Check out the new design

Bản dịch ý nghĩa nội dung Qur'an - 古吉拉特语翻译 - 拉比勒·欧玛利 * - Mục lục các bản dịch

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Ý nghĩa nội dung Chương: Al-Baqarah   Câu:
مَا نَنْسَخْ مِنْ اٰیَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَیْرٍ مِّنْهَاۤ اَوْ مِثْلِهَا ؕ— اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
૧૦૬. જે આયતને અમે રદ કરી દઇએ અથવા તો ભુલાવી દઇએ, તેનાથી ઉત્તમ અથવા તો તેના જેવી જ બીજી આયત લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવનાર છે.
Các Tafsir tiếng Ả-rập:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
૧૦૭. શું તમે જાણતા નથી કે ધરતી અને આકાશો અને ધરતીનું સામ્રાજ્ય અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય તમારો કોઇ દોસ્ત અને મદદ કરનાર નથી.
Các Tafsir tiếng Ả-rập:
اَمْ تُرِیْدُوْنَ اَنْ تَسْـَٔلُوْا رَسُوْلَكُمْ كَمَا سُىِٕلَ مُوْسٰی مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّتَبَدَّلِ الْكُفْرَ بِالْاِیْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
૧૦૮. શું તમે એવું ઈચ્છો છો કે પોતાના પયગંબર સામે એવા જ સવાલો કરતા જાઓ, જેવું કે પહેલા મૂસાને પુછવામાં આવ્યા હતા, જે વ્યક્તિ ઇમાનના માર્ગને કૂફરથી બદલી નાખે, તો ખરેખર તે સત્ય માર્ગથી ભટકી ગયો,
Các Tafsir tiếng Ả-rập:
وَدَّ كَثِیْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یَرُدُّوْنَكُمْ مِّنْ بَعْدِ اِیْمَانِكُمْ كُفَّارًا ۖۚ— حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْحَقُّ ۚ— فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰی یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
૧૦૯. (હે મુસલમાનો) કિતાબવાળાઓ માંથી ઘણા લોકો હસદના કારણે એવું ઇચ્છે છે કે તમારું ઈમાન લાવ્યા પછી તમને ફરીવાર કાફિર બનાવી દે, તેમના પર સત્ય સ્પષ્ટ થઈ ગયા છતાંય, (હે મુસલમાનો) તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરો, ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાનો આદેશ લઇ આવે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
Các Tafsir tiếng Ả-rập:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
૧૧૦. તમે નમાજ કાયમ કરો, અને ઝકાત આપો અને જે કંઇ ભલાઇના કાર્યો તમે આગળ મોકલશો તે ભલાઈને અલ્લાહ પાસે જોઇ લેશો, નિઃશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખુબ સારી રીતે જોઇ રહ્યો છે.
Các Tafsir tiếng Ả-rập:
وَقَالُوْا لَنْ یَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— تِلْكَ اَمَانِیُّهُمْ ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
૧૧૧. આ લોકો કહે છે કે જન્નતમાં ફક્ત તે જ વ્યક્તિ દાખલ થશે, જે યહૂદી હોય અથવા ઈસાઈ હોય, આ તેમની જૂઠી મનેચ્છાઓ છે, તમેન તેઓને કહી દો કે જો તમે આ બાબતથી સાચા હોય કોઇ પુરાવા તો બતાવો.
Các Tafsir tiếng Ả-rập:
بَلٰی ۗ— مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ ۪— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟۠
૧૧૨. કેમ નહિ? (નિયમ એ છે) જે વ્યક્તિ પોતાનો ચહેરો અલ્લાહની સમક્ષ ઝુકાવી દેં, અને તે નેક કાર્યો કરવાવાળો હોય, તેને તેનો પાલનહાર બદલો આપશે, આવા લોકો પર ન તો કોઇ ડર હશે અને ન તો તેઓને કોઈ ગમ હશે.
Các Tafsir tiếng Ả-rập:
 
Ý nghĩa nội dung Chương: Al-Baqarah
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - 古吉拉特语翻译 - 拉比勒·欧玛利 - Mục lục các bản dịch

Nó được dịch bởi Rabella Al-Umri. Nó được phát triển dưới sự giám sát của Trung tâm Dịch thuật Rowwad.

Đóng lại