟
૮૪. અમારો અઝાબ જોઇ કહેવા લાગ્યા કે અમે એક અલ્લાહ પર ઈમાન લાવ્યા અને જે જે લોકોને અમે તેના ભાગીદાર ઠેરવતા રહ્યા, તે સૌનો ઇન્કાર કરીએ છીએ.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمْ یَكُ یَنْفَعُهُمْ اِیْمَانُهُمْ لَمَّا رَاَوْا بَاْسَنَا ؕ— سُنَّتَ اللّٰهِ الَّتِیْ قَدْ خَلَتْ فِیْ عِبَادِهٖ ۚ— وَخَسِرَ هُنَالِكَ الْكٰفِرُوْنَ ۟۠
૮૫. પરંતુ અમારા અઝાબને જોઇ લીધા પછી તેમનું ઈમાન લાવવું કંઈ ફાયદાકારક સાબિત ન થયું, અલ્લાહનો આ જ નિયમ છે, જે તેના બંદાઓ પર લાગુ છે અને તે જગ્યા પર કાફિરો નુકસાનમાં પડી ગયા.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ గాఫిర్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - గుజరాతీ అనువాదం - అనువాదాల విషయసూచిక

గుజరాతీ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ భావానువాదం - అనువాదం రాబీలా ఉమ్రి, ప్రెసిడెంటు మర్కజ్ అల్ బహూథ్ అల్ ఇస్లామీయ వ తాలీమ్, గుజరాతు - అల్ సంస్థ ప్రచురణ - ముంబాయి 2017.

మూసివేయటం