Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: Soerat Al-Mozzammil (Gevouwen in Kleding)   Vers:

અલ્ મુઝમ્મીલ

یٰۤاَیُّهَا الْمُزَّمِّلُ ۟ۙ
૧. હે (મુહમ્મદ) ! જેઓ ચાદર ઓઢી (સૂઈ ગયા છો)
Arabische uitleg van de Qur'an:
قُمِ الَّیْلَ اِلَّا قَلِیْلًا ۟ۙ
૨. રાતના થોડો ભાગ છોડી બાકીની રાત (નમાઝ માટે) ઉભા રહો.
Arabische uitleg van de Qur'an:
نِّصْفَهٗۤ اَوِ انْقُصْ مِنْهُ قَلِیْلًا ۟ۙ
૩. રાતનો અડધો ભાગ અથવા તેનાથી સહેજ ઓછો ભાગ.
Arabische uitleg van de Qur'an:
اَوْ زِدْ عَلَیْهِ وَرَتِّلِ الْقُرْاٰنَ تَرْتِیْلًا ۟ؕ
૪. અથવા તો તેના કરતા થોડુક વધારે, અને કુરઆન રુકી રુકીને (સ્પષ્ટ) પઢતા રહો.
Arabische uitleg van de Qur'an:
اِنَّا سَنُلْقِیْ عَلَیْكَ قَوْلًا ثَقِیْلًا ۟
૫. નિ:શંક અમે તમારા પર એક ભારે વાત ઉતારવાના છે.
Arabische uitleg van de Qur'an:
اِنَّ نَاشِئَةَ الَّیْلِ هِیَ اَشَدُّ وَطْاً وَّاَقْوَمُ قِیْلًا ۟ؕ
૬. નિ:શંક રાતમાં ઉઠવું ખરેખર મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને કુરઆન પઢવા માટે યોગ્ય સમય છે.
Arabische uitleg van de Qur'an:
اِنَّ لَكَ فِی النَّهَارِ سَبْحًا طَوِیْلًا ۟ؕ
૭. દિવસે તમને ખૂબ જ વ્યસ્તતા હોય છે.
Arabische uitleg van de Qur'an:
وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ اِلَیْهِ تَبْتِیْلًا ۟ؕ
૮. (એટલા માટે રાત્રે) તમે પોતાના પાલનહારના નામનું ઝિકર કરતા રહો અને દરેક વસ્તુ તરફ ધ્યાન હટાવી તેની જ તરફ પોતાનું ધ્યાન ધરો.
Arabische uitleg van de Qur'an:
رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِیْلًا ۟
૯. તે પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર છે, તેના સિવાય કોઇ મઅબૂદ નથી, તમે તેને જ પોતાનો કારસાજ બનાવી લો.
Arabische uitleg van de Qur'an:
وَاصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِیْلًا ۟
૧૦. અને જે કઇં (કાફિરો) કહે છે તેના પર સબર કરો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
Arabische uitleg van de Qur'an:
وَذَرْنِیْ وَالْمُكَذِّبِیْنَ اُولِی النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِیْلًا ۟
૧૧. જુઠલાવનાર ખુશહાલ લોકોની બાબત મારા પર છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
Arabische uitleg van de Qur'an:
اِنَّ لَدَیْنَاۤ اَنْكَالًا وَّجَحِیْمًا ۟ۙ
૧૨. નિ:શંક અમારી પાસે તેમના માટે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ પણ છે.
Arabische uitleg van de Qur'an:
وَّطَعَامًا ذَا غُصَّةٍ وَّعَذَابًا اَلِیْمًا ۟۫
૧૩. અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી અઝાબ પણ છે.
Arabische uitleg van de Qur'an:
یَوْمَ تَرْجُفُ الْاَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِیْبًا مَّهِیْلًا ۟
૧૪. જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
Arabische uitleg van de Qur'an:
اِنَّاۤ اَرْسَلْنَاۤ اِلَیْكُمْ رَسُوْلًا ۙ۬— شَاهِدًا عَلَیْكُمْ كَمَاۤ اَرْسَلْنَاۤ اِلٰی فِرْعَوْنَ رَسُوْلًا ۟ؕ
૧૫. નિ:શંક અમે તમારી તરફ એક પયગંબરને તમારા પર સાક્ષી બનાવી મોકલ્યો છે. જેવું કે અમે ફિરઔન તરફ એક પયગંબર મોકલ્યા હતા.
