Check out the new design

ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි * - පරිවර්තන පටුන

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

අර්ථ කථනය පරිච්ඡේදය: අල් ඉස්රා   වාක්‍යය:
قُلْ كُوْنُوْا حِجَارَةً اَوْ حَدِیْدًا ۟ۙ
૫૦. તમે તેમને કહી દો, કે તમે પથ્થર બની જાવો અથવા લોખંડ.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
اَوْ خَلْقًا مِّمَّا یَكْبُرُ فِیْ صُدُوْرِكُمْ ۚ— فَسَیَقُوْلُوْنَ مَنْ یُّعِیْدُنَا ؕ— قُلِ الَّذِیْ فَطَرَكُمْ اَوَّلَ مَرَّةٍ ۚ— فَسَیُنْغِضُوْنَ اِلَیْكَ رُءُوْسَهُمْ وَیَقُوْلُوْنَ مَتٰی هُوَ ؕ— قُلْ عَسٰۤی اَنْ یَّكُوْنَ قَرِیْبًا ۟
૫૧. અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, (બની જાઓ તો પણ અલ્લાહ ફરી વખત જીવિત કરી દેશે) પછી તે લોકો એમ પૂછે, કે અમને બીજી વાર કોણ જીવિત કરશે? તમે જવાબ આપી દો કે તે જ પેદા કરશે, જેણે તમને પ્રથમ વખત પેદા કર્યા, પછી તેઓ તમારી સમક્ષ માથું હલાવીને પૂછશે કે સારું તો આવું ક્યારે થશે? તમે જવાબ આપી દો કે કદાચ તે સમય નજીક જ હોય.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
یَوْمَ یَدْعُوْكُمْ فَتَسْتَجِیْبُوْنَ بِحَمْدِهٖ وَتَظُنُّوْنَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِیْلًا ۟۠
૫૨. જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (દુનિયામાં) ખૂબ જ ઓછા રોકાયા.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
وَقُلْ لِّعِبَادِیْ یَقُوْلُوا الَّتِیْ هِیَ اَحْسَنُ ؕ— اِنَّ الشَّیْطٰنَ یَنْزَغُ بَیْنَهُمْ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلْاِنْسَانِ عَدُوًّا مُّبِیْنًا ۟
૫૩. તમે મારા બંદાઓને કહી દો કે તે જ વાત ઝબાનથી કાઢે જે સારી હોય, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો દુશ્મન છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
رَبُّكُمْ اَعْلَمُ بِكُمْ ؕ— اِنْ یَّشَاْ یَرْحَمْكُمْ اَوْ اِنْ یَّشَاْ یُعَذِّبْكُمْ ؕ— وَمَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ وَكِیْلًا ۟
૫૪. તમારો પાલનહાર તમારી સ્થિતિ ખૂબ સારી રીતે જાણે છે, તે ઇચ્છે તો તમારા પર દયા કરે અથવા ઇચ્છે તો તમને અઝાબ આપે, (હે નબી!) અમે તમને તેઓના વકીલ બનાવી નથી મોકલ્યા.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
وَرَبُّكَ اَعْلَمُ بِمَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِیّٖنَ عَلٰی بَعْضٍ وَّاٰتَیْنَا دَاوٗدَ زَبُوْرًا ۟
૫૫. આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો પાલનહાર તે બધું જ ખૂબ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને અમે ઝબુર આપી.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
قُلِ ادْعُوا الَّذِیْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِهٖ فَلَا یَمْلِكُوْنَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَلَا تَحْوِیْلًا ۟
૫૬. તમે તેમને કહી દો કે તેમને પોકારો, જેમને તમે અલ્લાહ સિવાય મઅબૂદ સમજો છો, ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ یَدْعُوْنَ یَبْتَغُوْنَ اِلٰی رَبِّهِمُ الْوَسِیْلَةَ اَیُّهُمْ اَقْرَبُ وَیَرْجُوْنَ رَحْمَتَهٗ وَیَخَافُوْنَ عَذَابَهٗ ؕ— اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُوْرًا ۟
૫૭. જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોઈ તેની નિકટતા પ્રાપ્ત કરી લે, તે પોતે અલ્લાહની દયાની આશા રાખે છે અને તેના અઝાબથી ભયભીત રહે છે. ખરેખર તમારા પાલનહારનો અઝાબ એવી વસ્તુ છે, જેનાથી ડરવું જોઈએ.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
وَاِنْ مِّنْ قَرْیَةٍ اِلَّا نَحْنُ مُهْلِكُوْهَا قَبْلَ یَوْمِ الْقِیٰمَةِ اَوْ مُعَذِّبُوْهَا عَذَابًا شَدِیْدًا ؕ— كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا ۟
૫૮. જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
 
අර්ථ කථනය පරිච්ඡේදය: අල් ඉස්රා
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි - පරිවර්තන පටුන

රබීලා අල්-උම්රි විසින් පරිවර්තනය කරන ලදී. රුව්වාද් පරිවර්තන මධ්‍යස්ථානයේ අධීක්ෂණය යටතේ එය වැඩි දියුණු කර ඇත.

වසන්න