Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សូមើរ   អាយ៉ាត់:
اَفَمَنْ شَرَحَ اللّٰهُ صَدْرَهٗ لِلْاِسْلَامِ فَهُوَ عَلٰی نُوْرٍ مِّنْ رَّبِّهٖ ؕ— فَوَیْلٌ لِّلْقٰسِیَةِ قُلُوْبُهُمْ مِّنْ ذِكْرِ اللّٰهِ ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
૨૨. શું તે વ્યક્તિ, જેનું હૃદય અલ્લાહ તઆલાએ ઇસ્લામ માટે ખોલી દીધું હોય અને તે પોતાના પાલનહાર તરફથી એક પ્રકાશમાં હોય (શું તે વ્યક્તિ જેવો હોઈ શકે છે, જે કઈ શિખામણ પ્રાપ્ત નથી કરતો?) અને તે લોકો માટે બરબાદી છે, જેમના હૃદય અલ્લાહની યાદથી સખત થઇ ગયા છે, આ લોકો ખુલ્લી ગુમરાહીમા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَللّٰهُ نَزَّلَ اَحْسَنَ الْحَدِیْثِ كِتٰبًا مُّتَشَابِهًا مَّثَانِیَ تَقْشَعِرُّ مِنْهُ جُلُوْدُ الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ ۚ— ثُمَّ تَلِیْنُ جُلُوْدُهُمْ وَقُلُوْبُهُمْ اِلٰی ذِكْرِ اللّٰهِ ؕ— ذٰلِكَ هُدَی اللّٰهِ یَهْدِیْ بِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
૨૩. અલ્લાહ તઆલાએ ઉત્તમ વાત ઉતારી છે, જે એવી કિતાબ છે જેના વિષયો એકબીજા સાથે મળતા હોય છે અને વારંવાર પઢવામાં આવતા હોય છે, જેનાથી તે લોકોના રુંવાટા ઊભા થઇ જાય છે, જેઓ પોતાના પાલનહારથી ડરે છે, છેવટે તેમના શરીર અને હૃદય અલ્લાહની યાદથી નરમ પડી જાય છે, આ છે અલ્લાહ તઆલાની હિદાયત છે, જેના દ્વારા જેને ઇચ્છે, હિદાયત આપે છે અને જેને અલ્લાહ તઆલા જ ગુમરાહ કરી દે, તેને કોઈ હિદાયત પર લાવી શકતું નથી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَفَمَنْ یَّتَّقِیْ بِوَجْهِهٖ سُوْٓءَ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَقِیْلَ لِلظّٰلِمِیْنَ ذُوْقُوْا مَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟
૨૪. જે વ્યક્તિ કયામતના દિવસે ખરાબ અઝાબથી બચવા પોતાના ચહેરાને આડ બનાવશે, (તેની લાચારીની કલ્પના થઇ શકે છે?) અને જાલિમ લોકોને કહેવામાં આવશે કે પોતે કરેલા (કાર્યોની સજા) ચાખો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَاَتٰىهُمُ الْعَذَابُ مِنْ حَیْثُ لَا یَشْعُرُوْنَ ۟
૨૫. તેમના કરતા પહેલાના લોકોએ પણ (પયગંબરોને) જુઠલાવ્યા, તો તેમના પર ત્યાંથી અઝાબ આવી પહોંચ્યો, જેના વિશે તેઓ અનુમાન પણ નથી કરી શકતા.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَذَاقَهُمُ اللّٰهُ الْخِزْیَ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟
૨૬. અને અલ્લાહ તઆલાએ તે લોકોને દુનિયાના જીવનમાં અપમાનનો સ્વાદ ચખાડ્યો અને હજુ આખિરતનો અઝાબ તો સખત છે, કદાચ આ લોકો સમજતા હોત.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟ۚ
૨૭. અને નિ:શંક અમે આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણ આપી દીધા, જેથી લોકો શિખામણ પ્રાપ્ત કરી લે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُرْاٰنًا عَرَبِیًّا غَیْرَ ذِیْ عِوَجٍ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
૨૮. કુરઆન અરબી ભાષામાં છે, જેમાં કોઇ ખામી નથી, જેથી લોકો (અલ્લાહની અવજ્ઞા કરવાથી) બચી જાય.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ضَرَبَ اللّٰهُ مَثَلًا رَّجُلًا فِیْهِ شُرَكَآءُ مُتَشٰكِسُوْنَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ ؕ— هَلْ یَسْتَوِیٰنِ مَثَلًا ؕ— اَلْحَمْدُ لِلّٰهِ ۚ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟
૨૯. અલ્લાહ તઆલા એક ઉદાહરણ વર્ણવી રહ્યો છે, તે (દાસ) વ્યક્તિ, જેના માલિક થવામાં પરસ્પર ઘણા લોકો ભાગીદાર છે, તથા બીજો તે વ્યક્તિ, જે ફક્ત એક જ વ્યક્તિની માલિકી હેઠળ છે, શું આ બન્ને સરખા હોઇ શકે છે, અલ્લાહ તઆલા માટે જ દરેક પ્રકારની પ્રશંસા છે, (આ ઉદાહરણથી વાત સ્વાપષ્તટ થઇ ગઈ) તેમાંથી ઘણા લોકો સમજતા નથી.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّكَ مَیِّتٌ وَّاِنَّهُمْ مَّیِّتُوْنَ ۟ؗ
૩૦. (હે પયગંબર) ખરેખર તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُوْنَ ۟۠
૩૧. પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សូមើរ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