Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Gujarati * - Indise ng mga Salin

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Salin ng mga Kahulugan Surah: Al-Mujādalah   Ayah:

અલ્ મુજાદિલહ

قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِیْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَتَشْتَكِیْۤ اِلَی اللّٰهِ ۖۗ— وَاللّٰهُ یَسْمَعُ تَحَاوُرَكُمَا ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟
૧) નિ:શંક અલ્લાહ તઆલાએ તે સ્ત્રીની વાત સાંભળી, જે પોતાના પતિ બાબત (હે નબી) તમારી સાથે ઝઘડો કરી રહી હતી અને અલ્લાહ તઆલાથી ફરિયાદ કરી રહી હતી. અને અલ્લાહ તઆલા તમારા બન્નેની વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે.
Ang mga Tafsir na Arabe:
اَلَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآىِٕهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْ ؕ— اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓـِٔیْ وَلَدْنَهُمْ ؕ— وَاِنَّهُمْ لَیَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَزُوْرًا ؕ— وَاِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ ۟
૨) તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે, જેણીઓએ તમને જન્મ આપ્યો, અને આ લોકો જે કઈ કહી રહ્યા છે, તે એક નાપસંદ અને અને જુઠી વાત છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો, માફ કરવાવાળો છે.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ ثُمَّ یَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِیْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ؕ— ذٰلِكُمْ تُوْعَظُوْنَ بِهٖ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
૩) જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરી જવા ઈચ્છતા હોય તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક ગુલામ આઝાદ કરવો પડશે, તમને આ વાતની શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે.
Ang mga Tafsir na Arabe:
فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ مِنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ۚ— فَمَنْ لَّمْ یَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّیْنَ مِسْكِیْنًا ؕ— ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟
૪) હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો એક બીજાને હાથ લગાવતા પહેલા તેના પર બે માસના લગાતાર રોઝા છે. અને જે વ્યક્તિને તેની પણ ક્ષમતા ન ધરાવે તો તેના પર સાહીઠ (60) લાચારોને ખાવાનું ખવડાવવું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબર પર ઈમાન લાવો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ નિયમો છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી અઝાબ છે.
Ang mga Tafsir na Arabe:
اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟ۚ
૫) નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેમને એવી રીતે અપમાનિત કરવામાં આવશે, જેમકે પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા અને નિ:શંક અમે સ્પષ્ટ આદેશો ઉતારી ચુકયા છે અને ઇન્કાર કરનારાઓ માટે તો અપમાનિત કરી દેનારો અઝાબ છે.
Ang mga Tafsir na Arabe:
یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— اَحْصٰىهُ اللّٰهُ وَنَسُوْهُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟۠
૬) જે દિવસે અલ્લાહ તઆલા તે દરેક લોકોને જીવિત કરી ફરી ઉઠાવશે, તો તેમને તેમના કરેલા કાર્યો જણાવી દેશે કે તેઓ શું શું કરીને આવ્યા છે, અલ્લાહએ તેને સપૂર્ણ સુરક્ષિત રાખ્યા છે જ્યારે કે તેઓ તેને ભુલી ગયા હતા, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુથી ખુબ જ વાકેફ છે.
Ang mga Tafsir na Arabe:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— مَا یَكُوْنُ مِنْ نَّجْوٰی ثَلٰثَةٍ اِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ اِلَّا هُوَ سَادِسُهُمْ وَلَاۤ اَدْنٰی مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْثَرَ اِلَّا هُوَ مَعَهُمْ اَیْنَ مَا كَانُوْا ۚ— ثُمَّ یُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
