Check out the new design

ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි * - පරිවර්තන පටුන

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

අර්ථ කථනය පරිච්ඡේදය: අස් සුමර්   වාක්‍යය:
قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَ ۟ۙ
૧૧. તમે કહી દો! કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહ તઆલાની એવી રીતે ઈબાદત કરું કે મારી બંદગી ખાસ તેના માટે જ હોય.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
وَاُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِیْنَ ۟
૧૨. અને મને આદેશ આપવામાં આવ્યો છે કે, હું બધાં કરતા પહેલા આજ્ઞાકારી બની જાઉં.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
قُلْ اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
૧૩. તમે કહી દો! કે જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું મોટા દિવસના અઝાબથી ડરું છું.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
قُلِ اللّٰهَ اَعْبُدُ مُخْلِصًا لَّهٗ دِیْنِیْ ۟ۙۚ
૧૪. કહી દો! કે હું નિખાલસતાથી પોતાના પાલનહારની જ બંદગી કરું છું.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
فَاعْبُدُوْا مَا شِئْتُمْ مِّنْ دُوْنِهٖ ؕ— قُلْ اِنَّ الْخٰسِرِیْنَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَاَهْلِیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اَلَا ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِیْنُ ۟
૧૫. તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો! કે સાચે જ મુક્સાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે કયામતનાં દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
لَهُمْ مِّنْ فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ؕ— ذٰلِكَ یُخَوِّفُ اللّٰهُ بِهٖ عِبَادَهٗ ؕ— یٰعِبَادِ فَاتَّقُوْنِ ۟
૧૬. આવા લોકો માટે તેમના ઉપર પણ આગના વાદળો હશે અને નીચે પણ, આ જ તે વસ્તુ છે, જેનાથી અલ્લાહ તઆલા બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ! બસ! તમે મારાથી ડરતા રહો.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
وَالَّذِیْنَ اجْتَنَبُوا الطَّاغُوْتَ اَنْ یَّعْبُدُوْهَا وَاَنَابُوْۤا اِلَی اللّٰهِ لَهُمُ الْبُشْرٰی ۚ— فَبَشِّرْ عِبَادِ ۟ۙ
૧૭. અને જે લોકો તાગૂતની બંદગીથી બચીને રહ્યા અને અલ્લાહ તઆલા તરફ ધ્યાન ધરતા રહ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
الَّذِیْنَ یَسْتَمِعُوْنَ الْقَوْلَ فَیَتَّبِعُوْنَ اَحْسَنَهٗ ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ هَدٰىهُمُ اللّٰهُ وَاُولٰٓىِٕكَ هُمْ اُولُوا الْاَلْبَابِ ۟
૧૮. જે વાતને કાન લગાવી સાંભળે છે, પછી જે શ્રેષ્ઠ વાત હોય, તેનું અનુસરણ કરે છે, આ જ તે લોકો છે, જેમને અલ્લાહ તઆલાએ હિદાયત આપી અને આ જ લોકો બુદ્ધિશાળી પણ છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
اَفَمَنْ حَقَّ عَلَیْهِ كَلِمَةُ الْعَذَابِ ؕ— اَفَاَنْتَ تُنْقِذُ مَنْ فِی النَّارِ ۟ۚ
૧૯. જે વ્યક્તિ માટે અઝાબનો નિર્ણય થઇ ગયો હોય તો (હે નબી) શું તમે તેને જહન્નમથી બચાવી શકો છો?
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
لٰكِنِ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّنْ فَوْقِهَا غُرَفٌ مَّبْنِیَّةٌ ۙ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ۬— وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ الْمِیْعَادَ ۟
૨૦. હાં! તે લોકો જેઓ પોતાના પાલનહારથી ડરતા રહ્યા, તેમના માટે ઉચ્ચ સ્થાનો છે, જેના ઉપર પણ ઉચ્ચ સ્થાનો બનેલા છે અને તેની નીચે નહેરો વહી રહી છે, આ અલ્લાહનું વચન છે અને તે ક્યારેય ચનભંગ નથી કરતો.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَلَكَهٗ یَنَابِیْعَ فِی الْاَرْضِ ثُمَّ یُخْرِجُ بِهٖ زَرْعًا مُّخْتَلِفًا اَلْوَانُهٗ ثُمَّ یَهِیْجُ فَتَرٰىهُ مُصْفَرًّا ثُمَّ یَجْعَلُهٗ حُطَامًا ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟۠
૨૧. શું તમે જોતા નથીકે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી ઉતારે છે અને તેને ભૂગર્ભ સુધી પહોંચાડે છે, ત્યાર પછી તેના વડે અલગ-અલગ પ્રકારની ઊપજો ઊપજાવે છે, પછી તે સૂકી પડી જાય છે અને તમે તેને પીળા કલરની જુઓ છો, પછી તેને ચૂરે-ચૂરા કરી દે છે, આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણો છે.
අල්කුර්ආන් අරාබි අර්ථ විවරණ:
 
අර්ථ කථනය පරිච්ඡේදය: අස් සුමර්
සූරා පටුන පිටු අංක
 
ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි - පරිවර්තන පටුන

රබීලා අල්-උම්රි විසින් පරිවර්තනය කරන ලදී. රුව්වාද් පරිවර්තන මධ්‍යස්ථානයේ අධීක්ෂණය යටතේ එය වැඩි දියුණු කර ඇත.

වසන්න