ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សូរ៉ោះអាហ្សហ្សុខរ៉ហ្វ   អាយ៉ាត់:

અઝ્ ઝુખ્રૃફ

حٰمٓ ۟ۚۛ
૧. હા-મીમ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَالْكِتٰبِ الْمُبِیْنِ ۟ۙۛ
૨. કસમ છે આ સ્પષ્ટ કિતાબની !
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّا جَعَلْنٰهُ قُرْءٰنًا عَرَبِیًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟ۚ
૩. અમે આ કુરઆનને અરબી ભાષામાં બનાવ્યું, જેથી તમે સમજી શકો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّهٗ فِیْۤ اُمِّ الْكِتٰبِ لَدَیْنَا لَعَلِیٌّ حَكِیْمٌ ۟ؕ
૪. નિ:શંક આ કુરઆન "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَفَنَضْرِبُ عَنْكُمُ الذِّكْرَ صَفْحًا اَنْ كُنْتُمْ قَوْمًا مُّسْرِفِیْنَ ۟
૫. શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَكَمْ اَرْسَلْنَا مِنْ نَّبِیٍّ فِی الْاَوَّلِیْنَ ۟
૬. અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો મોકલ્યા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ نَّبِیٍّ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
૭. અને જ્યારે પણ તેમની પાસે કોઈ પયગંબર આવ્યા, તો તેમણે તેમની મશ્કરી જ કરી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَهْلَكْنَاۤ اَشَدَّ مِنْهُمْ بَطْشًا وَّمَضٰی مَثَلُ الْاَوَّلِیْنَ ۟
૮. બસ ! અમે તેમને નષ્ટ કરી દીધા જો કે તે લોકો તમારા કરતા વધારે શક્તિશાળી હતા અને અમે આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَیَقُوْلُنَّ خَلَقَهُنَّ الْعَزِیْزُ الْعَلِیْمُ ۟ۙ
૯. જો તમે તેમને પૂછશો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّجَعَلَ لَكُمْ فِیْهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟ۚ
૧૦. તે જ છે, જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવી અને તેમાં તમારા માટે માર્ગો બનાવ્યા, જેથી તમે (પોતાની મંજીલ સુધી પહોચવા માટે) માર્ગ મેળવી શકો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَالَّذِیْ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ ۚ— فَاَنْشَرْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ۚ— كَذٰلِكَ تُخْرَجُوْنَ ۟
૧૧. તેણે જ આકાશ માંથી એક પ્રમાણ મુજબ પાણી વરસાવ્યું, બસ ! અમે તેના વડે નિષ્પ્રાણ ઝમીનને જીવિત કરી દીધી, આવી જ રીતે તમે (પણ ઝમીન માંથી) કાઢવામાં આવશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَالَّذِیْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُمْ مِّنَ الْفُلْكِ وَالْاَنْعَامِ مَا تَرْكَبُوْنَ ۟ۙ
૧૨. જેણે દરેક વસ્તુના જોડીદાર બનાવ્યા અને તમારા માટે હોડીઓ બનાવી અને ઢોર બનાવ્યા, જેમના પર તમે સવારી કરો છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لِتَسْتَوٗا عَلٰی ظُهُوْرِهٖ ثُمَّ تَذْكُرُوْا نِعْمَةَ رَبِّكُمْ اِذَا اسْتَوَیْتُمْ عَلَیْهِ وَتَقُوْلُوْا سُبْحٰنَ الَّذِیْ سَخَّرَ لَنَا هٰذَا وَمَا كُنَّا لَهٗ مُقْرِنِیْنَ ۟ۙ
૧૩. જેથી તમે તેમની પીઠ પર બેસીને સવારી કરો, જ્યારે તેમના પર સીધા બેસી જાવ પછી પોતાના પાલનહારની નેઅમતને યાદ કરો, અને કહો કે તે પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّاۤ اِلٰی رَبِّنَا لَمُنْقَلِبُوْنَ ۟
૧૪. ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَجَعَلُوْا لَهٗ مِنْ عِبَادِهٖ جُزْءًا ؕ— اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ مُّبِیْنٌ ۟ؕ۠
૧૫. અને તે લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો ભાગ ઠેરાવી દીધા, નિ:શંક મનુષ્ય ખુલ્લો કૃતધ્ની છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَمِ اتَّخَذَ مِمَّا یَخْلُقُ بَنٰتٍ وَّاَصْفٰىكُمْ بِالْبَنِیْنَ ۟
