Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಗುಜರಾತಿ ಅನುವಾದ - ರಾಬೀಲ ಉಮ್ರಿ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್- ಬಕರ   ಶ್ಲೋಕ:
فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَیْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
૧૮૨. હાઁ, જો કોઈ વ્યક્તિને અંદેશો હોય કે વસિયત કરનાર કોઈની અયોગ્ય તરફ્દારી અથવા ગુનાહ કરી રહ્યો છે, અને તે વારસદારો વચ્ચે સુલેહ કરાવી દે, તો તેના પર કોઈ ગુનોહ નથી અને અલ્લાહ તઆલા માફ કરનાર, અત્યંત દયાળું છે.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الصِّیَامُ كَمَا كُتِبَ عَلَی الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ
૧૮૩. હે ઇમાનવાળાઓ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَیَّامًا مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— وَعَلَی الَّذِیْنَ یُطِیْقُوْنَهٗ فِدْیَةٌ طَعَامُ مِسْكِیْنٍ ؕ— فَمَنْ تَطَوَّعَ خَیْرًا فَهُوَ خَیْرٌ لَّهٗ ؕ— وَاَنْ تَصُوْمُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
૧૮૪. (આ રોઝાના) ગણતરીના થોડાક જ દિવસ હોય છે, જો તમારા માંથી કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોમાં ગણતરી પુરી કરી લે અને જે વ્યક્તિ રોઝા રાખવાની શક્તિ ધરાવતો હોય, છતાં પણ રોઝો ન રાખે તો તેના માટે ફિદયહમાં એક લાચારને ખાવાનું ખવડાવવુ છે, અને જો ભલાઈ કરવામાં વધારો કરે, તો તે તેના માટે બહેતર છે, પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય રોઝા રાખવા જ છે, જો તમે જાણતા હોય.[1]
[1] શક્તિ ધરાવતા હોવા છતાંય જો રોઝા ન રાખે તો તેણે એક લાચારને ખાવાનું ખવડાવવું જોઈએ, આ આદેશ ફક્ત એવા વૃદ્ધ લોકો માટે છે, જેઓ પોતાની વૃદ્ધાવસ્થાના કારણે રોઝો ન રાખી શકતા હોય.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
شَهْرُ رَمَضَانَ الَّذِیْۤ اُنْزِلَ فِیْهِ الْقُرْاٰنُ هُدًی لِّلنَّاسِ وَبَیِّنٰتٍ مِّنَ الْهُدٰی وَالْفُرْقَانِ ۚ— فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْیَصُمْهُ ؕ— وَمَنْ كَانَ مَرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— یُرِیْدُ اللّٰهُ بِكُمُ الْیُسْرَ وَلَا یُرِیْدُ بِكُمُ الْعُسْرَ ؗ— وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللّٰهَ عَلٰی مَا هَدٰىكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
૧૮૫. રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, (કારણકે) અલ્લાહ તઆલા તમારી સાથે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاِذَا سَاَلَكَ عِبَادِیْ عَنِّیْ فَاِنِّیْ قَرِیْبٌ ؕ— اُجِیْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْیَسْتَجِیْبُوْا لِیْ وَلْیُؤْمِنُوْا بِیْ لَعَلَّهُمْ یَرْشُدُوْنَ ۟
૧૮૬. (અને હે નબી!)જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળાની પોકારને જ્યારે પણ તે મને પોકારે, હું તેની પોકારને કબૂલ કરું છું, એટલા માટે તેઓ મારો આદેશ માને અને મારા પર જ ઇમાન ધરાવે, આશા છે કે તેઓ હિદાયત મેળવી લે.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಲ್- ಬಕರ
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಗುಜರಾತಿ ಅನುವಾದ - ರಾಬೀಲ ಉಮ್ರಿ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಇದನ್ನು ರಾಬಿಲಾ ಅಲ್ ಉಮ್ರಿ ಅನುವಾದಿಸಿದ್ದಾರೆ. ರುವ್ವಾದ್ ಅನುವಾದ ಕೇಂದ್ರದ ಮೇಲ್ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ಇದನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಲಾಗಿದೆ.

ಮುಚ್ಚಿ