《古兰经》译解 - 古吉拉特语翻译。 * - 译解目录

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

含义的翻译 章: 哈格   段:

અલ્ હાકકહ

اَلْحَآقَّةُ ۟ۙ
૧) સાબિત થવાવાળી
阿拉伯语经注:
مَا الْحَآقَّةُ ۟ۚ
૨) સાબિત થવાવાળી શું છે ?
阿拉伯语经注:
وَمَاۤ اَدْرٰىكَ مَا الْحَآقَّةُ ۟ؕ
૩) અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
阿拉伯语经注:
كَذَّبَتْ ثَمُوْدُ وَعَادٌ بِالْقَارِعَةِ ۟
૪) ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી.
阿拉伯语经注:
فَاَمَّا ثَمُوْدُ فَاُهْلِكُوْا بِالطَّاغِیَةِ ۟
૫) (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
阿拉伯语经注:
وَاَمَّا عَادٌ فَاُهْلِكُوْا بِرِیْحٍ صَرْصَرٍ عَاتِیَةٍ ۟ۙ
૬) અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
阿拉伯语经注:
سَخَّرَهَا عَلَیْهِمْ سَبْعَ لَیَالٍ وَّثَمٰنِیَةَ اَیَّامٍ ۙ— حُسُوْمًا فَتَرَی الْقَوْمَ فِیْهَا صَرْعٰی ۙ— كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ خَاوِیَةٍ ۟ۚ
૭) જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
阿拉伯语经注:
فَهَلْ تَرٰی لَهُمْ مِّنْ بَاقِیَةٍ ۟
૮) શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો?
阿拉伯语经注:
وَجَآءَ فِرْعَوْنُ وَمَنْ قَبْلَهٗ وَالْمُؤْتَفِكٰتُ بِالْخَاطِئَةِ ۟ۚ
૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
阿拉伯语经注:
فَعَصَوْا رَسُوْلَ رَبِّهِمْ فَاَخَذَهُمْ اَخْذَةً رَّابِیَةً ۟
૧૦) તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
阿拉伯语经注:
اِنَّا لَمَّا طَغَا الْمَآءُ حَمَلْنٰكُمْ فِی الْجَارِیَةِ ۟ۙ
૧૧) જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા.
阿拉伯语经注:
لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَّتَعِیَهَاۤ اُذُنٌ وَّاعِیَةٌ ۟
૧૨) જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
阿拉伯语经注:
فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ نَفْخَةٌ وَّاحِدَةٌ ۟ۙ
૧૩) બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
阿拉伯语经注:
وَّحُمِلَتِ الْاَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَّاحِدَةً ۟ۙ
૧૪) અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
阿拉伯语经注:
فَیَوْمَىِٕذٍ وَّقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ
૧૫) તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે.
阿拉伯语经注:
وَانْشَقَّتِ السَّمَآءُ فَهِیَ یَوْمَىِٕذٍ وَّاهِیَةٌ ۟ۙ
૧૬) અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
阿拉伯语经注:
وَّالْمَلَكُ عَلٰۤی اَرْجَآىِٕهَا ؕ— وَیَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ یَوْمَىِٕذٍ ثَمٰنِیَةٌ ۟ؕ
૧૭) તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે.
阿拉伯语经注:
یَوْمَىِٕذٍ تُعْرَضُوْنَ لَا تَخْفٰی مِنْكُمْ خَافِیَةٌ ۟
૧૮) તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
阿拉伯语经注:
فَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ فَیَقُوْلُ هَآؤُمُ اقْرَءُوْا كِتٰبِیَهْ ۟ۚ
૧૯) પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.
阿拉伯语经注:
اِنِّیْ ظَنَنْتُ اَنِّیْ مُلٰقٍ حِسَابِیَهْ ۟ۚ
૨૦) મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે.
阿拉伯语经注:
فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۟ۙ
૨૧) બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
阿拉伯语经注:
فِیْ جَنَّةٍ عَالِیَةٍ ۟ۙ
૨૨) ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
阿拉伯语经注:
قُطُوْفُهَا دَانِیَةٌ ۟
૨૩) જેના ગુચ્છા નમી પડેલા હશે.
阿拉伯语经注:
كُلُوْا وَاشْرَبُوْا هَنِیْٓـًٔا بِمَاۤ اَسْلَفْتُمْ فِی الْاَیَّامِ الْخَالِیَةِ ۟
૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
阿拉伯语经注:
وَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِشِمَالِهٖ ۙ۬— فَیَقُوْلُ یٰلَیْتَنِیْ لَمْ اُوْتَ كِتٰبِیَهْ ۟ۚ