૧૬. શું અલ્લાહ તઆલાએ પોતાના સર્જન માંથી પોતાના માટે દીકરીઓ રાખી અને તમને દીકરા આપ્યા ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِمَا ضَرَبَ لِلرَّحْمٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِیْمٌ ۟
૧૭. જો કે તેમના માંથી જ્યારે કોઇને (દીકરીનાં જન્મ)ની જાણ કરવામાં આવે છે, જેની નિસ્બત તેણે અલ્લાહ તરફ કરી હતી, તો તેનો ચહેરો કાળો પડી જાય છે અને તે નિરાશ થઇ જાય છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَوَمَنْ یُّنَشَّؤُا فِی الْحِلْیَةِ وَهُوَ فِی الْخِصَامِ غَیْرُ مُبِیْنٍ ۟
૧૮. શું (અલ્લાહના સંતાન દીકરીઓ છે) ? જેમનું પાલન-પોષણ ઘરેણામાં થયું અને ઝઘડામાં (પોતાની વાત) સ્પષ્ટ નથી કરી શકતી ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَجَعَلُوا الْمَلٰٓىِٕكَةَ الَّذِیْنَ هُمْ عِبٰدُ الرَّحْمٰنِ اِنَاثًا ؕ— اَشَهِدُوْا خَلْقَهُمْ ؕ— سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَیُسْـَٔلُوْنَ ۟
૧૯. અને તેમણે ફરિશ્તાઓને, જેઓ રહમાનની બંદગી કરે છે, દીકરીઓ ઠેરવી દીધી, શું તેમના સર્જન વખતે તેઓ હાજર હતા ? તેમની આ સાક્ષીને લખી લેવામાં આવશે અને તેમને પૂછવામાં આવશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالُوْا لَوْ شَآءَ الرَّحْمٰنُ مَا عَبَدْنٰهُمْ ؕ— مَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍ ۗ— اِنْ هُمْ اِلَّا یَخْرُصُوْنَ ۟ؕ
૨૦. અને કહે છે કે જો અલ્લાહ ઇચ્છતો તો અમે તેમની બંદગી ન કરતા, તેમને આ વિશેની કંઈ પણ જાણ નથી, આ તો ફક્ત બકવાસ કરે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَمْ اٰتَیْنٰهُمْ كِتٰبًا مِّنْ قَبْلِهٖ فَهُمْ بِهٖ مُسْتَمْسِكُوْنَ ۟
૨૧. શું અમે તે લોકોને આ પહેલા કોઇ કિતાબ આપી છે ? જેને આ લોકોએ મજબૂતીથી પકડી રાખી છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
بَلْ قَالُوْۤا اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّةٍ وَّاِنَّا عَلٰۤی اٰثٰرِهِمْ مُّهْتَدُوْنَ ۟
૨૨. (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલી રહ્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَكَذٰلِكَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ قَرْیَةٍ مِّنْ نَّذِیْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ ۙ— اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّةٍ وَّاِنَّا عَلٰۤی اٰثٰرِهِمْ مُّقْتَدُوْنَ ۟
૨૩. આવી જ રીતે તમારાથી પહેલા અમે જે વસ્તીમાં કોઇ સચેત કરનાર મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ આ જ જવાબ આપ્યો કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગનું અનુસરણ કરનારા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قٰلَ اَوَلَوْ جِئْتُكُمْ بِاَهْدٰی مِمَّا وَجَدْتُّمْ عَلَیْهِ اٰبَآءَكُمْ ؕ— قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
૨૪. (પયગંબરે) કહ્યું કે શું હું તમારી પાસે તેના કરતા ઉત્તમ માર્ગ લઇને આવું , જેના પર તમે તમારા પૂર્વજોને જોયા? (તો પણ તમે તેમનું જ અનુસરણ કરશો?) તો તેમણે જવાબ આપ્યો કે જે આદેશ લઈને તમને મોકલવામાં આવ્યા છે, અમે તેનો ઇન્કાર કરીએ છીએ,
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَانْتَقَمْنَا مِنْهُمْ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟۠
૨૫. બસ ! અમે તેમની સાથે બદલો લીધો અને જોઇ લો, જુઠલાવનારા લોકોની દશા કેવી થઇ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ وَقَوْمِهٖۤ اِنَّنِیْ بَرَآءٌ مِّمَّا تَعْبُدُوْنَ ۟ۙ