Arabische uitleg van de Qur'an:
فَعَصٰی فِرْعَوْنُ الرَّسُوْلَ فَاَخَذْنٰهُ اَخْذًا وَّبِیْلًا ۟
૧૬. તો ફિરઔને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધો.
Arabische uitleg van de Qur'an:
فَكَیْفَ تَتَّقُوْنَ اِنْ كَفَرْتُمْ یَوْمًا یَّجْعَلُ الْوِلْدَانَ شِیْبَا ۟
૧૭. હવે જો તમે તે (રસૂલનો) ઇન્કાર કરશો , તો તે દિવસની (સખતીથી) કેમના બચી શકશો , જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેશે.
Arabische uitleg van de Qur'an:
١لسَّمَآءُ مُنْفَطِرٌ بِهٖ ؕ— كَانَ وَعْدُهٗ مَفْعُوْلًا ۟
૧૮. જેની (સખતીથી) આકાશ ફાટી જશે, અને આ અલ્લાહ તઆલાનું વચન છે, જે પૂરું થઇને જ રહશે.
Arabische uitleg van de Qur'an:
اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟۠
૧૯. નિ:શંક આ (કુરઆન) એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો (માર્ગ) અપનાવી લેં.
Arabische uitleg van de Qur'an:
اِنَّ رَبَّكَ یَعْلَمُ اَنَّكَ تَقُوْمُ اَدْنٰی مِنْ  الَّیْلِ وَنِصْفَهٗ وَثُلُثَهٗ وَطَآىِٕفَةٌ مِّنَ الَّذِیْنَ مَعَكَ ؕ— وَاللّٰهُ یُقَدِّرُ الَّیْلَ وَالنَّهَارَ ؕ— عَلِمَ اَنْ لَّنْ تُحْصُوْهُ فَتَابَ عَلَیْكُمْ فَاقْرَءُوْا مَا تَیَسَّرَ مِنَ الْقُرْاٰنِ ؕ— عَلِمَ اَنْ سَیَكُوْنُ مِنْكُمْ مَّرْضٰی ۙ— وَاٰخَرُوْنَ یَضْرِبُوْنَ فِی الْاَرْضِ یَبْتَغُوْنَ مِنْ فَضْلِ اللّٰهِ ۙ— وَاٰخَرُوْنَ یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ ۖؗ— فَاقْرَءُوْا مَا تَیَسَّرَ مِنْهُ ۙ— وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاَقْرِضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ هُوَ خَیْرًا وَّاَعْظَمَ اَجْرًا ؕ— وَاسْتَغْفِرُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
૨૦. (હે પયગંબર) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અથવા અડધી રાત અથવા ક્યારેક એક- તૃતિયાંશ રાતમાં (નમાઝમાં) ઉભા થાય છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જાણે છે કે તમે સમયનો યોગ્ય અંદાજો નહિ કરી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી હવે જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું પઢી લો, તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધે છે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરે છે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકતા હોય, તેટલું પઢી લો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે માફી માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે.
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: Soerat Al-Mozzammil (Gevouwen in Kleding)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati - Index van vertaling

Vertaling van de betekenissen van de Heilige Koran naar het Gujarati, vertaald door Rabila Al Omri, het hoofd van het Centrum voor Islamitisch Onderzoek en Onderwijs - Nadayad Gujarati. Gepubliceerd door Al Bir Foundation - Mumbai 2017.

Sluit