Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី * - សន្ទស្សន៍នៃការបកប្រែ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សូមើរ   អាយ៉ាត់:
اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰىنِیْ لَكُنْتُ مِنَ الْمُتَّقِیْنَ ۟ۙ
૫૭. અથવા આવું કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતો, તો હું પણ પરહેજગાર લોકો માંથી હોત.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَوْ تَقُوْلَ حِیْنَ تَرَی الْعَذَابَ لَوْ اَنَّ لِیْ كَرَّةً فَاَكُوْنَ مِنَ الْمُحْسِنِیْنَ ۟
૫૮. અથવા અઝાબ જોઇને કહેવા લાગે, કદાચ! કે કોઇ પણ રીતે હું પાછો ફરી શકતો હોત, તો હું પણ સદાચારી લોકો માંથી થઇ જાત.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
بَلٰی قَدْ جَآءَتْكَ اٰیٰتِیْ فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكٰفِرِیْنَ ۟
૫૯. (અલ્લાહ કહેશે) હાં, કેમ નહિ, તારી પાસે મારી આયતો પહોંચી હતી, જેને તે જુઠલાવી અને ઘમંડ કરતો રહ્યો અને તું કાફિરો માંથી હતો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیَوْمَ الْقِیٰمَةِ تَرَی الَّذِیْنَ كَذَبُوْا عَلَی اللّٰهِ وُجُوْهُهُمْ مُّسْوَدَّةٌ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْمُتَكَبِّرِیْنَ ۟
૬૦. અને જે લોકોએ અલ્લાહ પર જૂઠાણું બાંધ્યું છે, કયામતના દિવસે તમે જોઈ લેશો કે તેમના ચહેરા કાળાં પડી જશે, શું ઘમંડી લોકોનું ઠેકાણું જહન્નમ નથી?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَیُنَجِّی اللّٰهُ الَّذِیْنَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ ؗ— لَا یَمَسُّهُمُ السُّوْٓءُ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
૬૧. અને જે લોકો અલ્લાહથી ડરતા રહ્યા, તેમને અલ્લાહ તઆલા તેમની સફળતાના (કારણે) દરેક જગ્યાએથી બચાવી લેશે, ન તો તેમને કોઇ દુ:ખ સ્પર્શ કરી શકશે અને ન તો તેઓ નિરાશ થશે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اَللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ ؗ— وَّهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟
૬૨. અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَهٗ مَقَالِیْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
૬૩. આકાશો અને ધરતીના (ખજાનાની) ચાવીઓનો માલિક તે જ છે. જે-જે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તે જ નુકસાન ઉઠાવનારા છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ اَفَغَیْرَ اللّٰهِ تَاْمُرُوْٓنِّیْۤ اَعْبُدُ اَیُّهَا الْجٰهِلُوْنَ ۟
૬૪. તમે તેમને કહી દો કે, હે અજ્ઞાની લોકો! શું તમે મને અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવાની સલાહ આપી રહ્યા છો?
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَلَقَدْ اُوْحِیَ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۚ— لَىِٕنْ اَشْرَكْتَ لَیَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
૬૫. જો કે તમારી તરફ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે કે જો તમે શિર્ક કરશો તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟
૬૬. પરંતુ તમે અલ્લાહની જ બંદગી કરો અને આભાર વ્યક્ત કરનારાબંદા બનીને રહો.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ۖۗ— وَالْاَرْضُ جَمِیْعًا قَبْضَتُهٗ یَوْمَ الْقِیٰمَةِ وَالسَّمٰوٰتُ مَطْوِیّٰتٌ بِیَمِیْنِهٖ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟
૬૭. અને તે લોકોએ અલ્લાહની કદર ન કરી, જેવું કે તેની કદર કરવાનો હક છે, કયામતના દિવસે સંપૂર્ણ ધરતી તેની મુઠ્ઠીમાં હશે અને સંપૂર્ણ આકાશો તેના જમણા હાથમાં લપેટાયેલા હશે, તે પવિત્ર અને સર્વોચ્ચ છે, તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សូមើរ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី - សន្ទស្សន៍នៃការបកប្រែ

បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។

បិទ