ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی * - لیست ترجمه ها

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ترجمهٔ معانی سوره: سوره نجم   آیه:

અન્ નજમ

وَالنَّجْمِ اِذَا هَوٰی ۟ۙ
૧) સિતારાઓની કસમ ! જ્યારે તે આથમવા લાગે.
تفسیرهای عربی:
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوٰی ۟ۚ
૨) તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.
تفسیرهای عربی:
وَمَا یَنْطِقُ عَنِ الْهَوٰی ۟ؕۚ
૩) તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.
تفسیرهای عربی:
اِنْ هُوَ اِلَّا وَحْیٌ یُّوْحٰی ۟ۙ
૪) જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.
تفسیرهای عربی:
عَلَّمَهٗ شَدِیْدُ الْقُوٰی ۟ۙ
૫) તેમને એક મજબુત શક્તિશાળી (ફરિશ્તા)એ શિક્ષા આપી છે.
تفسیرهای عربی:
ذُوْ مِرَّةٍ ؕ— فَاسْتَوٰی ۟ۙ
૬) જે શક્તિશાળી છે. પછી તે સામે આવી ઉભો થઇ ગયો.
تفسیرهای عربی:
وَهُوَ بِالْاُفُقِ الْاَعْلٰی ۟ؕ
૭) અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.
تفسیرهای عربی:
ثُمَّ دَنَا فَتَدَلّٰی ۟ۙ
૮) પછી નજીક થયો અને ઉતરી આવ્યો.
تفسیرهای عربی:
فَكَانَ قَابَ قَوْسَیْنِ اَوْ اَدْنٰی ۟ۚ
૯) બસ ! તે બે કમાનોનાં અંતર બરાબર આવી ગયો, પરતું તેના કરતા પણ વધારે નજીક
تفسیرهای عربی:
فَاَوْحٰۤی اِلٰی عَبْدِهٖ مَاۤ اَوْحٰی ۟ؕ
૧૦) બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું.
تفسیرهای عربی:
مَا كَذَبَ الْفُؤَادُ مَا رَاٰی ۟
૧૧) જે કંઇ તેણે આંખો વડે જોયું હતું, દિલે તેને જુઠ્ઠું ન સમજ્યું.
تفسیرهای عربی:
اَفَتُمٰرُوْنَهٗ عَلٰی مَا یَرٰی ۟
૧૨) શું તમે તે વાત વિશે ઝધડો કરી રહ્યા છો, જે તેણે આંખો વડે જોયું છે.
تفسیرهای عربی:
وَلَقَدْ رَاٰهُ نَزْلَةً اُخْرٰی ۟ۙ
૧૩) (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.
تفسیرهای عربی:
عِنْدَ سِدْرَةِ الْمُنْتَهٰی ۟
૧૪) સિદરતુલ્ મુન્તહા પાસે.
تفسیرهای عربی:
عِنْدَهَا جَنَّةُ الْمَاْوٰی ۟ؕ
૧૫) તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.
تفسیرهای عربی:
اِذْ یَغْشَی السِّدْرَةَ مَا یَغْشٰی ۟ۙ
૧૬) જ્યારે કે સિદરહને છુપાવી રાખતી હતી તે વસ્તુ, જે તેના પર પડતી હતી.
تفسیرهای عربی:
مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغٰی ۟
૧૭) (પયગંબરની) આંખમાં ન તો ઝાંખ પડી અને ન તો હદથી આગળ વધી.
تفسیرهای عربی:
لَقَدْ رَاٰی مِنْ اٰیٰتِ رَبِّهِ الْكُبْرٰی ۟
૧૮) નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.
تفسیرهای عربی:
اَفَرَءَیْتُمُ اللّٰتَ وَالْعُزّٰی ۟ۙ
૧૯) શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા ?
تفسیرهای عربی:
وَمَنٰوةَ الثَّالِثَةَ الْاُخْرٰی ۟
૨૦) અને મનાત્ જે ત્રીજા છે.
تفسیرهای عربی:
اَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْاُ ۟
૨૧) શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે ?
تفسیرهای عربی:
تِلْكَ اِذًا قِسْمَةٌ ضِیْزٰی ۟
૨૨) આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.
تفسیرهای عربی:
اِنْ هِیَ اِلَّاۤ اَسْمَآءٌ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَمَا تَهْوَی الْاَنْفُسُ ۚ— وَلَقَدْ جَآءَهُمْ مِّنْ رَّبِّهِمُ الْهُدٰی ۟ؕ
૨૩) ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે.
تفسیرهای عربی:
اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰی ۟ؗۖ
૨૪) શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે?
تفسیرهای عربی:
فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰی ۟۠
૨૫) આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે.
تفسیرهای عربی:
وَكَمْ مِّنْ مَّلَكٍ فِی السَّمٰوٰتِ لَا تُغْنِیْ شَفَاعَتُهُمْ شَیْـًٔا اِلَّا مِنْ بَعْدِ اَنْ یَّاْذَنَ اللّٰهُ لِمَنْ یَّشَآءُ وَیَرْضٰی ۟
૨૬) અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય.
تفسیرهای عربی:
اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَیُسَمُّوْنَ الْمَلٰٓىِٕكَةَ تَسْمِیَةَ الْاُ ۟
૨૭) નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.
تفسیرهای عربی:
وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ— وَاِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْـًٔا ۟ۚ
૨૮) જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું.
تفسیرهای عربی:
فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰی ۙ۬— عَنْ ذِكْرِنَا وَلَمْ یُرِدْ اِلَّا الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ
૨૯) જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો.
تفسیرهای عربی:
ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰی ۟
૩૦) આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.