૨૬. અને (તે સમયને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની બંદગી તમે કરો છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِلَّا الَّذِیْ فَطَرَنِیْ فَاِنَّهٗ سَیَهْدِیْنِ ۟
૨૭. હું તો ફક્ત તેની જ બંદગી કરું છું, જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન પણ આપશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَجَعَلَهَا كَلِمَةً بَاقِیَةً فِیْ عَقِبِهٖ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
૨૮. (અને ઇબ્રાહીમ) આ જ વાત પોતાના સંતાનમાં પણ છોડી ગયા, જેથી લોકો (શિર્કથી) છેટા રહે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
بَلْ مَتَّعْتُ هٰۤؤُلَآءِ وَاٰبَآءَهُمْ حَتّٰی جَآءَهُمُ الْحَقُّ وَرَسُوْلٌ مُّبِیْنٌ ۟
૨૯. પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا جَآءَهُمُ الْحَقُّ قَالُوْا هٰذَا سِحْرٌ وَّاِنَّا بِهٖ كٰفِرُوْنَ ۟
૩૦. અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالُوْا لَوْلَا نُزِّلَ هٰذَا الْقُرْاٰنُ عَلٰی رَجُلٍ مِّنَ الْقَرْیَتَیْنِ عَظِیْمٍ ۟
૩૧. અને (કાફિરો) કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ ઉતારવામાં ન આવ્યું ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَهُمْ یَقْسِمُوْنَ رَحْمَتَ رَبِّكَ ؕ— نَحْنُ قَسَمْنَا بَیْنَهُمْ مَّعِیْشَتَهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِیًّا ؕ— وَرَحْمَتُ رَبِّكَ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ ۟
૩૨. શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે ? અમે જ દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું છે, જેથી તેઓ એકબીજાની ખિદમત લઈ શકે, અને તમારા પાલનહારની નેઅમત તે વસ્તુ કરતા ઉત્તમ છે, જે આ લોકો ભેગી કરી રહ્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَوْلَاۤ اَنْ یَّكُوْنَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً لَّجَعَلْنَا لِمَنْ یَّكْفُرُ بِالرَّحْمٰنِ لِبُیُوْتِهِمْ سُقُفًا مِّنْ فِضَّةٍ وَّمَعَارِجَ عَلَیْهَا یَظْهَرُوْنَ ۟ۙ
૩૩. અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ (કુફ્ર) પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે તેઓ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلِبُیُوْتِهِمْ اَبْوَابًا وَّسُرُرًا عَلَیْهَا یَتَّكِـُٔوْنَ ۟ۙ
૩૪. અને તેમના ઘરોના દરવાજા અને સિંહાસન પણ, જેના પર તેઓ તકિયા લગાવી બેસતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَزُخْرُفًا ؕ— وَاِنْ كُلُّ ذٰلِكَ لَمَّا مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَالْاٰخِرَةُ عِنْدَ رَبِّكَ لِلْمُتَّقِیْنَ ۟۠
૩૫. અને આ બધું જ સોના અને ચાંદીનું બનાવી દેતા, આ દરેક વસ્તુ અમસ્તુ જ દુનિયાના જીવનના લાભ માટે છે અને આખિરત તો તમારા પાલનહારની નજીક ડરવાવાળાઓ માટે જ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَنْ یَّعْشُ عَنْ ذِكْرِ الرَّحْمٰنِ نُقَیِّضْ لَهٗ شَیْطٰنًا فَهُوَ لَهٗ قَرِیْنٌ ۟
૩૬. અને જે વ્યક્તિ રહમાનની યાદથી બેદરકારી કરે, અમે તેના પર એક શેતાન નક્કી કરી દઇએ છીએ, તે જ તેનો મિત્ર બને છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّهُمْ لَیَصُدُّوْنَهُمْ عَنِ السَّبِیْلِ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ ۟
૩૭. અને તે શેતાન તેમને સાચા માર્ગથી રોકે છે જ્યારે કે તેઓ એવું અનુમાન કરતા હોય છે કે અમે સત્ય માર્ગ પર છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
