Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្ពាក៏រ៉ោះ   អាយ៉ាត់:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ۙ— اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَیْنَا ؕ— وَاِنَّاۤ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ ۟
૭૦. તે કહેવા લાગ્યા કે મૂસા તમારા પાલનહાર પાસે દુઆ કરો કે તે હજુ અમને ગાયના વધુ લક્ષણો બતાવે, આ ગાયએ તો અમને શંકામાં નાખી દીધા છે અને અલ્લાહ ઇચ્છશે તો અમે જરૂર આ ગાય શોધી કાઢીશું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِیْرُ الْاَرْضَ وَلَا تَسْقِی الْحَرْثَ ۚ— مُسَلَّمَةٌ لَّا شِیَةَ فِیْهَا ؕ— قَالُوا الْـٰٔنَ جِئْتَ بِالْحَقِّ ؕ— فَذَبَحُوْهَا وَمَا كَادُوْا یَفْعَلُوْنَ ۟۠
૭૧. (મૂસાએ) કહ્યું, તે ગાય એવી હોવી જોઈએ, જેનાથી કામ ન લેવામાં આવતું હોય, જે ન તો હળ ચલાવતી હોય અને ન તો ખેતરોને પાણી પીવડાવતી હોય, તે તંદુરસ્ત અને ખોડ વગરની હોવી જોઈએ, તેઓ કહેવા લાગ્યા, (મૂસા) હવે તમે ઠીક (લક્ષણો) બતાવી દીધા, (આટલી ચર્ચા કર્યા પછી) તેઓએ ગાય ઝબહ કરી, જ્યારે કે એવું લાગતું હતું કે તેઓ આ કામ નહીં કરી શકે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِیْهَا ؕ— وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَ ۟ۚ
૭૨. અને (હે બની ઇસ્રરાઈલ! તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે તમે એક વ્યક્તિનું કત્લ કરી દીધું હતું, પછી તમે આ આરોપ એક બીજા પર મૂકી અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા અને તમારી ગુપ્ત વાતોને અલ્લાહ તઆલા જાહેર કરવાવાળો હતો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَا ؕ— كَذٰلِكَ یُحْیِ اللّٰهُ الْمَوْتٰی وَیُرِیْكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
૭૩. અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિની લાશ પર મારો (તે જીવિત થઈ જશે, અને કતલ કરવાવાળાનું નામ બતાવી દેશે) અલ્લાહ તઆલા આ જ પ્રમાણે મૃતકોને જીવિત કરશે અને તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ فَهِیَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ؕ— وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا یَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَشَّقَّقُ فَیَخْرُجُ مِنْهُ الْمَآءُ ؕ— وَاِنَّ مِنْهَا لَمَا یَهْبِطُ مِنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
૭૪. (આટલી સ્પષ્ટ નિશાનીઓ જોઈ લીધા પછી પણ) તમારા દિલ સખત થઈ ગયા, પથ્થર જેવા સખત અથવા તેના કરતાં પણ વધારે સખત થઇ ગયા, કારણકે પથ્થરો માંથી તો કેટલાક એવા પથ્થરો હોય છે, જેમાંથી નહેરો વહી નીકળે છે અને કેટલાક પથ્થરો તો એવા પણ હોય છે, જે ફાટી જાય તો તેમાંથી પાણી નીકળવા લાગે છે, અને કેટલાક પથ્થરો એવા પણ હોય છે, જે અલ્લાહના ભયથી (ભયભીત થઈ) પડી જાય છે અને જે કંઈ પણ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેનાથી અજાણ નથી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَفَتَطْمَعُوْنَ اَنْ یُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِیْقٌ مِّنْهُمْ یَسْمَعُوْنَ كَلٰمَ اللّٰهِ ثُمَّ یُحَرِّفُوْنَهٗ مِنْ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ یَعْلَمُوْنَ ۟
૭૫. (મુસલમાનો) શું તમારી ઇચ્છા છે કે આ લોકો (યહૂદી) ઇમાન લઈ આવે, જો કે તેમાં એવા લોકો પણ છે, જે અલ્લાહની વાણીને સાંભળે છે, પછી તેને સારી રીતે સમજે લીધા પછી પણ તેમાં જાણી જોઈને ફેરફાર કરી દે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰی بَعْضٍ قَالُوْۤا اَتُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَیْكُمْ لِیُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
૭૬. જ્યારે આ લોકો ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે, તો કહે છે કે અમે ઇમાન લઇ આવ્યા છે અને જ્યારે એકાંતમાં એક બીજા સાથે મુલાકાત કરે છે તો કહે છે કે શું તમે મુસલમાનોને તે (ભેદની) વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ વાતો તો અલ્લાહ પાસે તમારા વિરુદ્ધ પુરાવા બની જશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់ហ្ពាក៏រ៉ោះ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