૭) શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. એવું ક્યારેય થતું નથી કે ત્રણ વ્યક્તિની વાર્તાલાપ થતી હોય અને ચોથો તે (અલ્લાહ) ન હોય, અથવા પાંચ વ્યક્તિઓની વાર્તાલાપ થતી હોય અને છઠ્ઠો તે (અલ્લાહ) ન હોય, (મશવરો કરનાર) તેના કરતા વધારે હોય કે ઓછા તે તેમની સાથે જ હોય છે, તેઓ જ્યાં પણ હોય, પછી તે કયામતના દિવસે તેમને જણાવી પણ દેશે, જે કઈ તેઓ કરતા હતા, ખરેખર અલ્લાહ બધું જ જાણવાવાળો છે.
Ang mga Tafsir na Arabe:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ نُهُوْا عَنِ النَّجْوٰی ثُمَّ یَعُوْدُوْنَ لِمَا نُهُوْا عَنْهُ وَیَتَنٰجَوْنَ بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِیَتِ الرَّسُوْلِ ؗ— وَاِذَا جَآءُوْكَ حَیَّوْكَ بِمَا لَمْ یُحَیِّكَ بِهِ اللّٰهُ ۙ— وَیَقُوْلُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ لَوْلَا یُعَذِّبُنَا اللّٰهُ بِمَا نَقُوْلُ ؕ— حَسْبُهُمْ جَهَنَّمُ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمَصِیْرُ ۟
૮) શું તમે તે લોકોને જોયા નથી, જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, ફરી તેઓ તે જ કાર્ય કરે છે, જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા, અને તેઓ અંદરો-અંદર ગુનાહ, અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે વાતો કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને એવી રીતે સલામ કરે છે, જે રીતે અલ્લાહએ તમને સલામ નથી કહ્યું, અને પોતાના મનમાં કહે છે કે જે કઈ અમે કહી રહ્યા છે, તેના પર અલ્લાહ અમને સજા કેમ નથી આપતો? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا تَنَاجَیْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْاِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِیَتِ الرَّسُوْلِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوٰی ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
૯) હે ઇમાનવાળાઓ ! તમે જ્યારે વાતચીત કરો તો ગુનાહ , અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે ગુપસુપ ન કરો, પરંતુ ભલાઇ અને સયંમની વાતચીત કરો અને અલ્લાહથી ડરતા રહો, જેની પાસે તમે સૌ ભેગા કરવામાં આવશો.
Ang mga Tafsir na Arabe:
اِنَّمَا النَّجْوٰی مِنَ الشَّیْطٰنِ لِیَحْزُنَ الَّذِیْنَ اٰمَنُوْا وَلَیْسَ بِضَآرِّهِمْ شَیْـًٔا اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
૧૦) ગુસપુસ એ તો એક શેતાની કામ છે, જેનાથી ઇમાનવાળોને ઠેસ પહોંચે. જોકે અલ્લાહ તઆલાની આદેશ વગર તેમને સહેજ પણ તકલીફ પહોચી શકતી નથી.અને ઇમાનવાળાઓએ અલ્લાહ પરજ ભરોસો કરવો જોઈએ.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا قِیْلَ لَكُمْ تَفَسَّحُوْا فِی الْمَجٰلِسِ فَافْسَحُوْا یَفْسَحِ اللّٰهُ لَكُمْ ۚ— وَاِذَا قِیْلَ انْشُزُوْا فَانْشُزُوْا یَرْفَعِ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ ۙ— وَالَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ دَرَجٰتٍ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
૧૧) હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نَاجَیْتُمُ الرَّسُوْلَ فَقَدِّمُوْا بَیْنَ یَدَیْ نَجْوٰىكُمْ صَدَقَةً ؕ— ذٰلِكَ خَیْرٌ لَّكُمْ وَاَطْهَرُ ؕ— فَاِنْ لَّمْ تَجِدُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
૧૨) હે મુસલમાનો ! જ્યારે તમે પયગંબરથી વાતચીત કરવા ઇચ્છો તો પોતાની વાતચીત પહેલા કંઇક સદકો (દાન) આપી દો આ તમારા માટે ઉત્તમ અને પવિત્ર છે, હાં જો તમારી પાસે (સદકો) આપવા માટે કઈ ન હોય, તો નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો ,દયાળુ છે.
Ang mga Tafsir na Arabe:
ءَاَشْفَقْتُمْ اَنْ تُقَدِّمُوْا بَیْنَ یَدَیْ نَجْوٰىكُمْ صَدَقٰتٍ ؕ— فَاِذْ لَمْ تَفْعَلُوْا وَتَابَ اللّٰهُ عَلَیْكُمْ فَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاَطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— وَاللّٰهُ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟۠
૧૩) શું તમે પોતાની વાતચીત પહેલા સદકો આપવાથી ડરી ગયા ? બસ જ્યારે તમે આવું ન કર્યુ અને અલ્લાહ તઆલાએ પણ તમને માફ કરી દીધા તો હવે નમાઝ હંમેશા પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, તમે જે કંઇ પણ કરો છો તે ને અલ્લાહ સારી રીતે જાણે છે.
Ang mga Tafsir na Arabe:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللّٰهُ عَلَیْهِمْ ؕ— مَا هُمْ مِّنْكُمْ وَلَا مِنْهُمْ ۙ— وَیَحْلِفُوْنَ عَلَی الْكَذِبِ وَهُمْ یَعْلَمُوْنَ ۟ۚ