حَتّٰۤی اِذَا جَآءَنَا قَالَ یٰلَیْتَ بَیْنِیْ وَبَیْنَكَ بُعْدَ الْمَشْرِقَیْنِ فَبِئْسَ الْقَرِیْنُ ۟
૩૮. ત્યાં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે, તો (પોતાના મિત્રને)કહેશે કે કાશ ! મારી અને તારી વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હોત, તું ઘણો જ ખરાબ મિત્ર છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَنْ یَّنْفَعَكُمُ الْیَوْمَ اِذْ ظَّلَمْتُمْ اَنَّكُمْ فِی الْعَذَابِ مُشْتَرِكُوْنَ ۟
૩૯. અને (તેમને કહેવામા આવશે) જ્યારે તમે જુલમ કરી ચુક્યા છો તો તો આજના દિવસે (આવી વાત) કઈ ફાયદો નહિ પહોચાડી શકે. તમે સૌ અઝાબમાં સરખા છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَفَاَنْتَ تُسْمِعُ الصُّمَّ اَوْ تَهْدِی الْعُمْیَ وَمَنْ كَانَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
૪૦. (હે પયગંબ) શું તમે બહેરાને સંભળાવી શકો છો ? અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો અને તેને, જે સ્પષ્ટ રીતે ગુમરાહીમાં પડેલા છે ? તેમને હિદાયત આપી શકો છો?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاِمَّا نَذْهَبَنَّ بِكَ فَاِنَّا مِنْهُمْ مُّنْتَقِمُوْنَ ۟ۙ
૪૧. બસ ! જો અમે તમને અહીંયાથી લઇ જઇએ, તો પણ અમે તેમની સાથે બદલો લઇશું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَوْ نُرِیَنَّكَ الَّذِیْ وَعَدْنٰهُمْ فَاِنَّا عَلَیْهِمْ مُّقْتَدِرُوْنَ ۟
૪૨. અથવા તેમની સાથે જે (અઝાબનું) વચન કર્યું છે, તે તમને બતાવી દેવા માટે પણ શક્તિ ધરાવીએ છીએ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاسْتَمْسِكْ بِالَّذِیْۤ اُوْحِیَ اِلَیْكَ ۚ— اِنَّكَ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
૪૩. બસ ! જે વહી તમારી તરફ કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખો, નિ:શંક તમે સત્ય માર્ગ પર છો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّهٗ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۚ— وَسَوْفَ تُسْـَٔلُوْنَ ۟
૪૪. અને નિ:શંક આ કિતાબ તમારા માટે અને તમારી કોમ માટે શિખામણ છે અને નજીક માંજ તમને (આના વિશે) પૂછવામાં આવશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَسْـَٔلْ مَنْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُّسُلِنَاۤ اَجَعَلْنَا مِنْ دُوْنِ الرَّحْمٰنِ اٰلِهَةً یُّعْبَدُوْنَ ۟۠
૪૫. અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા ઇલાહ બનાવ્યા હતા ? જેમની બંદગી કરવામાં આવે ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَقَالَ اِنِّیْ رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟
૪૬. અને અમે મૂસાને અમારી નિશાનીઓ લઇને ફિરઔન અને તેના લોકો તરફ મોકલ્યા, તો (મૂસાએ જઇને) કહ્યું કે, હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّا جَآءَهُمْ بِاٰیٰتِنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَضْحَكُوْنَ ۟
૪૭. બસ ! જ્યારે તેઓ અમારી નિશાનીઓ લઇને તેઓને પાસે પહોંચ્યા, તો તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا نُرِیْهِمْ مِّنْ اٰیَةٍ اِلَّا هِیَ اَكْبَرُ مِنْ اُخْتِهَا ؗ— وَاَخَذْنٰهُمْ بِالْعَذَابِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
૪૮. અને જે નિશાની અમે તેઓને બતાવતા હતા, તે એકબીજાથી ચઢીયાતી હતી અને અમે તેમના પર અઝાબ ઉતારતા રહ્યા, જેથી તેઓ સુધારો કરી લે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالُوْا یٰۤاَیُّهَ السّٰحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— اِنَّنَا لَمُهْتَدُوْنَ ۟