تفسیرهای عربی:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۙ— لِیَجْزِیَ الَّذِیْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَیَجْزِیَ الَّذِیْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰی ۟ۚ
૩૧) અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.
تفسیرهای عربی:
اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ— اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ— هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ— فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ— هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰی ۟۠
૩૨) જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,
تفسیرهای عربی:
اَفَرَءَیْتَ الَّذِیْ تَوَلّٰی ۟ۙ
૩૩) શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું ?
تفسیرهای عربی:
وَاَعْطٰی قَلِیْلًا وَّاَكْدٰی ۟
૩૪) ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.
تفسیرهای عربی:
اَعِنْدَهٗ عِلْمُ الْغَیْبِ فَهُوَ یَرٰی ۟
૩૫) શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે ?
تفسیرهای عربی:
اَمْ لَمْ یُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰی ۟ۙ
૩૬) શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે.
تفسیرهای عربی:
وَاِبْرٰهِیْمَ الَّذِیْ وَ ۟ۙ
૩૭) અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે.
تفسیرهای عربی:
اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ۟ۙ
૩૮) કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.
تفسیرهای عربی:
وَاَنْ لَّیْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰی ۟ۙ
૩૯) અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.
تفسیرهای عربی:
وَاَنَّ سَعْیَهٗ سَوْفَ یُرٰی ۟
૪૦) અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.
تفسیرهای عربی:
ثُمَّ یُجْزٰىهُ الْجَزَآءَ الْاَوْفٰی ۟ۙ
૪૧) પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.
تفسیرهای عربی:
وَاَنَّ اِلٰی رَبِّكَ الْمُنْتَهٰی ۟ۙ
૪૨) અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗ هُوَ اَضْحَكَ وَاَبْكٰی ۟ۙ
૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَاَحْیَا ۟ۙ
૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗ خَلَقَ الزَّوْجَیْنِ الذَّكَرَ وَالْاُ ۟ۙ
૪૫) અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.
تفسیرهای عربی:
مِنْ نُّطْفَةٍ اِذَا تُمْنٰی ۪۟
૪૬) ટીપા વડે જ્યારે કે (ગર્ભમાં) ટપકાવવામાં આવે છે.
تفسیرهای عربی:
وَاَنَّ عَلَیْهِ النَّشْاَةَ الْاُخْرٰی ۟ۙ
૪૭) અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗ هُوَ اَغْنٰی وَاَقْنٰی ۟ۙ
૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ લાચાર કરે છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗ هُوَ رَبُّ الشِّعْرٰی ۟ۙ
૪૯) અને એ કે તે જ શિઅરા (તારાનું નામ)નો રબ છે.
تفسیرهای عربی:
وَاَنَّهٗۤ اَهْلَكَ عَادَا ١لْاُوْلٰی ۟ۙ
૫૦) અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.
تفسیرهای عربی:
وَثَمُوْدَاۡ فَمَاۤ اَبْقٰی ۟ۙ
૫૧) અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયા.
تفسیرهای عربی:
وَقَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا هُمْ اَظْلَمَ وَاَطْغٰی ۟ؕ
૫૨) અને આ પહેલા નૂહની કોમને (પણ નષ્ટ કરી), નિ:શંક તેઓ ખુબ જ જાલિમ અને બળવાખોર હતા.
تفسیرهای عربی:
وَالْمُؤْتَفِكَةَ اَهْوٰی ۟ۙ
૫૩) અને મુઅતફીકા (શહેર અથવા ફેરવેલી વસ્તીઓને) તેણે જ ફેરવી નાખી.
تفسیرهای عربی:
فَغَشّٰىهَا مَا غَشّٰی ۟ۚ
૫૪) પછી તેમના પર (નષ્ટતા) છવાઈ ગઈ, જેણે તે વસ્તીના લોકોને સપૂર્ણ ઢાંકી લીધા.
تفسیرهای عربی:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكَ تَتَمَارٰی ۟
૫૫) બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર શંકા કરીશ.
تفسیرهای عربی:
هٰذَا نَذِیْرٌ مِّنَ النُّذُرِ الْاُوْلٰی ۟
૫૬) આ (પયગંબર) પણ પેહલા ડરાવનાર પયગંબરોની જેમ જ ડરાવનાર છે.
تفسیرهای عربی:
اَزِفَتِ الْاٰزِفَةُ ۟ۚ
૫૭) કયામત નજીક આવી ગઇ.
تفسیرهای عربی:
لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ كَاشِفَةٌ ۟ؕ
૫૮) અલ્લાહ સિવાય તેને હટાવી શકે તેઓ કોઈ નથી.
تفسیرهای عربی:
اَفَمِنْ هٰذَا الْحَدِیْثِ تَعْجَبُوْنَ ۟ۙ
૫૯) બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.
تفسیرهای عربی:
وَتَضْحَكُوْنَ وَلَا تَبْكُوْنَ ۟ۙ
૬૦) અને હસો છો. રડતા નથી.
تفسیرهای عربی:
وَاَنْتُمْ سٰمِدُوْنَ ۟
૬૧) (પરંતુ) તમે રમત-ગમતમાં પડી તેનાથી ગાફેલ થઇ ગયા છો.
تفسیرهای عربی:
فَاسْجُدُوْا لِلّٰهِ وَاعْبُدُوْا ۟
૬૨) હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરતા રહો.
تفسیرهای عربی:
 
ترجمهٔ معانی سوره: سوره نجم
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی - لیست ترجمه ها

ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.

بستن