૧૪) શું તમે તે લોકોને જોયા નથી ? જેમણે તે લોકો સાથે મિત્રતા કરી, જેમના પર અલ્લાહ ખુબ જ ગુસ્સે થઇ ચુકયો છે, ન તો આ (મુનાફિક) તમારા માંથી છે અને ન તેમના માંથી છે, જાણવા છતાં જુઠી વાતો પર કસમો ખાઇ રહ્યા છે.
Ang mga Tafsir na Arabe:
اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِیْدًا ؕ— اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
૧૫) અલ્લાહ તઆલા એ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, ખરેખર જે કઈ તેઓ કરી રહ્યા છે ,અત્યંત ખોટું છે.
Ang mga Tafsir na Arabe:
اِتَّخَذُوْۤا اَیْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ فَلَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟
૧૬) તે લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે જેની આડમાં તે લોકોને અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે તેમના માટે અપમાનજનક અઝાબ છે.
Ang mga Tafsir na Arabe:
لَنْ تُغْنِیَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَیْـًٔا ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
૧૭) તેમનું ધન અને સંતાનો અલ્લાહ પાસે કંઇ જ કામ નહીં આવે, આ લોકો જહન્નમી છે. જેમાં તેઓ હંમેશા રહેશે.
Ang mga Tafsir na Arabe:
یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیَحْلِفُوْنَ لَهٗ كَمَا یَحْلِفُوْنَ لَكُمْ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ عَلٰی شَیْءٍ ؕ— اَلَاۤ اِنَّهُمْ هُمُ الْكٰذِبُوْنَ ۟
૧૮) જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે (આવી રીતે) તેમનું કઈ કામ બની જાય, જાણી લો! ખરેખર તેઓ જ જુઠા છે.
Ang mga Tafsir na Arabe:
اِسْتَحْوَذَ عَلَیْهِمُ الشَّیْطٰنُ فَاَنْسٰىهُمْ ذِكْرَ اللّٰهِ ؕ— اُولٰٓىِٕكَ حِزْبُ الشَّیْطٰنِ ؕ— اَلَاۤ اِنَّ حِزْبَ الشَّیْطٰنِ هُمُ الْخٰسِرُوْنَ ۟
૧૯) તેમના પર શેતાન છવાઇ ગયો છે અને તેમને અલ્લાહના ઝિકરથી વંચિત કરી દીધા છે, આ શેતાની જૂથ છે, સાંભળો! કે શેતાની જૂથ જ નુકસાન ઉઠાવનારા હશે.
Ang mga Tafsir na Arabe:
اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗۤ اُولٰٓىِٕكَ فِی الْاَذَلِّیْنَ ۟
૨૦) નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે, તે લોકો સૌથી વધારે અપમાનિત છે.
Ang mga Tafsir na Arabe:
كَتَبَ اللّٰهُ لَاَغْلِبَنَّ اَنَا وَرُسُلِیْ ؕ— اِنَّ اللّٰهَ قَوِیٌّ عَزِیْزٌ ۟
૨૧) અલ્લાહ તઆલા લખી ચુકયો છે કે નિ:શંક હું અને મારો પયગંબર જ વિજયી રહીશું, નિ:શંક અલ્લાહ તઆલા જ શક્તિશાળી અને વિજયી છે.
Ang mga Tafsir na Arabe:
لَا تَجِدُ قَوْمًا یُّؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ یُوَآدُّوْنَ مَنْ حَآدَّ اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَوْ كَانُوْۤا اٰبَآءَهُمْ اَوْ اَبْنَآءَهُمْ اَوْ اِخْوَانَهُمْ اَوْ عَشِیْرَتَهُمْ ؕ— اُولٰٓىِٕكَ كَتَبَ فِیْ قُلُوْبِهِمُ الْاِیْمَانَ وَاَیَّدَهُمْ بِرُوْحٍ مِّنْهُ ؕ— وَیُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— رَضِیَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ— اُولٰٓىِٕكَ حِزْبُ اللّٰهِ ؕ— اَلَاۤ اِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْمُفْلِحُوْنَ ۟۠
૨૨) જે લોકો અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન ધરાવે છે, તમે ક્યારેય તેમને નહિ જુવો કે તેઓ એવા લોકો સાથે મિત્રતા કરતા હોય, જેઓ અલ્લાહ અને તેના પયગંબરના વિરોધી છે, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ તે લોકો છે, જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન સાબિત કરી દીધું છે. અને પોતાના તરફથી એક રૂહ તેમની મદદ કારી છે. અલ્લાહ તેમને એવા બગીચામાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ થઇ ગયો અને તેઓ અલ્લાહથી ખુશ થઇ ગયા, આ અલ્લાહનું જૂથ છે. સાંભળો ! ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ થવાવાળા લોકો છે.
Ang mga Tafsir na Arabe:
 
Salin ng mga Kahulugan Surah: Al-Mujādalah
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Gujarati - Indise ng mga Salin

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an sa wikang Gujarati. Isinalin ito ni Rabila Umari, Pangulo ng Sentro ng mga Pananaliksik Pang-Islam at Edukasyon, Nadiad, Gujarat. Inilathala ito ng Pundasyon ng Kawanggawa, Mumbai, 2017.

Isara