૪૯. અને તે લોકોએ કહ્યું કે, હે જાદુગર ! અમારા માટે પોતાના પાલનહારથી તેના માટે દુઆ કર, જેનું વચન તે અમને આપ્યું છે, નિ:શંક અમે સત્ય માર્ગ પર આવી જઇશું.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟
૫૦. પછી જ્યારે અમે તેમના પરથી અઝાબ દૂર કરી દેતા, તો તેઓ તે જ સમયે તેમનું વચન તોડી નાંખતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَنَادٰی فِرْعَوْنُ فِیْ قَوْمِهٖ قَالَ یٰقَوْمِ اَلَیْسَ لِیْ مُلْكُ مِصْرَ وَهٰذِهِ الْاَنْهٰرُ تَجْرِیْ مِنْ تَحْتِیْ ۚ— اَفَلَا تُبْصِرُوْنَ ۟ؕ
૫૧. અને ફિરઔને (એક વખતે) પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો ! શું મિસ્રનું શહેર મારું નથી ? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَمْ اَنَا خَیْرٌ مِّنْ هٰذَا الَّذِیْ هُوَ مَهِیْنٌ ۙ۬— وَّلَا یَكَادُ یُبِیْنُ ۟
૫૨. પરંતુ હું તે તુચ્છ વ્યક્તિ કરતા શ્રેષ્ઠ છું, જે સ્પષ્ટ બોલી પણ નથી શકતો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَوْلَاۤ اُلْقِیَ عَلَیْهِ اَسْوِرَةٌ مِّنْ ذَهَبٍ اَوْ جَآءَ مَعَهُ الْمَلٰٓىِٕكَةُ مُقْتَرِنِیْنَ ۟
૫૩. (જો આ પયગંબર હોય) તો તેના માટે સોનાની બંગડીઓ કેમ ન ઉતરી ? અથવા તેની સાથે પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ કેમ ન આવ્યા ?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاسْتَخَفَّ قَوْمَهٗ فَاَطَاعُوْهُ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟
૫૪. તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَلَمَّاۤ اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
૫૫. પછી જ્યારે તેઓએ અમને ગુસ્સે કર્યા, તો અમે તેમની સાથે બદલો લીધો અને સૌને ડુબાડી દીધા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَجَعَلْنٰهُمْ سَلَفًا وَّمَثَلًا لِّلْاٰخِرِیْنَ ۟۠
૫૬. બસ ! અમે તે લોકોને એક દાસ્તાન બનાવી દીધા અને બીજા લોકો માટે શિખામણ મેળવવાનું કારણ બનાવી દીધા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْیَمَ مَثَلًا اِذَا قَوْمُكَ مِنْهُ یَصِدُّوْنَ ۟
૫૭. અને જ્યારે ઈસા બિન મરયમનું ઉદાહરણ આપવામાં આવ્યું, તો તમારી કોમ ચીસો પાડવા લાગી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقَالُوْۤا ءَاٰلِهَتُنَا خَیْرٌ اَمْ هُوَ ؕ— مَا ضَرَبُوْهُ لَكَ اِلَّا جَدَلًا ؕ— بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ ۟
૫૮. અને કહેવા લાગ્યા કે શું અમારા ઇલાહ સારાં છે અથવા તે (ઈસા)? તે લોકોનું આવું કહેવું ફક્ત ઝઘડાના હેતુથી હતું. પરંતુ આ લોકો ઝઘડો કરનારા જ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنْ هُوَ اِلَّا عَبْدٌ اَنْعَمْنَا عَلَیْهِ وَجَعَلْنٰهُ مَثَلًا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
૫૯. ઈસા ફક્ત એક બંદા હતા, જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને બની ઇસ્રાઇલના માટે (પોતાની કુદરતની) નિશાની બનાવી દીધી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنْكُمْ مَّلٰٓىِٕكَةً فِی الْاَرْضِ یَخْلُفُوْنَ ۟
૬૦. જો અમે ઇચ્છતા તો તમારા બદલામાં ફરિશ્તાઓને લાવતા, જેઓ ધરતી પર નાયબ બનતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّهٗ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُوْنِ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
૬૧. અને નિ:શંક (ઈસા) કયામતની એક નિશાની છે, બસ ! તમે (કયામત) વિશે શંકા ન કરો અને મારું અનુસરણ કરો, આ જ સત્ય માર્ગ છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَا یَصُدَّنَّكُمُ الشَّیْطٰنُ ۚ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