૨૫) પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
阿拉伯语经注:
وَلَمْ اَدْرِ مَا حِسَابِیَهْ ۟ۚ
૨૬) અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
阿拉伯语经注:
یٰلَیْتَهَا كَانَتِ الْقَاضِیَةَ ۟ۚ
૨૭) કાશ ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત.
阿拉伯语经注:
مَاۤ اَغْنٰی عَنِّیْ مَالِیَهْ ۟ۚ
૨૮) મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
阿拉伯语经注:
هَلَكَ عَنِّیْ سُلْطٰنِیَهْ ۟ۚ
૨૯) મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ.
阿拉伯语经注:
خُذُوْهُ فَغُلُّوْهُ ۟ۙ
૩૦) આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
阿拉伯语经注:
ثُمَّ الْجَحِیْمَ صَلُّوْهُ ۟ۙ
૩૧) પછી તેને જહન્નમમાં નાખી દો.
阿拉伯语经注:
ثُمَّ فِیْ سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُوْنَ ذِرَاعًا فَاسْلُكُوْهُ ۟ؕ
૩૨) પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો.
阿拉伯语经注:
اِنَّهٗ كَانَ لَا یُؤْمِنُ بِاللّٰهِ الْعَظِیْمِ ۟ۙ
૩૩) નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
阿拉伯语经注:
وَلَا یَحُضُّ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ؕ
૩૪) અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
阿拉伯语经注:
فَلَیْسَ لَهُ الْیَوْمَ هٰهُنَا حَمِیْمٌ ۟ۙ
૩૫) બસ ! આજે તેનો કોઈ મિત્ર નહિ હોય.
阿拉伯语经注:
وَّلَا طَعَامٌ اِلَّا مِنْ غِسْلِیْنٍ ۟ۙ
૩૬) અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહિ મળે.
阿拉伯语经注:
لَّا یَاْكُلُهٗۤ اِلَّا الْخَاطِـُٔوْنَ ۟۠
૩૭) જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
阿拉伯语经注:
فَلَاۤ اُقْسِمُ بِمَا تُبْصِرُوْنَ ۟ۙ
૩૮) બસ ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો.
阿拉伯语经注:
وَمَا لَا تُبْصِرُوْنَ ۟ۙ
૩૯) અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી.
阿拉伯语经注:
اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِیْمٍ ۟ۚۙ
૪૦) કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.
阿拉伯语经注:
وَّمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ؕ— قَلِیْلًا مَّا تُؤْمِنُوْنَ ۟ۙ
૪૧) આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
阿拉伯语经注:
وَلَا بِقَوْلِ كَاهِنٍ ؕ— قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ۟ؕ
૪૨) અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
阿拉伯语经注:
تَنْزِیْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
૪૩) (આ તો ) જગતના પાલનહારે ઉતાર્યું છે.
阿拉伯语经注:
وَلَوْ تَقَوَّلَ عَلَیْنَا بَعْضَ الْاَقَاوِیْلِ ۟ۙ
૪૪) અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો,
阿拉伯语经注:
لَاَخَذْنَا مِنْهُ بِالْیَمِیْنِ ۟ۙ
૪૫) તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
阿拉伯语经注:
ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِیْنَ ۟ؗۖ
૪૬) પછી તેની ધોરી નસ કાપી નાખતા.
阿拉伯语经注:
فَمَا مِنْكُمْ مِّنْ اَحَدٍ عَنْهُ حٰجِزِیْنَ ۟
૪૭) પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત.
阿拉伯语经注:
وَاِنَّهٗ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِیْنَ ۟
૪૮) નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
阿拉伯语经注:
وَاِنَّا لَنَعْلَمُ اَنَّ مِنْكُمْ مُّكَذِّبِیْنَ ۟
૪૯) અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
阿拉伯语经注:
وَاِنَّهٗ لَحَسْرَةٌ عَلَی الْكٰفِرِیْنَ ۟
૫૦) નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
阿拉伯语经注:
وَاِنَّهٗ لَحَقُّ الْیَقِیْنِ ۟
૫૧) અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે.
阿拉伯语经注:
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟۠
૫૨) બસ ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો.
阿拉伯语经注:
 
含义的翻译 章: 哈格
章节目录 页码
 
《古兰经》译解 - 古吉拉特语翻译。 - 译解目录

古兰经古吉拉特语译解,拉比俩·欧姆拉 - 奥吉拉特,纳迪亚德伊斯兰教研究和教学中心主任 - 翻译,公历2017年由穆米巴慈善机构出版发行。

关闭