૬૨. અને શેતાન તમને આ માર્ગથી રોકી ન લે, ખરેખર તે તમારો ખુલ્લો દુશ્મન છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَمَّا جَآءَ عِیْسٰی بِالْبَیِّنٰتِ قَالَ قَدْ جِئْتُكُمْ بِالْحِكْمَةِ وَلِاُبَیِّنَ لَكُمْ بَعْضَ الَّذِیْ تَخْتَلِفُوْنَ فِیْهِ ۚ— فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟
૬૩. અને જ્યારે ઈસા સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તો કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમે થોડીક બાબતોમાં વિવાદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, બસ ! તમે અલ્લાહ તઆલાથી ડરો અને મારું કહ્યું માનો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ اللّٰهَ هُوَ رَبِّیْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُ ؕ— هٰذَا صِرَاطٌ مُّسْتَقِیْمٌ ۟
૬૪. મારો અને તમારો પાલનહાર ફક્ત અલ્લાહ તઆલા છે, બસ ! તમે સૌ તેની બંદગી કરો, સત્ય માર્ગ આ (જ) છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْ بَیْنِهِمْ ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ ظَلَمُوْا مِنْ عَذَابِ یَوْمٍ اَلِیْمٍ ۟
૬૫. પછી તેમના માંથી કઈ જૂથોએ અંદરોઅંદર વિવાદ કર્યો, બસ ! જાલિમ લોકો દુ:ખદાયી અઝાબના દિવસની ખરાબી છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
૬૬. શું આ લોકો ફક્ત કયામતની રાહ જૂએ છે કે તે અચાનક તેમના પર આવી જશે અને તેમને જાણ પણ નહીં થાય.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَلْاَخِلَّآءُ یَوْمَىِٕذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ اِلَّا الْمُتَّقِیْنَ ۟ؕ۠
૬૭. તે દિવસે પરહેજ્ગાર સિવાય દરેક મિત્રો એકબીજાના દુશ્મન બની જશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یٰعِبَادِ لَا خَوْفٌ عَلَیْكُمُ الْیَوْمَ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ ۟ۚ
૬૮. હે મારા બંદાઓ ! આજના દિવસે તમારા માટે ન કોઇ દુ:ખ હશે અને ન તો તમે નિરાશ થશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَلَّذِیْنَ اٰمَنُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا مُسْلِمِیْنَ ۟ۚ
૬૯. જે અમારી આયતો પર ઈમાન લાવ્યા અને તેઓ મુસલમાન હતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اُدْخُلُوا الْجَنَّةَ اَنْتُمْ وَاَزْوَاجُكُمْ تُحْبَرُوْنَ ۟
૭૦. તમે અને તમારી પત્નીઓ રાજી-ખુશીથી જન્નતમાં પ્રવેશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یُطَافُ عَلَیْهِمْ بِصِحَافٍ مِّنْ ذَهَبٍ وَّاَكْوَابٍ ۚ— وَفِیْهَا مَا تَشْتَهِیْهِ الْاَنْفُسُ وَتَلَذُّ الْاَعْیُنُ ۚ— وَاَنْتُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟ۚ
૭૧. તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરશે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَتِلْكَ الْجَنَّةُ الَّتِیْۤ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
૭૨. આ જ તે જન્નત છે, જેના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો. પોતાના તે કર્મોના બદલામાં, જે તમે (દુનિયામાં) કરતા રહ્યા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَكُمْ فِیْهَا فَاكِهَةٌ كَثِیْرَةٌ مِّنْهَا تَاْكُلُوْنَ ۟
૭૩. ત્યાં તમારા માટે ખૂબ જ ફળો હશે, જેને તમે ખાતા રહેશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ عَذَابِ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ
૭૪. (અને) અપરાધી લોકો જહન્નમમાં હંમેશા રહેશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَا یُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۟ۚ
૭૫. આ અઝાબ ક્યારેય તેમના પરથી હળવો કરવામાં નહીં આવે અને તેઓ તેમાં નિરાશ પડ્યા રહેશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا ظَلَمْنٰهُمْ وَلٰكِنْ كَانُوْا هُمُ الظّٰلِمِیْنَ ۟
૭૬. અને અમે તેમના પર જુલમ નથી કર્યો, પરંતુ તે પોતે જ જાલિમ હતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَنَادَوْا یٰمٰلِكُ لِیَقْضِ عَلَیْنَا رَبُّكَ ؕ— قَالَ اِنَّكُمْ مّٰكِثُوْنَ ۟
૭૭. અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ ! તમારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, (તો સારું રહેશે) તે કહેશે કે તમને (હંમેશા) અહિયાં જ રહેવાનું છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَقَدْ جِئْنٰكُمْ بِالْحَقِّ وَلٰكِنَّ اَكْثَرَكُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟
૭૮. અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَ ۟ۚ
૭૯. શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, (જો આવી વાત હોય) તો અમે પણ ઠોસ નિર્ણય કરી દઈએ છીએ.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَمْ یَحْسَبُوْنَ اَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوٰىهُمْ ؕ— بَلٰی وَرُسُلُنَا لَدَیْهِمْ یَكْتُبُوْنَ ۟
૮૦. શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા ? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ اِنْ كَانَ لِلرَّحْمٰنِ وَلَدٌ ۖۗ— فَاَنَا اَوَّلُ الْعٰبِدِیْنَ ۟
૮૧. (હે પયગંબર ) તમે તેમને કહી દો ! કે જો કદાચ રહમાનને કોઈ દીકરો હોત, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
سُبْحٰنَ رَبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ ۟
૮૨. તે પાક છે, આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે વાતોથી, જેનું આ લોકો વર્ણન કરી રહ્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَذَرْهُمْ یَخُوْضُوْا وَیَلْعَبُوْا حَتّٰی یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۟
૮૩. હવે (હે પયગંબર) તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَهُوَ الَّذِیْ فِی السَّمَآءِ اِلٰهٌ وَّفِی الْاَرْضِ اِلٰهٌ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ ۟
૮૪. આકાશોમાં પણ તે જ ઇલાહ છે અને ધરતીમાં પણ તે જ ઇલાહ છે, તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَتَبٰرَكَ الَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۚ— وَعِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
૮૫. અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَا یَمْلِكُ الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهِ الشَّفَاعَةَ اِلَّا مَنْ شَهِدَ بِالْحَقِّ وَهُمْ یَعْلَمُوْنَ ۟
૮૬. જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَهُمْ لَیَقُوْلُنَّ اللّٰهُ فَاَنّٰی یُؤْفَكُوْنَ ۟ۙ
૮૭. જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقِیْلِهٖ یٰرَبِّ اِنَّ هٰۤؤُلَآءِ قَوْمٌ لَّا یُؤْمِنُوْنَ ۟ۘ
૮૮. અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર ! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلٰمٌ ؕ— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟۠
૮૯. બસ ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សូរ៉ោះអាហ្សហ្សុខរ៉ហ្វ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ការបកប្រែអត្ថន័យគម្ពីគួរអានជាភាសាហ្គូចាហ្គូដោយលោករ៉ពីឡា អាល់អុំរី ប្រធានមជ្ឈមណ្ឌលស្រាវជ្រាវនិងអប់រំអុីស្លាម - ណាឌីយ៉ាទ ហ្គូចា - បោះពុម្ព​ដោយវិទ្យាសដោយវិទ្យាស្ថានពៀរ - មុំបៃក្នុងឆ្នាំ2017

បិទ